ઈતિહાસમાં 4 ઓગસ્ટનો દિવસ

Yuvirajsinh Jadeja:
👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨
🎯ઈતિહાસમાં 4 ઓગસ્ટનો દિવસ🎯
♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️સુપ્રીમે અફઝલની ફાંસી માન્ય રાખી

સંસદ પર આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ મોહમ્મદ અફઝલને ફાંસી આપવાનો નીચલી અદાલતનો હુકમ સુપ્રીમ કોર્ટે વર્ષ 2005ની ચોથી ઓગસ્ટે માન્ય રાખ્યો હતો . અફઝલને 2013ની નવમી ફેબ્રુઆરીએ ફાંસી અપાઈ હતી .

👧🏻👦🏻👶સંસદમાં RTE પસાર 👦🏻👧🏻👶

ગરીબ બાળકોને તવંગર બાળકોની સ્કૂલમાં ભણવાની તક પૂરી પાડતો કાયદો રાઇટ ટુ એજ્યુકેશન ( RTE ) વર્ષ 2009ની ચોથી ઓગસ્ટે સંસદે પસાર કર્યો હતો . આ કાયદાથી વિશ્વના શિક્ષણ મૂળભૂત અધિકાર બન્યો છે .

🎖✖️બોઝને ભારત રત્ન ન અપાયો🎖

સુપ્રીમ કોર્ટે વર્ષ ૧૯૯૨માં આજના દિવસે સુભાષ ચંદ્ર બોઝને આપેલો ભારત રત્ન રદ માનવા હુકમ કર્યો હતો . આ એવોર્ડ તેમને મરણોપરાંત અપાયો હતો , પરંતુ એવોર્ડ સમિતિ મૃત્યુનું પ્રમાણ આપી શકી નહોતી .

👥👤👤બરાક ઓબામા👥👤👥

અમેરિકાના ૪૪મા રાષ્ટ્ર પ્રમુખ ઓબામાનો જન્મ વર્ષ ૧૯૬૧માં આજના દિવસે હવાઈના હોનોલુલુમાં થયો હતો . તેમણે કોલંબિયા યુનિ . માંથી પોલિટિકલ સાયન્સ અને હાર્વર્ડ લો સ્કૂલમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી .

🎤🎬🎻🎤કિશોર કુમાર🎤🎬🎸🎧

બોલીવુડના આજે પણ સૌથી લોકપ્રિય પ્લેબેક સિંગરમાં જેમનું સ્થાન સદાયને માટે સૌથી પહેલું લેવામાં આવે છે તેવા કિશોર કુમારનો જન્મ વર્ષ ૧૯૨૯માં આજના દિવસે થયો હતો . તેમનું મૂળ નામ આભાસ કુમાર ગાંગુલી છે .

🔰1845 :- ભારતીય વકીલ અને સામાજિક કાર્યકર ફિરોઝ શાહ મેહતાનો જન્મ થયો.

🔰1870 :- બ્રિટિશ રેડક્રોસ સોસાયટીની રચના કરવામાં આવી.

🔰1929 :- હિન્દી સિનેમાનાં જાણીતા પાર્શ્વ ગાયક કિશોર કુમારનો જન્મ થયો.

🔰1956 :- ભારતના પ્રથમ પરમાણુ સંશોધન રિએક્ટર 'અપ્સરા' નું લોકાર્પણ.

🔰1962 :- નેલ્સન મંડેલાની ધરપકડ કરવામાં આવી.

🔰૧૯૫૪ – પાકિસ્તાન સરકારે, 'હાફિઝ જાલંધરી' દ્વારા લખાયેલ અને 'એહમદ જી.ચાગલા' દ્વારા સ્વરબદ્ધ કરાયેલ, કોમી તરાનાને પાકિસ્તાનનાં રાષ્ટ્રગીત તરીકે માન્ય કર્યું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt