14મા રાષ્ટ્રપતિ પદ માટેનું ઈલેક્શન 17 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યે પૂરુ થઈ ગયું છે. હાલના રાષ્ટ્રપત પ્રણવ મુખરજીના કાર્યકાળ 24 જુલાઈનો રોજ સમાપ્ત થઈ જશે અને 25 જુલાઈના રોજ દેશના નવા રાષ્ટ્રપતિ મળશે. આવામાં તમને સો ટકા જાણવું ગમશે કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયા બાદ ક્યાં રહેશે, તેમને શુ સુવિધા મળશે અને તેમની પેન્શન કેટલી રહેસે. તો ચાલો જાણીએ આ માહિતી વિશે
કાર્યકાળ ખત્મ થવા પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો નવો એડ્રેસ 10 રાજાજી માર્ગ હશે. 10 રાજાજી માર્ગ પર આવેલો સરકારી આવાસ 11,776 સ્કેવર ફીટમાં બનેલો છે. આ પહેલા અહી પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામ રહેતા હતા. આ ઉપરાંત તેમને દર મહિને પગારના રૂપમાં 75 હજાર રૂપિયા મળશે.
તમને જણાવી દઈએ કે, ભારતીય રાષ્ટ્રપતિની માસિક આવક દોઢ લાક રૂપિયા છે. 2008માં 50 હજાર રૂપિયા હતી, પણ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના કાર્યકાળ દરમિયાન તેને વધારીને દોઢ લાખ કરી દેવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ભવમાં કામ કરવા માટે લગભગ 200 લોકોનો સ્ટાફ હાજર હોય છે. ત્યાં પ્રણવ મુખરજીના પૂર્વ રાષ્ટ્રપતિ થવા પર તેમના સ્ટાફમાં કામ કરવા કરવા માટે આટલી મોટી ફોજ ન હતી. પરંતુ તેમના સેક્રેટરી સ્ટાફમાં એક અંગત સચિવ, એક અતિરિક્ત અંગત સચિવ, એક પર્સનલ આસિસ્ટન્ટ અને બે પ્યૂન હશે. તેમજ 60 હજાર રૂપિયા સુધીનું ઓફિસ ખર્ચો આપવામાં આવશે.
10 રાજાજી માર્ગ સ્થિત આ સરકારી આવાસની સાફસફાઈ અને રંગકામ તેજીથી ચાલી રહ્યુ છે. આ ઘરમાં તેમના પુસ્તકોના કલેક્શન માટે ઘરમાં એક ખાસ જગ્યા બનાવવામાં આવી રહી છે.
બે ટેલિફોન મળશે
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી રિટાયર્ડમેન્ટ બાદ પોતાનો વધુ સમય લખવા અને વાંચવામાં જ વિતાવશે. તેમના નવા ઘરમાં તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. પ્રેસિડન્ટ ઈમોલ્યુમેન્ટ્સ એક્ટ 1951 અંતર્ગત પૂર્વ રાષ્ટ્રપતિને સમગ્ર રીતે સુજ્જ ઘર મળે છે, જેનુ ભાડુ પણ તેમને ભરવુ નથી પડતું. તેઓ બે ટેલિફોનના હકદાર છે. જેમાં એક ફોન નંબરનો ઉપયોગ ઈન્ટરનેટ માટે હોય છે. એક મોબાઈલ ફોન પણ મળે છે, જેમાં વગર નેશનલ રોમિંગ હશે.

કારથી લઈને ફ્રી એર ટ્રાવેલ પણ
પૂર્વ રાષ્ટ્રપતિને એક કાર, સેક્રેટોરિયલ સ્ટાફ જેમાં અંગત સચિવ અને અતિરિક્ત સચિવ હશે. આ ઉપરાંત એક પીએ અને બે પ્યૂન પણ મળશે. પૂર્વ રાષ્ટ્રપતિને મેડિકલ અને સમગ્ર દેશમાં મફત મુસાફરીની પણ સુવિધાઓ મળે છે. તેઓ હવાઈ અને રેલ યાત્રા માટે સર્વોચ્ચ શ્રેણીમાં સફરના પણ હકદાર છે. તેમની સાથે સફરમાં એક સહાયક પણ હાજર હોય છે.