🔵ઈતિહાસમાં ૨૬ જૂનનો દિવસ🔵
🔷🔶ભારતે કેમિકલ શસ્ત્રો જાહેર કર્યા

વર્ષ 1997ની 26 જૂનના રોજ ભારતે તેના કેમિકલ શસ્ત્રોનો ભંડાર જાહેર કર્યો હતો . તે સમયે ભારત પાસે 1044 ટન સલ્ફર મસ્ટાર્ડ નામના ઝેરી કેમિકલનો જથ્થો હતો .
દુનિયાનું સૌથી પહેલું પ્રેક્ટિકલ હેલિકોપ્ટર Focke - Wulf Fw 61 વર્ષ 1936ની 26 જૂને ઉડ્યું હતું . જર્મનીના એન્જિનિયરોએ આ હેલિકોપ્ટર બનાવ્યું હતું .
ઉત્પાદનોને તેના મૂળ દેશ, ઉત્પાદન સમય અને તેની વિતરણ પ્રણાલિની ઓળખ માટે અપાતા યુનિવર્સિલ પ્રોડક્ટ કોડની શરૂઆત વર્ષ 1974ની 26 જૂને અમેરિકાથી થઈ હતી .
ભીખાલાલ( બાલાભાઈ) વીરચંદ દેસાઈ, (જયભિખ્ખુ ), ગુજરાતી સાહિત્યકાર,જીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, ધાર્મિક લેખક, નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર, પાઠ્યપુસ્તકો, બાળસાહિત્ય, વાર્તાલેખક, વિજ્ઞાનલેખક તરીકે પ્રખ્યાત છે. તેઓએ જૈન કથાવસ્તુમાંથી સામ્પ્રદાયિક તત્વ કાઢી તેને માનવતાની સર્વમાન્ય ભૂમિકા પર મૂકી આપ્યું અને અલગ અલગ રચનાઓમાં અલગ અલગ ધર્મોના સારા તત્વોને પ્રકાશમાં આણ્યા. તદઉપરાંત ઉગતી પેઢીના ઘડતરને લક્ષ્યમાં રાખીને લખાયેલું કિશોર અને પ્રૌઢ સાહિત્ય તેમની મૂલ્યવાન સમાજસેવા છે. તેમની કથનશૈલી સચોટ અને રસપ્રદ રહેલ.
૧૮૩૮ – બંકિમચંદ્ર ચેટરજી ( Bankim Chandra Chatterjee ), બંગાળી નવલકથાકાર (અ. ૧૮૯૪)
૧૯૨૮ - રવિ ઉપાધ્યાય , ગુજરાતી કવિ (અ.૨૦૦૨)
રવિ ઉપાધ્યાય નો જન્મ ૨૬ જૂન ૧૯૨૮ નાં
કડોલી , સાબરકાંઠા જિલ્લો ,માં થયેલ. અવસાન
૮ ફેબ્રુઆરી ૨૦૦૨, મુંબઇમાં થયેલ.
તેઓએ ગુજરાતી સાહિત્યમાં ગીત , કવિતા,
ગરબા - ગરબી , નવલિકા - નવલકથા, નાટક -
નૃત્યનાટિકા વગેરેનું પ્રદાન કરેલ છે. થોડા પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી ઘણું વેધક અને અર્થસભર સાહિત્યનું સર્જન એ એમની આગવી વિશિષ્ટતા હતી. તે ઉપરાંત તેઓ સંગીતનાં જાણકાર અને સારા ગાયક પણ હતા. તેઓ 'ઓલ ઇન્ડીયા રેડીયો'ના માન્યતા પ્રાપ્ત અને અધિકૃત કવિ હતા, મુંબઇના સાંસ્કૃતિક જગતમાં એમનું આદરણીય સ્થાન હતું. એમની કૃતિઓને ગુજરાતના ખ્યાતનામ સંગીતકારોએ સ્વરબધ્ધ કરી છે અને નામી ગાયકોએ ગાઇ, દેશ-વિદેશમાં ગુંજતી કરી છે.