ભારતીય રિઝર્વ બેંક દ્વારા આજે તેની નવી ક્રેડીટ પોલીસીની જાહેરાત કરવામાં આવી છે.


🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
ભારતીય રિઝર્વ બેંક દ્વારા આજે તેની નવી ક્રેડીટ પોલીસીની જાહેરાત કરવામાં આવી છે.
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯🎯👁‍🗨રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.

👉રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો. બેન્કો આરબીઆઇ પાસેથી ટૂંકા ગાળા માટે જે ફંડ મેળવે તેને રેપો રેટ કહે છે. હાલમાં તે 6.25 ટકાના સ્તરે હતો. હવે 6.00 રહેશે.

👉તેનાથી ક્રેડિટ ઉપાડ અને આર્થિક વૃદ્ધિને ઉત્તેજન મળી શકે છે. પરંતુ મોટા ભાગે તે તરલતા અને અન્ય સ્ટિમ્યુલસ પગલાં સાથે સંકલિત હશે.

♻️🔰નાણાકીય સમીક્ષા બેઠક દરમિયાન કેન્દ્રીય રિઝર્વ બેન્કે દેશના વ્યાપારમાં તેજી લાવવા માટે રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટ(0.25 ટકા) કપાતનું એલાન કર્યું છે.
🎯👁‍🗨કપાત બાદ દેશમાં રેપો રેટ 6 ટકાએ પહોંચી ગયો છે. જે પહેલા 6.25 ટકા હતો.
👆👉તેથી બેન્ક લોનો સસ્તી થઇ શકે છે.

💠📌🐾📌RBIએ આજે અપેક્ષાનુસાર 'ન્યુટ્રલ' વલણ જાળવી રાખીને રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.
આ સાથે
🎯👉 રેપો રેટ 6 ટકા,
🎯👉રિવર્સ રેપો રેટ 5.75 ટકા અને
🎯👉કેશ રિઝર્વ રેશિયો (CRR)4 ટકા થયો છે.

👉આમ વ્યાજદર નવેમ્બર, 2010 બાદની સૌથી નીચી સપાટીએ આવી ગયા છે. વ્યાજદરમાં ઘટાડાથી હોમ, ઓટો તેમજ પર્સનલ લોન પર EMIs ઘટશે.

🎯👉CPI ફુગાવો વધવાનું જોખમ દૂર થયું છે તેઓ ઉલ્લેખ કરતાં મોનેટરી પોલિસી કમિટીએ ખાનગી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મોનેટરી પોલિસી કમિટી (MPC)ના ચાર સભ્યોએ વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટના ઘટાડો સૂચવ્યો હતો. એક સભ્યએ 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાનું તેમજ અન્ય એક સભ્યએ વ્યાજદરની યથાતવ સ્થિતિ જાળવી રાખવાનો મત દર્શાવ્યો હતો.

🎯👉GST અને સારા ચોમાસાને કારણે રેટ કટની સાનૂકૂળતા સર્જાઈ હોવાનું ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલે આજે અત્રે જણાવ્યું હતું. બેન્કોના ડિફોલ્ટર્સ પાસેથી રિકવરી માટે તે RBI સરકાર સાથે મળીને કામ કરી રહી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.

🙌બઝારના જાણકારોને રેપો રેટમાં થયેલ કપાતની ઉમ્મીદ હતી. આ પહેલા ઓક્ટોબર 2016માં કેન્દ્રીય બેન્કે રેપો રેટમાં કપાત કર્યું હતું.

🎯👁‍🗨👉જૂનમાં ભારતનો રિટેલ ફુગાવો ઘટીને 1.54 ટકાની વિક્રમ નીચી સપાટીએ પહોંચ્યો હતો જેના કારણે વ્યાજદરમાં કાપની આશા સર્જાઈ હતી. વ્યાજના દર ઘટાડવા માટે મધ્યસ્થ બેન્ક પર સરકારનું દબાણ હતું.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯🎯રેપો રેટમાં કપાત શા માટે કરવામાં આવ્યું ?

✅👉🎯જૂન મહીનામાં રિટેલ મોંઘવારીનો દર 1.54 ટકા નિચલા સ્તરે રહ્યો છે
👉જ્યારે મે મહીનાના ઔદ્યોગિક ઉત્પાદન આંકડો 1.7 ટકા રહ્યો છે.
👉જૂન, 2017માં ભારતની મોઁઘવારી દર ઘટીને 1.7 ટકા રહી ગયો. જ્યારે ગયા વર્ષે આ મહીનામાં આ આઠ ટકા હતો.

♦️⭕️♦️વ્યાજ દરોમાં કપાત પાછળ મોંઘવારીના આ આંકડાઓનો મહત્વનો ભાગ રહ્યો. ત્યારે આરબીઆઇએ સારા ચોમાસાથી દેશમાં સારી ઉત્પાદનની આશા અકબંધ રાખી છે જેને લઇ આરબીઆઇએ વ્યાજ દરોમાં કપાત માટે આ યોગ્ય સમય માન્યો છે.

🔰♻️👉આરબીઆઇ નાણાકીય સમીક્ષા પહેલા દેશના અગ્રણી ઇદ્યોગ મંડળ એસોચૈમે આરબીઆઇને વ્યાજ દરોમાં 25 આધાર આંકડાઓને કપાત કરવાનો આગ્રહ કર્યો છે.

🔰♻️🎯એસોચૈમે હાલમાં જ સામે આવેલ આ આંકડાઓને ધ્યાનમાં રાખી આરબીઆઇએ આ અપીલ કરી છે કે, જેનાથી દેશની મોંઘવારી પાંચ વર્ષ દરમિયાન સૌથી નીચી રહી અને ફેક્ટરી આઇટપુટ જબરદસ્ત રહ્યો.

🔰🎯પોલિસી બેઠકમાં લોન માફીને કારણે બેન્કોની કામગીરી પર અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. FY18 માટે 7.3 ટકાના વૃદ્ધિદરનો અંદાજ જાળવી રાખતાં મધ્યસ્થ બેન્કે બેઝ રેટને વધુ રિસ્પોન્સિવ બનાવવાની હિમાયત કરી હતી.

🔰♻️🎯GST, સાતમા પગાર પંચના મકાન ભાડાના એલાઉન્સને કારણે મધ્યસ્થ બેન્કે હાલની નીચી સપાટીએથી ફુગાવાના દરમાં વધારાની શક્યતા દર્શાવી હતી. જોકે સેન્ટ્ર્લ બેન્ક જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાના દરને 4 ટકાની સપાટીએ નિયંત્રિત રાખવાની કટિબદ્ધતા દર્શાવી હતી.

🎯♻️ફુગાવાના દરને એડ્જસ્ટ કર્યા બાદ રોકાણકારને જે બચત થાય તે વાસ્તવિક વ્યાજદર હોય છે. બજારના 20 સહભાગીઓ પર કરવામાં આવેલા ઇટીના પોલમાં 17 નિષ્ણાતોએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.જૂનમાં ભારતનો રિટેલ ફુગાવો ઘટીને 1.54 ટકાની વિક્રમ નીચી સપાટીએ પહોંચ્યો હતો જેના કારણે વ્યાજદરમાં કાપની આશા સર્જાઈ હતી.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt