ઈતિહાસમાં ૪ જુલાઈનો દિવસ

Yuvirajsinh Jadeja:
👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️
🎯ઈતિહાસમાં ૪ જુલાઈનો દિવસ🎯
💠♦️💠♦️💠♦️💠♦️💠♦️💠♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🇮🇳🇮🇳ભારતની આઝાદીનું બિલ🇮🇳🇮🇳

વર્ષ ૧૯૪૭માં આજના દિવસે બ્રિટનની લોકસભા ગણાતા હાઉસ ઓફ કોમન્સમાં ભારતની આઝાદીનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું .
🇮🇳બ્રિટનની સંસદમાં ભારતીય ઉપખંડને રાજકીય આઝાદીનો પ્રસ્તાવ વર્ષ 1947ની ચોથી જુલાઈએ મૂકાયો હતો . ઉપખંડને બે દેશોમાં વહેંચવાના પ્રસ્તાવનો 18 જુલાઈએ સ્વીકાર કરાયો હતો .

⛓ "ભારતીય સ્વાધિનતા ખરડો", બ્રિટનની આમસભામાં રજુ કરાયો, જેમાં સુચવાયું કે બ્રિટિશ ભારતનું બે સાર્વભૌમ દેશો, ભારત અને
પાકિસ્તાનમાં વિભાજન કરવું.

💐🇮🇳💐🇮🇳સ્વામી વિવેકાનંદ💐🇮🇳💐

સમગ્ર વિશ્વ સમક્ષ વેદો અને યોગની ફિલોસોફીને મજબૂત રીતે રજૂ કરનારા સ્વામીજીએ વર્ષ ૧૯૦૨માં આજના દિવસે બંગાળના બેલૂર મઠમાં અંતિમ શ્વાસ લીધા હતા

⛳️⛳️⛳️ટાઇગર હીલ⛳️⛳️⛳️⛳️

મે ૧૯૯૯માં શરૂ થયેલા કારગિલ યુદ્ધને ભારતના પક્ષે લાવી દેનારો જંગ ત્રીજી જુલાઈની રાતથી શરૂ થઈ બીજા દિવસે પૂરો થયો હતો , જેમાં વ્યૂહાત્મક ટાઇગર હીલ કબજે કરવામાં આવી હતી .
⛳️કારગિલ યુદ્ધમાં ભારતીય લશ્કરે વર્ષ 1999ની ચોથી જુલાઈએ 36 કલાકના સંઘર્ષ બાદ ટાઇગર હિલ કબજે કરી હતી . ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવને જીવતે જીવ પરમવીર ચક્ર અપાયો હતો .

💣💣💣એટમ બોમ્બની શોધ💣💣💣

ભૌતિકશાસ્ત્રી લિયો ઝિલાર્ડે વર્ષ 1934ની જુલાઈએ એટમ બોમ્બ બનાવવા જરૂરી ચેઇન રિએક્શનની પેટન્ટ મેળવી હતી . પાછળથી તેમણે આઇનસ્ટાઇન સાથે મળીને પહેલો એટમ બોમ્બ બનાવ્યો હતો .

💎1899 :- ગુજરાતી સાહિત્યકાર વિષ્ણુપ્રસાદ રણછોડદાસ ત્રિવેદીનો જન્મ થયો.

💎1900 :- સ્વામી શિવાનંદ સરસ્વતીનો જન્મ થયો.

💎1994 :- પ્રખ્યાત ગુજરાતી લેખક લાભૂબેન મેહતાનું અવસાન થયુ.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰〰
💐💐💐સ્વામી વિવેકાનંદ 💐💐💐
🇮🇳💐🇮🇳💐🇮🇳💐🇮🇳💐🇮🇳💐🇮🇳💐
( ૧૨ જાન્યુઆરી , ૧૮૬૩–૪ જુલાઇ, ૧૯૦૨),
જન્મે
નરેન્દ્રનાથ દત્ત
૧૯મી સદીના ગુઢવાદી સંત
રામકૃષ્ણના પરમ શિષ્ય રામકૃષ્ણ મિશનના સ્થાપક છે.
યુરોપ અને અમેરિકામાં વેદાંત અને
યોગના જન્મદાતા ગણવામાં આવે છે  અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક ભારતમાં હિન્દુ ધર્મના પુનરોદ્ધારમાં  વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા ગણવામાં આવે છે.
🇮🇳તેઓ "અમેરિકાના ભાઈઓ તથા બહેનો" સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.

🇮🇳સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો.તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી - પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો. ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા.રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.ગુરૂના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો. તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત , યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન - એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ ,
સુભાષચન્દ્ર બોઝ , અરવિંદ ઘૉષ, રાધાકૃષ્ણન જેવા અન્ય રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt