દ્વારકાનાં મીઠાપુરની યુવતી USની એરલાઈન્સની વાઈસ પ્રેસિડન્ટ


અમદાવાદ, તા.૩૦
દ્વારકાના મીઠાપુરમાં ભણેલી મહિલા અમેરિકન એરલાઈન્સની વાઈસ પ્રેસિડન્ટ બની ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મીઠાપુરની પૂર્વ વિધાર્થિની પૂનમ મોહનની ઈન્ફો ટેક અમેરિકન એરલાઈન્સના વાઈસ પ્રેસિડન્ટપદે વરણી કરવામાં આવી છે. પૂનમ મોહન પહેલા એર ઈન્ડિયામાં કામ કરતાં હતાં. તેઓ અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએ કર્યું છે. પૂનમે અમેરિકામાં ડંકો વગાડતાં મીઠાપુરના ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશ-દુનિયામાં દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓનો દબદબો વધતો જાય છે તે ગૌરવની બાબત છે.

પૂનમે પોતાના ટ્રેક રેકોર્ડ પરથી સાબિત કર્યું છે તેમનામાં જોરદાર પ્લાનિંગની આવડત છે.
રેવન્યુ મેનેજમેન્ટમાં તેઓ અત્યંત ઝડપથી નિર્ણય લે છે. તેઓ એક સ્ટ્રોંગ લીડર હોવા ઉપરાંત દરેક પ્રશ્નના ત્વરિત અને સહજતાથી જવાબ પણ આપે છે. ટેક્નોલોજીને લઈ તેમનામાં ઘણી ધગશ છે. પૂનમ મોહનના પિતાનું નામ સુરેન્દ્ર મોહન છે અને બહેનનું નામ ચાર્મી મોહન છે. તેમના લગ્ન ૨૦૧૭માં થયા હતા. અમદાવાદમાંથી એમબીએ કર્યા બાદ બેચલર ડિગ્રી અલ્હાબાદથી મેળવી હતી. ૨૦૦૨માં અમેરિકામાં માર્કેટિંગની જોબ શરૂ કરી હતી.મીઠાપુરની યુવતીની સિધ્ધીએ ગુજરાતનું નામ વિદેશમાં રોશન કર્યું છે.
પૂનમમાં ટેક્નોલોજીની જબરજસ્ત ધગશ છે
ઈન્ફો ટેક અમેરિકન એરલાઈન્સમાં વાઈસ પ્રેસિડન્ટ પદે નિમણૂક પામનાર પૂનમ ટેકનોલોજીમાં ટેકનોલોજીને લઈ ઘણી ધગશ છે. એટલું જ નહીં પરંતુ, તેમનામાં જબરજસ્ત પ્લાનિંગ આવડતની સાથે-સાથે મજબૂત સંબંધો બનાવવા માટે પણ જાણીતી છે. પૂનમ એક સ્ટ્રોંગ લીડર છે. અમેરિકન ચીફ ઈન્ફર્મેશન ઓફિસરના કહેવા મુજબ, પૂનમ રેવન્યુ મેનેજમેન્ટમાં ઝડપથી નિર્ણય લે છે.
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt