ભારતીય વિમાન ઉપર શા માટે VT લખવામાં આવે છે ?

તમે જોયું હશે કે ભારતીય વિમાનની ઉપર એક રજિસ્ટ્રેશન કોડ લખ્યો હોય છે જે VTથી શરૂ થાય છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આ VTનો અર્થ શું છે?
દરેક વિમાન ઉપર International Civil Aviation Organisation (ICAO)ના નિયમ અનુસાર એક રજિસ્ટ્રેશન નંબર હોય છે જેની પહેલાના બે અક્ષર Country Code દર્શાવે છે. તો તેના અનુસાર VT ભારતનો Country Code છે.
હવે તમને મનમાં થતું હશે કે આપણો કન્ટ્રી કોડ IN (INDIA) અથવા BH(BHARAT) હોવો જોઇએ તો VT કેમ? VT કોડ આપણને આઝાદી પહેલા અલૉટ કરવામાં આવ્યો હતો અને તેનો અર્થ છે Viceroy Territory અથવા (Victoria territory પણ કહી શકાય છે.). VT બ્રિટિશ રાજનું એક પ્રતીક છે અને આજે પણ VT કોડ દર્શાવે છે કે ભારત વાઇસરોય દ્વારા પ્રશાસિત ક્ષેત્રના અંતર્ગત આવે છે.
પરંતુ તેનો અર્થ એ નથી કે આઝાદી પછી પણ ભારતે આ VT કોડ પોતાની ખુશીથી અથવા અજ્ઞાનતાના કારણે રાખ્યો છે. હકીકતમાં તેની જગ્યાએ પોતાની પસંદનો કોડ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ દુર્ભાગ્યવશ ICAO પાસે ન તો IN કોડ ઉપલબ્ધ હતો અને ન તો BH અને ન તો HI (Hindustan) હતો. જે પણ વિકલ્પ હતા તે X થી શરૂ થતા હતા અથવા તો V થી શરૂ થતા હતા. હવે X અથવા V થી શરૂ થનાર કોઇ કોડ હજુ સુધી શોધી શકાયો નથી જે ભારતને મળતો આવતો હોય.
સંસદમાં આ મુદ્દાને લઇને સમય સમય પર સાંસદ અવાજ ઉઠાવતા રહ્યા છે પરંતુ હજુ સુધી VT કોડ બદલી શકાયો નથી.
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt