ઈતિહાસમાં 7 ઓગસ્ટનો દિવસ

Yuvirajsinh Jadeja:
💠✅💠✅💠✅💠✅💠✅💠
🎯ઈતિહાસમાં 7 ઓગસ્ટનો દિવસ
👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏🙏💐રવિન્દ્રનાથ ટાગોર🙏🙏💐

સાહિત્યનું નોબેલ પારિતોષિક જીતનારા પહેલા નોન યુરોપિયન ટાગોરે વર્ષ ૧૯૪૧માં આજના દિવસે ૮૦ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા . ઇન્ડિયન આર્ટમાં કન્ટેક્સચ્યુઅલ મોર્ડનિઝમ લાવવામાં તેમનું મોટું યોગદાન છે .

🌱🌱એમ . એસ . સ્વામીનાથન🌿

ઊંચી ઉત્પાદકતા આપતાં ઘઉં અને ચોખાના વાવેતરથી હરિત ક્રાંતિનું નેતૃત્ત્વ લેનારા આ વિજ્ઞાનીનો જન્મ વર્ષ ૧૯૨૫માં આજના દિવસે થયો હતો . મેગસેસે ઉપરાંત પદ્મશ્રી , પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માન તેમને મળ્યા છે .

💈માંડલ કમિશનની ભલામણોનું પાલન💈

વડાપ્રધાન વી . પી . સિંહે વર્ષ ૧૯૯૦માં આજના દિવસે માંડલ કમિશનની ઓબીસીને ૨૭ ટકા અનામતનો લાભ આપવાની ભલામણને લાગુ કરી હતી . સરકારના આ પગલાંને લઈને સમગ્ર દેશમાં અરાજકતા ફાટી નીકળી હતી .

⭕️⭕️અલ કાયદાનો પહેલો હુમલો♦️♦️

1998ની 7 ઓગસ્ટે લાદેનના નેતૃત્ત્વ હેઠળના અલ -કાયદાએ પહેલો સૌથી મોટો હુમલો આફ્રિકન દેશોમાં આવેલી અમેરિકાની એમ્બેસી ઉપર કર્યો હતો . તાન્ઝાનિયા અને નૈરોબીમાં આ હુમલામાં 200થી વધુ લોકો માર્યા ગયા હતા .

⭕️♦️ઇદી અમીનની ચેતવણી⭕️♦️

યુગાન્ડાના તાનાશાહ ઇદી અમીને વર્ષ 1972ની સાતમી ઓગસ્ટે એશિયન લોકોને યુગાન્ડા છોડી જવાની ચેતવણી આપી હતી . મોટાભાગના ભારતીયોએ મિલકતો છોડીને ખાલી હાથે યુગાન્ડા છોડવું પડ્યું હતું .

👁‍🗨1905 :- ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે વિદેશી વસ્તુઓ નો બહિસ્કાર કરવાનો નિર્ણય કાર્યો.

🎯1985 :- ગિત શેઠી વિશ્વ અમેસ્યોર બિલિયર્ડ ચેમ્પિયનશીપ જીતનારા ત્રીજા ભારતીય બન્યાં
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️✅♻️♻️♻️♻️♻️♻️✅♻️
💠💠ચંદ્રકાન્ત ટોપીવાળા
🔰♻️♻️🔰♻️♻️🔰♻️🔰♻️
ગુજરાતી કવિ અને વિવેચક ચંદ્રકાન્ત અમૃતલાલ ટોપીવાળાનો જન્મ તા. ૭/૮/૧૯૩૬ના રોજ વડોદરામાં થયો હતો. ઈ.સ. ૧૯૫૮
માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ પાસ કરી ઈ.સ.૧૯૬૦ માં એમ.એ. અને ઈ.સ.૧૯૮૨માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધી મેળવી હતી. ઈ.સ. 👉૧૯૬૧ થી ૧૯૬૫ દરમ્યાન પોરબંદરની કે. એચ.
માધવાણી કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. ઈ.સ.૧૯૬૫ માં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજમાં જોડાયા. ત્યારપછી તેઓ ઈ.સ.૧૯૭૧ થી ૧૯૮૪ સુધી એ જ કૉલેજના આચાર્ય થયા. ઈ.સ.૧૯૮૪ થી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાય મંદિરના નિયામક તરીકે સેવા આપી. ઈ.સ.૧૯૮૭માં જર્મની, બેલ્જિયમ, ફ્રાન્સ,
સ્વિટ્ઝર્લેન્ડ વગેરે દેશોનો યુરોપ-પ્રવાસનો કર્યો.
👁‍🗨👉એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘મહેરામણ’ છે. તેમણે
‘કાન્ત તારી રાણી’,‘પક્ષીતીર્થ’
અને  ‘બ્લેક ફૉરેસ્ટ’ કાવ્યસંગ્રહ છે.
‘આધુનિક સાહિત્ય સંજ્ઞા કોશ’ (અન્ય સાથે, ૧૯૮૬), ‘વિશિષ્ટ સાહિત્ય સંજ્ઞા કોશ’ (૧૯૮૮) પણ એમણે આપ્યા છે. ‘મૈથિલી સાહિત્યનો ઇતિહાસ’ (૧૯૮૭) અનુવાદગ્રંથ પણ એમના નામે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt