Que ans

[1] જન્મતાની સાથે બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે.
જવાબ : B C G

[2] B C G શેની સામે રકક્ષણ આપે છે.
જવાબ: T B [બાળ ટીબી]

[3] પોલિયો સામે રક્ષણ મેળવવા ક્યૂ વેક્સિન આપવામાં આવે છે.
જવાબ: O P V

[4] D P T થી ક્યાં ત્રણ રોગ મટાડી શકાય.?
જવાબ:
ડિપ્થેરિયા,પર્ટ્યુસીશ,ટીટાનસ

[5] વિટામિન A નું બીજું નામ શું છે.
જવાબ: રેતીનોલ

[6] વિટામિન A ની કમિથી ક્યો રોગ થાય છે.
જવાબ: રતાંધણાપણું
[7] વિટામિન B 1 નું બીજું નામ શું છે?
જવાબ: થાયમિન
[8] વિટામિન B 1 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: બેરીબેરી
[9] વિટામિન B 2 નું બીજું નામ શું છે?
જવાબ: રાયબોફ્લોવિન
[10] વિટામિન B 2 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: ડાર્મેયટાઇટીસ
[11] વિટામિન B 4 ને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જવાબ: નિયાસીન નિકોટિન
[12] વિટામિન B 4 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: પેલાગ્રા
[13] વિટામિન B 6 નું બીજું નામ શું છે?
જવાબ: પાયરોડોક્સિન
[14] વિટામિન B 12 નું બીજું નામ શું છે?
જવાબ: સાયનોકોબાલ એમીન
[15] વિટામિન C નું નામ શું છે?
જવાબ: એસ્કોર્બિક એસિડ
[16] વિટામિન C ની કમિથી ક્યોરોગ થાય છે?
જવાબ: સ્કર્વી
[17] વિટામિન D નું બીજું નામ શું છે.
જવાબ: કેલ્શિફેરોડ
[18] વિટામિન D ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: રીકેટસ
[19] વિટામિન E નું બીજું નામ શું છે?
જવાબ: ટોકોફેરોલ
[20] વિટામિન K નું બીજું નામ શું છે?
જવાબ: મેનોપેરિયા
[21] પ્રોટીનની કમીથી ક્યો રોગ થાય છે?
જવાબ: મરાશ્મ્સ અને ક્વાશ્યોકોર
[22] મલેરિયા ક્યાં મચ્છર કરડવાથી થાય છે?
જવાબ: માદા એનોફિલિસ
[23] આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ P H C
આવેલું હોય છે?
જવાબ: 20.000
[24] આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉકેન્દ્ર આવેલું હોય છે?
જવાબ: 3000
[25] સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ P H C આવેલી હોય છે?
જવાબ: 30,000
[26] સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉપકેન્દ્ર આવેલું હોય છે?
જવાબ: 5000
[27] પુખ્ત વયની વ્યક્તિ માં વિટામિન A ની દૈનિક આવશ્યકતા કેટલી હોય છે?
જવાબ: 600 m g
[28] વાયરસ જન્ય રોગો ક્યાં ક્યાં છે?
જવાબ:
એઇડ્સ,ઓરી,હડકવા,શીતળા
[29] આપણાં શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે?
જવાબ: 37.5 સેન્ટિ ગ્રેડ
[30] આપણું શરીર 1 મિનિટમાં કેટલા શ્વાશ લે છે?
જવાબ: 18 થી 20
[31] આપણાં શરીરમાં હદય 1
મિનિટમાં કેટલી વખત ધબકે છે?
જવાબ: 70 થી 72
[32] આપણાં શરીરમાં રુધિર 1
મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે છે?
જવાબ: 96000 કી.મી.
[33] હદય એક દિવસની અંદર કેટલી વખત ધબકે છે?
જવાબ: 1 લાખ
[34] 9 મહિને બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે?
જવાબ: ઓરીનું
[35] ઓરીનું મેડિકલ નામ શું છે?
જવાબ: મિઝ્લ્સ
[36] 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ : 4.2 કિલો કેલેરી
[37] 1 ગ્રામ પ્રોટીન માથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ: 4 કિલો કેલેરી
[38] 1 ગ્રામ ચરબીમાથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ: 9.3 કિલો કેલેરી
[39] આપણાં શરીરમાં ખનિજનું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ: 4.6%
[40] આપણાં શરીરમાં કેટલા એમીનો એસિડ આવેલા હોય છે?
જવાબ: 20
[41] શરીરના કેટલા એમીનો એસિડ બહારથી લેવા પડે છે?
જવાબ: 9
[42] વિટામિન A નો ડોઝ દર કેટલા મહિને આપવામાં આવે છે?
જવાબ: દર 6 મહિને
[43] M P H E અને F H W  ના ઉપરી કોણ છે?
જવાબ: M O મેડિકલ ઓફિસર
[44] C H C કેટલી વસ્તીએ આવેલી હોય છે?
જવાબ: 1 લાખ
[45] મધ્યાહન ભોજન કાર્યક્રમ સંપૂર્ણ ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવ્યો :
જવાબ: 1969
[46] C T સ્કેન ની શોધ કોણે અને ક્યારે કરી ?
જવાબ: 1972 માં હાઉસફીલ્ડ
[47] જન્મ સમયે બાળકનું વજન કેટલું હોવું જોઈએ?
જવાબ: 2.5 થી 3 કિલો
[49] હદય પ્રતિ સંપદન કેટલા રુધિરનો પંપ મારે છે?
જવાબ: 200 મિલી
[50] હદય પ્રતિ મિનિટ કેટલા રુધિરનો પંપ મારે છે?
જવાબ: 16 લિટર
[51] R B C નું જીવન ચક્ર કેટલું હોય છે?
જવાબ: 120 દિવસ
[52] પાણી માં ક્લોરાઈડની માત્રા કેટલી હોય છે?
જવાબ: 0.5 થી 0.8 p p m
[53] પાણીમાં ક્લોરાઈડની માત્રા ઓછી હોય તો કઈ બીમારી થાય છે?
જવાબ: દંત અસ્યિક્ષય
[54] પાણીમાં ક્લોરાઈડની
માત્રા વાધરે હોય તો કઈ બિમારી થાય છે?
જવાબ: પાયોરિયા
[55] વાળ સફેદ થવાનું મુખ્ય કારણ ક્યૂ છે?
જવાબ: ખોરાકમાં પેન્ટાથીન એસિડ ની ખામી ને કારણે
[56] પગમાં વધારે પડતાં પરસેવાને શું કહે છે?
જવાબ: હાઇપોડ્રોસિસ
[57] પગમાં દુર્ગંધ થતાં પરસેવાને શું કહે છે?
જવાબ: બોમિડ્રોસિસ
[58] સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોચતા કેટલો સમય લાગે છે?
જવાબ: 8 મિનિટ અને 33 સેકન્ડ
[59] કાન પ્રતિ સેકન્ડ કેટલા તરંગો સાંભળે છે?
જવાબ: 20 થી 20,000 HZ
[60] સૂર્યના કિરણો 1 સેકન્ડ માં કેટલું પરિભ્રમણ કરે છે?
જવાબ: 3 લાખ કી મી

દરિયામાં ડૂબતા બચેલ વ્યક્તિ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા !


ડો. જીવરાજ મહેતા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા.
તા. ૨૯મી ઓગસ્ટ, ૧૮૮૭ના રોજ અમરેલીમાં તેમનો જન્મ થયો હતો. હમણાં જ તેમની જન્મતિથિ ગઈ. કોઈએ તેમને યાદ કર્યા નહીં.
અમરેલીમાં એક ટાવર ચોક છે. મ્યુનિસિપાલિટીની બત્તી નીચે બેસીને રાત્રે તેઓ વાંચતા હતા. મેટ્રિક પણ અમરેલીમાંથી જ થયા હતા. ત્યાર પછી વધુ અભ્યાસ માટે તેઓ મુંબઈ ગયા. ૧૯૦૪ની સાલમાં મુંબઈની મેડિકલ કોલેજમાં તેમણે તબીબી શિક્ષણ લેવાનું ચાલુ કર્યું. ૧૯૦૭માં ૯૪ ટકા માર્ક્સ સાથે આખી કોલેજમાં તેઓ પ્રથમ નંબરે પાસ થયા. ભણતાં ભણતાં તેઓ મજૂરોની સારવાર માટે જતા હતા. ૧૯૦૯માં સર મંગળદાસ નાથુભાઈ ટ્રાવેલિંગ ફેલોશિપ લઈને તેઓ લંડન ભણવા ગયા.
વધુ અભ્યાસ માટે તાતાની સ્કોલરશિપ મળી હોવા છતાં લંડનમાં સાદાઈથી રહેતા હતા. કરકસર કરતાં. કપડાં ઈસ્ત્રી કરાવવા ન પડે તે માટે તેની ગડી વાળી ઓશીકા નીચે મૂકતા. ૧૯૧૪માં એમ.ડી.માં ફર્સ્ટક્લાસ સાથે પાસ થયા અને સુવર્ણચંદ્રક મેળવ્યો,
તબીબી પ્રેક્ટિસ
૧૯૧૫માં તેઓ ભારત આવ્યા. મુંબઈમાં તબીબી પ્રેક્ટિસ શરૂ કરી. મહિને ૩થી ૪ હજારની પ્રેક્ટિસ છતાં રતન તાતા બીમાર પડતાં ઋણમુક્તિ માટે પ્રેક્ટિસ છોડી તેઓ તાતાના અંગત તબીબ તરીકે સ્ટીમરમાં લંડન જવા રવાના થયા. રસ્તામાં ભારે દરિયાઈ વાવાઝોડું આવ્યું. સ્ટીમર કોઈ ખડક સાથે અથડાતાં તેમાં ગાબડું પડયું. સ્ટીમર ડૂબવા લાગી. લાઈફ બોટના સહારે ૩૦ કલાક સુધી તેઓ ઠંડાગાર પાણીમાં તરતા રહ્યા. પવન અને ઠંડીના કારણે તેમને ફેફસાંનું દર્દ થયું અને એક ફેફસું કઢાવવું પડયું. ભારત પાછા આવ્યા બાદ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે વડોદરા બોલાવી તેમના અંગત ડોક્ટર તરીકે નિમણૂક કરી.
એ જ સમયગાળામાં ગાયકવાડના દીવાન સર મનુભાઈ મહેતાનાં પુત્રી હંસાબહેન સાથે તેમણે લગ્ન કર્યાં.
૧૯૨૫થી ૧૯૪૨ સુધી શેઠ ગોરધનદાસ મેડિકલ કોલેજ અને કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલના ડીન તરીકે સેવાઓ આપી. તેઓ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ તરીકે પણ ચૂંટાઈ આવ્યા.
ગાંધીજીના પરિચયમાં
૧૯૩૦માં તેઓ ગાંધીજીના પરિચયમાં આવ્યા. તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવાનંુ નક્કી કર્યું. પહેલાં બાપુ સાથે તેઓ દાંડીકૂચમાં જોડાયા. સવિનય કાનૂનભંગમાં પણ જોડાયા. તેમની ધરપકડ થઈ અને બે વર્ષની સખત કેદની સજા પણ થઈ. બે વર્ષ દરમિયાન યરવડા જેલમાં તેમણે જેલવાસીઓની તબીબી સારવાર કરી. અત્રે નોંધનીય છે કે, ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં હાજરી આપવા લંડન ગયા ત્યારે જીવરાજ મહેતા પણ લંડનમાં ભણતા હતા. ત્યાં તેમને પહેલી મુલાકાત બાપુ સાથે થઈ હતી. બાપુના પરિચયથી તેમનામાં સેવાનાં બીજ રોપાયાં હતાં. બાપુએ તેમને રંગભેદ, અન્યાય અને જુલ્મો સામે લડવા સલાહ આપી હતી.
આ તરફ યરવડા જેલમાંથી છૂટયા બાદ મુંબઈના પરેલ-દાદર- માટુંગા મત વિસ્તારમાંથી ચૂંટાઈને તેઓ મુંબઈ ધારાસભામાં ગયા. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી. ભાગલા વખતે લાખો નિરાશ્રિતો પાકિસ્તાનથી ભારત આવ્યા. તેમના માટે આરોગ્યના પ્રશ્નો ઊભા થયા. આરોગ્ય ખાતાએ તેમની મુખ્ય આરોગ્ય નિરીક્ષક તરીકે નિમણૂક કરી. તે વખતના કેન્દ્રના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે તેમને વડોદરા મોકલી વડોદરા રાજ્યનો મુંબઈ રાજ્યમાં સમાવેશ કરાવડાવ્યો.
પ્રથમ મુખ્યમંત્રી
હવે ડો. જીવરાજ મહેતાએ પૂરા ખંતથી જાહેર જીવનમાં ઝંપલાવ્યું. ૧૯૪૯થી ૧૯૫૧ સુધી તેઓ મુંબઈ રાજ્યમાં બાળાસાહેબ ખેરની સરકારમાં પ્રધાન તરીકે જોડાયા. ૧૯૫૧થી ૧૯૬૦ સુધી તેઓ નાણાપ્રધાન રહ્યા. ૧૯૫૬માં એ વખતે ગુજરાતમાં મહાગુજરાતનું આંદોલન ચાલતું હતું. અનેક લોકો શહીદ થયા. મોરારજી દેસાઈની અનિચ્છા છતાં ગુજરાત મુંબઈથી અલગ થયું અને ૧૯૬૦ના મેની ૧લી તારીખે પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે ગુજરાતનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. એ વખતે અમદાવાદ ગુજરાતનું પાટનગર હતું. ૧૯૬૨માં તેઓ ફરી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા. અમદાવાદથી ૩૦ કિલોમીટર દૂર ગાંધીનગરને ગુજરાતનું અલગ પાટનગર બનાવવા વિચારાયું. ડો. જીવરાજ મહેતાએ તેમના પ્રધાનમંડળમાં રસિકલાલ પરીખને ગૃહખાતું આપ્યું અને તે નિર્ણય ગુજરાતના સર્વોચ્ચ એવા મોરારજીભાઈને ના ગમ્યો. મોરારજી દેસાઈ દિલ્હીમાં હાઈ કમાન્ડ હતા. વડા પ્રધાન તરીકે જવાહરલાલ નહેરુ હતા. મોરારજીભાઈએ ડો. જીવરાજ મહેતાને મુખ્યમંત્રી પદેથી હટાવવા પેરવી કરી. ગુજરાતના ધારાસભ્યોમાં ભેદભાવ ઊભા કરાવડાવ્યા. મતભેદો દૂર કરવાના બહાને મોરારજી દેસાઈના ઈશારે એ વખતના કોંગ્રેસી પ્રમુખ સંજીવ રેડ્ડીને અમદાવાદ મોકલવામાં આવ્યા. ડો. જીવરાજ મહેતાની વિરુદ્ધ બળવંત મહેતાને ઊભા કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી પદ છીનવાયું
ડો. જીવરાજ મહેતા પ્રામાણિક રાજકારણી હતા. તેઓ પોતાના સિદ્ધાતમાં અડગ હતા. તેમને ખસેડવાનો તખ્તો મોરારજીભાઈએ ગોઠવી દીધો હતો. ધારાસભ્યોના મત જાણવા માટે વિધાનસભાના પરિસરમાં કવાયત શરૂ થઈ. એ વખતે ગુજરાત વિધાનસભા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ જ્યાં ઓ.પી.ડી. ચાલે છે ત્યાં બેસતી હતી. લગભગ ૧૨ કલાક સુધી તેઓ લાકડાંની એક ખુરશીમાં કોંગ્રેસી ધારાસભ્યોનો તમાશો જોતા રહ્યા. જે બનવાનું હતું તેમ જ બન્યું. મોરારજી દેસાઈના ઈશારે ડો. જીવરાજ મહેતા પાસેથી મુખ્યમંત્રી પદ લઈ લેવામાં આવ્યું. તેમને અન્યાય થયો, પરંતુ ચુપચાપ સહન કરી લીધો. મોરારજી દેસાઈએ માત્ર પોતાનો અહંકાર સંતોષવા તેમને ખસેડયા હતા.
હાઈ કમિશનર બન્યા
પરંતુ એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુને ડો. જીવરાજ મહેતા સાથે થયેલા અન્યાયનો ખ્યાલ હતો. તેમણે ડો. જીવરાજ મહેતાને લંડનમાં ભારતના હાઈ કમિશનર તરીકે નિમ્યા. ડો. જીવરાજ મહેતાએ બ્રિટનમાં હાઈ કમિશનર તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી. ત્યાર બાદ ભારત અને બ્રિટનના સંબંધોમાં ઘણો બદલાવ આવ્યો. પંડિત જવાહરલાલ નહેરુના અવસાન પછી તે વખતના વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અને પછીથી ઇંદિરા ગાંધી સાથે પણ તેમને નિકટના સંબંધો રહ્યા. ૧૯૭૧માં તેઓ અમરેલીની બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા અને લોકોનું પ્રતિનિધિત્વ કર્યું. ડો. જીવરાજ મહેતા માટે અનેક તંત્રીલેખો લખાયા હતા. તેમના માટે લખાયું હતું : "ડો. જીવરાજ મહેતાએ વાતો કરવાના બદલે વહીવટ કરી બતાવ્યો છે." તેમણે રજૂ કરેલું અંદાજપત્ર ભલભલા અર્થશાસ્ત્રીઓએ કબૂલ રાખ્યું છે.
ગોખલેજીએ તેમને 'લોકનેતા' કહ્યા હતા. મહાત્મા ગાંધીએ તેમને 'સમર્થ માનવી' કહ્યા હતા. જવાહરલાલ નહેરુએ તેમને 'નિષ્ઠાવાન ડોક્ટર' કહ્યા હતા. રાજગોપાલાચારીએ તેમને 'અદ્ભુત વ્યક્તિ' તરીકે સંબોધ્યા હતા. સરોજિની નાયડુએ તેમને 'માનવતાનું પુષ્પ' કહ્યા હતા. લોર્ડ માઉન્ટ બેટને તેમને માટે કહ્યું હતું : "ડો. જીવરાજ મહેતાએ નિરાધારના આશીર્વાદ જેવું અમૂલ્ય ધન પ્રાપ્ત કર્યું છે."
આવા ડો. જીવરાજ મહેતાનું ૧૯૭૮ની સાલમાં ૯૧ વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું. ડો. જીવરાજ મહેતાની પેઢીના સમકાલીન હવે રહ્યા નથી, પરંતુ જે છે તેઓ તેમને હંમેશાં સારી રીતે યાદ કરે છે. ઘણા લોકોને યાદ છે કે, ડો. જીવરાજ મહેતા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો વિરોધી પણ મળવા જાય તો ઝાંપા સુધી તેને મૂકવા જતા હતા.
ગુજરાતનો વિકાસ
ગુજરાતનો હાલમાં જે કોઈ ઔદ્યોગિક વિકાસ દેખાઈ રહ્યો છે તે અને ગાંધીનગરનું સુંદર આયોજન છે તે ડો. જીવરાજ મહેતાને આભારી છે. આ વ્યક્તિને માત્ર ગુજરાતના વિકાસમાં જ રસ હતો. આજે ગુજરાત જે કંઈ છે તે જીવરાજ મહેતાની દૂરંદેશીને કારણે જ છે. ૧૯૬૦માં તેને ગુજરાત ર્ફિટલાઈઝર, જીએસએલ, જીએમડીસી, જીઆઈઆઈસી, જીએસએફસી જેવી અનેક જાહેર ક્ષેત્રની કંપનીઓ ઊભી કરી ગુજરાતનો વિકાસ કરી બતાવ્યો હતો. ડો. જીવરાજ મહેતાએ ગુજરાતને આંતરરાષ્ટ્રીય નક્શા પર મૂકી અને દેશના ઔદ્યોગિક ક્ષેત્રમાં વર્ષો સુધી ગુજરાતને પ્રથમ નંબર અપાવ્યો હતો. ડો. જીવરાજ મહેતા રાત્રે બે વાગ્યા સુધી સચિવાલયની ઓફિસમાં બેસી કાર્ય કરતા હતા અને તેમના વહીવટમાં અણિશુદ્ધ પ્રામાણિકતા હતી.
ગુજરાતની એ કમનસીબી છે કે, સાચા નેતાઓને ગુજરાત ક્યારેય ઓળખી શક્યું નથી.
ડો. જીવરાજ મહેતાએ પોતાની માલિકીનું મકાન પણ જાહેર ટ્રસ્ટને આપી દીધું છે. આવા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીને ગુજરાતના નેતાઓ અને ગુજરાતની પ્રજા બેઉ ભૂલી ગયા છે.
- દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in
મૂળ સ્ત્રોત વાંચો

ભારતીય રાજ્યનું નામ - સ્થાપના વર્ષ

ભારતીય રાજ્યનું નામ - સ્થાપના વર્ષ

* અરુણાચલ પ્રદેશ * - 20 ફેબ્રુઆરી, 1987
* આસામ * - જાન્યુઆરી 26, 1950
* આંધ્રપ્રદેશ * - 01 નવેમ્બર 1956
* ઓરિસ્સા અથવા ઓરિસ્સા * - 01 એપ્રિલ 1936
* ઉત્તરપ્રદેશ * - જાન્યુઆરી 26, 1950
* ઉત્તરાખંડ * - 09 નવેમ્બર 2000
* કર્ણાટક * - 01 નવેમ્બર 1956
* કેરલા * - 1 નવેમ્બર, 1956
* ગુજરાત * - 1 લી મે, 1960
* ગોવા * - 30 મે, 1987
* છત્તીસગઢ * - 01 નવેમ્બર 2000 *
* જમ્મુ અને કાશ્મીર * - જાન્યુઆરી 26, 1950
* ઝારખંડ * - 15 નવેમ્બર 2000
* તમિલનાડુ - જાન્યુઆરી 26, 1950
* તેલંગણા * - 02 જૂન 2014
* ત્રિપુરા * - 21 જાન્યુઆરી 1972
* નાગાલેન્ડ * - 01 ડિસેમ્બર 1 9 63
* પંજાબ * - 01 નવેમ્બર 1 9 66
* પશ્ચિમ બંગાળ * - 01 નવેમ્બર 1956
* બિહાર * - 01 એપ્રિલ 1 9 12
* મણિપુર * - 21 જાન્યુઆરી 1972
* મધ્યપ્રદેશ * - 01 નવેમ્બર 1956
* મહારાષ્ટ્ર * - 1 મે, 1960
* મિઝોરમ * - 20 ફેબ્રુઆરી 1987
* મેઘાલય * - 21 જાન્યુઆરી 1972
* રાજસ્થાન * - 01 નવેમ્બર 1956
* સિક્કિમ * - 16 મે 1975
* હરિયાણા * - 01 નવેમ્બર 1 9 66
* હિમાચલપ્રદેશ * - જાન્યુઆરી 25, 1971

ઈંટ વિશે આટલું જાણો છો?

મકાનની દીવાલ ચણવા માટે પથ્થર શ્રેષ્ઠ માધ્યમ છે પ્રાચીન મકાનો અને કિલ્લાઓ પથ્થર વડે જ બનેલા. મકાનો બાંધવાનું કામ સરળ અને ચોકસાઈપૂર્વકનું બનાવવા માટે ઈંટનો ઉપયોગ શરૃ થયો. માટીની બનેલી લંબચોરસ ઈંટ પણ પ્રાચીનકાળથી બાંધકામમાં વપરાય છે.
જમીનમાંથી મળતી માટીમાં અનેક ધાતુદ્રવ્યો હોય છે. માટીમાંથી બનતી લાલ ઈંટમાં લોહતત્ત્વ વધુ હોવાથી લાલ બને છે. માટી અને પાણીના મિશ્રણને ઢાળીને તેમાંથી લંબચોરસ ઈંટો બનાવાય છે. કાચી ઈંટને ૧૦૦૦ સેન્ટીગ્રેડ ગરમીમાં તપાવીને પકવાય છે. આ માટે મોટી ભઠ્ઠીઓ હોય છે. એલ્યુમિનિયમ અને સિલિકોન ધરાવતી માટીમાંથી પીળારંગની સિરામિક ઈંટ પણ બને છે પરંતુ સાદી લાલ ઈંટોનો વ્યાપક ઉપયોગ થાય છે.
ઈંટ સામાન્ય રીતે ૮ ઈંચ લાંબી, ૩.૫ ઈંચ પહોળી અને ૩ ઈંચ ઊંચી હોય છે. વિશ્વભરના દેશોમાં થોડા ફેરફાર સાથે લગભગ આ માપની ઈંટો જ બને છે. જમીનમાંથી માટી ખોદીને તેમાંથી અશુદ્ધિઓ દૂર કરી ચાળીને શુદ્ધ માટી મેળવવામાં આવે છે. પાઉડર સ્વરૃપ માટીમાં પાણી ભેળવી તેના મિશ્રણને ઘટ્ટ કણક જેવું બનાવાય છે. તેમાંથી લંબચોરસ બિબા વડે ઈંટ ઘડાય છે. ભઠ્ઠીમાં તપાવતા પહેલાં તેને સૂર્યના તાપમાં સૂકવાય છે. ઈંટો બનાવવાની આ પ્રથા ૬૦૦૦ વર્ષ અગાઉ હતી. આજે પણ આ જ પદ્ધતિથી ઈંટ બને છે.
દીવાલ ચણવા માટે ઈંટોની આડી લાઈન ગોઠવાય છે.
લાઈનમાં રહેલી બે ઈંટોનો સાંધો ઉપરની ઈંટની મધ્યમાં આવે તે રીતે ઉપરની ઈંટ ગોઠવાય છે. પરિણામે દીવાલનું વજન દરેક ઈંટ ઉપર સરખાભાગે વહેંચાય છે. બધી ઈંટો એક સાથે ચોંટી રહે તે માટે તેની વચ્ચે રેતી સિમેન્ટ મેળવીને કોંન્ક્રિટ પાથરવામાં આવે છે.

ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ યુવાભારતી ક્રિડાંગણ

ભારતમાં ઘણા જાણીતા સ્ટેડિયમ છે. પરંતુ સૌથી મોટું સ્ટેડિયમ કોલકાતા નજીક વિધાન નગરમાં આવેલું યુવાભારતી ક્રીંડાંગણ છે. તેને સોલ્ટ લેક સ્ટેડિયમ પણ કહે છે.
ફૂટબોલની મેચ માટે બાંધવામાં આવેલું આ સ્ટેડિયમ ૩૦૯૨૦૦ ચોરસ મીટરમાં પથરાયેલું છે. તેનાં સીન્થેટીક ટ્રેક અને ઇલેકટ્રોનિક સ્કોરબોર્ડ જાણીતા છે.
વિશ્વનું આ બીજા નંબરનું મોટું સ્ટેડિયમ છે. તમામ પ્રકારની રમતો માટે પ્રેકટીસની અલગ વ્યવસ્થા છે. ૬૨૪ બલ્બથી આંખુ સ્ટેડિયમ રાત્રે પણ ઝળહળી ઊઠે છે.
ઇલેકટ્રોનિક સ્કોર બોર્ડમાં ૩૬૦૦૦ બલ્બ છે. સ્ટેડિયમમાં માત્ર રમતગમત જ નહી પરંતુ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે.

રેડક્રોસ શું છે ?

દવાખાના કે હોસ્પીટલના ચિહ્નો માટે લાલ ચોકડીનું નિશાન જાણીતું છે. પરંતુ રેડક્રોસ નામની એક સંસ્થા પણ છે તે તમે જાણો છો ? રેડક્રોસ સંસ્થા આંતર રાષ્ટ્રીય છે અને દુનિયામાં કોઈ પણ સ્થળે યુધ્ધ થતું હોય ત્યાં ઘાયલ થયેલા સૈનિકોની સારવાર માટે પહોચી જાય છે.
રેડક્રોસના ડોકટરો, નર્સો અને અન્ય સ્ટાફ હોય છે. તેમના પર હુમલો કરવામાં આવતો નથી.
૧૮૫૯માં ઓસ્ટ્રીયામાં યુધ્ધ ચાલતું હતું ત્યારે સ્વીટઝરલેન્ડનો એક બેંકનો માલિક (જ્યાં હૈન્ની દૂનાન ત્યાં હાજર હતો. દૂનાન ને દુ:ખ થયું અને દયા આવી. તેણે સૈનિકોની સારવાર માટે કંઈક વ્યવસ્થા કરવા વિનંતી કરી આ વિનંતીને ધ્યાનમાં લઈ ૧૬ દેશો આવી સંસ્થા માટે તૈયાર થયા અને રેડક્રોસ સંસ્થાની સ્થાપના થઈ.
રેડક્રોસના ડોકટરોને યુધ્ધ મેદાનમાં જવાની અને યુધ્ધ કેદીઓની છાવણીમાં જવાની છૂટ હોય છે. તેઓ જે પ્રશ્નો પૂછે તેના જવાબ પણ આપવા પડે છે.
રેડક્રોસની સંસ્થાએ કેટલાક નિયમો પણ બનાવ્યા ઇ.સ. ૧૮૬૩ જિનિવામાં તેની સ્થાપના થઈ હતી રેડક્રોસની સ્થાપના કરનાર દુનાનને ૧૯૦૧માં નોબેલ ઇનામ એનાયત થયું હતું.

મધર ટેરેસાનો જન્મ દિવસ ગઈ કાલે હતો પણ લોકો તેમને કરે છે યાદ

મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 1910માં થયો હતો. બાળપણથી જ ટેરેસા સ્વભાવે ધાર્મિક હતા .18 વર્ષની ઉંમરે તેમણે લોરેટોની સિસ્ટરો સાથે જોડાવા અને મિશનરી બનવા માટે ઘર છોડ્યું. ત્યારબાદ તેઓ કદી પોતાની માતા કે બહેનને મળવા માટે પાછા ફર્યાં નહોતા. ટેરેસા ભારતીય નાગરિકત્વ ધરાવતાં એક આલ્બેનિયન રોમન કૅથલિક નન હતાં.

તેઓ 1929મા ભારત આવ્યા અને સેવાકિય પ્રવૃત્તિની શરૂઆત દાર્જીલિંગથી કરી હતી. 1950માં તેમણે ભારતના કલકત્તામાં ઠેકઠેકાણે ચૅરિટી મિશનરિઝની સ્થાપ્ના કરી હતી. સળંગ 45 વર્ષ સુધી તેમણે ગરીબ, માંદા, અનાથ અને મરણમથારીએ પડેલા લોકોની સેવા કરી અને સાથે સાથે પ્રથમ ભારત ભરમાં અને ત્યારબાદ અન્ય દેશોમાં ચૅરિટી મિશનરિઝના વિસ્તર્ણ માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતુ. 1951મા તેમને ભારતીય નાગરીક્તવ પ્રાપ્ત થયુ હતુ.

1952માં કલકત્તા શહેર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી જગ્યા પર મધર ટેરેસાએ સૌથી પહેલું મરણપથારીએ પડેલાઓ માટેનું ઘર ઊભું કર્યું હતું. ભારતીય અધિકારીઓની મદદથી તેમણે એક ખંડેર હિન્દુ મંદિરને મૃત્યુશૈયાએ પડેલાઓ માટેનું ઘર- કાલિઘાટ, એટલે કે ગરીબો માટેનું નિઃશુલ્ક રુગ્ણાલય શરૂ કર્યું. તેમણે એને કાલિઘાટ, પવિત્ર હૃદય(નિર્મળ હૃદય)નું ઘર -એવું નવું નામ આપ્યું હતુ.અહીં લાવવામાં આવતા દર્દીઓને તબીબી સારવાર તો મળતી જ પણ તેમને પોતાના ધર્મના રીતિરિવાજો અનુસાર ગરિમાપૂર્વક મરવાની તક પૂરી પાડવામાં આવતી1970ના દાયકા સુધીમાં તો માનવતાવાદી અને ગરીબનાં બેલી તરીકેની તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.

1979ના સમયમાં તેમને નોબલ પારિતોષિક આપવામા આવ્યુ હતુ. ભારત સરકારે 1962માં મધર ટેરેસાને પહ્મશ્રી એનાયત કરીને તેમનું પહેલવહેલું બહુમાન કર્યું હતું. એ પછીના દાયકાઓમાં પણ તેમને સતત ભારતીય ઍવોર્ડ એનાયત થતાં રહ્યાં હતાં. 1972માં તેમને આંતરરાષ્ટ્રીય સમજણ માટે જવાહરલાલ નેહરુ એવોર્ડ અને 1980માં, ભારતનું સર્વોચ્ચ નાગરિક બહુમાન, ભારત રત્ન તેમને એનાયત કરી નવાજવામાં આવ્યા હતા.

મધર ટેરાસાની અનેક વ્યકતીઓ, સરકારો અને સંગઠનોએ તેમની પ્રવૃતિની ખાસ પ્રશંસા કરી તેમને બિરદાવ્યા હતા, તેમની આ માનવતા લક્ષીપ્રવૃતિ કરવા છતા ક્યારેક તેમણે વિવિધ પ્રકારની ટીકા-ટિપ્પણીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. મધર ટેરેસા દ્વારા કરવામા આવતા સવાકિય કામકાજોને ક્યારેક નિંદાનો પણ ભોગ બનવુ પડ્યુ હતુ.1996 સુધીમાં તો તેઓએ 100થી વધુ દેશોમાં 517 મિશન શરૂ કરેલા હતા.
1996મા મધર ટેરેસા પડી ગયા જેના કારણે તેમની પાંસળીનું હાડકુ તુટી ગયુ હતુ. સમયાંતરે તેમની તબિયત વધુને વધુ બગડતી જતી હતી અંતે 5 સપ્ટેમ્બર 1997ના રોજ તેમનું નિધન થયુ હતુ. તેમના જીવનકાળમા તેમણે 123થી વધુ દેશમા 610 મિશનો શરૂ કર્યા હતા. આ મિશનમા આશરે 1 લાખથી વધુ લોકો જોડાયા હતા.

મોદી સરકારનો મોટો નિર્ણય, હવે કેટલી આવક હશે તો મળશે ઓબીસી અનામતનો લાભ, જાણો વિગત

Yuvirajsinh Jadeja:
🗣🗣🗣🗣🗣🗣🗣🗣🗣🗣🗣
મોદી સરકારનો મોટો નિર્ણય, હવે કેટલી આવક હશે તો મળશે ઓબીસી અનામતનો લાભ, જાણો વિગત
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰🔰👁‍🗨🔰👁‍🗨

👉ઓબીસી આરક્ષણ પર કેંદ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.
🎯🎯🎯👉કેંદ્ર સરકારે ઓબીસી આરક્ષણમાં ક્રિમીલેયરની સીમા 6 લાખથી વધારીને આઠ લાખ કરી દીધી છે.

🎯👉આજે નાણામંત્રી અરૂણ જેટલીએ આ વાતની જાણકારી આપી છે.

👉🔰ઓબીસી આરક્ષણ માટે છેલ્લે સમીક્ષા 2013માં કરવામાં આવી હતી.

🎯👉સરકારના આ નિર્ણયના કારણે હવે ઓબીસી વર્ગના સૌથી વઘુ લોકોને નોકરીઓમા અને ભરતીઓમાં આરક્ષણનો ફાયદો મળશે.
🎯👉તેની સાથે કેંદ્રીય કેબિનેટે ઓબીસી હેઠળ સબ કેટેગરી બનાવવા માટે આયોગ બનાવવાનો નિર્ણય કર્યો છે જેથી આરક્ષણનો નિર્ણય જરૂરિયાત વ્યક્તિઓને મળી શકે.
🎯🔰👉આ આયોગ બનવાથી 12 અઠવાડિયામાં રિપોર્ટ મળશે. નાણામંત્રીએ કહ્યું,
🎯🔰👉 આ મુદ્દા પર વર્ષ 2011માં રાષ્ટ્રીય પિછડા વર્ગ આયોગને ભલામણ કરી હતી કે આ પ્રકારની સબકેટેગરી બનાવવામા ંઆવે.

♻️🎯🔰આજ પ્રકારની ભલામણ પાર્લિયામેંટની સ્ટેંડિંગ કમિટીએ પણ વર્ષ 2012-13માં કરી હતી. મંત્રી પરિષદમાં ચર્ચા કર્યા પછી તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
🎯🔰♻️ઓબીસીની યાદીમાં સબ કેટેગરી બનાવવાની દિશામાં એક આયોગ બનાવવા માટે રાષ્ટ્રપતિની પાસે ભલામણ મોકલવામાં આવી છે.

ક્લાસ 3 ની પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો

[8/23, 11:09 PM] Yuvrajsinh Jadeja Gondal Current Affairs: Yuvirajsinh Jadeja:
💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️
ક્લાસ 3 ની પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો

🔰🔰🔰આજનો ટોપિક🔰🔰🔰
પોલીસ ઇન્સ્પેક્ટર(P.I)ના સિલેબસ માં પણ છે તો તેમના માટે પણ આ મહત્ત્વનો
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના સુધારાવાદી પગલાઓ
👇👇👇👇👇👇👇👇👇👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
૧ ગાયકવાડ ક્યાના વંશ છે?
- વડોદરા

૨ વડોદરાના સત્તા સંભાળનાર મહારાજા ક્યા નામે ઓળખાય છે?
- મહારાજા ગાયકવાડ કે ગાયકવાડ

૩ ગાયકવાડ કેવો સમૂહ છે?
- મરાઠી સમૂહ

૪ ગાયકવાડ ક્યાના વંશજ છે?
- ભગવાન કૃષ્ણના ચંદ્રવંશી વંશજો
૫ ગાયકવાડ ક્યા બે શબ્દનો બનેલો છે?
- ગાય અને કવાડ (દરવાજો)

૬ સયાજીરાવ બીજા ક્યા નામે ઓળખાય છે?
- ગોપાલરાવ

૭ સયાજીરાવ ગાયકવાડ શાની માટે જાણીતા છે?
- શૈક્ષણિક અને સામાજિક સુધારા લાવવા માટે

૮ સયાજીરાવનો જન્મ ક્યા થયો હતો? ક્યારે?
- ૧૧ માર્ચ, ૧૮૬૩ અને કાવલાના
૯ સયાજીરાવના પિતાનું નામ શું હતું?
- શ્રીમંત કાશીરાવ ભીખાજીરાવ ગાયકવાડ
૧૦ સયાજીરાવને ક્યારે બરોડાના રાજકુમાર તરીકે દત્તક લેવાયા?
- ૧૮૭૫
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૧૧ વડોદરા કોલેજનો પાયો ક્યારે નખાયો?
- ૧૮૭૯
૧૨ આજવા સરોવર યોજનાનો પ્રારંભ ક્યારે થયો?
- ૧૮૮૫
૧૩ વડોદરામાં ફરજિયાત શિક્ષણની શરૂઆત ક્યારે થઇ?
- ૧૯૦૬
૧૪ વડોદરાને સંસ્કારનગરી તરીકે કોણે પ્રતિષ્ઠા અપાવી?
- સયાજીરાવ ગાયકવાડે
૧૫ બ્રિટીશ સરકારે સયાજીરાવ ગાયકવાડને કયો ઈલ્કાબ આપ્યો?
- ફરજંદે - ખાસ - એ - દૌલત - એ - ઈંગ્લીશિયા
૧૬ કઈ સાલમાં બરોડામાં મફત અને ફરજિયાત કેળવણીની પ્રથા દાખલ કરી?
- ૧૮૯૩
૧૭ સમગ્ર ભારતમાં મફત અને ફરજિયાત કેળવણી દાખલ કરનાર રાજવી કોણ હતા?
- સયાજીરાવ ગાયકવાડ
૧૮ ગામડાની પ્રજાને ખેતીવાડીનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની વ્યવસ્થા કોણે કરી?
- સયાજીરાવ ગાયકવાડ
૧૯ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની સ્થાપના કોણે કરી?
- સયાજીરાવ ગાયકવાડે
૨૦ વડોદરાની રાજભાષા કઈ હતી?
- ગુજરાતી
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૨૧ ગુજરાતી લેખકોની પરિષદ કયા ભરાઈ હતી?
- વડોદરા
૨૨ સયાજીરાવે અંત્યજો માટે શાળાની સ્થાપના ક્યારે કરી હતી?
- ૧૮૮૨મા
૨૩ ભીમરાવ આંબેડકરને વિદેશ ભણવા કોણે મોકલ્યા હતા?
- સયાજીરાવ ગાયકવાડે
૨૪ કોણ એક સારા સમાજસુધારક હતા?
- સયાજીરાવ ગાયકવાડ
૨૫ વડોદરા રાજ્યમાં કોણે બાળલગ્ન પર પ્રતિબંધ મૂક્યો?
- સયાજીરાવ ગાયકવાડે
૨૬ વિધવાવિવાહને કાયદેસર કોણે બનાવ્યા?
- સયાજીરાવ ગાયકવાડે
૨૭ સંગીત માટે સૌથી વધુ વ્યવસ્થિત પ્રયત્નો કોણે કર્યા હતા?
- સયાજીરાવ ગાયકવાડે
૨૯ વડોદરામાં સંગીત પ્રવૃતિનો પ્રારંભ કોના સમયમાં થયો હતો?
- ખંડેરાવ મહારાજના
૩૦ વડોદરામાં અસ્પૃશ્યતાનિવારણનું કામ કોણે કર્યું?
- સયાજીરાવ ગાયકવાડે
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૩૧ વડોદરાના રાજદરબારની શાન વધારવા કોને મૈસૂરથી તેડાવ્યા?
- રાજગાયક મૌલાબક્ષ
૩૨ વડોદરાની સંગીતશાળાના પ્રથમ આચાર્ય કોણ હતા? - મૌલાબક્ષ
૩૩ સયાજીરાવે ભારતમાં સૌપ્રથમ સંગીત પરિષદ ક્યારે બોલાવી?
- ૧૯૧૬
૩૪ સમાજ અને રાષ્ટ્રમાં પરિવર્તન શાનાથી આવે?
- શિક્ષણ
૩૫ એશિયામાં મોટી ઈમારતમાં કોની ગણના થાય છે?
- સેન્ટ્રલ લાઈબ્રેરી, બરોડા
૩૬ સયાજીરાવનું અવસાન કયારે થયું?
- ૬ ફેબ્રુ., ૧૯૩૯
૩૭ વડોદરાને સાંસ્કૃતિક અને કલાક્ષેત્રે વિશ્વભરમાં સ્થાન અપાવનાર રાજવી કોણ હતા?
- સયાજીરાવ ગાયકવાડ
૩૮ સયાજીરાવ ગાયકવાડે વડોદરાની પ્રજાને સયાજી બાગ ક્યારે સમર્પિત કર્યો?
- ૧૮૭૯ (૧૧૩ એકર)
૩૯ સયાજીબાગ હાલ કયા નામે ઓળખાય છે?
- કમાટીબાગ
૪૦ વડોદરાના કયા બાગની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યાનોમાં થાય છે?
- કમાટીબાગ
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૪૧ વડોદરા કોલેજનો પાયો ક્યારે નંખાયો?
- ૧૮૭૯મા
૪૨ વડોદરા કોલેજ હાલ કયા નામે ઓળખાય છે?
- મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સીટી
૪૩ વડોદરાનું કયું લલિતકલા માટેનું ભવન જગપ્રસિદ્ધ બન્યું?
- કલાભવન 
૪૪ કયા વિખ્યાત ઇટાલિયન કલાકાર સયાજીરાવના દરબારમાં હતા?
- ફેલિચી
૪૫ દાદાસાહેબ ફાળકેએ વડોદરામાં ક્યા કલાઓનો અભ્યાસ કર્યો હતો?
- કલાભવન
૪૬ મહારાજાના ખાનગી સચિવ તરીકે કોણ ૧૫ વર્ષ રહ્યા?
- અરવિંદ ઘોષ
૪૭ શિકાગો ખાતે યોજાયેલ બીજી સર્વ ધર્મપરિષદના અધ્યક્ષ કોણ હતા?
- સયાજીરાવ ગાયકવાડ
૪૮ સયાજીરાવ ગાયકવાડ કેવા રાજવી હતા?
- ઉદારમતવાદી અને સુધારક રાજા
૪૯ સયાજીરાવે કેટલા પુસ્તકોનું પ્રકાશન વડોદરા રાજ્ય તરફથી કર્યું?
- ૩૦૦ ગ્રંથો
૫૦ કયો રાજવી બ્રિટિશરો માટે માથાનો દુઃખાવો બની ગયા હતા?
- સયાજીરાવ ગાયકવાડ 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૫૧ સયાજીરાવે દાદાભાઈ નવરોજીને કઈ રીતે મદદ કરેલી?
- આજીવન પેન્શન આપીને
૫૨ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની સ્થાપના કોણે કરી હતી?
- પ્રતાપ રાવ ગાયકવાડે
૫૩ વડોદરામાં મરાઠા ગાયકવાડની શરૂઆત ક્યારથી થઇ?
- ૧૭૨૧મા
૫૪ કયા મરાઠા સેનાપતિએ વડોદરાને મરાઠામાં ભેળવી દીધું?
- સેનાપતિ પીલાજીરાવ ગાયકવાડે
૫૫ વડોદરાના આધુનિકીકરણને મહત્તા કયા રાજવીએ આપી?
- સયાજીરાવ ગાયકવાડે
૫૬ આઝાદી પછી વડોદરાને કોની સાથે જોડવામાં આવ્યું?
- મુંબઈ રાજ્ય સાથે
૫૭ ગાયકવાડ અટક સામાન્ય રીતે કયા જોવા મળે છે?
- મહારાષ્ટ્રમાં
૫૮ અંગ્રેજો સાથે કેમ્બે સંધિ કોણે કરી હતી?
- મહારાજા આનંદરાવ ગાયકવાડે
૫૯ કઈ સંધિ અનુસાર અંગ્રેજોએ વડોદરાને અલગથી માન્યતા આપી?
- કેમ્બે સંધિ
૬૦ વડોદરામાં હરિજનો માટે શિક્ષણના દ્વાર કોણે ખોલી આપ્યા?
- સયાજીરાવ ગાયકવાડે
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
[8/23, 11:10 PM] Yuvrajsinh Jadeja Gondal Current Affairs: Yuvirajsinh Jadeja:
💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️
ક્લાસ 3 ની પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો

🔰🔰🔰આજનો ટોપિક🔰🔰🔰
પોલીસ ઇન્સ્પેક્ટર(P.I)ના સિલેબસ માં પણ છે તો તેમના માટે પણ આ મહત્ત્વનો
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના સુધારાવાદી પગલાઓ
👇👇👇👇👇👇👇👇👇👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 2)
૬૧ રાજકોટની પ્રજાના મનમાં ક્યા રાજવીનું અનેરું સ્થાન છે?
- સર લાખાજીરાજ

૬૨ સર લાખાજીરાજનો રાજ્યાભિષેક ક્યારે થયો હતો?
- આસો સુદ પૂર્ણિમા (વિક્રમ સંવત ૧૯૬૩)

૬૩ લાાજીરાજ જાડેજાની માતાનું નામ શું હતું?
- આનંદકુમારબા

૬૪ લાખાજીરાજ જાડેજાએ કેટલા વર્ષ શાસન કર્યું હતું?
- ૨૩ વર્ષ
૬૫ લાખાજીરાજ જાડેજાનો જન્મ ક્યારે અને ક્યા થયો હતો?
- ઈ.સ.૧૮૮૫, સરધાર

૬૬ સ્ટેટ બેંકની સ્થાપના લાખાજીરાજ જાડેજાએ ક્યારે કરી?
- ઈ.સ. ૧૯૧૦માં
૬૭ લાખાજીરાજ જાડેજાએ ખેડૂત બેંકની રચના ક્યારે કરી?
- ૧૯૧૫મા
૬૮ રાજકોટ અને આટકોટ વચ્ચે મોટરસેવા ક્યારે શરુ થઇ?
- ૧૯૨૦માં
૬૯ રાજકોટ અને જસદણ વચ્ચે રેલવેસેવા ક્યારે શરુ થઇ?
- ૧૯૨૨માં
૭૦ રાજકોટમાં ઇલેક્ટ્રિક પાવર હાઉસની સ્થાપના ક્યારે થઇ?
- ૧૯૨૪માં
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૭૧ સર લાખાજીરાજને પોતાના શાસનકાળ દરમિયાન  કેટલા સન્માનપત્રો મળ્યા હતા?
- ૧૨૧થી વધારે
૭૨ સર લાખાજીરાજ જાડેજાએ કેટલી ઉંમરે રાજ સાંભળ્યું હતું?
- ૨૧ વર્ષની ઉંમરે
૭૩ સર લાખાજીરાજ જાડેજાના પિતાનું નામ શું હતું?
- બાવાજી રાજ
૭૪ બાવાજી રાજ મૃત્યુ પામ્યા ત્યારે લાખાજીરાજની ઉંમર કેટલી હતી?
- માત્ર પાંચ વર્ષ

૭૫ સૌરાષ્ટ્રમાં જે દુષ્કાળ વિક્રમ સંવત ૧૯૫૬માં પડ્યો તે ક્યા નામે ઓળખાય છે?
- છપ્પનિયા દુકાળ

૭૬ છપ્પનિયા દુકાળ વખતે તે સમયના કયા વાઇસરોયે રાજકોટની મુલાકાત લીધી?
- વાઈસરોય કર્ઝને

૭૭ લાખાજીરાજને ક્યારે રાજવી તરીકેના હક્કો સોંપવામાં આવ્યા?
- ૨૧/૧૦/૧૯૦૭

૭૮ લાખાજીરાજ જાડેજાએ પોતાનું કોલેજ શિક્ષણ ક્યા લીધું?
- રાજકુમાર કોલેજ, રાજકોટ

૭૯ લાખાજીરાજનું દ્રષ્ટિબિંદુ શાથી ઉદાર અને પ્રગતિશીલ બન્યું?
- પાશ્ચાત્ય શિક્ષણના કારણે

૮૦ રાજકોટ, સરધાર અને કુવાડવા સિવાયના રાજકોટમાં મફત કેળવણીનું ધોરણ કોણે દાખલ કર્યું?
- સર લાખાજીરાજે 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૮૧ સર લાખાજીરાજે વિદ્યાર્થીઓમાં શારીરિક વિકાસ થાય તે માટે કઈ રમતગમત દાખલ કરી?
- હરિસિંહજી સ્પોર્ટસ અને હાર્ડીજ સ્પોર્ટસ

૮૨ પ્રથમ કાઠિયાવાડ રાજકીય પરિષદ ક્યા ભરવામાં આવી હતી?
- રાજકોટ

૮૩ લાખાજીરાજની સ્મૃતિમાં લોકોએ શું બંધાવેલું છે?
- લાખાજીરાજ સ્મારક મંદિર

૮૪ લાખાજીરાજ સ્મારક મંદિર હાલ ક્યા નામે ઓળખાય છે?
- બાપુના બાવળા તરીકે (ત્રિકોણબાગ)

૮૫ લાખાજીરાજ કોને પરણ્યા હતા?
- કલાપીના પુત્રી રમણીક કુંવરબાને

૮૬ લાખાજીરાજે રાજકોટ સ્ટેટના સત્તાવાર મહેમાન તરીકે કોને બોલાવ્યા હતા?
- ગાંધીજીને

૮૭ લાખાજીરાજના સમયમાં કેટલા સભ્યોની મ્યુનિસિપાલિટી હતી?
- ૯૦ સભ્યોની

૮૮ ગાંધીજીની સંસ્કારભૂમિ કઈ હતી?
- રાજકોટ
૮૯ મોહનદાસ ટુ મહાત્માની સફર ક્યાંથી શરુ થઇ?
- રાજકોટ

૯૦ ગાંધીજીએ માધ્યમિક શિક્ષણ ક્યાંથી લીધું?
- આલ્ફ્રેડ હાઈસ્કૂલ, રાજકોટ
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૯૧ લાખાજીરાજ કેવા પુરુષ હતા? - સંયમી રાજયોગી પુરુષ
૯૨ રાજકોટ રાજ્યમાં કોણે પ્રજા પ્રતિનિધિ સભા સ્થાપી હતી?
- સર લાખાજીરાજ
૯૩ લાખાજીરાજ જાડેજામાં કેટલા આદર્શ ગુણો હતા?
- ત્રણ
૯૪ રાજકોટ આલ્ફ્રેડ હાઈસ્કૂલ ક્યા નામે ઓળખાય છે?
- મહાત્મા ગાંધી હાઈસ્કુલ
૯૫ લાખાજીરાજ જાડેજાના રાજકુંવરનું નામ શું હતું?
- જયદીપસિંહ
૯૬ લાખાજીરાજ રાજકોટને  કેવું બનાવવા માંગતા હતા?
- રામરાજ્ય
૯૭ લાખાજીરાજ જાડેજાને કોને સન્માનપત્ર આપ્યું હતું?
- ગાંધીજીએ
૯૮ કયા રાજા ગાંધીજીના પ્રીતિપાત્ર હતા?
- લાખાજીરાજ
૯૯ કાઠિયાવાડ રાજ્યની રાજધાની કયું ગણાય છે?
- રાજકોટ
૧૦૦ રાજકોટના વિકાસ માટે જવાબદાર રાજવી કોણ હતા?
- સર લાખાજીરાજ 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૧૦૧ સર લાખાજીરાજ કયા દીવાનના માર્ગદર્શનમાં ઘડાયા હતા?
- સ્વ. રાવબહાદૂર કોટક
૧૦૨ સર લાખાજીરાજ બાપુએ બાળકો માટે ક્યા ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવતી?
- બાલવીર
૧૦૩ રાજકોટ શહેરની સ્થાપના ક્યારે થઇ?
- ૧૬૬૭
૧૦૪ સૌપ્રથમ પહેલી પ્રતિનિધિ સભા કોણે સ્થાપી?
- સર લાખાજીરાજે
૧૦૫ કાઠિયાવાડમાં સૌપ્રથમ પ્રાથમિક શાળા ક્યારે અને કોણે સ્થાપી?
- ૧૮૩૭, સર લાખાજીરાજ
૧૦૬ રાજકોટ સત્યાગ્રહ કયારે કરવામાં આવ્યો?
- ૧૯૩૮
૧૦૭ રાજકોટ સત્યાગ્રહનું સમાધાન કોણે કરાવ્યું?
- સરદાર વલ્લભભાઈ પટેલ
૧૦૮ સત્યાગ્રહ શાની માટે હોય છે?
- સત્તાની શુદ્ધતા માટે
૧૦૯ રાજકોટમાં ગ્રંથાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી?
- ૧૮૬૮
૧૧૦ રાજકોટનું પુસ્તકાલય હાલ ક્યા નામે ઓળખાય છે?
- બાપુનું બાવલું
૧૧૧ લાખાજીરાજ જયારે નાના હતા ત્યારે રાજકોટના વહીવટદાર તરીકે કોની નિમણુક કરી ?
- મોતીચંદ તુલસીદાસ
૧૧૨ રાજ્યની પ્રગતિનો મુખ્ય આધાર શેના પર હોય છે?
- વહીવટી તંત્ર
૧૧૩ રજવાડાના સમયમાં રાજા પછીનું સ્થાન કોનું હોય છે?
- દીવાનનું
૧૧૪ રાજકોટના રાજવી બાવાજી રાજના દીવાન કોણ હતા?
- કરમચંદ ગાંધી

૧૧૫ ગાંધીજી રાજકોટમાં રહેતા તે ડેલો ક્યા નામે ઓળખાય છે?
- કબા ગાંધીનો ડેલો

૧૧૬ સ્ટેટ કાઉન્સિલની સ્થાપના કોણે કરી?
- સર લાખાજીરાજે

૧૧૭ રાજના ભાયાતો માટે શેની રચના કરેલી?
- ભાયાતી સભા

૧૧૮ આલ્ફ્રેડ હાઇસ્કૂલના આચાર્ય કોણ હતા?
- ચૂનીલાલ શ્રોપ

૧૧૯ રાજકોટના અંતિમ રાજવી કોણ હતા?
- પ્રદ્યુમનસિંહ

૧૨૦ કયું ગ્રંથાલય વાંચન રસિકો માટે વૈશ્વિક માહિતીનો ધોધ પુરો પાડે છે?
- સર લાખાજીરાજ પુસ્તકાલય

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt