વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઇઝરાયેલની મુલાકાતે

Yuvirajsinh Jadeja:
📌🎋📌🎋📌🎋📌🎋📌🎋📌🎋
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઇઝરાયેલની મુલાકાતે
⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉ઇઝરાયેલની મુલાકાત લેનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન
♦️છેલ્લા 70 વર્ષમાં ભારતના વડાપ્રધાન દ્વારા ઇઝરાયેલની મુલાકાત સૌપ્રથમ વખત લેવામાં આવી રહી છે, તે ઐતિહાસિક બાબત છે. સાથે જ આ બાબત એ હકીકતની પ્રતીતિ કરાવે છે કે, ભારત સાથેના ઇઝરાયેલના સંબંધો તાજેતરના વર્ષોમાં ખુબ નજીકના સંબંધો થઇ ગયા છે.

✅👉👉જો કે વડાપ્રધાન મોદી વર્ષ 2006માં ગુજરાતના મુખ્યમંત્રી રહીને ઇઝરાયેલની મુલાકાત લઈ ચૂક્યા છે.

👉ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતનયાહૂ

✌️👉બે દેશો વચ્ચેના ડિપ્લોમેટીક સંબંધોને પચ્ચીસ વર્ષ થવા નિમિત્તે મોદીની આ મુલાકાત થવા જઇ રહી છે.

👉૧૭ હજાર ભારતીયો દ્વારા તેલઅવીવમાં તેમનું ભવ્ય સ્વાગત

👉મોદી ઇઝરાયેલના રાષ્ટ્રપ્રમુખ રુવેન રીવલીનને બીજા દિવસે એટલેકે પાંચમી જુલાઇએ મળશે. આ સાથે તેઓ વિપક્ષના નેતા ઇઝાક હેર્ઝોગને પણ મળશે

🙏💪👉વડાપ્રધાનની આ યાત્રા ભારત ઉપરાંત ગુજરાત માટે ખાસ લાભદાયી બનશે.
👉ગુજરાતમાં ઇઝરાયેલની કેટલીક કંપનીઓનો સહયોગ છે. આ ઉપરાંત ગુજરાત સરકાર સાથે પણ ઇઝરાયેલના કેટલાક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.

💎👉દેશમાં સુરત ડાયમંડ હબ તરીકે ઓળખાય છે, તો ઇઝરાયેલ કટ ડાયમંડ્સના ઉત્પાદનમાં સૌથી આગળ છે.

👉👁‍🗨આ મુલાકાતમાં સુરક્ષા, કૃષિ, પાણી, ઉર્જા સહિતના વિવિધ ક્ષેત્રો જેમાં ઇઝરાયેલ આગળ છે, તે દરેક ક્ષેત્રો થાકી વધુ ઊંડાણ પૂર્વક સહકાર આપવા અંગે ચર્ચા કરવામાં આવશે.

🗣નેતન્યાહુએ કહ્યું હતું કે તેમની કેબીનેટ ભારત-ઇઝરાયેલ સંબંધોને મજબુત બનાવનારા કેટલાક નિર્ણયોને મંજુરી આપશે. જેમાં કૃષિ અને જળ ક્ષેત્રે સહકારને વધારવાના નિર્ણયથી શરૂઆત કરવામાં આવશે.

🗣“અમે શોધ અને સંશોધનના વિકાસ માટે એક સંયુક્ત ભંડોળ ઉભું કરીશું. અમે ભારત દ્વારા ઇઝરાયેલમાં પ્રવાસન વધારીશું, જેમાં ખુબજ શક્યતાઓ રહેલી છે. આ તમામ બાબતો તાજેતરના વર્ષોમાં ઇઝરાયલ રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં થયેલો વધારો અમે અમે તેને આપેલી મજબુતીની અભિવ્યક્તિ છે.”

🙏👉નેતનયાહૂ અને મોદી અગાઉ બે વખત વિદેશની ભૂમિ પર યુનાઇટેડ નેશન્સ આયોજિત કાર્યક્રમો દરમિયાન મળી ચૂક્યા છે. તેઓ ટેલિફોન પર પણ એકમેકના સંપર્કમાં રહ્યા છે. ભારત અને ઇઝરાયેલ વચ્ચે સુરક્ષાના ક્ષેત્રે ખૂબ સારા સંબંધો છે અને તે વ્યૂહાત્મક સ્તર સુધી વિસ્તર્યા છે. મોદીના મેક ઇન ઇન્ડિયા મિશનમાં ઇઝરાયેલની ડિફેન્સ ક્ષેત્રની કંપનીઓ સારો એવો ફાળો આપી શકે છે.

🎯👉ભારત-ઇઝરાયેલ વચ્ચે 5,218 મિલિયન ડોલરનો દ્ધીપક્ષીય વ્યાપાર છે.

⭕️ભારત-ઇઝરાયેલ વચ્ચે 1992માં ડિપ્લોમેટીક સંબંધો શરૂ થયા બાદથી ભારત ઇઝરાયેલનો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર છે.
⭕️બંન્ને દેશો વચ્ચે કૃષિથી લઇને ડિફેન્સ, ડિસેલિનેશન, અને સ્પેસ જેવા ક્ષેત્રમાં વ્યાપાર અને સહયોગમાં વધારો થઇ રહ્યો છે.
⭕️તે સિવાય મોટાભાગની ઇઝરાયેલી કંપનીઓને ચીનની સરખામણીમાં ભારતમાં મજબૂત અને સ્થિર લોકશાહી જોવા મળે છે.
⭕️ભારતમાં ટેકનિકલી ક્વોલિફાઇડ અને સારી રીતે અંગ્રેજી બોલી શકતા લોકો સરળતાથી મળી શકતા હોવાના કારણે ઇઝરાયેલી રોકાણકારો ભારત પ્રત્યે આકર્ષાય છે.

🎯🔰આતંકવાદ બંન્ને દેશો સામે એકસરખો પડકાર🎯🔰🔰

ભારત અને ઇઝરાયેલ બંન્ને દેશો સમાન રૂપે આતંકવાદની સમસ્યાથી પીડાઇ રહ્યા છે. કેટલાક નિષ્ણાંતો માને છે કે બંન્નેને આતંકી સંગઠનો હમાસ, અલ-કાયદા, આઇએસઆઇએસ, લશ્કર-એ-તોઇબા તરફથી ખતરો છે. ભારત પર ઇઝરાયેલ દ્વારા પેલેસ્ટાઇન પર કરવામાં આવતા હુમલાઓને નજરઅંદાજ કરતુ રહ્યુ છે. ભારત વિશ્વમાં બીજા નંબરનો દેશ છે જ્યાં સૌથી વધુ મુસ્લિમો છે તેમ છતાં OICમાં જોડાવા પર આનાકાની કરી રહ્યો છે. કેટલાક ફરીયાદ કરી રહ્યા છે કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદ પર શાંતિ જાળવવા માટે આરબ વર્લ્ડ પાકિસ્તાન પર દબાણ માટે કોઇ ગંભીર પગલા ભરી રહ્યુ નથી.

🎯કારગીલ યુદ્ધમાં ઇઝરાયેલની મદદ બાદ વિસ્તર્યા વ્યુહાત્મક સંબંધો🎯✅

વર્ષ 1990 સુધી ભારત-ઇઝરાયેલ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે ખાસ કોઇ વ્યાપારીક સંબંધ નહોતો. તે સમયે ઇઝરાયેલ પોતાની ડિફેન્સ ટેકનોલોજીનો ચીન સાથે વ્યાપાર કરતુ હતું. પરંતુ બાદમાં અમેરિકાએ ચીનને સેન્સેટીવ ટેકનોલોજી વેચવા પર વીટો પાવર વાપરતા ઇઝરાયેલને શસ્ત્રોના મોટા ખરીદદારની જરૂર પડી. પણઆ સંબંધને 1999માં પ્રોત્સાહન મળ્યું.

ઇઝરાયેલે 1999માં કારગીલ યુદ્ધ વખતે ભારતને ઝડપભેર શસ્ત્રોની સપ્લાય કરી હતી. બાદમાં ઇઝરાયેલ ભારત માટે અમેરિકા અને રશિયા બાદ ત્રીજા નંબરનો આર્મ્સ સપ્લાયર બની ગયો. હાલમાં ઇઝરાયેલ વાર્ષિક એક બિલિયન ડોલરના શસ્ત્રો ભારતને વેચે છે. બંન્ને વચ્ચે ડિફેન્સ સિસ્ટમની મિસાઇલ બનાવવા અને પ્રોડક્શન, સ્પાય ડ્રોન્સ, એરબોર્ન વોર્નિગ અને કંન્ટ્રોલ સિસ્ટમ અને એરોસ્ટેટ રડાર વગેરેનો સમાવેશ થાય છે.

🎯દર વર્ષે 40,000 ઇઝરાયેલીઓ ભારતના પ્રવાસે આવે છે🎯✅

એક અંદાજ પ્રમાણે હાલમાં વાર્ષિક 40 હજાર ઇઝરાયેલી પ્રવાસીઓ ભારતની મુલાકાત લે છે.

જેમાંના મોટાભાગના આર્મીમાંથી રીટાયર્ડ થયેલા લોકો હોય છે. આ પ્રવાસીઓના મનપસંદ સ્થળોમાં ગોવા, ઓલ્ડ મનાલી અને ધર્મશાળાનો સમાવેશ થાય છે. વર્ષ 2013માં 48,737 ઇઝરાયેલી  નાગરિકોએ ભારતની મુલાકાત લીધી હતી જે 2000માં 15,900 હતા.

💪👌રવિવારે ઇઝરાયેલની કેબિનેટે ભારત-ઇઝરાયેલ સંબંધોને વધુ પ્રગાઢ બનાવવા માટેના મહત્વના નિર્ણય પર પોતાની મહોર મારી હતી જે અનુસાર ☝️ઇઝરાયેલ અને ભારત વચ્ચેના બિઝનેસ ક્ષેત્રે સહકારને પ્રોત્સાહન આપવા ચાર કરોડ અમેરિકી ડોલરનું ફંડ ઉભું કરાશે.
👆👉 બોલીવૂડ ફિલ્મ મેકર્સને ઇઝરાયેલમાં ફિલ્મ શૂટિંગ કરવા માટે વધુ પ્રોત્સાહનો અને સરળતાથી પરવાનગી મળશે. પ્રવાસન અને પાણી તથા કૃષિ ક્ષેત્રે બે સરકારો ભેગા મળીને પ્રોજેક્ટ હાથ ધરશે.

👉પીએમ મોદી તેમની મુલાકાતમાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઇઝરાયલી બિઝનેસમેનને ભારતમાં મૂડીરોકાણ કરવા આમંત્રણ આપશે. મોદી મુંબઇમાં ૨૬/૧૧ના આતંકી હુમલામાં બચી ગયેલાં યહૂદી બાળકની મુલાકાત પણ લેશે.

👉નેતાન્યાહૂએ PM મોદીની મુલાકાતને લઇને ઘણાં ઉષ્માભર્યા ટ્વીટ પણ કર્યાં છે. એક ટ્વીટમાં તેમણે લખ્યું 'આવતીકાલે મારા મિત્ર ભારતના PM નરેન્દ્ર મોદી ઇઝરાયેલ પહોંચી રહ્યાં છે. ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે.'

👉જ્યારે વડાપ્રધાન મોદીએ લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક બહુમતી સાથે વિજય મેળવી વડાપ્રધાન બન્યા ત્યારે વિશ્વના જે નેતાઓએ સૌ પ્રથમ તેઓને અભિનંદન આપ્યા હતા તેમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુનો પણ સમાવેશ થાય છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt