રામનાથ કોવિંદનું જીવન અને દરિયાદિલ સ્વભાવ વિશે જાણશો તો તેમના ફેન થઈ જશો

આજે ગુરુવારે સવારે 11 કલાકે રાષ્ટ્રપતિ ઈલેક્શન બાદ મતોની ગણતરી શરૂ થઈ છે. રાષ્ટ્રપતિ ઈલેક્શન બીજેપીના રામનાથ કોવિંદ અને કોંગ્રેસના મીરા કુમાર વચ્ચે છે. તાજેતરના ગણિત મુજબ, રામનાથ કોવિંગની જીત નક્કી માનવામાં આવી રહી છે. તૃણમૂલ કોંગ્રેસની સુપ્રીમો અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પરિણામ આવતા પહેલા જ પરોક્ષ રૂપથી હાર માનતા કહ્યું કે, ભલે મીરા કુમાર હારી જાય, તેનાથી વિપક્ષે જે રીતે પોતાની એકતા બતાવી છે તે કાબિલેદાદ છે. પરિણામ તો આવવાની વાર છે, પણ એ પહેલા જીતના પ્રબળ દાવેદાર રામનાથ કોવિંદની જીવનશૈલી વિશે જાણી લઈએ.
રામનાથ કોવિંદનો જન્મ એક ઓક્ટોબર, 1945ના રોજ કાનપુરના દેહાતના પારાઉખ ગામમાં થયો હતો. કોવિંદના પિતા મૈકુલાલ કોવિંદ વૈદ્ય હતા, તેમજ તેઓ ગામમાં કરિયાણા અને કપડાની દુકાન ચલાવતા હતા. કોવિંદના પરિવારમાં બાકીના લોકો સામાન્ય જીવન જીવે છે. તેમના ભાઈ પ્યારેલાલે જણાવ્યું કે, અમે એક સામાન્ય મધ્યમવર્ગીય જીવન જીવીએ છીએ. કોઈ સમસ્યા નથી. તમામ પાંચ ભાઈઓ અને બે બહેનોનો શિક્ષા મળી છે. એક ભાઈ મધ્યપ્રદેશમાં એકાઉન્ટ ઓફિસર પદ પરથી રિટાયર્ડ થયા છે. બીજો એક ભાઈ સરકારી સ્કૂલમા ટીચર છે. રામનાથ વકીલ બની ગયા. બાકી પોતાનો બિઝનેસ કરે છે.
બિહારના રાજ્યપાલ રહેલા કોવિંદે સમાજસેવી, વકીલ અને રાજ્યસભા સાંસદ તરીકેની ભૂમિકા નિભાવી છે. કોવિંદ ઉત્તર પ્રદેશના કાનપુર નિવાસી છે. તેમના વિશે કહેવામાં આવે છે કે, તેઓ બહુ જ સાધારણ અને મૃદુભાષી છે. રામનાથ કોવિંદ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પહેલા રાષ્ટ્રપતિ હશે. તેમણે એવો સમય જોયો છે, જ્યારે દેશ અંગ્રેજોનો ગુલામ હતો અને તે સમયે દલિત હોવું કોઈ અભિશાપથી ઓછું ન હતું.
કોવિંદના વિશે કહેવાય છે કે, તેઓ 6 કિલોમીટર પગપાળા ચાલીને સ્કૂલ જતા હતા. રામનાથ કોવિંદ એક નામી વકીલ રહી ચૂક્યા છે. પરંતુ મિલકતની વાત કરીએ તો તેમની પાસે કંઈ પણ નથી. તેમણે પોતાનું ઘર પણ ગામ લોકોને દાન કરી દીધું હતું.
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt