👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨
નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે અચલ કુમાર જોતી
👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
✅6 જુલાઈએ સંભાળશે પદભાર
✅ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ એ.કે.જોતી
🔷અચલ કુમાર નસીમ જૈદીની જગ્યાએ 6 જુલાઈનાં રોજ પોતાનો કાર્યભાર સંભાળશે.
✅પીએમ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અચલકુમાર મુખ્ય સચિવ પદે પોતાની ફરજ બજાવી ચુક્યાં છે.
✅62 વર્ષ અચલકુમાર એક્ટિવ સર્વિસથી જાન્યુઆરી,2013માં રિટાયર્ડ થઈ ગયા છે.
🎯✅નવા મુખ્ય ચૂંટણી કમિશનરનું ગુજરાત કનેકશન✅✅
🔘-નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે અચલકુમાર જોતીની પસંદગી થઈ છે.
🔘-પીએમ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે અચલકુમાર મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળતા હતા.
🔘-1999માં કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન પણ રહી ચુક્યાં છે.
🔘-2004માં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર તરીકે પણ કાર્યરત હતા
🔘-ચૂંટણી પંચમા તેમનો કાર્યકાળ
તેમના પદગ્રહણ કરતાંની સાથે જ શરૂ થઈ જશે
🎯🎯મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ
💠-23 જાન્યુઆરી,1953નાં રોજ જન્મેલા જોતીનો કાર્યકાળ લગભગ 3 વર્ષનો હશે
💠-3 વર્ષ બાદ તેઓ 65 વર્ષના થઈ જશે.
💠-સામાન્ય રીતે ચૂંટણી પંચમાં કાર્યકાળ છ વર્ષનો કે અધિકારીની આયુ 65 વર્ષ થઈ જાય ત્યાં સુધીનો હોય છે.
💠-વી.એસ.સંપત પછી એચ.એસ.બ્રહ્માને સીઈસી નિયુક્ત કરવામાં આવ્યા હતા,પરંતુ તેમના રાજીનામાથી આ પદ અને અન્ય બે પદ ખાલી હતા.
💠-ત્રણ સભ્યોવાળી આ ટીમમાં અચલકુમાર જોતીની નિમણૂંક પછી સરકારને વધુ બે ઈલેકશન કમિશનર્સ નિયુક્ત કરવા પડશે,જે માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨👁🗨👁🗨આયોગમા હાલ એક મુખ્ય ચૂંટણી આયુક્ત અને બે
ચૂંટણી આયુક્ત હોય છે. ૧૫ ઓક્ટોબર, ૧૯૮૯ સુધી ફક્ત મુખ્ય ચૂંટણી આયુક્ત એવા એક જ સભ્ય હતા. ૧૬ ઓક્ટોબર, ૧૯૮૯ થી ૧ જાન્યુઆરી, ૧૯૯૦ સુધી આ આર. વી. એસ. શાસ્ત્રી (મુ.નિ.આ.) અને ચૂંટણી આયુક્ત એસ.એસ. ધનોવા અને વી.એસ. સહગલ સહિત ત્રણ-સભ્ય રચના બની. ૨ જાન્યુઆરી, ૧૯૯૦ થી ૩૦ સપ્ટેમ્બર, ૧૯૯૩ સુધી આ એક એકકી-સભ્ય રચના બની અને ફરી ૧ ઓક્ટોબર, ૧૯૯૩થી આ ત્રણ-સભ્ય રચના બની.
✅✅મુખ્ય ચૂંટણી આયુક્ત અને અન્ય ચૂંટણી આયુક્તો ની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે. મુખ્ય ચૂંટણી આયુક્તનો સમયગાળો ૬ વર્ષ કે ૬૫ વર્ષની આયુ, જે પહેલા આવે, એ પ્રમાણેનો હોય છે. જ્યારે અન્ય ચૂંટણી આયુક્તોનો સમયગાળો ૬ વર્ષ કે ૬૨ વર્ષની આયુ, જે પહેલા આવે, એ પ્રમાણેનો હોય છે. ચૂંટણી આયુક્તનું સન્માન અને વેતન ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ સમાન હોય છે. મુખ્ય ચૂંટણી આયુક્તને સંસદ દ્વારા ૨/૩ બહુમતીથી મહાભિયોગ પ્રસ્તાવ વડે જ હટાવી શકાય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏