આજે આપણા ‘રાષ્ટ્રીય ધ્વજ’નો જન્મ દિવસ, જાણો ત્રિરંગા વિશે અજાણી વાતો



ત્રિરંગો જે આપણા દેશની શાન છે. ગર્વ સાથે આપણે તેને લહેરાવીએ છીએ. પરંતુ ત્રિરંગા સાથે જોડાયેલી વાતો ઘણા ઓછા લોકો જાણે છે, જેના વિશે તમને અમે જણાવવા જઈ રહ્યાં છીએ. તે વાત તમે પણ જાણતા નહી હો કે આજે આપણા રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાનું જન્મદિવસ છે.
22 જુલાઈ 1947ના દિવસે બંધારણ સભા દ્વારા વર્તમાન ત્રિરંગાના આકાર અને પ્રકાર નિશ્ચિત કરાયો હતો. દેશ આઝાગ થયા બાદ બંધારણીય સભામાં પંડિત જવાહરલાલ નહેરૂએ 22 જુલાઈ 1947માં વર્તમાન ત્રિરંગા ધ્વજને રાષ્ટ્રીય ધ્વન જાહેર કર્યો હતો. તેમાં ત્રણ રંગ હતા. ઉપર કેસરિયો, મધ્યમાં સફેદ અને નીચે લીલો. સફેદ રંગની પટ્ટીમાં ભૂરા રંગનું અશોક ચક્ર જેમાં 24 આર જોવા મળે છે, જે ધર્મ અને કાયદાનું પ્રતિનિધિત્વ કરે છે.


રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાનું એ જ સ્વરૂપ આજે પણ યથાવત છે. ગાંધીજીએ સૌથી પહેલા 1921માં કોંગ્રેસે પોતાના ઝંડાની વાત કહી હતી. આ ઝંડાને પિંગલી વૈકેયાએ ડિઝાઈન કર્યો હતો, તેમાં બે રંગ હતા. એક લાલ રંગ, જે હિન્દુઓ માટે અને બીજો લીલો રંગ, જે મુસ્લિમો માટે હતો. મધ્યમાં એક ચક્ર હતું. પાછળથી એક ધ્વજમાં અન્ય ધર્મ માટે મધ્યમાં સફેદ રંગ સામેલ કરાયો હતો. સ્વતંત્રતા મળી તેના કેટલાક દિવસ પહેલાં જ બંધારણ સભાએ રાષ્ટ્ર ધ્વજમાં થોડા સુધારા કર્યા હતા. તેમાં ચરખાના સ્થાને અશોક ચક્ર ચિત્રિત કરાયું.
આ નવા ધ્વજની દેશના બીજી રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનને ફરીથી વ્યાખ્યા કરી હતી. 21×14 ફુટનો ઝંડો દેશમં ફક્ત ત્રણ કિલ્લા ઉપ લહેરાવાય છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં સ્થિત કિલ્લો એમાંનો એક છે. તે ઉપરાંત કર્ણાટકના નારગુંડ કિલ્લા અને મહારાષ્ટ્રના પનહાલા કિલ્લા પર પણ સૌથી લાંબા ધ્વજને લહેરાવાય છે.
ત્રિરંગા ધ્વજ માટે સંઘર્ષ કરનાર જ્ઞાનપ્રકાશ કામરાએ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ સમક્ષ કેન્દ્ર સરકારને દર વર્ષે 22 જુલાઈએ ત્રિરંગા દિવસની ઉજવણી કરવા માટે સૂચના આપવાની માંગણી કરી છે. કામરા જ એ વ્યક્તિ છે, જેમના પ્રયાસથી સુપ્રીમ કોર્ટે 1991માં એ આદેશ કર્યો હતો કે રાષ્ટ્રીય ધ્વજનો પ્રયોગ વિજ્ઞાપનોમાં નહી કરી શકાય.
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt