દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સાંજે 5:30 કલાકે અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે ખેલ મહાકુંભ 2017નો પ્રારંભ


⚽️🏀🏈⚾️🎾🏐🏉🎱🏓🏸🏒🏑
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા  સાંજે 5:30 કલાકે અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે ખેલ મહાકુંભ 2017નો પ્રારંભ
🏏🏑🏒🏸🎿⛸⛳️🏹⛷⛷🏋‍♀🏋
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉આ પ્રસંગે PM મોદીના હસ્તે PPP મોડલ હેઠળ રૂ.500 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડિયમનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું..(કાંકરિયામાં સ્ટેડિયા ખાતે )

👉રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી ♦️રાજેન્દ્ર ત્રિવેદી

👁‍🗨ખેલમહાકુંભના પ્રારંભ પ્રસંગે વિવિધ રમતોના 9 જેટલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ઓલિમ્પિકસ મેડલ વિજેતા ખેલાડીઓ પણ હાજર રહીને કાર્યક્રમમાં સહભાગી

👁‍🗨✅વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં રમત-ગમતની સંસ્કૃતિના નિર્માણ, આરોગ્ય અને ફિટનેસની જાળવણી તેમજ પાયાગત અભ્યાસની સાથે-સાથે ખેલ પ્રતિભાની આગવી ઓળખ સમા પ્લેટફોર્મ સર્જનના ઉદ્દેશથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો.
👉✅આ મેગા કોમ્પીટીશનમાં 9 વર્ષથી નાના બાળકોથી લઇને 60 વર્ષથી મોટી ઉંમરના વડીલોને સાંકળી લેવામાં આવ્યા હતા.
 👉રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી વિપરીત એવું ખેલ મહાકુંભ અનોખો રમતોત્સવ છે. કારણ કે, તેમાં સામાન્ય જન માટે પણ પ્રવેશનો અવકાશ છે.
👉દર વર્ષે ખેલ મહાકુંભમાં અંદાજિત 30 લાખ ઉપરાંત લોકો સહભાગી બનતા હોવાનું ગુજરાત સાક્ષી બન્યું છે. જેમાં ગામડા અને શાળાઓમાંથી સાત ઉંમર જૂથના લોકોને આમંત્રિત કરીને 40થી વધુ દિવસો સુધી ચાલનારી આ રાજ્ય સ્તરીય સ્પર્ધામાં પ્રગતિ સાધવાની તક પુરી પાડવામાં આવે છે.

✅🏑🏑🎿🏂અત્યાર સુધીમાં સ્પર્ધામાં હિસ્સો લેવો તે મુખ્ય ઉદ્દેશ હોઇ તેમાં પરંપરાગત રમતો જેવી કે ખોખો, રસ્સી ખેંચ, કબડ્ડી અને હવે ગીલ્લી-દંડાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
🏒⚾️🏀⚽️જેની સિદ્ધિના ભાગરૂપે પાટણ જિલ્લાના સાંપ્રા ગામની મહિલા ફૂટબોલ ટીમ, ગીર સોમનાથ જિલ્લાના નાનકડા સરાખડી ગામના વોલીબોલ ખેલાડીઓ (આ ગામે રાષ્ટ્રને 48 રાષ્ટ્રીય મેડલીસ્ટ આપ્યા છે) જેવી સિદ્ધિગાથાઓ ઉડીને આંખે વળગે છે.

♦️⭕️♦️
પાંચ ગુજરાતી ખેલાડીઓને ✅‘શક્તિદૂત’ઊથી સન્માનિત કરાશે👏👏
આ પ્રસંગે ગુજરાતના પાંચ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ખેલાડી હરમીત દેસાઇ, સુરત ટેબલ ટેનિસ, મુરલી ગાવિત ઍથ્લેટિક્સ, રૂપેશ શાહ બિલીયર્ડસ, વજાલી ઠાકોર (દિવ્યાંગ ખેલાડી) ફ્લોર હોકી અને ચેતના વાળા-વોલીબોલનું ‘શક્તિદૂત’ યોજના અંતર્ગત સન્માન કરવા આવશે. આ કાર્યક્રમ દરમિયાન દરેક શક્તિદૂત ખેલાડીઓને ચેકનું વિતરણ ઉપરાંત સ્કૂલ લીગા અને કોલેજ લીગના વિજેતાઓને પણ રોકડ પુરસ્કારથી નવાજવામાં આવશે.♦️⭕️♦️

⛳️⛳️ખેલમહાકુંભ-2017ના મુખ્ય આકર્ષણો💥💥💥

🎯500 ઉપરાંત કાર્યક્રમો સાથે સંકળાયેલી 30 રમતો
🎯રાજ્ય સ્તરે ભાગ લેતા 30000 ઉપરાંત ખેલાડીઓ
🎯160000 સંભવનીય ખેલાડીઓ માટે કુલ રૂ. 40 કરોડના રોકડ પુરસ્કાર
🎯દિવ્યાંગ ખેલાડીઓ માટે વિશેષ ખેલ મહાકુંભ જેમાં 25000 ઉપરાંત 🔘ખેલાડીઓ : વિજેતા દિવ્યાંગ ખેલાડીઓને રૂ.5 કરોડ ઉપરાંતના રોકડ પુરસ્કારો

🎯75000 ઉપરાંત રેફરી અને સ્વયંસેવકોની હિસ્સેદાર

🎯🎯જિલ્લાની સર્વશ્રેષ્ઠ શાળાઓમાં પ્રથમ સ્થાન માટે રૂ.1.5 લાખ, દ્વિતીય સ્થાન માટે રૂ.1 લાખ અને તૃતિય સ્થાન માટે રૂ.75000 અને રાજ્ય સ્તરની સર્વશ્રેષ્ઠ શાળાઓ માટે અનુક્રમે રૂ.5 લાખ, રૂ.3 લાખ અને રૂ.2   લાખના રોકડ પુરસ્કાર

🎯🎯વર્ષ 2017થી દરેક બ્લોકની શ્રેષ્ઠ શાળાઓને પણ રોકડ પુરસ્કારથી નવાજવામાં આવશે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💠💠💠💠
ખેલ મહાકુંભની સાથે સાથે
✅✅✅✅
(૧) ૧૪૦૦ ખેલાડીઓને દર વર્ષે રૂ.૬૫ હજારની આર્થિક સહાય
(૨) ૭૫૦ ખેલાડીઓ માટે નિવાસી સંકુલોની સ્થાપના
(૩) ઇન સંકુલ સ્પોર્ટસ ટ્રેનીંગ અંતર્ગત એકલાખથી વધુ ખેલાડીઓને ટ્રેનીંગ
(૪) શકિતદૂત યોજના હેઠળ વિદેશમાં તાલીમ-સાધન,સામગ્રી માટે શ્રેષ્ઠ એથ્લીટને પ્રતિ ખેલાડી દર વર્ષે રૂ.૨૫ લાખની સહાય, જુનીયર અને સીનીયર રાષ્ટ્રીય ચેમ્પિયનને રૂ.ત્રણ લાખનો રોકડ પુરસ્કાર
(૫) ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતાને રૂ.પાંચ કરોડનો પુરસ્કાર
(૬) રમતગમતની પ્રવૃત્તિઓ માટે વર્ષ૨૦૧૭-૧૮ના બજેટમાં રૂ.૫૦૦ કરોડનો જંગી વધારો, જે ૨૦૦૯-૧૦માં માત્ર રૂ.૨૦ કરોડ જ હતુ.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt