આલ્ફ્રેડ વેગેનરનો જન્મ ઈ.સ. ૧૮૮૦ના નવેમ્બરની પહેલી તારીખે જર્મનીનો બર્લિન શહેરમાં થયો હતો. વેગેનરે પ્રાથમિક અભ્યાસ બર્લિનની શાળામાં લીધો હતો. ત્યારબાદ હિડલબર્ગ અને ઈન્સ્બ્રુક યુનિવર્સિટીમાં ફિઝિકસ, ભૂસ્તશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કરી પી.એચ.ડી. થયા હતા. તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. ૧૯૦૫માં તેમણે ખગોળશાસ્ત્રમાં ઉચ્ચ ડિગ્રી મેળવી હતી તેમણે કરેલી પ્લેટ ટેક્ટોનિક્સની શોધે વિશ્વના વિજ્ઞાાનીઓને ઘણી મોટી મદદ કરી છે. પૃથ્વી પર થતા ભૂકંપના કારણોમાં પ્લેટ ટેક્ટોનિક્સની મહત્ત્વની ભૂમિકા છે. પૃથ્વીની સપાટીનું પડ તેના નીચેના ભાગમાંથી વિવિધ ભાગોમાં વહેંચાયેલુ છે. નીચેના ખંડો ધીમે ધીમે એકબીજાથી દૂર થઈ રહ્યા છે.
શરુઆતના વર્ષોમાં તેમણે બિસ્કો અને એરોનોટિક્લ લેબોરેટરીમાં કારકિર્દી શરૂ કરી હતી. આ દરમિયાન તેમણે તેમના ભાઈ સાથે બલૂન દ્વારા આકાશમાં પર કલાક પસાર કરી વિક્રમ સજર્યો હતો.
વેગેનરે ગ્રીનલેન્ડમાં ભૂસ્તરશાસ્ત્ર અને હવામાન અંગે ઊંડા સંશોધનો કરીને અનેક તથ્યો શોધી કાઢયાં હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે માર્બર્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કારકિર્દી સ્વીકારી હતી. ગ્રીનલેન્ડના બર્ફીલા પ્રદેશમાં તેમણે જોખમી પ્રવાસ કરીને અનેક સંશોધનો કર્યા હતા. ૧૯૦૩ના નવેમ્બરમાં આવા જ જોખમી સાહસ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.