ઈતિહાસમાં ૧ જુલાઈનો દિવસ

🔰ઈતિહાસમાં ૧ જુલાઈનો દિવસ🐾
👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏💐🙏રવિશંકર મહારાજ💐🙏💐

ગુજરાતના પનોતા પુત્ર , નાની ઉંમરે ગાંધીજીના પ્રભાવમાં આવી ઘર છોડી દેનારા આઝાદીના લડવૈયા અને મૂકસેવક રવિશંકર મહારાજે વર્ષ ૧૯૮૪માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા .

🌡💊🔬🔬ડોક્ટર્સ ડે🌡💊🔬💉🕳

પ . બંગાળના બીજા મુખ્યમંત્રી ડો . બિધાનચંદ્ર રોયના જન્મ દિવસને નેશનલ ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે . વર્ષ ૧૮૮૨માં જન્મેલા ડો . રોય ૧૯૬૨માં આજના દિવસે જ નિધન પામ્યા હતા .

💰💰સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા💰💰

૧૯૨૧માં સ્થપાયેલી ઇમ્પિરિયલ બેન્ક ઓફ ઇન્ડિયાનું વર્ષ ૧૯૫૫માં આજના દિવસે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું નામકરણ થયું હતું

📞☎️📞પહેલો ઇન્ટરનેશનલ કોલ☎️📞

વિશ્વનો પહેલો ઇન્ટરનેશનલ કોલ વર્ષ 1881ની પહેલી જુલાઈએ અમેરિકાથી કેનેડા થયો હતો . ગ્રેહામ બેલે  પોતાના આસિસ્ટન્ટ વોટ્સનને 1876ની 10 માર્ચે આ કોલ કર્યો હતો .

✈️વિમાનમાં દુનિયાનું પહેલું ચક્✈️

અમેરિકન પાઇલટ વિલી પોસ્ટે (તસવીરમાં ) 1933 ની પહેલી જુલાઈએ વિમાનમાં દુનિયાનું પહેલું ચક્કર લગાવ્યું હતું . જોકે પહેલું હવાઈ ચક્કર જર્મન હ્યુગો એકનેરે વર્ષ 1929માં પૂરું કર્યું હતું .

🛳⛴SOSને સ્વીકૃતિ મળી🚤⛴🛳

 ડૂબતું જહાજ ખલાસીઓને બચાવવા માટે સેવ અવર સૌલ SOS મેસેજ મોકલે તેવી સ્વીકૃતિ વર્ષ 1908ની પહેલી જુલાઈએ અપાઈ હતી . તેથી આપત્તિમાં મદદના પ્રતીકરૂપે SOS પ્રચલિત થયો છે.

👁‍🗨1821 :- દૈનિક વર્તમાનપત્ર 'મુંબઇ સમાચાર' પ્રકાશિત થયું.

👁‍🗨1862 :- પ. બંગાળ અને આંદામાન-નિકોબાર માટે કલકત્તા હાઇકોર્ટની લટસ્થાપના થઇ અને એક બેન્ચ પોર્ટ બ્લેરમાં રાખવામાં આવી.

👁‍🗨💷💷💷💡💡💡🛢1879 :- પોસ્ટ અને ટેલિગ્રાફ વિભાગે 1 પૈસાનું પોસ્ટ કાર્ડ શરુ કર્યું.

👁‍🗨👁‍🗨1909 :- મદનલાલ ઢીંગરાએ લંડનમાં વિલિયમ વાયલીની હત્યા કરી.

👁‍🗨👁‍🗨1913 :- મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વસંતરાવ નાઇકનો જન્મ થયો.

👁‍🗨👁‍🗨1927 :- ભારતના પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરનો જન્મ થયો.

👁‍🗨👁‍🗨1938 :- પ્રખ્યાત ગીટારવાદક હરિપ્રસાદ ચોરસિયાનો જન્મ થયો.

👁‍🗨👁‍🗨1947 :- બ્રિટનની સંસદે ભારતીય સ્વતંત્રતા એક્ટ નામનું બિલ પાસ કર્યું અને 15 ઓગસ્ટ પેહલા ભારતમાંથી સત્તા છોડવાની  જાહેરાત.

👁‍🗨👁‍🗨1955 :- ઇમ્પેરિયાલ બેંક ઓફ ઇન્ડિયાની નવું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) નામકરણ કરવામાં આવ્યું.

👁‍🗨👁‍🗨1961 :- ભારતીય અવકાશ વૈજ્ઞાનિક કલ્પના ચાવડાનો જન્મ થયો.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨૧૮૫૮ – 'લિનન સોસાયટી' (Linnean Society) સમક્ષ, ચાર્લસ ડાર્વિન ( Charles Darwin ) અને 'આલ્ફ્રેડ રસલ વોલેસ' (Alfred Russel Wallace)નાં
ઉત્ક્રાંતિ (Evolution ) પરનાં શોધનિબંધોનું,સંયુક્ત વાચન કરાયું.

👁‍🗨૧૯૦૮ – એસ.ઓ.એસ. ( SOS ) ને આંતરરાષ્ટ્રીય
ભય સંકેત (Distress signal ) તરીકે સ્વીકારાયો.

👁‍🗨૧૯૨૧ – 'ચાઇનિઝ કમ્યુનિસ્ટ પક્ષ'ની રચના કરાઇ.

👁‍🗨૧૯૪૮ – મહમદ અલી ઝીણાએ પાકિસ્તાનની કેન્દ્રીય બેન્ક, 'સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન'નું ઉદ્ઘાટન કર્યું.

👁‍🗨૧૯૪૯ – ભારતનાં બે રજવાડા, કોચિન અને
ત્રાવણકોર ,નું ભારતસંઘમાં જોડાણ કરાયું અને 'થિરૂ-કોચિ' નામક રાજ્ય બનાવાયું.(જે પછીથી
કેરળ તરીકે પુનઃસંગઠીત કરાયું).

👁‍🗨૧૯૫૭ – આંતરરાષ્ટ્રીય ભૂભૌતિક વર્ષની શરૂઆત કરાઇ. ( International Geophysical Year ).

👁‍🗨૧૯૬૩ – યુ.એસ. ટપાલ વિભાગ માટે ઝિપ કોડ (ZIP Code ) અમલમાં આવ્યો.
〰〰〰〰〰〰〰〰〰〰〰
🇮🇳🎍🇮🇳કલ્પના ચાવલા 🎍🇮🇳🎍
🇮🇳🎍🇮🇳🎍🇮🇳🎍🇮🇳🎍🇮🇳🎍🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

(૧ જુલાઇ, ૧૯૬૧ - ૧ ફેબ્રુઆરી , ૨૦૦૩) એક ભારતીય-અમેરિકન અવકાશયાત્રી હતા.
🎍તેમણે પ્રથમ ૧૯૯૭ માં કોલમ્બિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઊડાન ભરી. કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયેલા સાત સભ્યોમાંથી એક હતા.

🔰કલ્પના ચાવલા એ માધ્યમિક શિક્ષણ ટાગોર પબ્લિક સ્કૂલ, કર્નાલ શાળામાં અને ૧૯૮૨માં ચંડીગઢ પંજાબ ઇજનેરી કોલેજ ખાતે એરોનોટિકલ એન્જીનિયરિંગ બેચલર ડિગ્રી પૂર્ણ કરી હતી. તેઓ ૧૯૮૨માં યુનાઇટેડ સ્ટેટ્સ ગયા અને ૧૯૮૪ માં એર્લિંગ્ટન ખાતે આવેલી ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરીંગ માં M.S. ની ડિગ્રી મેળવી. કલ્પના ચાવલા એ બીજી M.S. ડિગ્રી૧૯૮૬માં અને Ph.D.૧૯૮૮માં બાઉલ્ડર ખાતે યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ પૂર્ણ કરી હતી.

🎍🔰બાદમાં તેમણે નાસા એમ્સ સંશોધન કેન્દ્ર પર કામ કરવાનું શરૂ કર્યું. જ્યાં તેણીએ વર્ટિકલ લઘુ ટેકઓફ અને લેન્ડિંગ ખ્યાલો પર CFD સંશોધન કર્યું. ૧૯૯૪માં નાસાએ કલ્પનાની અંતરીક્ષયાત્રી તરીકે પસંદગી કરી ત્યારબાદ કલ્પના ચાવલા માર્ચ ૧૯૯૫માં નાસાના અવકાશયાત્રી કોર્પ્સ જોડાયા હતા અને તે ૧૯૯૬માં પ્રથમ ઉડાન માટે પસંદ થયા. તેમનું પ્રથમ અવકાશી મિશન ૧૯ નવે

મ્બરથી ૫ સપ્ટેમ્બર ૧૯૯૭ સુધી એસટીએસ ૮૭ ઉપર પ્રાઇમ રોબોટીક આર્મ આપરેટર તરીકે ફરજ બજાવી. છ અવકાશયાત્રી સાથે સ્પેસ શટલ કોલંબીયા એસટીએસ-૮૭માં ફ્લાઇટ ઉડાન ભરી. કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા અને બીજી ભારતીય અંતરિક્ષયાત્રી વ્યક્તિ હતી. તેના પ્રથમ અવકાશ મિશનમાં ચાવલાએ પૃથ્વીની ૨૫૨ ભ્રમણકક્ષામાં ૧૦.૪ કરોડ માઇલની મુસાફરી કરી અને ૩૭૨ કલાક કરતાં વધુ અવકાશમાં રહ્યા હતા. એસટીએસ-૮૭ પોસ્ટ ફ્લાઇટ પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી, ચાવલાને અવકાશયાત્રી કચેરીમાં સ્પેસ સ્ટેશન પર તકનિકી કામગીરી સોંપવામાં આવી હતી. ૨૦૦૦માં તેણીએ એસટીએસ-૧૦૭ની ટુકડીના ભાગરૂપે બીજા ઉડ્ડયન માટે પસંદ કરવામાં આવી હતી.

🙏♻️૧લી ફેબ્રુઆરી, ૨૦૦૩ના રોજ ધરતીથી ૬૩ કિલોમીટર દુર પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ દરમ્યાન સ્પેસ શટલ કોલમ્બીયા તુટી પડતા કલ્પના ચાવલા અને બધા સાત યાન સભ્યોનું
ટેક્સાસ માં મૃત્યુ નીપજ્યું હતું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt