વિશ્વનું સત્તરમું સૌથી મોટું રણ : થાર


થાર રણ
ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટ તરીકે ઓળખાતું થારનું રણ દુનિયાભરનંુ સત્તરમંુ સૌથી મોટંુ રણ છે. અલબત્ત ભારતનું સૌથી મોટંુ રણ હોવાના કારણે તેને ભારતભરમાં ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય ઉપખંડના ઉત્તર-પિૃમ ભાગમાં આવેલું આ રણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કુદરતી સરહદ બનાવે છે. આ રણનો ૮૫ ટકા ભાગ ભારતમાં આવે છે, જ્યારે ૧૫ ટકા ભાગ પાકિસ્તાનમાં આવે છે. ભારતમાં, તે આશરે ૩૨૦,૦૦૦ કિ.મી. ૨ (૧૨૦,૦૦૦ ચો માઈલ) આવરી લે છે, જે ભારતના કુલ ભૌગોલિક વિસ્તારનો લગભગ ૧૦% હિસ્સો ધરાવે છે. થારનું રણ વિશ્વનંુ ૧૭મા ક્રમાંકનું સૌથી મોટું રણ હોવાની સાથે સાથે તે વિશ્વનું ૯મા ક્રમાંકનું સૌથી મોટું ઉષ્ણકટિબંધીય રણ છે.

૬૦ ટકાથી વધુ રણનો ભાગ રાજસ્થાન રાજ્યમાં આવેલો છે. તે ખૂબ જ શુષ્ક જમીન ધરાવતું રણ છે.
થાર રણ જે ઉત્તર-પૂર્વમાં અરવલ્લી પર્વતમાળા વચ્ચે વિસ્તરે છે. અહીં વરસાદનું પ્રમાણ ઘણંુ ઓછું છે. દર વર્ષે ૧૦૦-૫૦૦ મી.મી. (૩.૯થી૧૯.૭ ઈંચ) જેટલો વરસાદ પડે છે. મોટે ભાગે જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં આ અંક ઘટી જતા હોય છે.
થાર રણમાં મીઠા પાણીના સરોવરમાં સંકર, કુછમન, રાજસ્થાનના દિંડાણા અને ગુજરાતમાં ખારાઘોડાનો સમાવેશ થાય છે. આ તળાવો ચોમાસા દરમિયાન વરસાદી પાણી મેળવે છે અને સૂકા મોસમ દરમિયાન બાષ્પીભવન થાય છે. ભારતમાં આ રણ ઘણું જ લોકપ્રિય છે. અહીં સહેલાણીઓ દૂર દૂરથી આવે છે. ખાસ કરીને શિયાળાની સીઝનમાં અહીં સહેલાણીઓનો પ્રભાવ જોવા મળતો હોય છે. થાર રણમાં શિયાળાના સમયે ખાસ ડેઝર્ટ ફેસ્ટિવલ યોજવામાં આવે છે. જે પ્રવાસીઓનું આકર્ષણનંુ કેન્દ્ર બની રહે છે. થારના રણમાં રણજીવો ઘણાં જોવા મળે છે. ખાસ કરીને ગરોળીની અહીં ૨૫ અલગ-અલગ જાત જોવા મળશે, ગરોળી સિવાય અહીં સાપ, વીંછી અને અન્ય નાના જીવો જોવા મળે છે. અહીં ભાગ્યે જ માનવ વસતી જોવા મળે છે. જે થોડા લોકો અહીં વસે છે તેઓ પશુ પાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt