મધર ટેરેસાનો જન્મ દિવસ ગઈ કાલે હતો પણ લોકો તેમને કરે છે યાદ

મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 1910માં થયો હતો. બાળપણથી જ ટેરેસા સ્વભાવે ધાર્મિક હતા .18 વર્ષની ઉંમરે તેમણે લોરેટોની સિસ્ટરો સાથે જોડાવા અને મિશનરી બનવા માટે ઘર છોડ્યું. ત્યારબાદ તેઓ કદી પોતાની માતા કે બહેનને મળવા માટે પાછા ફર્યાં નહોતા. ટેરેસા ભારતીય નાગરિકત્વ ધરાવતાં એક આલ્બેનિયન રોમન કૅથલિક નન હતાં.

તેઓ 1929મા ભારત આવ્યા અને સેવાકિય પ્રવૃત્તિની શરૂઆત દાર્જીલિંગથી કરી હતી. 1950માં તેમણે ભારતના કલકત્તામાં ઠેકઠેકાણે ચૅરિટી મિશનરિઝની સ્થાપ્ના કરી હતી. સળંગ 45 વર્ષ સુધી તેમણે ગરીબ, માંદા, અનાથ અને મરણમથારીએ પડેલા લોકોની સેવા કરી અને સાથે સાથે પ્રથમ ભારત ભરમાં અને ત્યારબાદ અન્ય દેશોમાં ચૅરિટી મિશનરિઝના વિસ્તર્ણ માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતુ. 1951મા તેમને ભારતીય નાગરીક્તવ પ્રાપ્ત થયુ હતુ.

1952માં કલકત્તા શહેર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી જગ્યા પર મધર ટેરેસાએ સૌથી પહેલું મરણપથારીએ પડેલાઓ માટેનું ઘર ઊભું કર્યું હતું. ભારતીય અધિકારીઓની મદદથી તેમણે એક ખંડેર હિન્દુ મંદિરને મૃત્યુશૈયાએ પડેલાઓ માટેનું ઘર- કાલિઘાટ, એટલે કે ગરીબો માટેનું નિઃશુલ્ક રુગ્ણાલય શરૂ કર્યું. તેમણે એને કાલિઘાટ, પવિત્ર હૃદય(નિર્મળ હૃદય)નું ઘર -એવું નવું નામ આપ્યું હતુ.અહીં લાવવામાં આવતા દર્દીઓને તબીબી સારવાર તો મળતી જ પણ તેમને પોતાના ધર્મના રીતિરિવાજો અનુસાર ગરિમાપૂર્વક મરવાની તક પૂરી પાડવામાં આવતી1970ના દાયકા સુધીમાં તો માનવતાવાદી અને ગરીબનાં બેલી તરીકેની તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.

1979ના સમયમાં તેમને નોબલ પારિતોષિક આપવામા આવ્યુ હતુ. ભારત સરકારે 1962માં મધર ટેરેસાને પહ્મશ્રી એનાયત કરીને તેમનું પહેલવહેલું બહુમાન કર્યું હતું. એ પછીના દાયકાઓમાં પણ તેમને સતત ભારતીય ઍવોર્ડ એનાયત થતાં રહ્યાં હતાં. 1972માં તેમને આંતરરાષ્ટ્રીય સમજણ માટે જવાહરલાલ નેહરુ એવોર્ડ અને 1980માં, ભારતનું સર્વોચ્ચ નાગરિક બહુમાન, ભારત રત્ન તેમને એનાયત કરી નવાજવામાં આવ્યા હતા.

મધર ટેરાસાની અનેક વ્યકતીઓ, સરકારો અને સંગઠનોએ તેમની પ્રવૃતિની ખાસ પ્રશંસા કરી તેમને બિરદાવ્યા હતા, તેમની આ માનવતા લક્ષીપ્રવૃતિ કરવા છતા ક્યારેક તેમણે વિવિધ પ્રકારની ટીકા-ટિપ્પણીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. મધર ટેરેસા દ્વારા કરવામા આવતા સવાકિય કામકાજોને ક્યારેક નિંદાનો પણ ભોગ બનવુ પડ્યુ હતુ.1996 સુધીમાં તો તેઓએ 100થી વધુ દેશોમાં 517 મિશન શરૂ કરેલા હતા.
1996મા મધર ટેરેસા પડી ગયા જેના કારણે તેમની પાંસળીનું હાડકુ તુટી ગયુ હતુ. સમયાંતરે તેમની તબિયત વધુને વધુ બગડતી જતી હતી અંતે 5 સપ્ટેમ્બર 1997ના રોજ તેમનું નિધન થયુ હતુ. તેમના જીવનકાળમા તેમણે 123થી વધુ દેશમા 610 મિશનો શરૂ કર્યા હતા. આ મિશનમા આશરે 1 લાખથી વધુ લોકો જોડાયા હતા.
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt