Yuvirajsinh Jadeja:
♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰
ઈતિહાસમાં 6 ઓગસ્ટનો દિવસ
⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🌏💻📲🌏WWWનો જન્મ🌏💻🌏
બ્રિટિશ સાયન્ટિસ્ટ્સની ટીમ બર્નર્સ - લીએ ( તસવીરમાં) વર્ષ 1991ની 6 ઓગસ્ટે વર્લ્ડ વાઇડ વેબ ( WWW ) નો વિચાર વહેતો મૂક્યો હતો . અનેક સુધારાઓ બાદ હાલના ઇન્ટરનેટનો જન્મ આ તારીખે થયો હોવાનું મનાય છે .
🌳🌲વિશ્વનું સૌથી જૂનું ઝાડ કપાયું🌳
અમેરિ કાના નેવાડા રાજ્યના વ્હીલર્સ પાર્કમાં આવેલું 4844 વર્ષ જૂનું પાઇન શ્રેણીનું ઝાડ વર્ષ 1964ની છઠ્ઠી ઓગસ્ટે કાપી નાખવામાં આવ્યું હતું . 5065 વર્ષ જૂનું પાઇનનું એક ઝાડ હજુ કેલિફોર્નિયાના વ્હાઇટ માઉન્ટેઇન્સમાં છે .
💣💣હિરોશીમા પર અણુ હુમલો💣💣
વર્ષ 1945ની છઠ્ઠી ઓગસ્ટે અમેરિકાએ 'લિટલ બોય ' નામનો અણુ બોમ્બ જાપાનના હિરોશીમા શહેર પર ફેંક્યો હતો . 4400 કિલો વજન અને 15 કિલોટનના વિસ્ફોટમાં દોઢ લાખ લોકો તાત્કાલિક મોતને ભેટ્યા હતા .
🌍🌎દુનિયાનું સૌપ્રથમ ઊંધુ ભ્રમણ
પૂર્વથી પશ્ચિમ દિશા તરફ નોન સ્ટોપ દરિયાઈ ખેડાણ કરીને દુનિયાનું સૌથી પહેલું ઊંઘું ભ્રમણ ચે બ્લેથ નામના બ્રિટિશરે વર્ષ ૧૯૭૧માં આજના દિવસે પૂરું કર્યું હતું . પરત ફર્યો ત્યારે બ્રિટનમાં તેનું ભવ્ય સ્વાગત થયુ હતું .
🗳૧૯૪૭ – "બોમ્બે મ્યુનિશિપલ કોર્પોરેશને" "બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ" (બેસ્ટ,BEST)નો હવાલો સંભાળ્યો.
🗳૧૯૫૫ – "ટોક્યો ટેલિકોમ્યુનિકેશન એન્જીનિયરીંગ", "સોની"ની પૂર્વજ કંપનીએ,
જાપાનમાં તેનો પ્રથમ ટ્રાન્ઝિસ્ટર રેડિયો વેંચ્યો.
🗳૧૯૭૬ – વાઇકિંગ કાર્યક્રમ: 'વાઇકિંગ ૨' યા મંગળની ભ્રમણકક્ષામાં દાખલ થયું.
📋1845 :- સેન્ટ પીટ્સબર્ગમાં રશિયન જિયોગ્રાફિકલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી.
📋1906 :- વંદેમાતરમ વર્તમાનપત્રનું પ્રકાશન ચાલુ થયું.
📋1951 :- મંચુંરિયામાં આવેલા ભયાનક તોફાનમાં 4.5 લાખ લોકોનાં મોત થયા.
📋1965 :- અમેરિકાના રાષ્ટ્રપતિ લિંકન બી. જોન્સને મતાધિકાર કાયદો લાગુ કાર્યો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
📔📒📕📓📘📙📗📙📕📕
📚📚📚ચંદ્રકાન્ત મહેતા📚📚📚
📙📙📙📗📗📗📕📗📗📘
ગુજરાતી કવિ, વાર્તાકાર,
સંપાદક. મહેતા ચંદ્રકાન્ત હરિશંકર
‘શશિન્’ નો જન્મ તા. ૬/૮/૧૯૩૯ના રોજ અમદાવાદમાં થયો હતો.તેમનું મૂળ વતન સરોડા (જિ. અમદાવાદ) હતું. હિંદી વિષયમાં એમ.એ.,
પીએચ.ડી. અમદાવાદની નવગુજરાત આર્ટસ કૉલેજમાં હિંદીના અધ્યાપક તરીકે સેવા આપી. અત્યારે નવગુજરાત મલ્ટિકોર્સ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટના માનદ નિયામક તરીકે સેવા આપે છે. . ‘ધીરે વહે છે ગીત’
એમનો ગઝલ અને ગીતનો સંગ્રહ છે.
‘મન મધુવન’ અને ‘સ્વપ્નલોક’ માંની વાર્તાઓ મુખ્યત્વે પ્રણય અને દાંપત્યજીવન નિરૂપે છે.
📒📗‘સ્વાતંત્ર્યસેનાની યોગાનંદ’ , ‘ડૉ. આંબેડકર’ એમની કિશોરોપયોગી ચરિત્રપુસ્તિકાઓ છે. તો
‘કેસરક્યારી’ તથા ‘નારી, તારાં નવલખ રૂપ’માં પ્રેરક પ્રસંગો છે.
📙📙‘એક જ દે ચિનગારી’ તથા ‘અંતર્દ્વાર’
એમનાં ચિંતનાત્મક લેખોનાં પુસ્તકો છે. 🗞🗞‘ગુજરાત સમાચાર’માં ચાલતી એમની ‘ગુફતેગો’ કૉલમ નિમિત્તે
‘ગુફતેગો-યુવાનો અને પરિણય’ જેવાં
કેટલાંક સાંસારિક બોધનાં પુસ્તકો મળ્યાં છે.
📘‘લોકકવિ મીર મુરાદ’
એમનો મુસલમાન કવિ મુરાદના જીવન-કવનના અભ્યાસનો ગ્રંથ છે. મુરાદની અપ્રકાશિત કવિતા પણ આ ગ્રંથમાં 📗‘મુરાદવાણી’ શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ છે. એમણે હિન્દીમાં પણ એક વિવેચનસંગ્રહ પ્રગટ કર્યો છે. આ ઉપરાંત પ્રાકૃત, હિન્દી અને ગુજરાતી કવિતાઓના કેટલાક સંપાદનગ્રંથો પણ એમણે પ્રકાશિત કર્યા છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
ઈતિહાસમાં 6 ઓગસ્ટનો દિવસ
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt