Yuvirajsinh Jadeja:
💰💷💰💷💰💷💰💷💰💷💰💷
💸💸💸આર્થિક સુધારાઓ 💸💸💸
💰💰💰નરસિંહરાવ સરકારમાં 💰💰
🕯નાણાપ્રધાન ડો. મનમોહનસિંહ🕯
💰💷💰💷💰💷💰💷💰💷💰💷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
ભારતમાં શરૂ કરાયેલા આર્થિક સુધારાઓના અમલીકરણનાં લગભગ ૨૬ વર્ષ પૂરાં થયાં. આજથી ૨૬ વર્ષ પહેલાં નરસિંહરાવ સરકારમાં નવનિયુક્ત નાણાપ્રધાન ડો. મનમોહનસિંહે તેમનાં પ્રથમ અંદાજપત્રમાં ૨૪ જુલાઈ, ૧૯૯૧ના દિવસે ભારતમાં આર્થિક સુધારાના નવા યુગની શરૂઆત કરી હતી.
✅✅અર્થતંત્રમાં માળખાગત અને મૂળગામી પરિવર્તન લાવવાની પ્રક્રિયાનું નામ આર્થિક સુધારા છે.
🔴ગુજરાતી ભાષાના બે શબ્દો 🔺‘સુધારા’ અને ‘સુધારણા’🔻 અર્થની બાબતમાં પરસ્પર ભ્રમ ઊભો કરે તેવા છે.
👉♦️સુધારા એ સુધારણા કરતાં તદ્દન જુદી જ પ્રક્રિયા છે.
👉સુધારણામાં ગુણાત્મક પ્રગતિશીલ પરિવર્તન છે,
👉જ્યારે સુધારામાં આમૂલ માળખાગત રૂપાંતર છે.
♻️💠 ૧૯૫૧થી ૧૯૯૦ સુધીનાં ભારતીય અર્થતંત્રનાં માળખા તરફ દૃષ્ટિપાત કરવાથી આર્થિક સુધારાનો અર્થ તુરત જ સ્પષ્ટ થઈ જશે.
💠૧૯૫૧થી જ પંડિત જવાહરલાલ નહેરુના વ્યક્તિગત આગ્રહને કારણે ભારતે સમાજવાદી ઢબની આર્થિક વ્યવસ્થા અપનાવી હતી.
💠અર્થવ્યવસ્થાના સમાજવાદી ઢાંચામાં તમામ ચાવીરૂપ આર્થિક ગતિવિધિઓ સરકારનાં સીધાં નિયમન હેઠળ નિયંત્રિત બનાવી દેવામાં આવી હતી.
💠ઉદ્યોગ ક્ષેત્રનો ચાવીરૂપ હિસ્સો જાહેર ક્ષેત્રના અંકુશમાં હતો. ખાનગી ક્ષેત્રની ભૂમિકા લગભગ ઉપેક્ષિત અને ર્મૂિછત હતી. ✅૧૯૯૧માં આ અવસ્થામાંથી સંપૂર્ણ પ્રતિગમન(‘યુ’ટર્ન) કરવામાં આવ્યું છે.
💠નિયંત્રિત સમાજવાદી ઢાંચાની સાથે ઉદારીકરણ દ્વારા મુક્ત અર્થતંત્રનો ઢાંચો અસ્તિત્વમાં લાવવામાં આવ્યો છે.
⭕️♦️⭕️👁🗨આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ-એલપીજી આ નવી વ્યવસ્થાના ત્રણ પાયા છે. ડો. મનમોહનસિંહ આ નવનિર્માણના શિલ્પી બન્યા છે.
💠૨૦૧૭માંથી પાછા વળીને ૧૯૯૧નાં પ્રાંગણમાં પગ મૂકીને વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે આ નવનિર્માણનો નિર્ણય અને ૪૦ વર્ષથી એકમાત્ર વિકલ્પ તરીકે ચાલી આવતી સમાજવાદી અર્થવ્યવસ્થામાંથી પ્રતિગમનનું પગલું કેટલું હિંમતભર્યું અને ગણતરીપૂર્વકનાં જોખમથી ભરેલું હતું, પરંતુ આ પ્રતિગમનની દિશા એવી હતી કે, એક વખત તેમાં ડગલું માંડયા પછી આગળ ને આગળ ધપતા રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.
✅૧૯૯૧ પછી સરકારો બદલાવા છતાં આર્થિક સુધારાઓ આગળ જ ધપતા રહ્યા છે તેનું આ જ કારણ છે.
✅આર્થિક સુધારાઓએ ભારતીય અર્થતંત્રને વિશ્વના નકશામાં ગૌરવવંતુ સ્થાન અપાવવામાં ખૂબ મૂલ્યવાન ભૂમિકા ભજવી છે. આર્થિક સુધારાના પ્રારંભ પહેલાં ભારતનું અર્થતંત્ર સંપૂર્ણ ખખડીને ખાડે ગયેલું હતું.
✅દેશ લગભગ દેવાળિયો બની જવાને આરે આવી ઊભો હતો.
✅૧૯૫૧થી ૧૯૯૧ દરમિયાન આર્થિક વિકાસનો સરેરાશ વૃદ્ધિદર માત્ર ૪.૩૪ ટકાનો જ હતો. તેમાં પણ ⭕️૧૯૮૦ સુધી તો તે કેવળ ૩.૫ ટકાનો જ હતો.
👁🗨♻️✅૧૯૯૧માં દેશની વિદેશી હૂંડિયામણની પુરાંત માત્ર ૨૦ કરોડ ડોલરની હતી, જે માત્ર ૨૦ દિવસના જ વિદેશી વેપારની જરૂરિયાત માટે પર્યાપ્ત હતી.
👁🗨દેશનાં નાણાકીય સાધનો ખૂટી ગયાં હતાં. પંચવર્ષીય યોજનાઓને ચાલુ રાખવા માટેનાં નાણાકીય સાધનો વિદેશી સહાય વિના પ્રાપ્ત કરવાનું અસંભવ બની ગયું હતું અને વિદેશોમાં આપણી કોઈ આબરૂ-શાખ રહી નહોતી.
💠♻️અમેરિકા જેવા સમૃદ્ધ દેશો ભારતને માત્ર માગણ દેશ તરીકે જ નિહાળતા હતા. ✅અમેરિકાની વર્ચસ્વવાદી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ આઈએમએફ અને વિશ્વબેંક ભારતને વખતોવખત અપમાનિતની અવસ્થામાં મૂકી દેતી હતી. 🎯✅નાણાકીય સહાય માટે વિશ્વબેંકે ભારત સમક્ષ અર્થતંત્રમાં સંપૂર્ણ માળખાગત પરિવર્તન કરીને આર્થિક ઉદારીકરણ અપનાવવાની શરત મૂકી. દેશ પાસે તે સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નહોતો. જાહેર ક્ષેત્ર તેની કામગીરીમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું હતું.
👉આર્થિક સુધારાના અમલ પછી દેશનાં અર્થતંત્રમાં ચમત્કારિક ફેરફારો થયા છે. અર્થતંત્રની સંપૂર્ણ કાયાપલટ થઈ ગઈ છે. અર્થતંત્રનું આખું માળખું નિયંત્રિત સમાજવાદી માળખામાંથી ઉદાર મુક્ત અર્થતંત્રનું થઈ ગયું છે. અર્થતંત્રનું સમૂળગું નીતિપરિવર્તન થઈ ગયું છે. આર્થિક પ્રવૃત્તિઓ માટે પરવાના પદ્ધતિનો અંત આવ્યો છે, તે પછીથી ભારતીય અર્થતંત્રનો કાયાકલ્પ થઈ રહ્યો છે.
✅આર્થિક વિકાસનો વૃદ્ધિદર ભૂતકાળના ૩.૫ ટકામાંથી વધીને ૭.૫ ટકા જેટલો થયો છે.
✅વિદેશી હૂંડિયામણની પુરાંત ૧૯૯૦માં ૨૦ કરોડ ડોલરમાંથી વધીને માર્ચ, ૨૦૧૬માં ૩૬૦ કરોડ ડોલરની થઈ . ભારતીય અર્થતંત્રે તમામ ક્ષેત્રોમાં ઊંચાઈનાં શિખરો સર કર્યાં છે.
✅માગણ દેશમાંથી ભારતની ગણના દિગ્ગજ દેશોમાં થવા લાગી છે. આંતરરાષ્ટ્રીય જગતમાં ભારતને વિશેષ માન-સન્માન મળતાં થયાં છે.
♦️પરંતુ આ બધાની સાથે આર્થિક સુધારાની કેટલીક ઉધાર બાજુઓને નજરઅંદાજ કરવા જેવી નથી. તેની જમા બાજુ કરતાં ઉધાર બાજુ વધારે ગંભીર છે. ⭕️ખાનગીકરણ અને ઉદારીકરણને કારણે મહાકાય બહુરાષ્ટ્રીય કંપનીઓના પ્રવેશને કારણે પ્રાપ્ત થયેલા વિકાસનો ઘણો મોટો ભાગ આ મહાકાય કંપનીઓની તિજોરીમાં જમા થઈ રહ્યો છે,
⭕️પરિ
ણામે દેશમાં આર્થિક અસમાનતા વિકરાળ બની છે. દેશમાં અમીરો હરણની ગતિએ વધતા જાય છે, પરંતુ ગરીબો ઘટતા નથી.
✅બીજું, આર્થિક સુધારાઓ માત્ર આર્થિક બાબતો પૂરતા જ અત્યાર સુધી મર્યાદિત રહ્યા છે. તેનાં પૂરક પરિબળરૂપે સામાજિક સુધારાઓ, ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણવિષયક સુધારાઓ લાવવાનું સાવ બાકી રહી ગયું છે. તેના વગર આર્થિક સુધારાઓ એકાંગી બની જાય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏