દુનિયામાં સૌથી પહેલાં જીએસટી અમલી કરનારો દેશ ફ્રાન્સ હતું. ફ્રાન્સમાં વર્ષ ૧૯૫૪માં ટેક્સની આ વ્યવસ્થા અમલી કરાઇ હતી. એ બાદ જર્મની, ઇટાલી, યુનાઇટેડ કિંગ્ડમ, સાઉથ કોરિયા, જાપાન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિત કેટલાય દેશોમાં આ કર પ્રણાલીનો અમલ કરાયો છે. હાલમાં દુનિયામાં લગભગ ૧૬૦ દેશોમાં એક ટેક્સવાળી ( જીએસટી / વેટ )ની વ્યવસ્થા લાગુ કરાયેલી છે. ફક્ત કેનેડા જ એવો દેશ છે, જ્યાં ડબલ જીએસટી સિસ્ટમ છે. ભારતમાં પણ આ જ સિસ્ટમને અપનાવાઇ છે. સાઉદી અરેબિયા ૨૦૧૮થી દેશમાં જીએસટી લાગુ
કરવા માટે તૈયારી કરી રહ્યો છે.
કરવા માટે તૈયારી કરી રહ્યો છે.
કયા દેશે ક્યારે એક ટેક્સ સિસ્ટમ લાગુ કરાઇ ?
દેશ ક્યારે અમલી બનાવાઇ ? ટેક્સ દર ( ટકામાં )
ફ્રાન્સ ૧૯૫૪ ૧૯.૬
જર્મની ૧૯૬૮ ૧૯
કેનેડા ૧૯૯૧ ૫
યુકે ૧૯૭૩ ૨૦
ન્યૂઝીલેન્ડ ૧૯૮૬ ૧૫
રશિયા ૧૯૯૧ ૧૮
મલેશિયા ૨૦૧૫ ૬
સિંગાપુર ૧૯૯૪ ૭
ચીન ૧૯૯૪ ૩- ૧૭
જાપાન ૧૯૮૯ ૧૦
ઓસ્ટ્રેલિયા ૨૦૦૦ ૧૦
સ્વિડન ૧૯૬૯ ૨૫
પાકિસ્તાન ૧૯૯૦ ૧૪-૧૭
ફ્રાન્સ ૧૯૫૪ ૧૯.૬
જર્મની ૧૯૬૮ ૧૯
કેનેડા ૧૯૯૧ ૫
યુકે ૧૯૭૩ ૨૦
ન્યૂઝીલેન્ડ ૧૯૮૬ ૧૫
રશિયા ૧૯૯૧ ૧૮
મલેશિયા ૨૦૧૫ ૬
સિંગાપુર ૧૯૯૪ ૭
ચીન ૧૯૯૪ ૩- ૧૭
જાપાન ૧૯૮૯ ૧૦
ઓસ્ટ્રેલિયા ૨૦૦૦ ૧૦
સ્વિડન ૧૯૬૯ ૨૫
પાકિસ્તાન ૧૯૯૦ ૧૪-૧૭
જીએસટીના અમલ પછી દુનિયાના પાંચ દેશોમાં સ્થિતિ
દેશ જીએસટીના અમલનું વર્ષ જીડીપી ટકામાં ( એક વર્ષ પહેલાં ) જીડીપી ટકામાં ( અમલ કરાયો ત્યારે )
જાપાન ૧૯૮૯ ૨ ૧
કેનેડા ૧૯૯૧ ૧.૭૫ ૦.૭૫
સિંગાપુર ૧૯૯૪ ૫.૬ ૩
ઓસ્ટ્રેલિયા ૨૦૦૦ ૧ ૧.૭૫
મલેશિયા ૨૦૧૫ ૧.૭૫ ૧
દેશ જીએસટીના અમલનું વર્ષ જીડીપી ટકામાં ( એક વર્ષ પહેલાં ) જીડીપી ટકામાં ( અમલ કરાયો ત્યારે )
જાપાન ૧૯૮૯ ૨ ૧
કેનેડા ૧૯૯૧ ૧.૭૫ ૦.૭૫
સિંગાપુર ૧૯૯૪ ૫.૬ ૩
ઓસ્ટ્રેલિયા ૨૦૦૦ ૧ ૧.૭૫
મલેશિયા ૨૦૧૫ ૧.૭૫ ૧
જીએસટીના અમલ બાદ આ રીતે બદલાશે દેશની આર્થિક ગતિ
- આ નિર્ણય ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ( વ્યાપાર માટેની સરળતા )ની દિશામાં પાયાનો પથ્થર સાબિત થશે. વ્યાપારની સરળતાના મામલે વર્લ્ડ બેન્કની ૧૯૦ દેશોની રેન્કિંગમાં આ વર્ષે ભારત ૧૩૦મા ક્રમે છે. રિપોર્ટમાં કહેવાય છે કે ભારતે ઉત્પાદન પરમિટ, ધિરાણ મેળવવા અને અન્ય ધારાધોરણમાં કોઇ સુધારા કર્યા નથી, પરંતુ જીએસટીનો અમલ થતાં બિઝનેસ માહોલ સુધરશે.
- જીએસટી અમલી થયા બાદ જે રાજ્યોમાં ઔદ્યોગિક કામકાજ વધુ હશે તે જ નહીં, પણ એ રાજ્યોમાં ખરીદી વધુ છે, એ રાજ્યોને પણ ફાયદો થશે. એ સંજોગોમાં જીએસટી અમલ થતાં દેશના કોઇ પણ ખૂણામાં નવા ઔદ્યોગિક એકમ બનાવી શકાશે અને તમામ રાજ્યોમાં વ્યાપાર વધારોની સંભાવના વધશે.
- એકીકૃત અને સરળ ટેક્સ વ્યવસ્થાની સાથે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસથી વિદેશી રોકાણ પણ વધવાની સંભાવના છે.