હિરોશીમા પરમાણુ બોમ્બ હુમલાને ૭૨ વર્ષ થઇ ગયા

Yuvirajsinh Jadeja:
♻️♦️♻️♦️♻️♦️♻️♦️♻️♦️♻️♦️
હિરોશીમા પરમાણુ બોમ્બ હુમલાને ૭૨ વર્ષ થઇ ગયા
🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨જાપાનના હિરોશીમા પર ઝીંકવામાં આવેલા પરમાણુ બોમ્બને આજે ૭૨ વર્ષ થઇ ગયા છે પરંતુ તેની દુખદ યાદો હજુ પણ તાજી છે. આજે હુમલાની વરસીના દિવસે માર્યા ગયેલા લોકોને અંજલિ આપવામાં આવી હતી. જાપાનના શહેર હિરોશીમામાં આજે પરમાણુ બોમ્બ ઝીંકવાના કારણે થયેલા અભૂતપૂર્વ નુકસાનની ૭૨મી વરસીના દિવસે માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પરમાણુ બોમ્બની વિનાશકતાની યાદ લોકોના દિલોદિમાંગ ઉપર તાજી થઈ ગઈ હતી.

👉દેશમાં પરમાણુ ટેકનોલોજીથી ડિઝાસ્ટર સામે જાપાન હજુ પણ લડી રહ્યું છે. થોડાક સમય પહેલાં જાપાનમાં વિનાશકારી ભૂકંપ બાદ સુનામી ત્રાટકતાં પરમાણુ કટોકટી પણ ઊભી થઈ હતું. 👉ફુકુસીમા પ્લાન્ટને ભારે નુકસાન થયું હતું. આજે સવારે સ્થાનિક સમય મુજબ ૮.૧૫ વાગે સ્મારક ખાતે વિશ્વમાં પ્રથમ બોમ્બ જ્યાં ઝીંકવામાં આવ્યો હતો ત્યાં મોન પાળી માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 💐🙏💐આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.
🎯બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કા વેળા અમેરિકા દ્વારા છઠ્ઠી ઓગસ્ટ ૧૯૪૫ના દિવસે અહીં પરમાણુ બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો. આ પરમાણુ બોમ્બ ઝીંકાતા મોટા ભાગનું શહેર કાટમાળમાં ફેરવાઈ જતાં લાખો લોકોના મોત થયા હતા.
૯મી ઓગસ્ટ ૧૯૪૫ના દિવસે બીજો પરમાણુ બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો. નાગાસાકીમાં ઝીંકવામાં આવેલા આ પરમાણુ બોમ્બના કારણે હજારો લોકોના મોત થઈ ગયા હતા.
આ બે પરમાણુ બોમ્બ ઝીંકાતા જાપાનને આખરે શરણાગતિ સ્વીકારી લેવાની ફરજ પડી હતી. વડાપ્રધાને હિરોશીમા શાંતિ મેમોરિયલ પાર્ક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેઓએ આ સ્થળે પુનોત્ચાર કર્યો હતો. જાપાન ક્યારે પણ હિરોશીમાના હોરરનું પુર્નરાવર્તન ન થાય તેવા પ્રયાસ કરશે. જાપાનમાં આ બોમ્બ ઝીંકાયા બાદ હજુ પણ ઘણા વિસ્તારમાં તેની અસર જોવા મળી રહી છે.

👉જાપાને પરમાણુ બોમ્બ નહીં રાખવા અને નહીં બનાવવાની વાત અનેક વખત કરી છે. મોટી સંખ્યામાં આજે લોકો મેમોરિયલ પાર્ક ખાતે એકત્રિત થયા હતા. શાંતિદૂત તરીકે મોટી સંખ્યામાં કબૂતર છોડવામાં આવ્યા હતા.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔥🔥👉👁‍🗨શહેરના 30 ટકા લોકોના તાત્કાલિક મોત થયા હતા.જાપાનના હિરોશિમા શહેરના પીસ પાર્કમાં એક મશાલ હંમેશા પ્રજવલ્લિત રહે છે.જ્યાં સુધી દુનિયામાં વ્યાપક વિનાશનું એક પણ હથિયાર છે ત્યાં સુધી મશાલ સળગતી રહેશે.

🔥🔥આ આપણને યાદ અપાવતી રહેશે કે આજથી 72 વર્ષ અગાઉ આ શહેર પર પ્રથમવાર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો છે જેના કારણે તરત જ 1.40 લાખ લોકો માર્યા ગયા હતા.ત્રણ દિવસ બાદ એક અન્ય બોમ્બ નાગાસાકી શહેર પર ફેંકવામાં આવ્યો જેમાં 80 હજાર લોકો માર્યા ગયા હતા.આ પરમાણુ હુમલાની ત્રાસદીને બંન્ને શહેરોના લોકો આજે પણ નથી ભૂલ્યા.

🔶એટલો ભયાનક નિર્ણય પાછળ કેટલા તત્વો હતા?રાજનેતા,તેમના વ્યક્તિત્વ અને દેશોની વચ્ચે સમજદારીનો અભાવ,વૈજ્ઞાનિક અનિશ્વિતતાઓ અને દુનિયાના ટોચના નેતાઓની બેઠક એ તમામનું તેમાં યોગદાન છે.

🔥પરમાણુ બોમ્બનું નિર્માણ 1941માં ત્યારે શરૂ થયુ હતુ જ્યારે નોબેલ વિજેતા વૈજ્ઞાનિક અલ્બર્ટ આઇસ્ટાઇને અમેરિકન રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન રૂઝવેલ્ટને આ પ્રોજેક્ટને ફંડ આપવા માટે રાજી કર્યા હતા.જોકે જ્યારે 12 એપ્રિલ,1945ના રોજ રૂઝવેલ્ટનું નિધન થયુ ત્યારે બોમ્બનું પરિક્ષણ થઇ શક્યુ નહોતું.તેના પરિણામો પર વૈજ્ઞાનિકો એકમત નહોતા.
🔷🔶હિરોશિમા શાંતિ સ્મારક અથવા અણુબોમ્બ ઘૂમટ અથવા ગેન્બાકુ ડોમ એ હિરિશિમા, જાપાનમાં આવેલા શાંતિ સ્મારક ઉદ્યાનનો એક ભાગ છે. ૧૯૯૬માં આ સ્મારકને યુનેસ્કોની વિશ્વધરોહર સ્થળની યાદીમાં ઉમેરવામાં આવ્યું. તૂટેલી ઈમારતના અવશેષોને ૬ ઑગસ્ટ ૧૯૪૫ના દિવસે હિરોશિમા અને નાગાસાકી શહેર પર કરવામાં આવેલા અણુ હુમલામાં મૃત્યુ પામેલા લોકોના સ્મારક સ્વરૂપે સંરક્ષિત કરાયું છે. આ હુમલામાં ૭૦,૦૦૦ માણસો તત્કાલ મૃત્યુ પમ્યા હતાં અને કિરણોત્સાર વ્યય મ્ને કારણે બીજા ૭૦,૦૦૦ માણસો જાનલેવા ઈજાઓનો ભોગ બન્યા હતાં.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt