'એમ્બ્યુલન્સ' એટલે હોસ્પિટલગાડીનો જન્મ ૧૯૭૨માં થયો હતો. બેરોન લારી જેઓ, સમ્રાટ મહાન નેપોલિયનના અંગત તબીબ હતા. આ તબીબ યુદ્ધભૂમિ પરથી ખસેડાતા ઘાયલ યોદ્ધાઓની અવદશા જોઈ ચિંતિત હતા, કારણકે એ સમયે આવા ઘાયલોને સામન્ય ગાડાંઓમાં નાંખી ખસેડાતા હતા, આ ગાડાંઓ ઊબડ-ગાબડ રસ્તાઓ પર હડબડતાં હતા. બેસેન લારીએ આવા ગાડાંઓમાં સ્પેશ્યલ પ્રકારની કમાનો ફીટ કરાવી અને ગાડાંઓને વધારે સંતોષપ્રદ બનાવ્યાં અને ગાડાંઓની માથે આચ્છાદન થાય એવી છત્રીઓ કે આચ્છાદનોનું નિર્માણ કર્યું કે જેથી ગાડાંમાં તડકા અને પ્રદૂષણોથી રક્ષણ મળે.
બેરોન લારીનો આ આવિષ્કાર અત્યંત સફળ રહ્યો, આથી ઈ.સ.૧૭૯૬માં ફ્રેન્ચ આર્મીમાં એક ખાસ યુનિટની સ્થાપના કરવામાં આવી.
પરંતુ નાગરિકોને પણ એમ્બ્યુલન્સની આવશ્યક્તા પડે છે એવો વિચાર તો એ પછીના વરસે આવ્યો. આવી પ્રથમ નાગરિક એમ્બ્યુલન્સ ૧૮૭૮માં માર્ગેટની શેરીઓમાં જોવા મળી હતી, કે જે કેન્ટમાં આવેલો છે, શરૂઆતમાં આવી એમ્બ્યુલન્સ માણસોના હાથથી ખેંચવામાં આવતી હતી અને એને એક જ પૈડું હતું. એ પછી ૧૮૮૩માં ચાર પૈંડાવાળી, રબ્બર ટાયરવાળી અને ઘોડા દ્વારા ખેંચાતી એમ્બ્યુલન્સ જોવા મળી હતી.
સૌ પ્રથમ પોતાનું જ એન્જિન ધરાવતી એમ્બ્યુલન્સ કે જેમાં ડેમલર એન્જિન બેસાડવામાં આવ્યું હતું એનું પ્રદર્શન ૧૮૯૫માં પેરિસમાં જોવા મળેલું. પરંતુ ફ્રેન્ચ આર્મીએ ઈ.સ.૧૯૦૦ સુધી આવી એમ્બ્યુલન્સને ઉપયોગમાં લીધી ન હતી. આ જ વર્ષે ફ્રાન્સે પ્રથમ નાગરિક મોટરાઈઝડ-(motorised) મોટરથી ચાલતી એમ્બ્યુલન્સ જોઈ હતી.