🎯🔰🎯🔰🎯🔰🔘🔰🔘🔰🔘🔰
ઈતિહાસમાં ૩૦મી જૂનના દિવસ
🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎤🎬🎻🎤કલ્યાણજી: 🎤🎤🎤🎬
સંગીતકાર બેલડી કલ્યાણજી -આણંદજીના કલ્યાણજી વીરજી શાહનો જન્મ ૧૯૨૮માં આજના દિવસે થયો હતો . ૧૯૫૪માં ' નાગીન' માં બીનની ધૂનથી મૂળ કચ્છના કલ્યાણજીનો બોલીવુડમાં ઉદય થયો હતો .
👩🏻👩🏻👩🏻અવિકા ગોર:👸👸👸
ગુજરાતી મૂળની આ ટેલીવુડ બ્યૂટીનો જન્મ વર્ષ ૧૯૯૭માં આજના દિવસે મુંબઈમાં થયો હતો . જુલાઈ ૨૦૦૮માં બાળ કલાકાર તરીકે પોપ્યૂલર ડેઇલ સોપ ' બાલીકા વધુ ' થી કરિયર શરૂ કરી હતી .
☎️📞પહેલો ઇમરજન્સી નંબર📞☎️📞
બ્રિટનમાં વિશ્વનો પહેલો ઇમરજન્સી નંબર 999 વર્ષ ૧૯૩૭માં આજના દિવસે શરૂ થયો હતો . એક ઇમારતમાં આગ લાગતાં ફાયર બ્રિગેડનો ફોન લાગ્યો નહોતો. ત્યારબાદ ઇમરજન્સી નંબરની સિસ્ટમ શરૂ થઈ હતી .
♦️1937ની 30 જૂને બ્રિટનમાં વિશ્વનો પહેલો ઇમરજન્સી નંબર 999 લોન્ચ થયો હતો . આગ લાગવાની એક ઘટનામાં પાંચ મહિલાઓના મોત થયા બાદ બ્રિટને આ સેવાની શરૂઆત કરી હતી .
♻️♻️લીપ સેકન્ડમાં પહેલો ઉમેરો👁🗨👁🗨
પૃથ્વીની તેની ધરી પર ફરવાની ગતિમાં થતા ફેરફારને લઈને જરૂર પડે ત્યારે દિવસના 24 કલાકમાં એકાદ સેકન્ડનો ઉમેરો વર્ષ પહેલીવાર 1972 ની 30 જૂને કરાયો હતો .
👁🗨૧૯૦૫ – આલ્બર્ટ આઇન્સ્ટાઇને 'ઓન ધ ઇલેક્ટ્રોડયનેમિક્સ ઓફ મુવિંગ બોડીઝ' નામક લેખ પ્રકાશીત કર્યો, જેમાં તેમણે 'ખાસ સાપેક્ષતા' (Special relativity )ની રજુઆત કરી.
👁🗨૧૯૭૭ – એમ.જી.રામચંદ્રન ,પ્રથમ એવા અભિનેતા હતા જે ભારતનાં તમિલ નાડુ રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા.
👁🗨જન્મ
💠૧૮૨૩ – દિનશા માણેકજી પેટિટ (Dinshaw Maneckji Petit ), ભારતીય ઉદ્યોગપતિ (અ. ૧૯૦૧).
💠૧૯૬૯ – સનથ જયસૂર્યા (Sanath Jayasuriya ),
શ્રીલંકન ક્રિકેટર.
🔰અવસાન
૨૦૦૭ – સાહેબસિંહ વર્મા (Sahib Singh Verma), ભારતીય રાજકારણી અને દિલ્હીનાં ભુતપૂર્વ મુખ્યમંત્રી (જ. ૧૯૪૩).
👁🗨1917 :- ઉદ્યોગપતિ દાદાભાઈ નાવરોજીનું અવસાન થયું.
⏱⏲⏰🕰⏱⏲⏰🕰⏱⏲
⏰🕰⏲આજે એક 'લીપ' સેકન્ડ ઉમેરાતાં દિવસ એક સેકન્ડ લાંબો થશે⏱⏲⏰🕰
⏲આજે એક 'લીપ' સેકન્ડ ઉમેરાતાં દિવસ એક સેકન્ડ લાંબો થશે
૧૯૭૨માં શરૃ થયેલી પરંપરા
સમયનો તાલ મેળવવા 'લીપ' સેકન્ડ ઉમેરાય છે
⏱પૃથ્વીનું ધરિભ્રમણ ક્રમશઃ ધીમું પડી રહ્યું છે તેની સાથે સમયનો તાલ મેળવવા 'લીપ' સેકન્ડ ઉમેરાય છે
⏲પૃથ્વીના ધરિભ્રમણની ગતિ ક્રમશઃ મંદ પડતી હોવાથી સમયનો તાલ મેળવવા ૩૦મી જૂને દિવસમાં એક સેકંડનો ઉમેરો કરવામાં આવે છે. આજે આ 'લીપ' સેકન્ડ ઉમેરાતાં આજનો દિવસ એક સેકન્ડ લાંબો થશે. સામાન્ય રીતે દિવસ ૮૬૪૦૦ સેકન્ડનો હોય છે. 'લીપ' સેકન્ડની ગણતરી એટમિક ટાઇમના આધારે થાય છે. એટમિક ટાઇમ સેસિયમના અણુમાંથતાં ઈલેક્ટ્રોમેગ્નેટીક તરંગોના આધારે ગણાય છે.
⏱સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણના ટકરાવને કારણે પૃથ્વીનું ધરિભ્રમણ ધીમું પડી રહ્યું છે. વિજ્ઞાાનીઓના અંદાજ મુજબ ૧૮૨૦ પછીના વર્ષો ૮૬૪૦૦ સેકન્ડના રહ્યા નથી. બે મિલિસેકન્ડ કે આંખના પલકારા જેટલો સમય કોઇના ધ્યાનમાં આવે નહીં પરંતુ લાંબા ગાળે એક સેકન્ડ જેટલો ફેર પડે. પૃથ્વીના ધરિભ્રમણની ઝડપ ઘટી રહી છે. તેના સમયનો અંદાજ મુશ્કેલ છે. દિવસની લંબાઇ ઉપર પણ પરિબળો અસર કરતાં હોય છે. એટલે લીપ સેકંડ ઉમેરાય છે.
⏲સામાન્ય રીતે જૂનની ૩૦ કે ડિસેમ્બરની ૩૧ તારીખે લીપ સેકન્ડ ઉમેરાય છે. સામાન્ય રીતે ઘડિયાળમાં ૨૩ઃ૫૯ઃ૫૯ પછી ૦૦ઃ૦૦ઃ૦૦ આવે છે અને નવો દિવસ શરૃ થાય છે. આજે તેમાં એક સેકન્ડ ઉમેરાયા પછી જુલાઇની ૧લી તારીખ થશે. અગાઉ લીપ સેકન્ડની ગણતરી કરવી પડકારજનક કાર્ય હતું.
⏰૧૯૭૨માં લીપ સેકન્ડ ઉમેરવાની પ્રથા શરૃ થયેલી. ૧૯૯૯ સુધી દર વર્ષે એક એક લીપ સેકન્ડ ઉમેરાઇ હતી. ત્યાર બાદ તે નિયમિત ઉમેરાતી નહોતી. ૨૦૦૦ના વર્ષ પછી આજે માત્ર ચોથી વાર 'લીપ' સેકન્ડ ઉમેરાઇ છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰〰
કલ્યાણજી આનંદજી
📽🎥📽🎥📽🎥📽🎥📽🎥📽
કલ્યાણજી આનંદજી જે ભારતીય સંગીતકાર હિન્દી ફિલ્મ ની જાણીતી જોડી છે, ખાસ કરીને ૧૯૭૦ ના દશક માં ગુજરાતી ભાઈઓ ની રચના, કલ્યાણજી વિરજી શાહ અને આનંદજી વિરજી શાહ નુ નામ પ્રથમ નામ આવે છે.
📽 તેમના સૌથી જાણીતા કાર્યો ફિલ્મ ડોન, સરસ્વતીચંદ્ર, કૂરબાની અને સફર છે. 🏆તેઓએ ૧૯૭૫ મા ફિલ્મ કોરા કાગઝ માટે શ્રેષ્ઠ સંગીત નો નિયામક ફિલ્મફેર પુરસ્કાર જીત્યો હતો.
🕴કલ્યાણજી અને આનંદજી જે એક વેપારી કચ્છ થી
મુંબઇ સ્થળાંતર કરી અનાજ કરિયાણાની દુકાન ચલાવતા હતા તેમના બાળકો હતા. બન્ને ભાઈઓ એ સંગીત શિક્ષક પાસેથી સંગીત શિખ્યુ, કે જે તેમને તેમના પિતા નુ બીલ ભરવા ને બદલે સંગીત શીખવતા હતા. તેમના-મહાન દાદા દાદી કેટલાક કીર્તિ લોક સંગીતકાર હતા.
🕴સંગીતકાર કલ્યાણજી એ નવા ઇલેક્ટ્રોનિક કલેવાયોલીન clavioline સાધન સાથે તેમની કારકિર્દી શરૂ કરી. જે વિખ્યાત ફિલ્મ નાગીન મા વપરાયુ હતુ, નાગીન (૧૯૫૪) જે ફિલ્મ મા હેમંત કુમારે સંગીત આપ્યુ હતુ. ત્યારબાદ કલ્યાણજી એ પછી તેમના ભાઈ આનંદજી સાથે, એક
સમૂહગાન કલ્યાણજી વિરજી અને પાર્ટી કે જે જૂથે મુંબઇ અને બહાર મ્યુઝિકલ શો નુ આયોજન શરૂ કર્યું. આ પ્રથમ ભારત જીવંત સંગીતમય શો હોલ્ડિંગ માટે બનાવેલ પ્રયાસ હતો.
🏆સીને સંગીત નિર્દેશક પુરસ્કાર - ૧૯૬૫ - હિમાલય કી ગોદ મૈં
🏆પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર - ૧૯૬૮ - સરસ્વતીચંદ્ર
🏆ફિલ્મફેર પુરસ્કાર - ૧૯૭૪ - કોરા કાગઝ
🏆પ્રથમ પ્લેટિનમ ડિસ્ક દ્વારા HMV - મુકદ્દર કા સિકંદર (૧૯૭૮)
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏