મુકેશ અંબાણી પાસે છે દુનિયાની સૌથી સુરક્ષિત કાર, જાણો આની કિંમત અને ફિચર્સ



મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર આદમી છે, તેની સાથે જ તેમનું નામ વિશ્વના સૌથી અમીર લોકોમાં પણ સામેલ છે. આજે અમે તમને મુકેશ અંબાણીની કાર વિશે જણાવી રહ્યાં છીએ. અંબાણી ભારતની સૌથી મોંઘી અને સુરક્ષિત કારમાં ફરે છે. તેમની પાસે BMW 760 LI છે.

આ કારને વિશ્વની સૌથી સુરક્ષિત કાર માનવામાં આવે છે. મોટર વ્હીકલ વિભાગમાં આ ગાડીના રજીસ્ટ્રેશન માટે જ મુકેશ અંબાણીએ 1.6 કરોડ રૂપિયા ખર્ચ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આજ સુધી કોઈ કારના રજીસ્ટ્રેશન કરવામાં આટલા પૈસાનો ખર્ચ થયો નથી. આ કારની ઓન રોડ કિંમત 1.9 કરોડ રૂપિયા છે. મુકેશ અંબાણીને જેડ પલ્સ સિક્યોરિટી આપવામાં આવી છે. જેના કારણે આ ગાડીમાં પણ BMW કંપની તરફથી ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે.
આ ગાડીની ગણતરી આર્મ્સ કારમાં થાય છે. આ કાર ઈમ્પોર્ટ ડ્યુટી સાથે 300% ટેક્સ લગાવવામાં આવ્યો હતો. જેથી કારની કિંમત 8.5 કરોડ રૂપિયા થઈ ગઈ છે. મુકેશ અંબાણીની આ કારમાં BMW કંપની તરફથી VR 7 બેલેસ્ટ્રીક મિસાઈલથી પણ સુરક્ષા આપવામાં આવી છે. કારના દરવાજા પર પ્લેટ્સ લગાવવામાં આવી છે. આની વિન્ડોમાં 65mm જાડી અને 150 કિલો ભારી બુલેટપ્રૂફ શીટ લગાવવામાં આવી છે.
તે ઉપરાંત આ કારમાં આર્મી ગ્રેડ હથિયાર, હેન્ડ ગ્રેનેટ, 17 કિલો હાઈ ઈન્ટેસિટી TNTના વિસ્ફોટનો પણ કોઈ અસર પડતા નથી. આ કારનું પરીક્ષણ લેન્ડ માઈન્સથી પણ કરવામાં આવી ચૂક્યું છે.
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt