ઈતિહાસમાં 8 ઓગસ્ટનો દિવસ

Yuvirajsinh Jadeja:
🔘♻️🔘♻️🔘♻️🔘♻️🔘♻️
🐾ઈતિહાસમાં 8 ઓગસ્ટનો દિવસ
♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨પ્રથમ વખત ગુજરાતમાં વિધાનસભા સંકુલના બદલે મહાત્મા મંદિરમાં આજથી બે દિવસીય સત્ર મળશે.

✈️✈️✈️પહેલું ઊડતું વિમાન🛩🛩🛩

વિમાનના સંશોધકો ઓરવેલ- વિલબર રાઇટ બંધુઓએ વર્ષ 1908ની 8 ઓગસ્ટે પહેલીવાર લોકો સમક્ષ વિમાન ઉડાવ્યું હતું . આ શોધ લોકો સમક્ષ નહોતી આવી ત્યાં સુધી અખબારો પણ તેમને ' છેતરપિંડી' કરનારા ગણતા હતા .

🇮🇳🇮🇳🇮🇳ભારત છોડો ચળવળ🇮🇳🇮🇳🇮🇳

1942ની 8 ઓ ગસ્ટે ગાંધીજીના નેતૃત્ત્વમાં અંગ્રેજો સામે ' ભારત છોડો ચળવળ ' શરૂ થઈ હતી . વિશ્વ યુદ્ધમાં ખુવાર થયેલા બ્રિટન પર દબાણ વધારવા પ્રસિદ્ધ થયેલી આ ચળવળ 'ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ' તરીકે ઓળખાય છે .
👉મહાત્મા ગાંધીએ ' ભારત છોડો આંદોલન 'ની શરૂઆત વર્ષ ૧૯૪૨માં આજના દિવસે કરી હતી . અંગ્રેજોના સામાજિક બહિષ્કારની સાથે આઝાદી મેળવવા માટે 🇮🇳' કરો યા મરો '🇮🇳નો નારો પણ ગાંધીજીએ આ દિવસે જ આપ્યો હતો .

🗣અમેરિકી પ્રમુખ નિક્સનનું રાજીનામું🗣

વિરોધીઓને દબાવી દેવા માટે ગેરકાયદેસર હથકંડા અપનાવવા બદલ દોષિત પુરવાર થયેલા અમેરિકી પ્રમુખ રિચાર્ડ નિક્સને વર્ષ 1974ની આઠમી ઓગસ્ટે રાષ્ટ્રજોગ સંબોધન કરી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી .

🎯1912 :- ગણિતશાસ્ત્રી પ્રભુલાલ ભટનાગરનો જન્મ થયો.
🔘1932 :- પ્રખ્યાત મરાઠી અભિનેતા દાદા કોંડદેનો જન્મ થયો.
🏏1940 :- ક્રિકેટર દિલીપ નારાયણનો ગોવામાં જન્મ થયો.

🎯1972 :- મુનિચમાં ઓલમ્પીક રમોત્સવની શરૂઆત થઈ.

🎯1990 :- પ્રખ્યાત ઉદ્યોગપતી નવલ ગોદરેજનું અવસાન થયુ.

🔰૧૫૦૯ – સમ્રાટ ક્રિષ્નદેવ રાયાનો રાજ્યાભિષેક થયો, વિજયનગરમ્ સામ્રાજ્યના પુનઃરૂથ્થાનનું કાર્ય શરૂ થયું.
🔰૧૯૨૯ – જર્મન વાયુયાન (બલૂન) 'ગ્રાફ ઝેપલિન' તેની વિશ્વપ્રદક્ષિણા માટે ઉપડ્યું.
🔰૧૯૪૭ – પાકિસ્તાને રાષ્ટ્રધ્વજને સ્વીકૃતિ આપી.
🔰૧૯૪૯ – ભૂતાનને સ્વતંત્રતા મળી.
🔰૧૯૭૭ - મોહમ્મદ વાસિમ, પાકિસ્તાની ક્રિકેટરનો જન્મ.
🔰૧૯૮૧ - રોજર ફેડરર , સ્વિસ ટેનિસ ખેલાડીનો જન્મ
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️
અમૃતલાલ યાજ્ઞિક
⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️
ગુજરાતી વિવેચક,
ચરિત્રકાર, નિબંધકાર, સંપાદક અને
અનુવાદક અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિકનો જન્મ તા. ૮/૮/૧૯૧૩ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં થયો હતો. તેમણે પ્રાથમિકથી મૅટ્રિક સુધીનો
અભ્યાસ ધ્રાંગધ્રાંમાં મેળવ્યું. ઈ.સ.૧૯૩૬માં શામળદાસ કૉલેજમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ અને ઈ.સ.૧૯૩૯માં એમ.એ.ની ડીગ્રી મેળવી હતી. ઈ.સ. ૧૯૩૯-૪૦માં રામનારાયણ રુઈયા કૉલેજમાં
ખંડસમયના વ્યાખ્યાતા તરીકે નીમાયા. ઈ.સ.૧૯૪૦ થી ૧૯૬૦ સુધી ત્યાં જ ગુજરાતીના મુખ્ય અધ્યાપક બન્યા ત્યારપછી તેઓ🔰♻️ ઈ.સ.૧૯૬૦-૬૧માં કે. જે. સોમૈયા કૉલેજ, ઘાટકોપરના સ્થાપક આચાર્ય તરીકે નિમણૂંક થઇ. 🔰ઈ.સ.૧૯૬૧ થી ૧૯૭૮ સુધી મીઠીબાઈ કૉલેજ ઑવ આર્ટસ ઍન્ડ સાયન્સ,
વિલેપાર્લેના આચાર્ય તરીકે સેવા આપી.. ✍🔘ગુજરાતી ગ્રંથકાર શ્રેણીનાં એમનાં પુસ્તકો ‘કિશોરલાલ મશરૂવાલા’ અને ‘ગુલાબદાસ બ્રોકર’
છે. ‘જગગંગાનાં વહેતાં નીર’,
શિક્ષણ-સમાજ-વિષયક ‘આત્મગંગોત્રીનાં પુનિત જલ’), ‘જાગીને જોઉં તો’, ‘સમાજગંગાનાં વહેણો’, ‘કુટુંબજીવનનાં રેખાચિત્રો’, ‘વિદ્યાસૃષ્ટિના પ્રાંગણમાં’ ચિંતનાત્મક નિબંધો
છે. તો ‘લોકસાહિત્યનું સમાલોચન’ , ‘ગુજરાતનમાં ગાંધીયુગ : ઐતિહાસિક અને સાહિત્યિક અવલોકન’ એમનાં સંપાદનો પુસ્તકો છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt