ભારતીય વિજ્ઞાાની સુબ્રમણ્યમ ચંદ્રશેખર

 


ચંદ્રશેખરનો જન્મ પાકિસ્તાનના લાહોરમાં ઈ.સ.૧૯૧૦ના ઓક્ટોબરની ૧૯ તારીખે થયો હતો. તેમના પિતા રેલવેમાં ડેપ્યુટી ઓડિટર જનરલ હતા. ભારતના સુપ્રસિદ્ધિ વિજ્ઞાાની સી.વી.રામન તેમના કાકા હતા.
બ્રહ્માંડના કેટલાક તારા પોતાના જ ગુરુત્વાકર્ષણને કારણે સુપરનોવામાં રૂપાંતર પામી ફાટી પડે છે અને બ્લેકહોલ સર્જાય છે. આ તારાઓ સૂર્ય કરતાં ૧.૪ ગણા કદના થાય ત્યાં સુધી વ્હાઈટ ડવાર્ફ તરીકે સ્થિર થાય છે. તેનું કદ આ મર્યાદા કરતાં વધે તો જ તે સુપરનોવા બને આ મર્યાદાને ચંદ્રશેખર લિમિટ કહે છે. આ શોધ મૂળ ભારતીય વિજ્ઞાાની સુબ્રમણ્યમ ચંદ્રશેખરે કરી હતી. તેમને આ શોધ બદલ વિલિયમ ફોલટની ભાગીદારીમાં ૧૯૮૩નું ફિઝિકસનું નોબેલ ઈનામ મળ્યું હતું.
તેમની આ શોધને કારણે બ્લેકહોલ અંગેની શોધ વધુ ચોક્સાઈપૂર્વકની બની હતી.
ચંદ્રશેખરે પ્રાથમિક અભ્યાસ ઘરમાં જ કર્યો હતો. ત્યારબાદ મદ્રાસની હિન્દુ હાઈસ્કૂલમાં માધ્યમિક અભ્યાસ કરી ૧૯૨૫માં પ્રેસિડેન્સી કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. માત્ર ૧૯ વર્ષની ઉંમરે બી.એસ.સી.ની. ડિગ્રી મેળવી. ભારત સરકારે તેમને કેમ્બ્રીજની યુનિર્વિસટીમાં વધુ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. બ્રિટનના પ્રવાસ દરમિયાન તેમણે વ્હાઈટ ડવાર્ફ અંગેના સંશોધનો કર્યા. કેમ્બ્રીજમાં પ્રથમ વર્ષમાં તેમણે વ્હાઈટ ડવાર્ફની મર્યાદાની શોધ કરી હતી તે સમયે વિજ્ઞાાનીઓએ તેની નોંધ લીધી નહોતી. જોકે ઘણા વર્ષો બાદ બ્લેક હોલ અંગેના સંશોધનો થતા તેમની થિયરી સાચી સાબિત ઈ.સ. ૧૯૩૭માં તેઓ શિકાગો યુનિર્વિસટીમાં પ્રોફેસર તરીકે જોડાયા અને જીવનભર તેની સાથે સંકળાયેલા રહ્યા હતા. અવકાશ અને બ્રહ્માંડનો ઊંડો અભ્યાસ કરીને તેમણે તે ક્ષેત્રમાં ઘણું યોગદાન આપ્યું હતું. ૧૯૫૭માં તેમણે અમેરિકાનું નાગરિકત્વ સ્વીકાર્યું અને કાયમ અમેરિકામાં રહ્યા. નાસાએ તેની ચાર વેધશાળાઓને ચંદ્ર ઓબ્ઝર્વેટરી નામ આપીને તેમનું સન્માન કર્યું છે. ઈ.સ.૧૯૯૫ના ઓગસ્ટની ૨૧ તારીખે શિકાગોમાં તેમનું અવસાન થયું હતું.
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt