ઈતિહાસમાં ૨૨ જુલાઈનો દિવસ

👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨
🎯ઈતિહાસમાં ૨૨ જુલાઈનો દિવસ
👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

☄વિશ્વનું સૌથી લઘુત્તમ તાપમાન☄

વિશ્વનું સૌથી લઘુત્તમ તાપમાન માઇનસ 89 . 2 °સેન્ટિગ્રેડ 1983ની 21 જુલાઈએ એન્ટાર્કટિકામાં (તસવીરમાં ) નોંધાયું હતું . તેનાથી ઓછું ટેમ્પરેચર માઇનસ 93 . 2 વર્ષ 2010માં સેટેલાઇટે નોંધ્યું હતું , પરંતુ તે ગ્રાઉન્ડ ટેમ્પરેચર નહોતું .

✨રોવિંગથી દુનિયાનું ચક્કર લગાવ્✨

2012ની 21 જુલાઈએ તુર્કીના એર્ડન એરકે માત્ર માનવબળથી દુનિયાનું ચક્કર લગાવવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો . નદી -દરિયામાં હાથથી હલેસા મારતી નૌકાઓ અને જમીન પર સાઇકલિંગ કરીને તેણે સિદ્ધિ મેળવી હતી .

🐚🌎100- 150 માઇલના રેકોર્ડ વર્ષ🕸🌎

1904ની 21 જુલાઈએ ફ્રેન્ચ ડ્રાઇવર લુઇસ રિગોલીએ 100 માઇલ પ્રતિકલાક અને 1925ની 21 જુલાઈએ માલ્કમ કેમ્પબેલે 150 માઇલ પ્રતિ કલાકની ઝડપે સ્પેશિયલ એન્જિન ધરાવતી ગાડીઓ ડ્રાઇવ કરી વિશ્વ વિક્રમો સર્જ્યા હતા .

🎯1658 :- ઔરંગજેબે પોતે મુગલ સામ્રાજ્યના સમ્રાટ હોવાના માનમાં જશ્ન મનાવ્યો.

🎯1883 :- કલકત્તામાં સ્ટાર થિયેટર ખુલ્લું મુકાયું.

🎯1906 :- ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનાં પ્રથમ પ્રમુખ વ્યોમેશચંદ્ર બેનરજીનું અવસાન થયુ.

🎯1907 :- જમ્મુ-કાશ્મીરનાં પુર્વ વડાપ્રધાન ગુલામ મોહમ્મદ બક્ષીનો જન્મ થયો.

🎯1911 :- ગુજરાતી કવી અને શિક્ષણવિદ્દ ઉમાશંકર જોષીનો ગુજરાતમાં જન્મ થયો.

🎯1935 :- મુંબઇ મરાઠી સાહિત્ય સંઘની સ્થાપના થઈ.

🎯1963 :- કાશી વિદ્યાપીઠને યુનિવર્સિટીનો દરજ્જો આપવામા આવ્યો.

🎯1977 :- નીલમ સંજીવ રેડ્ડી ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય આવ્યાં.

🎯૩૫૬ ઇ.પૂ. – આર્ટેમિસનું દેવળ , વિશ્વની સાત પ્રાચિન અજાયબીઓમાંની એક, ને આગ લગાડી બાળી મુકાયું.

🎯૧૯૩૦ – આનંદ બક્ષી , ભારતીય ગીતકાર (અ. ૨૦૦૨)(જન્મ)

🎯૧૯૪૦ - શંકરસિંહ વાઘેલા , રાજકારણી અને
ગુજરાતના ૧૨મા મુખ્યમંત્રી.(જન્મ)
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👯‍♂💃ગંગુબાઇ હંગલ (કન્નડ .માર્ચ ૫ ૧૯૧૩ – જુલાઇ ૨૧ ૨૦૦૯),
ભારતીય શાસ્ત્રીય સંગીતની ખયાલ (khyal )શૈલીનાં ગાયિકા હતા, તેઓ તેમનાં ઉંડા અને બુલંદ અવાજ માટે જાણીતા હતા.  હંગલ 'કિરાના ઘરાના' (Kirana gharana )નાં નોંધનીય સભ્યોમાંના એક હતા.
📚તેઓની આત્મકથાનું નામ "મારા જીવનનું સંગીત" ( Nanna Badukina Haadu) છે.

ગંગુબાઇ હંગલનો જન્મ કર્ણાટકનાં ધારવાડ ગામે, ખેતીકામ કરનાર,'ચિક્કુરાવ નાદીગર' (Chikkurao Nadiger)  અને કર્ણાટકી સંગીતનાં ગાયિકા,અંબાબાઇ, નેં ત્યાં થયેલો. ગંગુબાઇએ ફક્ત પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું અને તેમનું કુટુંબ, ૧૯૨૮માં, હુબલી રહેવા ગયું.  પ્રારંભમાં,માનવંતા ગુરુ 'સવાઇ ગંધર્વ' પાસે શિક્ષણ લેતા પહેલાં,ક્રિષ્નાચાર્ય અને દત્તોપંત દેસાઇ પાસે તેણીએ શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો.

💃હંગલનું કુટુંબ નીચા કુળનું ગણાતું અને તે સમયે સ્ત્રીઓ માટે ગાયન એક અયોગ્ય વ્યવસાય ગણાતો.૱ હંગલે આ સમસાઓનો સામનો કરી ગાયન માં પોતાની કારકીર્દી બનાવી. તેઓએ કર્ણાટક વિદ્યાપીઠમાં માનાર્હ પ્રાધ્યાપક તરીકે સેવા આપી. તેમને ૨૦૦૨માં ભારતનું સર્વોચ્ચ ખિતાબ
પદ્મ વિભૂષણ અર્પણ કરાયું હતું. તેમણે પોતાનો છેલ્લો કાર્યક્રમ માર્ચ ૨૦૦૬માં તેમની ૭૫ વર્ષની ઉંમર ઓળંગવા પર આપ્યો. તેમણે ૨૦૦૩માં મૅરો કેન્સરને માત આપી હતી. તેઓ ૨૧ જુલાઈ ૨૦૦૯માં હૃદયરોગના હુમલાથી ૯૬ વર્ષની વયે અવસાન પામ્યા. તેમણે અંગ દાન ના સંદેશને ફેલાવવા નેત્ર દાન કર્યાં.

🚩🚩ગંગુ બાઈ હંગલને ઘનાં સન્માન મળ્યાં:
• કર્ણાટક સંગીત નૃત્ય અકાદમી પુરસ્કાર, ૧૯૬૨
• પદ્મ ભુષણ, ૧૯૭૧
• પદ્મ વિભુષણ, ૨૦૦૨
• સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ૧૯૭૩
• સંગીત નાટક અકાદમી ફેલોશીપ,
૧૯૯૬- કર્ણાટક રાજ્ય સરકરે હંગલના મૃત્યુ પર બે દિવસનો શોક જાહેર કર્યો ધારવાડ જિલ્લાના કમિશનરે ૨૨ જુલાઈએ રાજકીય અંતિમ સંસ્કાર ની ઘોષણા કરી.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨🎯👁‍🗨આનંદ બક્ષી (જુલાઇ ૨૧ ૧૯૩૦ – માર્ચ ૩૦ ૨૦૦૨),
ભારતનાં પ્રસિધ્ધ કવિ અને ગીતકાર હતા.

આનંદ બક્ષીનો જન્મ, હાલ પાકિસ્તાનનાં , રાવલપિંડીમાં થયો હતો. તેમનાં પૂર્વજો રાવલપિંડી નજીકનાં "કુરી" ના હતા, અને તેમનું મુળ કાશ્મીરમાં હતું. ૧૦ વર્ષની ઉંમરે તેઓનાં માતા,સુમિત્રાદેવી,નું અવસાન થયું. દેશનાં ભાગલા પછી બક્ષીનું કુટુંબ ઓક્ટોબર ૨,૧૯૪૭નાં હીજરત કરી અને ભારત આવ્યું, ત્યારે તેઓની ઉંમર ૧૭ વર્ષની હતી

👉ઘણાં વર્ષો સુધી અને ઘણી ફિલ્મોમાં ગીતો લખ્યા પછી, તેમને કરી સફળતા ૧૯૬૭ માં, મીલન (Milan )માં મળી. આ સાથે, તેઓને ભારતીય ચલચિત્રોનાં નામાંકિત સંગીતકારો સાથે કામ કરવાની તક મળી. હરે રામા હરે ક્રિષ્ના ( Hare Rama Hare Krishna )નાં "દમ મારો દમ" ગીતથી તેઓએ પોતાને બહુમુખી ગીતકાર તરીકે સ્થાપિત કર્યા (૧૯૭૨). આ પછી તેઓએ ઘણી ફિલ્મોમાં ઘણાં યાદગાર ગીતો આપ્યા, જેમાં બોબી (Bobby ) અને અમરપ્રેમ (Amar Prem) (૧૯૭૧), શોલે (Sholay ) (૧૯૭૫), અમિતાભ બચ્ચનની હમ ( Hum) (૧૯૯૧), મોહરા (Mohra ) (૧૯૯૪), દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (Dilwale Dulhania Le Jayenge ) (૧૯૯૫), તાલ ( Taal ) (૧૯૯૯), મોહબ્બતે (Mohabbatein ) (૨૦૦૦), ગદર:એક પ્રેમ કથા (Gadar: Ek Prem Katha) (૨૦૦૧), યાદે (Yaadein) (૨૦૦૧).

👉બક્ષીને ૪૦ ફીલ્મફેર એવોર્ડ નામાંકન મળ્યાં અને તેમાંથી શ્રેષ્ઠ ગીતકાર તરીકે નીચેના ગીત માટે ફીલ્મ ફેર એવોર્ડ મળ્યાં.
આદમી મુસફીર હૈ - અર્પણ (૧૯૭૭)
તેરે મેરેરે બીચ મેં - એક દુજે કે લિયે-(૧૯૮૧)
તુઝે દેખા તો યે જાના સનમ- દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે (૧૯૯૫)
ઈશ્ક બીના - તાલ (૧૯૯૯).
બક્ષીએ તેમના મોટા ભાગના ગીતો સંગીતકાર જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલ માટે લગ્ભગ ૨૫૦ ફીલ્મો માટે લખ્યાં. એક સંજોગ જ સમજો કે આ સંગીતકાર જોડીના દરેક ફીલ્મફેર એવોર્ડ પુરસ્કૃત ગીતના ગીતકાર તેમની પહેલો એવોર્ડ સિવાય આનંદ બક્ષી જ હતાં. તેમના પહેલા એવોર્ડ ફીલ્મ
દોસ્તીના ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી હતાં. તેમણે સંગીતકાર રાહુલદેવ બર્મન માટે પણ ઘણાં ગીતો લખ્યાં જે ખૂબ હીટ થયાં.
તેમને ઘણાં રુબી ફીલ્મ એવોર્ડ, આશિર્વદ ફીલ્મ એવોર્ડ, સુષ્મા શર્મા અવોર્ડ સ્ક્રીન એવોર્ડ અને ઝી અને સ્ટારડસ્ટ હીરો હોંડા એવોર્ડ મળ્યાં
હાથી મેરે સાથી આ ફીલ્મ ના નફરતકી દુનિયા છોડકે પ્યાર કી દુનિયામેં આ ગીતમાટે તેમને SPCA દ્વારા એવોર્ડ મળ્યો.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt