ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ યુવાભારતી ક્રિડાંગણ

ભારતમાં ઘણા જાણીતા સ્ટેડિયમ છે. પરંતુ સૌથી મોટું સ્ટેડિયમ કોલકાતા નજીક વિધાન નગરમાં આવેલું યુવાભારતી ક્રીંડાંગણ છે. તેને સોલ્ટ લેક સ્ટેડિયમ પણ કહે છે.
ફૂટબોલની મેચ માટે બાંધવામાં આવેલું આ સ્ટેડિયમ ૩૦૯૨૦૦ ચોરસ મીટરમાં પથરાયેલું છે. તેનાં સીન્થેટીક ટ્રેક અને ઇલેકટ્રોનિક સ્કોરબોર્ડ જાણીતા છે.
વિશ્વનું આ બીજા નંબરનું મોટું સ્ટેડિયમ છે. તમામ પ્રકારની રમતો માટે પ્રેકટીસની અલગ વ્યવસ્થા છે. ૬૨૪ બલ્બથી આંખુ સ્ટેડિયમ રાત્રે પણ ઝળહળી ઊઠે છે.
ઇલેકટ્રોનિક સ્કોર બોર્ડમાં ૩૬૦૦૦ બલ્બ છે. સ્ટેડિયમમાં માત્ર રમતગમત જ નહી પરંતુ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે.
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt