જાણો, રાષ્ટ્રપતિ ભવન વિશેની 15 આશ્ચર્યજનક વાતો

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મત ગણતરીના દિવસે રાષ્ટ્ર્પતિના આવાસનો ઉલ્લેખ પણ જરૂરી છે. રાષ્ટ્રપતિ ભવન માત્ર ભારતના રાષ્ટ્રપતિના અધિકારમાં જ આવે છે એવું નથી તેની સાથે સાથે ભારત સહિત વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત સ્મારકોમાંનુ એક છે જેમાં બગીચા, સંગ્રહાલયો, સભાખંડ, મોટું ખુલ્લુ મેદાન, સુરક્ષા કર્મચારીઓ વગેરેના નિવાસો છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ દેશમાં રાષ્ટ્રપ્રમુખનું સૌથી મોટું નિવાસ સ્થાન છે. ખાસ વાત એ છે કે આનો ગુંબજ આની સંરચના પર ઉપરથી રાખવામાં આવ્યો છે.રાષ્ટ્રપતિ ભવન ઈટલીના રોમ સ્થિત 'ક્યુરનલ પેલેસ' પછી દુનિયાનો બીજો સૌથી મોટો આવાસ છે.

-આ સ્મારકને તૈયાર થતાં 17 વર્ષનો સમય લાગ્યો હતો. આનું નિર્માણકાર્ય 1912માં શરૂ થયુ હતુ અને 1929માં બનીને તૈયાર થઈ ગયો હતો. આના નિર્માણ કાર્યમાં 29000 લોકો કાર્યરત હતા.
-રાષ્ટ્રપતિ ભવનની આ H આકારની ઈમારત 330 એકરમાં ફેલાયેલી છે. આ ચાર માળની ઈમારતમાં 340 ઓરડા છે. 2.5 કિલોમીટર કોરિડોર છે. તેમજ ભવનના 190 એકરના હિસ્સામાં માત્ર બગીચા જ છે.
-આનો ખર્ચ કુલ 140 લાખ રૂપિયાનો હતો. 29 હજાર મજૂર, 70 કરોડ ઈંટો, 30 લાખ વર્ગ ફૂટ પત્થર અને સ્ટીલ લગાવવામાં આવ્યા છે.
-આ ભવનમાં રાષ્ટ્રપતિ કાર્યાલય, અતિથિના અને કર્મચારી સહિત 300થી પણ વધારે ઓરડા છે.
-આમાં 750 કર્મચારી કામ કરે છે, જેમાંથી 245 રાષ્ટ્રપતિના સચિવાલયમાં કાર્યરત છે.
-આ રાયસિના ટેકરી ઉપર બનાવવામાં આવ્યુ છે, જેને રાયસિની અને માલ્યા બે ગામોના નામ પરથી નામ આપવામાં આવ્યુ હતુ. મહેલના નિર્માણ માટે આ ગામડાંઓને હટાવી દેવામાં આવ્યા હતા.
-ભગવાન ગૌતમ બુધ્ધની ચોથી, પાંચમી શતાબ્દીની પ્રતિમા ગુપ્ત કાળ દરમિયાન કળા સંસ્કૃતિના સુવર્ણયુગથી સંબંધિત છે. આ પ્રતિમા રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલના પાછળ છે. પ્રતિમા જે સ્થાન પર રાખવામાં આવી છે તેની ઉંચાઈ ઈન્ડિયા ગેટના બરાબર છે.
-રાષ્ટ્રપતિ ભવનના ભેટ સંગ્રહાલયમાં કિંગ જ્યોર્જ પંચમની ચાંદીની 640 કિલોગ્રામની ખુરસી રાખવામાં આવી છે. આ ખુરસી પર દરબારમાં તે ઈ.સ 1911માં બેઠા હતા.
-રાષ્ટ્રપતિ ભવનના માર્બલ હોલમાં વાઈસરોય અને બ્રિટિશ રાજપરિવારના કેટલાક દુર્લભ ચિત્ર અને મૂર્તિઓ રાખવામાં આવી છે.
-અદભુત વાત એ છે કે આમાં આપણા વર્તમાન રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીની સજીવ મીણની પ્રતિમા રાખવામાં આવી છે. આ પ્રતિમાને આસનસોલના કલાકારે બનાવી હતી.
-રાષ્ટ્રપતિ એસ્ટેટમાં એક ડ્રોઈંગ રૂમ, એક જમવા માટેનો ઓરડો, એક બેન્કવેટ હોલ, એક ટેનિસ કોર્ટ, એક પોલો ગ્રાઉન્ડ અને એક ક્રિકેટનું મેદાન અને એક સંગ્રહાલયનો પણ સમાવેશ થાય છે. જે આ સ્થળના અન્ય આકર્ષણોમાંનુ એક છે.
-એક રોચક વાત એ પણ છે કે રાષ્ટ્રપતિ ભવનમાં બાળકો માટે 2 ગેલેરી છે. એક ગેલેરીમાં બાળકોના કાર્યને દેખાડવામાં આવ્યુ છે અને બીજો ઓરડો બાળકોની વસ્તુઓની વિવિધતા પ્રદર્શિત કરવા માટેનો છે.
-રાષ્ટ્રપતિ ભવનની પાછળ મુગલ ગાર્ડન છે જે મુગલ અને બ્રિટીશ શૈલીનુ એક અનોખુ મિશ્રણ છે આ 13 એકર ક્ષેત્રમાં ફેલાયેલુ છે જેમાં ફૂલોના કેટલાક વિદેશી પ્રકાર પણ સામેલ છે. દર વર્ષે લોકો માટે માત્ર ફેબ્રુઆરી-માર્ચના મધ્ય મહિનામાં ખુલે છે.
-ન્યુઝ રિપોર્ટ અનુસાર, ભારત સરકાર દ્વારા 2007માં રાષ્ટ્રપતિ ભવનની જાળવણીમાં 100 કરોડ રૂપિયા ખર્ચ કરાયો હતો.
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt