સામાજિક , સાંસ્કૃતિક અને ભૌગોલિક સ્થિતિના પ્રતીક, ગુજરાતી લોકનૃત્યો

Yuvirajsinh Jadeja:
🔰🐾🐾🔰🐾🔰🐾🐾🔰🐾🐾
સામાજિક , સાંસ્કૃતિક અને ભૌગોલિક સ્થિતિના પ્રતીક, ગુજરાતી લોકનૃત્યો
🎯⭕️🎯⭕️🎯⭕️🎯⭕️🎯⭕️🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉ગરબા અને રાસ તો દુનિયાભરમાં જાણીતા છે . સામાન્ય રીતે રાસ, હિંચ , પંચિયું , દોઢીયું , પોપટીયું જેવા પ્રકારો પણ જાણીતા છે . તેની સાથે લોકો દર વર્ષે કેટલાક નવા સ્ટેપ્સ અને સ્ટાઇલ વિકસાવતાં રહે છે . પરંતુ તેની સાથે ગુજરાતના ગરબાના ભાગ ગણાતા કેટલાક અન્ય લોકનૃત્યોના પ્રકારો વિશે પણ જાણવું રસપ્રદ છે.💃🏃👯👯‍♂👇


👏👏ગુજરાતના લોકનૃત્યો આપણી સામાજિક , ભૌગોલિક અને સાંસ્કૃતિક શૈલીનું પ્રતીક છે .

👉🙌મોટા ભાગના લોકનૃત્યો એવા છે , જેમાં જે તે સમાજની જીવનશૈલીનું પ્રતિનિધિત્વ થતું હોય છે .

👌લોકસંસ્કૃતિ - લોકકલાઓના સંશોધક અને નિષ્ણાત જોરાવરસિંહ જાદવ જણાવે છે , ‘રાસ પુરુષો રમે છે અને સ્ત્રીઓ રાસડા લે છે . જ્યારે રાસ બંને સાથે રમે છે . આપણી નૃત્ય પરંપરા હડપ્પન સંસ્કૃતિ જેટલી જૂની છે .
👉 જ્યારે રાસની પરંપરા એ કૃષ્ણકાળ જેટલી જૂની છે .
👉હમચી જેવા ધાર્મિક નૃત્યો અને ખાસ કરીને સૌરાષ્ટ્રના નાગરોમાં ગવાતા બેઠા ગરબા વિશેષ પ્રકારો છે .
👉’ દૂરદર્શનના પ્રોગ્રામ ડિરેક્ટર રૂપા મહેતા જણાવે છે , ‘ લોકનૃત્યો આપણી ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિના પ્રતીકો છે .
👉નળકાંઠાના પઢારોના નૃત્યમાં પાણી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓનું વર્ણન છે .

👉ડાંગી નૃત્યમાં પહાડી પ્રદેશના આદિજાતિના લોકો પિરામીડ બનાવીને નૃત્ય કરે છે . આહિરની સ્ત્રીઓના નૃત્યમાં લાસ્ય , તો મેરના રાસડામાં તાંડવનું તત્વ જોવા મળે છે .
👉ટીપ્પણી ચોરવાડની કડિયાકામ સાથે સંકળાયેલી સ્ત્રીઓનું નૃત્ય છે , જેઓ ટીપીને ટીપીને જમીન તૈયાર કરતી. ’


🎯🎯ઘોડો ખૂંદવો : 🔰રાંદલનો ઘોડો ઉત્તર ગુજરાત , દક્ષિણ ગુજરાત , ખંભાત બારુ , ભાલ નળકાંઠો , વઢિયાર, ખાખરિયો ટપ્પો અને કાઠિયાવાડમાં સૂર્યપત્ની રન્નાદેવીની પૂજાનો મહિમા મોટો છે . ઘણી લોકજાતિઓમાં લગ્ન, સીમંત જેવા સામાજિક પ્રસંગે રાંદલ તેડવાનો રિવાજ છે . આ પ્રસંગે કુટુંબની સ્ત્રીઓ રાંદલનો ઘોડો ખૂંદે છે . આ વખતે ફરતી ફરતી સ્ત્રીઓ ઘોડાની જેમ બબ્બે પગે કૂદતી કૂદતી તાળીઓ પાડતી ગોળ ગોળ ફરે છે .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯રાસ : 🔰રાસ એ સૌરાષ્ટ્રનું એક આગવું નૃત્ય છે . પ્રાચીન કાળમાં ગોપગોપીઓ સાથે મળીને કૃષ્ણલીલાના રાસ રમતાં. રાસમાં ફિલ્મી ગીતો ઉપરાંત રાધા કૃષ્ણ કે ગોપીઓના ગીતો ગાવામાં આવે છે . જેમાં નરસિંહ અને મીરાની કૃતિઓ તેમજ વૈષ્ણવધર્મના ગીતોની અસર જોવા મળે છે . સામાન્ય રીતે દાંડિયારાસ શરદપૂનમ , સાતમ - આઠમપ્રસંગે ગામડાંઓમાં યોજાતા .

🎯ગોફગૂંથન :🔰 ગોફગૂંથનને સોળંગા રાસ પણ કહેવાય છે . એ સૌરાષ્ટ્રના કોળી, ભરવાડ અને કણબીઓનું જાણીતું નૃત્ય છે . આ નૃત્યમાં વણેલી સુંદર દોરીઓના ગુચ્છ ઉપર છત કે સ્તંભમાં બાંધેલી કડીમાંથી પસાર કરી તેનો એક એક દડો ખેલૈયાઓના હાથમાં અપાય છે . રાસની સાથે બેઠક ફૂદડી ને ટપ્પા લેતાં લેતાં વેલ આકારે એક અંદર ને એક બહાર ફરતાં ફરતાં રાસે રમે છે . તેની સાથે સાથે રંગીન દોરી ગૂંથાતી જાય છે . ગૂંથણી પૂરી થયા પછી અવળા ચલન ગૂંથણી ઉકેલમાં આવે છે .

🎯ચાબખો : 🔰મેર લોકોના દાંડિયારાસ, મેર લોકોના દાંડિયા સાદા દાંડિયા નહીં , પણ જાડા પરોણાના દાંડિયા હોય છે . તેમના દાંડિયારાસ ઢોલ ને શરણાઈના તાલે તાલે ચાલે છે . તેમાં ગીતો નથી ગવાતા . મેરની દાંડિયા વીંઝવાની છટા એ તલવારના ઝાટકાની કલામય છટા છે .
પઢારોનું મંજીરાનૃત્ય : મંજીરાનૃત્ય એ નળસરોવરની આસપાસના વિસ્તારોમાં વસતા પઢારોનું વિશિષ્ટ લોકનૃત્ય છે . મંજીરાને કુશળતાપૂર્વક રાસમાં ઉતારીને તેઓ સુંદર નૃત્ય કરે છે .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯ભરવાડોનો હુડો : 🔰સૌરાષ્ટ્રના ભરવાડોમાં જ્યારે ડોકા રાસ અને હુડા રાસમાં ગીતો નથી ગવાતા . ઢોલના તાલે તેઓ દાંડિયા કે હાથથી રમે છે . હુડા રાસમાં ભરવાડ અને ભરવાડણો ઢોલના તાલે તાલે સામસામા હાથના તાલ અને પગના ઠેકા વડે રાસે રમે છે . આ રાસ તરણતેરના મેળામાં વખણાય છે .

🎯ઠાગા નૃત્ય : 🔰ઠાગા નૃત્ય એ ઉત્તર ગુજરાતના ઠાકોરોનું લોકનૃત્ય છે . તહેવારો દરમિયાન આ વિસ્તારના ઠાકોર ઊંચી એડીના બૂટ , પોતડી , ગળે હાંસડી, પગમાં તોડો અને કાનમાં મરકી પહેરી હાથમાં ઉઘાડી તલવારો લઈને ઠાગા નૃત્ય કરે છે .

🎯ઢોલો રાણો :🔰 ઢોલો રાણો એ ભાવનગરની આસપાસના વિસ્તારના કોળીઓના લોકનૃત્યનો પ્રકાર છે . ચોમાસું આવતાં આ સ્ત્રી -પુરુષો હાથમાં સૂપડાં , સૂપડિયું , સાવરણી, સૂંડલા , ડાલાં , સાંબેલું વગેરે લઇ અનાજ ઊપણતાં, સોઇને ઝાટકતાંને ખાંડતાં ગોળ ફરીને નૃત્ય કરતાં કરતાં મંજીરા , કાંસીજોડા ને તબલાંના તાલે તાલે ગાય છે .

🎯વણઝારાનું હોળી નૃત્ય :🔰 ગુજરાતમાં વસતા મારવાડીઓ જન્માષ્ટમી અને હોળી વખતે નૃત્યો કરે છે . પુરુષો ખભે મોટું ચંગ મૂકીને વગાડે છે અને સ્ત્રીઓ હાથમાં રૂમાલ લઈને ઢારવો લે છે . કેટલીક પછાત જાતિઓમાં પણ આવું રૂમાલ નૃત્ય જોવા મળે છે .

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt