Yuvirajsinh Jadeja:
🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰
👁🗨ઈતિહાસમાં ૨૦ જુલાઈનો દિવસ
🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯👩🏻👱♀👩🏻મીરાબેન👩🏻👱♀👩🏻👱♀
ગાંધીજીના નજીકના અનુયાયીઓમાંના એક મીરાબેને વર્ષ ૧૯૮૨માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . બ્રિટિશ લશ્કરી અધિકારીના દીકરી એવા મીરાબેનનું મૂળ નામ મેડેલિન સ્લેડ હતું .
🌙🐾🌙ચંદ્ર પર પહેલો માનવ🌙🐾🌙
વર્ષ 1969ની 20 જુલાઈએ અમેરિકન એસ્ટ્રોનોટ નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની ધરતી પર પગ મૂકનાર પહેલો માનવ બન્યો હતો . એપોલો - 11 યાનમાં ગયેલા આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રિને સવા બે કલાક ચંદ્ર પર વિતાવ્યા હતા .
👁🗨૧૯૬૯ – એપોલો કાર્યક્રમ: એપોલો ૧૧ સફળતાપૂર્વક ચંદ્રની ધરતી પર ઉતર્યું.
👁🗨એપોલો ૧૧, ( અંગ્રેજી :Apollo 11) ચંદ્ર પર સમાનવ ઉતરાણ કરતું સૌપ્રથમ અભિયાન હતું. તે એપોલો કાર્યક્રમનું પાંચમું સમાનવ અવકાશ ઉડાન હતું, તેમજ ચંદ્ર કે ચંદ્રનાં ભ્રમણપથમાં જનાર ત્રીજું સમાનવ યાન હતું. આ યાનનું પ્રક્ષેપણ સોળમી જુલાઈ, ૧૯૬૯નાં રોજ કરવામાં આવ્યું હતું.
👥🗣👤વિશ્વના પહેલા વડાપ્રધાન👤🗣
સીરીમાવો બંડારનાયકે 1960 ની 20 જુલાઈએ તત્કાલિન સિલોનના વડાંપ્રધાન બનતાં સમગ્ર વિશ્વમાં કોઈ મહિલા દેશના વડાં બન્યા હોય તેવી આ પ્રથમ ઘટના હતી . બંડારનાયકે ત્રણ ટર્મ માટે શ્રીલંકાનું નેતૃત્વ કરી ચૂક્યા છે .
👁🗨૧૯૬૦ – શ્રીલંકામાં , "શિરીમાવો ભંડારનાયકે"(Sirimavo Bandaranaike) ચુંટાઇ આવ્યા. તેઓ વિશ્વનાં પ્રથમ ચુંટાયેલા મહિલા વડાપ્રધાન બન્યા.
👳🕵👳નસીરુદ્દીન શાહ👳👨👳
બોલીવુડના દમદાર અભિનેતાઓ નસીરુદ્દીન શાહનો જન્મ વર્ષ ૧૯૫૦માં આજના દિવસે યુપીના બારાબંકીમાં થયો હતો . તેમણે અઢળક ફિલ્મો ઉપરાંત ગુજરાતી ફિલ્મ ' ભવની ભવાઈ 'માં યાદગાર રોલ કર્યો હતો .
🤘🏽🤘🏽ક્રિકેટરો પર ITની રેડ 🤘🏽🤘🏽
ઇનકમ ટેક્સે 2000ની 20 જુલાઈએ કપિલ દેવ , અઝહરુદ્દીન, અજય જાડેજા અને ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ દાલમિયાના નિવાસસ્થાને રેડ પાડી હતી . મેચ ફિક્સિંગ પ્રકરણના પગલે સમગ્ર દેશમાં ખળભળાટ મચ્યો હતો .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨1296 :- જલ્લાંઉદિન ખીલજીની હત્યા પછી અલ્લાઉદિન ખીલજીએ દિલ્લીનાં સુલતાન તરીકે પોતાની જાહેર કાર્યો.
👁🗨1531 :- સંત તુલસીદાસનો જન્મ થયો.
👁🗨1924 :- ડૉ. બાબાસાહેબ આંબેડકરે બહિષ્કૃત હિતરક્ષક સભાની સ્થાપના કરી.
👁🗨1955 :- સુંએજ નહેરને ગમાલ અબ્દુલ નાસર દ્રારા રાષ્ટ્રીયકૃત કરવામાં આવી.
👁🗨1957 :- ભારતની મોટી શીટ ગ્લાસ ફેક્ટરી હજારીબાગ, બિહારમાં શરુ થઈ.
👁🗨1969 :- એમ. હિદાઇતૂલ્લાં ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યાં.
👁🗨૧૯૦૩ – ફોર્ડ ( Ford) મોટર કંપનીએ તેમની પ્રથમ મોટરકાર બહાર પાડી.
👁🗨👁🗨૧૯૭૩ : બ્રુસ લી (Bruce Lee),(અવસાન) અમેરીકન ચલચિત્ર અભિનેતા જે માર્શલ આર્ટમાં નિપૂણ હતા.
♻️વાઇકિંગ ૧ , નાસાનાં 'વાઇકિંગ કાર્યક્રમ હેઠળ,
મંગળ પર મોકલાયેલા બે અવકાશ યાનોમાંનું પ્રથમ હતું. [૧] જે મંગળની સપાટી પર સૌથી લાંબો સમય, ૬ વર્ષ અને ૧૧૬ દિવસ (પ્રક્ષેપણથી લઇ અને અભિયાન સમાપ્ત કરાયું ત્યાં સુધી), નાં અભિયાનનો વિશ્વરેકોર્ડ ધરાવે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙
હિંન્દુ શાસ્ત્રો મુજબ ચંદ્રની સોળ કળા જોવા મળે છે 👇👇👇👇👇
આથી ચંદ્રને ‘કલાધર’ પણ કહે છે. ૧. અમૃતા ૨. મનાદા ૩. પૂષા ૪. પુષ્ટિ ૫. તુષ્ટિ ૬. રતિ ૭. ધૃતિ ૮. રાશિની ૯. ચંદ્રિકા ૧૦. કાન્તિ ૧૧. જયોત્સ્ના ૧૨. શ્રી ૧૩. પ્રીતિ ૧૪. અંગદા ૧૫. પૂર્ણા ૧૬. પૂણાર્મૃતા
🌙ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે.જ્યારે સુર્યમડળ બનતો હતો ત્યારે આપણી પૃથવી જોડે કંઇક અથડાયું હતુ ત્યારે પૃથવી નો થોડો ભાગ હવા ઉડી તે બધો ભાગ ભેગો મળી ચંદ્ર બન્યો છે. ચંદ્ર પૃથ્વીથી ૩,૮૪,૪૦૧ કિમીના (૨,૩૮,૮૫૭ માઇલ) અંતરે આવેલો છે. ચંદ્રનો વ્યાસ ૩,૪૭૬ કીલોમીટર (૨,૧૬૦ માઇલ) છે. સુર્યના પ્રકાશને ચંદ્રની સપાટી પરથી પરાવર્તીત થઇને પૃથ્વી સુધી પહોંચતા ૧.૩ સેકન્ડ લાગે છે. વ્યાસ અને કદના માપમાં આપણો ચંદ્ર સૌરમંડળના અન્ય ઉપગ્રહોમાં પાંચમાં સ્થાને આવે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતા લગભગ છઠ્ઠા ભાગનું છે. ચંદ્રને પૃથ્વીની ફરતે એક પરિક્રમા કરતા ૨૭.૩ દિવસો લાગે છે. ચંદ્રના ગુરુત્વાકર્ષણ અને તેના પૃથ્વી ફરતેના પરિક્રમણ દ્વારા ઉત્પન્ન થયેલ કેન્દ્રગામી બળને લીધે સમુદ્રોમાં ભરતી અને ઓટ આવે છે. આ ભરતી-ઓટ ના લીધે ચંદ્ર અને પૃથ્વીની ધરીની સ્થિતિશક્તિમાં ઘટાડો થાય છે અને બન્ને વચ્ચેનું અંતર દર વર્ષે ૩.૮ સે.મી. જેટલું વધે છે.
ચંદ્ર એવો એક જ અવકાશી પદાર્થ છે જ્યાં સુધી મનુષ્યોએ પ્રવાસ કર્યો છે અને જ્યાં મનુષ્યોએ ઉતરાણ કર્યું છે. અમેરિકાના ઍપોલો કાર્યક્રમ અંતર્ગત ૧૯૬૯ થી ૧૯૭૨ દરમ્યાન ચંદ્ર પર છ વખત ઉતરાણ થયું હતું અને છેલ્લા સમાનવ ઉતરાણ સાથે ઍપોલો કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏