જાણો, ઇઝરાયલની 15 રસપ્રદ વાતો, વાંચીને થઇ જશો હેરાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની ઐતિહાસિક મુલાકાતે છે ત્યારે ઇઝરાયલની 15 રસપ્રદ વાતો સાંભળશો તો તમે આશ્વર્યચકિત થઇ જશો. ઇઝરાયલ સરકારે વડાપ્રધાન મોદીને રોકાવા માટેની વ્યવસ્થા જેરુસલમની એ હોયલમાં કરી છે, જેને ધરતીની સૌથી સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે. સાંભળવામાં આ વાત ભલે નવાઇભરી લાગે પરંતુ, ઇઝરાયલ આવી જ ખૂબીઓનો દેશ છે.

  1. ઇઝરાયલ દુનિયામાં સૌથી વધુ પ્રવાસીઓને આશ્રયસ્થાન આપનાર દેશ છે. ઇઝરાયલની સ્વતંત્રતાથી લઇ વર્ષ 2015 સુધી લગભગ 3.2 મિલિયન પ્રવાસી અહીં આવી સ્થાયી થયા.
  2. ઇઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદને દુનિયાની સૌથી ખતરનાક ઇન્ટેલિજન્સ એજન્સી માનવામાં આવે છે. જેનુ અત્યાર સુધી કોઇ મિશન નિષ્ફળ ગયું નથી. આને ઇઝરાયલનું ક્લિંગ મશીન પણ કહેવામાં આવે છે. દુનિયાભરના 60 ટકા ડ્રોન ઇઝરાયલમાં જ બને છે. ઇઝરાયલ દુનિયાનું બીજુ સૌથી મોટુ શસ્ત્ર ઉત્પાદક. છે.
  3. આતંકવાદી હુમલાના મામલામાં ઇઝરાયલનો મૂળ મંત્ર છે કે, કોઇ અમારા એક નાગરિકને મારશે તો અમે તે દેશમાં ઘૂસી 1000 નાગરિકોને મારીશું.
  4. ઇઝરાયલની સરહદની દેખરેખ આપણી જેમ જવાન નથી કરતા પરંતુ, ત્યાં સેન્સર અને લેઝર ટેકનોલોજીને જવાબદારીનું આ કામ છે. ત્યાં ઇજીપ્ત સાથે લાગેલી સીમા પર આ કામ રોબટ કરે છે. જેમાં લાગેલા બે કેમેરા સીમા પર પ્રત્યેક ગતિવિધિ પર નજર રાખે છે.
  5. સ્ટાર્ટઅપનું કેન્દ્ર છે ઇઝરાયેલ, દુનિયાના કેટલાંય મોટા સ્ટાર્ટઅપ અહીંથી શરૂ થયા છે. અત્યાર સુધી 3000થી વધુ સ્ટાર્ટઅપ શરૂ થઈ ચૂક્યાં છે. આ ઉપરાંત સિલિકૉન વેલી બાદ Information Technologyનું સૌથી મોટું હબ પણ ઇઝારાયેલ જ છે. માઈક્રોસૉફ્ટના સંસ્થાપક બિલ ગૅટ્સ અને વૉરેન બફેટ પણ રોકાણ માટે ઇઝારેયલા વખાણ કરી ચૂક્યાં છે.
  6. બે વર્ષ પહેલા થયેલી જનગણના અનુસાર ઇઝારાયેલમાં ઘરોની સંખ્યાં 24,11,700ની આસપાસ છે, એક પરિવારમાં એવેરજ 3.32 લોકો રહે છે જ્યારે 79 ટકા લોકોના ઘરોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ નોકરી પર છે.
  7. ઇઝારાયેલમાં 81.3 ટકા ઘરોમાં કમ્પ્યૂટર છે જ્યારે 72.1 ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
  8. આઝાદીના સમયમાં ઇઝરાયેલ પાસે સંયુક્ત રાષ્ટ્ર તરફથી અપાયેલી કુલ 5500 સ્ક્વેર માઈલ જમીન હતી જે હવે વધીને 8000 માઈલ થઈ ગઈ છે. યેરૂસલેમને પોતાના દેશમાં મેળવી અને કેટલાંક પડોશી રાષ્ટ્રો પર હુમલો કરી ઇઝરાયેલે તેમની જમીન પર કબ્જો મેળવ્યો છે. ઇઝારાયેલની કુલ 20 ટકા જમીન ખેતીલાયક છે તેમ છતાં પોતાની આબાદી માટે 95 ટકા ખાદ્યાન્ન પોતે પેદા કરે છે.
  9. ઈઝરાયેલના પાસપોર્ટમાં લખ્યું હોય છે કે પાકિસ્તાનને છોડીને દરેક દેશો માટે માન્ય છે. કંઈક આવું જ પાકિસ્તાનના પાસપોર્ટમાં ઇઝારાયેલ માટે લખેલું હોય છે. ઇઝરાયેલને સંગ્રહાલયોનો દેશ પણ કહેવામાં આવે છે જ્યાં 250થી વધુ સંગ્રહાલયો છે.
  10. ઈઝરાયેલની સેનામાં પુરુષ અને મહિલાઓની સંખ્યા બરાબર છે. ઇઝરાયેલમાં લાયસન્સ વિના સાયકલ ચલાવવું મનાઈ છે, શનિવારે અહીં વાળ કપાવી શકાતા નથી.
  11. અહીં સૂવર અને રૉટ વ્હાયલર પ્રજાતિઓના શ્વાન પાળી શકાતા નથી. રજાના દિવસે ઇઝરાયેલમાં નાક સાફ કરી શકાતા નથી, કોઈનું નાક પણ પકડવું મનાઈ છે.
  12. ઇઝારાયેલમાં વાહનની ઇંશ્યોરન્સ પોલિસીમાં શનિવારનો દિવસ મૅન્શન કરવામાં નથી આવતો, જો શનિવારના દિવસની ક્યારેય પૉલિસી જોઈએ તો તેના અલગથી પૈસા ચૂકવવા પડે છે.
  13. ઇઝારાયેલમાં શિક્ષા પર વિશેષ ધ્યાન અપાય છે, પૂરા દેશમાં માત્ર 40 બુક સ્ટોર્સ છે અને તમામ પુસ્તકો સરકાર જ ઉપલબ્ધ કરાવે છે. દેશમાં ક્યાંય પણ પુસ્તક છપાય તો તેની એક કૉપી નેશનલ લાયબ્રેરીમાં જરૂર મળે છે.
  14. ઇઝરાયેલની નેશનલ બૅંક એવી નોટો છાપે છે જેને દ્રષ્ટિહીન લોકો પણ ઓળખી શકે છે.
  15. એક વખતે અમેરિકાએ આઇન્સ્ટાઇનને ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો પંરતુ આઈન્સ્ટાઈન અમેરિકા છોડવા માંગતા ન હતાં તેથી તેમણે ઇન્કાર કરી દીધો. આઈન્સ્ટાઈનનું એ પણ કહેવું હતું કે તે રાજનીતિ માટે નહીં પરંતુ વિજ્ઞાન માટે જ બન્યાં છે.
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt