ઈતિહાસમાં 1 ઓગસ્ટનો દિવસ

Yuvirajsinh Jadeja:
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
ઈતિહાસમાં 1 ઓગસ્ટનો દિવસ
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👤👥ઓક્સિજન ગેસની શોધ👥👤

બ્રિટિશ સંશોધક જોસેફ પ્રિસ્ટ્લીએ  1774ની પહેલી ઓગસ્ટે ઓક્સિજન ગેસ શોધ્યાની જાહેરાત કરી હતી . જર્મન સંશોધક કાર્લ સ્કીલી અને ફ્રેન્ચ સંશોધક એન્તોને લેવોસિયરે પણ ઓક્સિજનની શોધના દાવા કર્યા હતા . પ્રિસ્ટ્લી સોડા વોટરની શોધ માટે પણ જાણીતા છે .

🕵‍♀વિશ્વની પહેલી ચૂંટાયેલી રાષ્ટ્રપ્રમુખ🕵

1980ની પહેલી ઓગસ્ટે આઇસલેન્ડના રાષ્ટ્રપ્રમુખ તરીકે વિડિસ ફિનબોયેડોટ્ટિર સીધા પ્રજા દ્વારા ચૂંટાયા હતા . લોકતાંત્રિક રીતે સીધા પ્રજા દ્વારા ચૂંટાઈને કોઈ દેશના પ્રમુખ બન્યા હોય તેવી આ પહેલી ઘટના હતી . સતત 16 વર્ષ સુધી રાષ્ટ્રપ્રમુખ રહ્યાનો વિક્રમ તેમના નામે છે .

🌙🌙ચંદ્રના નિર્માણ સમયનો ખડક🌙

1971ની પહેલી ઓગસ્ટે ચંદ્રની મુલાકાતે ગયેલા અમેરિકી યાન Apollo - 15 ને ચંદ્ર પરથી સૌથી જૂનો ખડક મળ્યો હતો . આ યાનની ટીમના એસ્ટ્રોનોટને ભૌતિક અને ખડકશાસ્ત્રની તાલીમ પણ આપવામાં આવી હતી . આ ખડકને વિજ્ઞાનીઓ જેનેસિસ રોક તરીકે ઓળખે છે .

👳👳👳રવિશંકર રાવળ 👳👳👳

વીસમી સદીના મધ્યાંતે જ્યારે ગુજરાતમાં ચિત્રકળાની સૂઝનો અભાવ હતો ત્યારે આ કળાનું પુન : પ્રતિષ્ઠાન કરનારા રવિશંકર રાવળનો જન્મ વર્ષ ૧૮૯૨માં આજના દિવસે ભાવનગરમાં થયો હતો .

🇮🇳🇮🇳બાળ ગંગાધર તિલક 🇮🇳🇮🇳🇮🇳

'સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ' તેવો નારો આપનારા તિલકે વર્ષ ૧૯૨૦માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . અહિંસાની લડતનો વિરોધ કરનારા તિલક માનતા કે જરૂર પડ્યે તાકાતનો ઉપયોગ કરવો જોઈએ .

🙍🙍🙍મીના કુમારી🙎🙎🙎

વિતેલા વર્ષોની બોલીવુડ બ્યૂટી મીના કુમારીનો જન્મ વર્ષ ૧૯૩૨માં આજના દિવસે થયો હતો . તેમનું મૂળ નામ મહેજબીન બાનો હતું . ગરીબીમાં ઉછરેલી મીના કુમારીએ સાત વર્ષની વયે એક્ટિંગ શરૂ કરી હતી .

🎯1899 જવાહરલાલ નહેરુનાં પત્ની કમલા નહેરુનો જન્મ થયો.
🎯1916 એની બેસન્ટ અને બાળ ગંગાધર ટીલકે સાથે મળી હોમરૂલ લીગ ચળવળ શરુ કરી. દાદાભાઈ નવરોજીને તેમનાં પ્રમુખ બનાવાયા.
🎯1920 ગાંધીજીનાં નેતૃત્વ હેઠળ અસહકારનું આંદોલન શરુ કરવામાં આવ્યુ. અને બ્રિટિશ સરકાર દ્રારા ગાંધીજીને 'સર'નો ખિતાબ આપવામા આવ્યો હતો તે પરત કરી દીધો.
🎯1920 બાલ ગંગાધર તિલકનું મુંબઇમાં અવસાન થયું.
🎯1920 કિરલોસકર માસિક મેગેઝીન પ્રકાશીત થયું.
🎯1920 ગાંધીજીએ કૈશર-એ-હિન્દ નૉ ખિતાબ પાછો કાર્યો
🎯1922 શિક્ષણવિદ્દ અને લેખક રતિલાલ નાયકનો કડી, ગુજરાતમાં જન્મ થયો.
🏆🎯1958 વિનોબા ભાવેને રોમન મેગસેસ અવોર્ડ આપવામા આવ્યો. આ અવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યાં.
🎯1970 ભોપાલ યુનિવર્સિટીની સ્થાપના થઈ.
🎯૧૪૯૮ – ક્રિસ્ટોફર કોલંબસ , વેનેઝુએલા દેશની મુલાકાત લેનાર પ્રથમ યુરોપિયન બન્યો.

🚜૧૯૪૧ – પ્રથમ જીપ (વાહન)નું ઉત્પાદન થયું.
♻️૧૯૪૭ – ભારતને અંગ્રેજોની ધુંસરીમાંથી છુટકારો મળ્યો અને ભારત દેશને આઝાદી મળી.
♻️૧૯૬૦ – ઇસ્લામાબાદને પાકિસ્તાનની રાજધાની ઘોષિત કરાઇ.
♻️૧૯૯૯ – નિરદ ચૌધરી , ભારતીય મૂળનાં લેખકનું અવસાન (જ. ૧૮૯૭)

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉શ્રીમતી કમલા નહેરુ 1 ઓગસ્ટ
નીડર સત્યાગ્રહી શ્રીમતી કમલા નહેરુનો જન્મ 1/8/1899 માં થયો હતો.
તેમનું વેવિશાળ તેર વર્ષની વયે જવાહરલાલ સાથે થયું. તેમણે કોઇ શાળા કે કૉલેજમાં પ્રવેશ મેળવ્યો જ હતો.
કમલાનું કુટુંબ અત્યંત રૂઢિચુસ્ત હતું.

👉કમલા નહેરુ ઝુઓલોજીકલ ગાર્ડન..અમદાવાદ

👉કમલા નહેર ઉદ્યાનનું = મુંબઈ

કમલા નહેરુ ઉદ્યાન એક બગીચો છે, જે ભારતમાં ૪,૦૦૦ ચોરસ ફુટ (૩૭૦ મી ૨) વિસ્તારમાં ફેલાયેલ છે.  આ ઉદ્યાન મુંબઇના મલબાર હિલ વિસ્તારમાં ઉપરના ભાગે આવેલ છે. તેનું નામ ભારતના પ્રથમ વડાપ્રધાનના જવાહરલાલ નહેરુના પત્ની કમલા નહેરુના નામ પરથી આપવામાં આવ્યું છે

અહીં તેમના મનોરંજનના હેતુથી એક માળખું બુટ જેવા આકારમાં બનાવવામાં આવેલ છે. આ બુટઘરની પ્રેરણા અંગ્રેજી બાળગીત (nursery rhyme) There was an Old Woman Who Lived in a Shoe પરથી લેવામાં આવી હતી.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt