શ્રીમતી હંસા મહેતા લાયબ્રેરી

Yuvirajsinh Jadeja:
🗃📙🗃📘🗃📗🗃📕🗃📒🗃📔
🗄🗄શ્રીમતી હંસા મહેતા લાયબ્રેરી🗄
📚🗳📚🗳📚🗳📚🗳📚🗳📚🗳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏😊ચલો મિત્રો આજે મારી સાથે જાણીયે શ્રીમતી હંસા મહેતાએ શરૂ કરેલી પુસ્તકપરબ સમાન એમ.એસ.યુનિવર્સિટીની ખ્યાતનામ લાયબ્રેરી વિશે.....


🗄એમ.એસ.યુનિવર્સિટીની ખ્યાતનામ લાયબ્રેરી શ્રીમતી હંસા મહેતા લાયબ્રેરી જે લાખો વિદ્યાર્થીઓ માટે પુસ્તકપરબ બની રહેલી આ લાયબ્રેરીની સ્થાપના તા.૧મે, ૧૯૫૦ ના રોજ થઇ હતી.

🗃 આ વિસાળ જ્ઞાાનભંડાર સાથે જેમનું નામ સાંકળી લેવાયું છે. 👉એ શ્રીમતી હંસા મહેતા એમ.એસ.યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર હતાં.

👏🙍 યુનિવર્સિટીના ગર્લ્સ કેમ્પસમાં આવેલા ચાર રેસિડેન્સ હોલ પૈકી એક હોલ પણ આ વિદૂષીના નામે ઓળખાય છે. એમના પતિ જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન હતા.

🎯👉યુનિવર્સિટીની સ્થાપનાવેળા હુઝુર પોલીટેકલ ઓફિસ અને સેક્રેટરીયટ લાયબ્રેરી નામની બે સ્ટેટ લાયબ્રીના ૨૫,૦૦૦ પુસ્તકો શ્રીમતી હંસા મહેતા લાયબ્રેરીને સુપરત કરાયા હતા.

👉આજે યુનિવર્સિટીની વિવિધ ફેકટરીઓમાં આવેલી ૧૪ લાયબ્રેરીઓ જ્યારે ડિપાર્ટમેન્ટમાં આવેલી ૨૫ લાયબ્રેરીઓ શ્રીમતી હંસા મહેતા લાયબ્રેરીના વડપણ હેઠળ કાર્યરત છે. આ તમામ વાંચનાલયોમાં એકંદરે સાત લાખથી વધુ પુસ્તકો, ૬૩ કોમ્પ્યુટર અને ૧૭ નોડ ઉપલબ્ધ છે. ૮૦,૦૨૫ ચોરસ ફીટમાં પથરાયેલો એનો રીડીંગ રૃમ ૧૬૦૦ વિદ્યાર્થીઓને એકસાથે બેઠક વ્યવસ્થા પૂરી પાડી રહ્યો છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

📗📖📘📖📗📖📗📖📗📖📗
 ઈતિહાસનો વૈભવ 1,700 રૅર બુક્સમાં
📚📒📚📒📚📒📚📒📚📒📚
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

📚- એચ.એમ.લાઇબ્રેરીમાંબે સદી જૂની એવી રૅર અને અમૂલ્ય બુક્સનું કલેક્શન છે.

📚મ. સ. યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીમાં બે સદી જુના પુસ્તકોનું રૅર કલેક્શન છે.
📚અહીં 1,700 જેટલી બુક્સ સચવાયેલી છે. જેમાં 85 વર્ષ જેટલી જૂની બુક્સથી લઇને 17મી સદીનાં પુસ્તકો થાય છે.

📚કલેક્શન લાઇબ્રેરી પાસે સ્થાપના સમયથી છે. 📚 લાઇબ્રેરીના સ્થાપના સાથે રાજ પરિવાર દ્વારા હૂઝુર પોલિટિકલ ઓફિસ અને સ્ટેટ લાઇબ્રેરીમાંથી 25,000 પુસ્તકો કલેક્શન તરીકે મળ્યા હતા.
📚કલેક્શનમાં કેટલાક રેર પુસ્તકો પણ હતા.
🗃 પ્રિન્ટિંગ ટેકનલોજીના પ્રારંભના વર્ષોમાં છપાયેલી 📔આઈન-એ-અકબરી, પર્શિયનમાં છપાયેલી 📕મીરાત-એ-સિકંદરી, ગુજરાતીમાં છપાયેલી નવલકથા જેવી અનેક રૅર બુક્સ અહીં છે.

📓આર્ટસ, હ્યુમાનિટિસ, કોમર્સ, લિટરેચર, હિસ્ટ્રી, સાયન્સ, પોલિટિકસ વગેરે અનેક વિષયોનું નૉલેજ અહીં છે. બુક્સનું સ્કેનિંગ થઇ રહ્યું છે. કેટલીક બુક્સની હાલત સારી હોવાથી તેને સુરક્ષિત રીતે મુકવામાં આવી છે. જ્યારે કેટલીક બુક્સ આજે પણ પ્રિન્ટિંગ અને બાઇન્ડિંગ ટેકનોલોજીની મિસાલ સમાન છે.
📙📘📙📘📙📘📙📘📙📘📙
લાઇબ્રેરીના કલેક્શનમાંની ટોપ-10 પુસ્તકો
📕📗📕📗📕📗📕📗📕📗📕
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯🔶1. આઈન-એ-અકબરી (1783) : અકબરબાદશાહના શાસનકાળના રુલ્સ એન્ડ રેગ્યુલેશન પર લખાયેલી બુકનું ઇંગ્લીશ ટ્રાન્સલેશન છે. બુક ગવર્નમેન્ટ ઓફ હિન્દુસ્તાન દ્વારા પબ્લિશ કરવામાં આવી હતી. જેનું ઇન્ગલિશ ટ્રાન્સલેશન ફ્રાન્સિસ ગોડવીને કર્યું છે. તેની કિંમત પ્રકાશન વર્ષના સમયે ₹ 4 હતી.

🔶🎯2. કોમન થોટ્સ એન્ડ સિરિયસ (1896) : પુસ્તક અંગ્રેજી ભાષામાં સુપ્રસિદ્ધ રાજકુમાર કોલેજ દ્વારા રાજકોટમાં પ્રસિદ્ધ કરાયું હતું. પુસ્તકમાં કોલેજના તત્કાલિન વાઇસ પ્રિન્સિપાલ રોચેસ્ટર મેકેનહોલ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા કુમારોને શીખવાડવામાં આવેલા લેસન્સનો સંગ્રહ છે.

🎯♦️3. હિસ્ટ્રી ઓફ ઇલેક્ટિસિઝમ (1883) : પુસ્તક ગ્રીક ફિલોસોફર ડી.આર.ઈ ઝેલરે લખી હતી. જેનું અંગ્રેજી ભાષાંતર એસ.એફ.એલેન નામના અનુવાદકે કર્યું હતું.

♦️🎯4. ઋતુસંહાર (1887) : મહાકવિ કાલિદાસ કૃત ઋતુ સંહારનો હિન્દી અનુવાદ છે. અનુવાદ જબલપુર પાસેના વિસ્તારના રાજવી ઠાકુર જગમોહનસિંહ દ્વારા કરાયો હતો. ઋતુસંહારના કેટલાક કાવ્યોનો સંગ્રહ પુસ્તિકામાં પ્રગટ કરાયો હતો.

🎯♦️5. વનરાજ ચાવડા (1880) : મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા લખાયેલ ગુજરાતી નવલકથા વનરાજ ચાવડામાં ગુર્જરી રાજ્ય અને પ્રજા વિશે માહિતી છે. પુસ્તકની કિંમત ₹ 1 હતી.

🎯♦️6. મીરાત-એ-સિકંદરી (1875) : અકબરના જમાનામાં મંજુ શેખ નામના વ્યક્તિએ લખેલી બુક પર્શિયન ભાષામાં લખાઇ છે. બૂકનું યુનિવર્સિટીના એક્સપર્ટ દ્વારા એક્ઝામિનેશન કરાયું હતું. બૂકનું ઇન્ગિલિશ ટ્રાન્સલેશન પણ થયેલું છે.

🎯♦️7. નરસિંહ મહેતા કાવ્યસંગ્રહ (1913) : નરસિંહ મહેતાના કેટલાક કાવ્યોના સંગ્ર

હમાંથી ઇચ્છારામ દેસાઈ દ્વારા કાવ્યસંગ્રહ તૈયાર કરવામાં આવ્યો છે. સંગ્રહમાં નરસિંહ મહેતાના કેટલાક જાણીતા કાવ્યોનો ઉલ્લેખ છે. તે સમયે પુસ્તકની કિંમત ₹ 4 હતી.

🔰🎯8. ધી ફિલોસોફી ઓફ ઉપનિષદ (1906) : યુનિ. ઓફ કાએલના ફિલોસોફી વિભાગના પ્રો.પોલ ડ્યુસેમે ઇન્ગિલિશ અનુવાદ કર્યો છે. પુસ્તકમાં ઉપનિષદ, હિન્દુ રિલિજ્યનની ફિલોસોફી વર્ણવાઈ છે.

🎯♦️9. પ્રિન્સ ઓફ વૅલ્સ એન્ડ પ્રિ

ન્સેસ ઓફ ઇન્ડિયા (1923) : બૂક બે વોલ્યુમમાં છે. રાજકોટના લક્ષ્મીકાંત શાહના માધ્યમથી પ્રસ્તુત થયેલ બૂકમાં વેલ્સના રાજકંુવરો અને ભારતના વિવિધ રજવાડાઓની માહિતી છે. પુસ્તકનું કવર સિલ્વરનો ઉપયોગ કરીને વેલવેટમાં તૈયાર કરાયું હતું.

🔰🎯10. ઇબ્ન બતૂતા (1929) : બુક વિશ્વવિખ્યાત પ્રવાસી ઇબ્ન બતુતાના 1325-1354 દરમ્યાનના પ્રવાસો વિશે લખાઇ હતી. બૂકનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન યુનિવર્સિટી ઓફ લંડનના એરેબિક સ્કુલ ઓફ ઓરિએન્ટલના લેક્ચરર એ.એ.આર.ગીબે કર્યું હતું.

👉હાલ તેનું સ્કેનિંગ થઈ રહ્યું છે
આ પુસ્તકોનું ઇન હાઉસ સ્કેનિંગ કરીને તેનો ડેટા તૈયાર કરાવવામાં આવી રહ્યો છે. પુસ્તકો રૅર હોવાથી મૂલ્યવાન છે. તેથી ભવિષ્યમાં લોકભોગ્ય થાય તેમાટે તેનું ડિજિટાઇઝેશન કરવું આવશ્યક છે. હાલમાં પુસ્તકની કન્ડિશનના આધારે રિસચર્સને લાઇબ્રેરી માંજ એક્સેસ કરવાની સુવિધા આપીએ છે. બાદમાં તેઓ ઓનલાઈન જોઈ શકશે.
📕📗📕📗📕📗📕📗📕📗📕
MSUની હંસા મહેતા લાઇબ્રેરીમાં ગાયકવાડ -બ્રિટિશ યુગનાં પુસ્તકોનું કલેક્શન
📕📘📕📗📕📘📕📗📕📗
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨⭕️એમ.એસ.યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીમાં બ્રિટિશ-ગાયકવાડ યુગના 125 વર્ષથી વધુ જૂના પુસ્તકોનું કલેક્શન છે.જેમાં સૌથી વધુ ગાયકવાડ શાસન અને બ્રિટિશ શાસન સમયના ફોટોગ્રાફ્સ સાથેની રસપ્રદ વિગતો છે.

👁‍🗨કલેક્શનમાં 1932માં અર્લ ઓફ વિલિંગડનની બરોડા સ્ટેટની 1932ની મુલાકાતનો ફોટો આલ્બમ સૌથી વધુ રસપ્રદ છે જેમાં શહેરના જુના ફોટોગ્રાફ્સ છે.સોનાના વરખ ચડાવેલા બ્લુ અને રેડ કલરના કવર પેજ ધરાવતા પુસ્તક 📚‘રિપ્રેઝન્ટેટિવ મેન ઓફ ઇન્ડિયા’📗 1889માં સોરાબજી જહાંગરી દ્વારા લખાયેલું છે.પુસ્તકમાં પ્રજાહિતેચ્છુ બ્રિટિશ શાસકોની રસપ્રદ માહિતી છે.

📚1 એપ્રિલ 1932ના રોજ રાજકોટમાં લક્ષ્મીચંદ ડોસા દ્વારા પ્રગટ થયેલા પુસ્તક 📕‘પ્રિન્સ ઓફ વેલ્સ એન્ડ પ્રિન્સેસ ઓફ ઇન્ડિયા’ઐના કવર પેજ પર સિલ્વરનું બક્કલ છે.

📚હંસા મહેતા લાઇબ્રેરીની શરૂઆત તા.1 મે 1950ના 25 હજાર પુસ્તકોથી થઇ હતી જેમાં આજે 8 લાખ જેટલાં પુસ્તકોનું કલેકશન છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉એમ.એસ.યુનિવર્સિટીનું મૂળ સ્વરૃપ બરોડા કોલેજ તરીકે હતું જે ઇ.સ. ૧૮૮૧ માં શરૂ થઈ હતી. બરોડા કોલેજ આર્ટસ કોલેજ હતી. એ જ રીતે સાયન્સ ઇન્સ્ટિટયુટ, કોમર્સ કોલેજ અને સેકંડરી ટીચર્સ ટ્રેનીંગ કોલેજ વગેરે વડોદરામાં એ વખતે ઉચ્ચ શિક્ષણની સુવિધા પૂરી પાડતી હતી.
👉તા.૩૦ એપ્રિલ, ૧૯૪૯ નાં રોજ આ તમામ કોલેજો અને ઇન્સ્ટિટયુટને એખ છત્ર હેઠળ આવરી લેવાઇ, જે કાર્ય એમ.એસ.યુનિવર્સિટીની સ્થાપનામાં પરિણમ્યું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt