સંસદમાં આજે એક શામ GST કે નામ !


✅✅સંસદના સેન્ટ્રલ હોલમાં અગાઉ ત્રણ વખત વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું .
💠 ૧૯૪૭માં ભારત આઝાદ થયો ત્યારે વિશેષ સત્ર યોજાયું હતું તેમજ ત્યારબાદ 🔘૧૯૭૨માં સિલ્વર જ્યુબિલી અને
💠૧૯૯૭માં ગોલ્ડન જ્યુબિલી સમારોહ વખતે સેન્ટ્રલ હોલમાં વિશેષ સત્ર યોજાયું હતું .

⭕️⭕️જીએસટી એક જુલાઇથી સમગ્ર દેશમાં લાગુ થશે. જીએસટી દેશમાં લાગુ થનાર તમામ અપ્રત્યક્ષ કરોની જગ્યા લેશે ✅એક દેશ એક કર નીતિ હેઠળ લાગુ કરવામાં આવી રહેલ જીએસટીની શરૂઆત તા.૩૦ જુનને શુક્રવારે રાતે સંસદના વિશેષ કાર્યક્રમમાં કરવામાં આવી રહી છે અને રાતે બરોબર ૧ર વાગે તેને લોન્ચ કરવામાં આવશે.✅🙏♻️

✅જીએસટીને કારણે ૨ ટ્રિલિયનના અર્થતંત્રમાં મોટા પાયે પરિવર્તન જોવા  મળશે.

🎯GSTથી કયા પ્રકારના ટેક્સ સમાપ્ત થશે👇👇👇👇👇

જીએસટી લાગુ થયા બાદ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી, એડીશનલ એક્સાઇઝ ડ્યૂટી, સર્વિસ ટેક્સ, એડીશનલ કસ્ટમ ડ્યૂટી (સીવીડી), સ્પેશ્યલ એડીશનલ ડ્યૂટી ઓફ કસ્ટમ (એસએડી), વેટ/સેલ્સ ટેક્સ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, મનોરંજન ટેક્સ, ઓક્ટ્રોય એન્ડ એન્ટ્રી ટેક્સ, પરચેસ ટેક્સ, લક્ઝરી ટેક્સ સમાપ્ત થઇ જશે.

🎯👇GSTથી સરકારને શું ફાયદો થશે?👇👇👇

જીએસટી લાગૂ થયા બાદ દેશનું જીડીપી ગ્રોથમાં આશરે 2 ટકા સુધીનો ઉછાલ આવાનો અનુમાન છે. આવું એટલે થશે કેમ કે ટેક્સની ચોરી રોકાશે કેમ કે હાલ ટેક્સ ઘણા માધ્યમો દ્વારા વસૂલવામાં આવે છે, આનાથી હેરાફેરીની, ગોટાળાની સંભાવના વધુ હોય છે. જીએસટીના લીધે ટેક્સ જમા કરવો જ્યારે સુવિધાપૂર્ણ અને આસાન હશે તો વધુમાં વધું કારોબારી ટેક્સ ભરવા માટે રૂચી દેખાડશે. આનાથી સરકારની આવક વધશે. વેપારીઓને પણ જ્યારે અલગ અલગ ટેક્સોના મગજમારીથી મુક્તિ મળશે તો તેઓ પણ તેમનો વ્યપાર સારી રીતે કરી શકશે. ટેક્સને લઇને વિવાદ પણ ઓછો થશે, અર્થતંત્રને ગતિ મળશે.

🎯🎯કેવી રીતે વસૂલાશે GST?👇👇

જીએસટીની વસૂલી ઓનલાઇન થશે. વસ્તુના મેન્યુફેક્ચરિંગના વખતે જ એને વસૂલવામાં આવશે. કોઇપણ વસ્તુનો ટેક્સ જમાં થતાંજ જીએસટીના તમામ સેન્ટરોમાં આ બાબતે જાણકારી પહોંચાડવામાં આવશે. ત્યાર બાદ તે વસ્તુ પર સપ્લાયર્સ, દુકાનદાર અથવા ગ્રાહકને આગળ કોઇ ટેક્સ નહી આપવો પડે. જો માલ એક રાજ્યથી બીજા રાજ્યમાં જઇ રહ્યો છે, તો પણ તેના પર કોઇ ટેક્સ નહીં લાગે. એટલે કે બોર્ડર પર ટ્રકોની જે લાંબી લાઇન અત્યારે જોવા મળે છે, તે ગાયબ થઇ જશે.

🎯👇👇GSTના દર કોણ નક્કી કરશે?👇👇

જીએસટી સબંધિત નિર્ણય લેવા માટે બંધારણીય સંસ્થા જીએસટી કાઉંસિલની રચના કરવામાં આવશે. જીએસટી કાઉંસિલમાં કેન્દ્ર અને રાજ્ય બન્નેના પ્રતિનિધિ હશે. જેના પ્રમુખ કેન્દ્રીય નાણાપ્રધાન હશે, જ્યારે રાજ્યોના નાણાપ્રધાન સભ્યો હશે. જીએસટી કાઉંસિલ જીએસટીના દર, ટેક્સમાં છૂટ, ટેક્સ વિવાદ, ટેક્સ અવકાશ અને અન્ય વ્યવસ્થા પર ભલામણો કરશે.

👁‍🗨👁‍🗨🙏GSTના ત્રણ પ્રકાર રહેશે💠👁‍🗨👁‍🗨👇👇👇👇


📌🎋📌SGST કે જેમાં વેટ, મનોરંજન કર, લક્ઝરી ટેક્સ, લોટરી, બેટિંગ અને ગેમ્બલિંગ પરનો વેરો, માલ અને સર્વિસ પર રાજ્યોના લાગતા સેસ અને સરચાર્જ તેમજ ઓક્ટ્રોયના વિકલ્પે લાગતા એન્ટ્રી ટેક્સનો સમાવેશ થઈ જશે. આ અંગેનો કાયદો રાજ્યની વિધાનસભા દ્વારા ઘડવામાં આવશે અને આ વેરો રાજ્ય દ્વારા લેવાશે.

📌🎋CGST કે જેમાં એક્સાઈઝ ડયૂટી, વધારાની એક્સાઈઝ ડયૂટી, મેડિસિનલ અને ટોયલેટરીઝ પ્રમોશન એક્ટ હેઠળ લાગતી એક્સાઈઝ ડયૂટી, સર્વિસ ટેક્સ, વધારાની કસ્ટમ ડયૂટી, સ્પેશિયલ એડિશનલ ડયૂટી ઓફ કસ્ટમ્સ, સેસ અને સરચાર્જનો સમાવેશ થશે. આ અંગેનો કાયદો સંસદ દ્વારા ઘડવામાં આવશે અને વેરો કેન્દ્ર દ્વારા લેવાશે.

📌🎋IGST કે જેમાં માલ અને સેવાઓના આંતરરાજ્ય વ્યવહારો પર વેરો લાગશે. આ અંગેનો કાયદો સંસદ દ્વારા ઘડવામાં આવશે અને વેરો કેન્દ્ર દ્વારા લેવાશે.
♦️⭕️GST ફાયદાકારક છે, તો બીલ પાસ થવામાં કેમ વિલંબ થયો👇👇👇👇

જીએસટીને લઇને રાજ્ય સરકાર નુકસાનની ભરપાઇને લઇને મક્કમ હતી અને તમામ પ્રયત્નો બાદ પણ આ અંગે કોઇ સર્વ માન્ય ફોર્મુલા નિકળી શકી ન હતી. હવે કેન્દ્ર સરકારે રાજ્યોને નુકસાન ભરપાઇ કરવાની જે ફોર્મુલી બતાવી છે તેમા રાજ્યો સહમતી દર્શાવી છે. કેન્દ્રમાં મજબૂત સરકાર અને તમામ રાજ્યોમાં બીજેપીની સરકાર આવવાથી પણ સ્થિતિ સરળ થઇ.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨સંસદના સેન્ટ્રલ હોલમાં  યોજાનારા જીએસટી લોન્ચિંગના 80 મિનિટના ઐતિહાસિક સમારોહમાં ઉદ્યોગ અને મનોરંજનજગતના મહારથીઓ પણ હાજર રહેશે.

👁‍🗨સરકારે આ ભવ્ય ઈવેન્ટ માટે ટાટા જૂથના ચેરમેન એમિરેટસ રતન ટાટા, બોલિવૂડ લેજન્ડ અમિતાભ બચ્ચન અને સુરસામ્રાજ્ઞી લતા મંગેશકરને આમંત્રણ આપ્યું છે.

♻️✅કાર્યક્રમમાં કાયદાજગતના માંધાતા હરીશ સાલ્વે, સોલી સોરાબજી અને કે કે વેણુગોપાલ પણ હાજરી આપશે.

♻️👁‍🗨વરિષ્ઠ સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે લોકસભા અને રાજ્યસભાના સભ્યો ઉપરાંત, અન્ય 100 લોકોને જીએસટી

 લોન્ચિંગના સમારોહ માટે આમંત્રણ આપ્યું છે.

♻️♻️ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ઉપરાંત ભૂતપૂર્વ નાણાપ્રધાન યશવંતસિંહા, 💠આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ અને આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર્સ સી રંગરાજન, બિલમ જાલાન, વાય વી રેડ્ડી અને ડી સુબ્બારાવ પણ કાર્યક્રમમાં હાજરી આપે  છે.

🎯🎯 જીએસટી કાઉન્સિલના સભ્યો, ઉદ્યોગ સંગઠની સીઆઈઆઈ, એફઆઈસીસીઆઈ અને એસોચેમના પ્રમુખો, સુપ્રીમ કોર્ટના જજો અને હાઈકોર્ટ્સના ચીફ જસ્ટિસ પણ જીએસટી લોન્ચના સાક્ષી બનશે.
🎯સંસદિય બાબતોના મંત્રી અનંત કુમારે અન્ય કેટલાકને વ્યક્તિગત આમંત્રણ આપ્યું છે.

💠💠જીએસટી લોન્ચિંગનો સમારોહ રાતે 10.45 કલાકે શરૂ થશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના આગમનને પહેલા
મહેમાનોને જીએસટી અંગેની 10 મિનિટની ફિલ્મ બતાવવામાં આવશે.

✅વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મુખરજીના 25-25 મિનિટના ભાષણ પછી નાણાપ્રધાન અરુણ જેટલી નવી સિસ્ટમ અંગે કેટલીક પ્રારંભિક માહિતી આપશે.

👉બે મિનિટમાની ફિલ્મ પછી  મધરાતે જીએસટી લોન્ચ કરવામાં આવશે અને ત્યાર પછી રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં સંસદમાંથી પ્રસ્થાન કરશે.

✅✅ લોન્ચિંગ સમારોહ વખતે મંચ પર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, અધ્યક્ષ સુમિત્રા મહાજન અને ભૂતપૂર્વ વડાપ્રધાનો મનમોહન સિંઘ અને એચડી દેવે ગોવડા હાજર રહેશે. વરિષ્ઠ વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસારા સરકારનો પ્રયાસ જીએસટી લોન્ચિંગના સમારોહમાં વિવિધ ક્ષેત્રના લોકોને આવકારવાનો છે.
♻️કાર્યક્રમમાં પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંઘ બાદલ અને મેટ્રો ટ્રેનના જનક શ્રધરન પણ હાજર

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt