ઈતિહાસમાં ૨૭ જૂનનો દિવસ


📚📚હેલન કેલર📚📚
પોણા બે વર્ષની ઉંમરે સાંભળવાની અને જોવાની શક્તિ ગુમાવ્યા છતાં દુનિયાને જીવવાની એક નવી જ દિશા આપનારા અમેરિકન લેખિકા હેલન કેલરનો જન્મ વર્ષ ૧૮૮૦માં આજના દિવસે થયો હતો .
🎤🎧🎬આર . ડી . બર્મન🎬🎻🎤🎧


બોલિવૂડના મેલોડી કિંગ રાહુલ દેવ બર્મનનો જન્મ વર્ષ ૧૯૩૯માં આજના દિવસે થયો હતો . ૩૩૧ ફિલ્મોમાં સંગીત આપનારા પંચમદાના ફેવરિટ સિંગર્સ આશા ભોંસલે અને કિશોર કુમાર હતા .

🏃🏃🏃પી. ટી . ઉષા🏃🏃🏃
ભારતના ટ્રેક એન્ડ ફિલ્ડની એક સમયની ક્વીન પી. ટી . ઉષાનો જન્મ વર્ષ ૧૯૬૪માં આજના દિવસે કેરળમાં થયો હતો . ઉષા ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પહેલી ભારતીય મહિલા હતી .

🌊એકલા હાથે દુનિયાનું ચક્કર🌊
અમેરિકન સેઇલર જોશુઆ શ્લોકમે વર્ષ 1898 ની 27 જૂને એકલા હાથે સમગ્ર વિશ્વનું દરિયાઈ માર્ગે પરિભ્રમણ કર્યું હતું . 74000 કિલોમીટરનું અંતર 3 વર્ષથી વધુ સમયમાં પાર કરી તે પરત ફર્યા હતા .
🎾સૌથી વધુ વ્યક્તિગત રનનો રેકોર્ડ🎾
ક્રિકેટની તમામ પ્રકારની ગેમમાં સૌથી વધુ 628 રનનો રેકોર્ડ ઇંગ્લેન્ડના આર્થર કોલિન્સે 1899 ની 27 જૂને બનાવ્યો હતો . 2015 માં મુંબઈના પ્રણવ ધનવડેએ 1009 રન બનાવી આ રેકોર્ડ તોડ્યો હતો .
મહત્વની ઘટનાઓ
‼️💢૧૯૫૪ – મોસ્કો ( Moscow ) નજીક, 'ઓબનિન્સ્ક'(Obninsk)માં, વિશ્વનું પ્રથમ પરમાણુ ઉર્જા મથક ( Nuclear power station ) ખુલ્લું મુકાયું.
‼️🔻૧૯૬૭ – 'એનફિલ્ડ' લંડનમાં , વિશ્વનું પ્રથમ
એટીએમ ( ATM ) શરૂ કરાયું.
🔻જન્મ
૮૬૨ - તમિલ હિંદુ સંત "માણિક્કવાચકર" )( Manikkavacakar )
૧૯૩૯ – રાહુલદેવ બર્મન ( Rahul Dev Burman ), ભારતીય સંગીતકાર અને અભિનેતા (અ. ૧૯૯૪)
🔻અવસાન
૨૦૦૮ – સામ માણેકશા ( Sam Manekshaw ), ભારતીય ફિલ્ડમાર્શલ (જ. ૧૯૧૪)
✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt