આજે બાળ ગંગાધર ટિળક (લોકમાન્ય ટિળક) ની પુણ્યતિથિ છે.

💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
આજે બાળ ગંગાધર ટિળક (લોકમાન્ય ટિળક) ની પુણ્યતિથિ છે.
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ભારતીય ક્રાંતિકારી અને ચળવળના પ્રણેતા અને ભગતસિંઘ જેટલા કેટલાયે કર્મવીરોને ઊભા કરનાર પ્રખર વિદ્વાન એવા બાળ ગંગાધર ટિળક (લોકમાન્ય ટિળક)
ભારતના ઇતિહાસમાં તેમનું યોગદાન અજોડ છે! – તેમના પુણ્યતિથિ એ  તેમને યાદ કરીએ અને અન્ય મિત્રોને પણ આ વાત “શેર” કરી યાદ કરાવીએ!

👉લોકમાન્ય ટિળક (મરાઠી) (જન્મ: જુલાઇ ૨૩ ૧૮૫૬ - અવસાન: ઓગસ્ટ ૧ ૧૯૨૦, ૬૪ વર્ષની ઉમરે)નું નામ 'બાળ ગંગાધર ટિળક' હતું. તેઓ ભારતીય દેશભક્ત, સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને સમાજ સુધારક હતા. ભારતની આઝાદીની લડતનાં તેઓ પ્રથમ લોકપ્રિય આગેવાન હતા.

👉અંગ્રેજ વસાહતી હોદ્દેદારો તેમનું અપમાન કરવા અને તેમને નીચા પાડવા "ભારતીય અશાંતિના જનક" એવા નામે બોલાવતાં, જ્યારે ભારતીય લોકોએ તેમને સન્માનથી "લોકમાન્ય"નું વિશેષણ આપ્યું હતું.
🎯ટિળક "સ્વરાજ્ય"ની માંગણી કરનાર પ્રથમ પેઢીના નેતા હતા. "સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે, અને તે હું મેળવીને જ જંપીશ" એ વાક્ય આજે પણ ભારતીય લોકોને સારી રીતે યાદ છે.

👉ટિળકે તેમના મિત્રો ગોપાલ ગણેશ આગરકર અને વિષ્ણુશાસ્ત્રી ચિપલુણકર સાથે મળી ઈ.સ. ૧૮૮૧માં બે વર્તમાનપત્રો ચાલુ કર્યાં :
🦁1. "કેસરી" (સંસ્કૃત અર્થ સિંહ) મરાઠીમાં
🐯2. "ધ મરાઠા" અંગ્રેજીમાં

👉માત્ર બે વર્ષમાં કેસરીનો વાચક વર્ગ ભારતના કોઈ પણ વર્તમાનપત્ર કરતાં વધુ થઈ ગયો. આ છાપાનો તંત્રીલેખ મોટે ભાગે બ્રિટિશ રાજમાં લોકોને ભોગવવી પડતી હાલાકી પર હતો. આ છાપાએ લોકોને પોતાના હક્ક માટે લડી લેવાની વાત કહી.

👉ટિળક તેમના સહકર્મચારીને હમેંશા કહેતાં - તમે વિદ્યાપીઠના વિદ્યાર્થી માટે નથી લખતાં. કલપના કરો કે તમે એક ગામડાંના માણસ સાથે વાત કરો છો અને લખો. તમારા તથ્યો એકદમ પાકા રાખો. તમારા શબ્દો દિવસના પ્રકાશ સમાન સ્પષ્ટ રાખો.
👉ટિળકે સરકારની વિચાર સ્વાતંત્ર્યય પરની જોહુકમીનો પ્રખર વિરોધ કર્યો ખાસ કરીને બંગાળના ભાગલા, ભારતીય સંસ્કૃતિ, લોકજીવન, વગેરેની અવહેલના સંદર્ભે તેઓ સરકારની સખત ઝાટકણી કાઢતાં. તેમણે બ્રિટીશરો ભારતને સ્વરાજ્ય તાત્કાલ આપે તેવી માંગણી કરી.

♦️👉ઇ.સ. ૧૮૮૦માં ટિળક ભારતીય રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)માં જોડાયા. તેમણે કોંગ્રેસના નરમ વલણની ટીકા કરી, ખાસ કરીને સ્વરાજ્યની માંગણી તરફના નરમી વલણની. ૧૮૯૧માં ટિળકે સહેમતીની આયુના કાયદાનો વિરોધ કર્યો જેમાં સ્ત્રીઓની વિવાહની નિમ્ન આયુને ૧૦ થી વધારીએને ૧૨ વર્ષ કરવામાં આવી હતી. મહાસભાએ આ કાયદાનું સ્વાગત કર્યું પણ, ટિળકે આને હિંદુ સંસ્કૃતિના નિજી મામલામાં હસ્તક્ષેપ ગણાવી. જોકે તેઓ જાતે બાલ વિવાહના વિરોધી હતાં અને તેમણે પોતાની બાલિકાને પણ ૧૬ વર્ષે પરણાવી હતી.

♦️👉ઈ.સ. ૧૮૯૬માં પ્લેગનો રોગચાળો મુંબઈથી પુણે સુધી ફેલાયો, જન્યુઆરી ૧૮૯૭ સુધી તો તે એક મહામારી બની ગયો. પ્લેગના રોગકાળાને ડામવા આક્રમક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું. તે અનુસાર ૮ માર્ચ ૧૮૯૭ના એક પ્લેગ કમીટી નીમવામાં આવી જેનું કાર્ય ક્ષેત્ર પુણે શહેર તેના ઉપનગરો અને પુણે કેંટોન્મેટ સુધી વિસ્તરેલું હતું. આના પ્રમુખ ડબલ્યુ. સી. રૅંડ નામના આઇ. સી. એસ. અધિકારી હતાં જેઓ તે સમયે પુણેના આસિસ્ટંટ કલેક્ટર હતાં. ૧૨ માર્ચ ૧૮૯૭ના દિવસે મેજર પૅગેટના નેતૃત્વ હેઠળની ડુર્હમ લાઇટ ઇંફેંટ્રીના અંગ્રેજ અને સ્થાનીય એવા ૮૯૩ અધિકારી અને અન્ય કર્મકારીને પ્લેગ ડ્યુટી પર મોકલવામાં આવ્યાં. મે મહીના અંત સુધી આ મહામારી કાબુમાં આવી આવે અને હળવે હળવે સૈન્ય કાર્યવાહી બંધ કરાઇ.

🎯પ્લેગ સંબંધી વહીવટના અહેવાલમાં રૅંડએ લખ્યું હતું, " આ પ્લેગ કમીટીના સભ્યો માટે અત્યંત સંતોષની વાત છે કે સ્ત્રીઓના સ્ન્માનની અવહેલના થઇ એવી કોઇ ફરિયાદ તેમને કે તેમના અફસરોને ન મળી ". તેઓ એમ પણ લખે છે કે કાર્ય કરો ઉપર ચાંપતી નજર રખાઈ હતી અને લોકોની પરંપરા અને રીતી રિવાજોની અવહેલના ન થાય તેનું ખાસ ધ્યાન રખાયું હતું. Indian sources however report that Rand used tyrannical methods and harassed the people.

♻️🎯 ભારતીય સ્ત્રોત દ્વારા મળતી માહિતી અનુસાર સૈન્ય અધિકારીની નિમણૂક કરવાથી પ્લેગ નાથવાના કાર્યક્રમમાં એક તીવ્રતા આવી અને ઘર તલાશમાં અતિરેક પણ થયો આને લીધે લોકોમાં અસંતોષ ફેલાયો. લોકો ભડકી ગયાં અને આને રાસ્તાપેઠ ક્ષેત્રમાં લોકોએ સૈનિકોને માર પણ માર્યો.
🗣🗣🗣" અજાણતા કે જાણેકરી ઠેકડી ઉડાવતા, તેઓ ચાળા પાડતા, વાનરવેડા કરતા, મૂર્ખાઇ ભર્યું વર્તન કરતાં, છેડખાની કરતાં, અડતા, તેમને મુંડતા, કોઇપણ સ્થળે વિના કારણે ઘુસી જતાં, મૂલ્યવાન વસ્તુઓ ખિસ્સે કરી લેતાં, ઇત્યાદિ."
⭕️♦️ ટિળકએ તેમના છાપા કેસરીમાં સૈનિકોની આ ત્રાસદીની વિરુદ્ધ તેજાબી લેખ લખી લોકોની લાચારીને વાચા આપી, ભાગવદ ગીતાનો સંદર્ભ આપી તેમણે લખ્યું, જો કોઇ દમન કરનારને કોઇ પણ ફળની આશા વિના હત્યા કરે તે કોઇ પણ આરોપનો ભાગી નથી. આ બાદ, ૨૨મી જૂન ના દિવસે દિવસે રેન્ડ અને અન્ય બ્રિટિશ અધિકારી લેફ્ટેનેંટ યેર્સ્ટની ચાફેકર બંધૂઓ અને તેમના સહયોગીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી. ટિળકને હત્યાની ઉશેરણીના ગુનામાં ૧૮ મહિનાના કારાવાસની સજા થઈ. જ્યારે તે કેદમાંથી છૂટ્યાં ત્યારે તેઓ એક દેશ ભક્ત અને કોકનાયક તરીકે પ્રસિદ્ધ થયાં. તેમણે નવું સૂત્ર અપનાવ્યું, " સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીશ જ."
રાષ્ટ્રવાદી ચળવને નબળી પાડવા લોર્ડ કર્ઝને ૧૯૦૫માં બંગાળના ભાગલા કર્યાં, તેના પ્રતિરોધ રૂપે ટિળકે બહિષ્કારની નિતી અપનાવી, અને સ્વદેશી ચળવળનો જન્મ થયો.
🇮🇳⭕️રાષ્ટ્રીય મહાસભામાં ગોપાલ કૃષ્ણ ગોખલેના નરમ વલણનો તેમણે વિરોધ કર્યો, અને આમાં તેમને
બંગાળના બિપીનચંદ્ર પાલ અને પંજાબના લાલા લાજપતરાયનો સાથ મળ્યો. તેઓ લાલ-બાલ-પાલની ત્રિપુટી તરીકે ઓળખાયા.
🇮🇳👉 ઇ.સ. ૧૯૦૭માં મહાસભા (કોંગ્રેસ)નું રાષ્ટ્રીય અધિવેશન સૂરત -
ગુજરાતમાં ભરાયું. મહાસભાના નવા પ્રમુખ કોણ બને તે મુદ્દે નરમ વલણ અને તીવ્ર વલણ ધરાવતાં જૂથો વચ્ચે મતભેદ ઊભા થયાં.
🇮🇳👉મહાસભા બે ભાગમાં વહેંચાઈ ગઈ. ટિળક, પાલ અને લાજપતરાયની આગેવાની હેઠળના "જહાલ મતવાદી" ("ગરમ પક્ષ," કે અંતિમવાદી) અને "મવાળ મતવાદી"("નરમ પક્ષ," કે મધ્યમ વાદી).

👁‍🗨૩૦ એપ્રિલ ૧૯૩૦ના દિવસે કલકત્તાના ચીફ પ્રેસીડેંસી મેજીસ્ટ્રેટ ડગ્લસ કિંગ્સફર્ડની હત્યા કરવા માટે બે બંગાળી યુવક પ્રફુલ્લ ચંદ્ર ચાકી અને ખુદ્દીરામ બોઝ એ મુઝફ્ફરપુરમાં એક ગાડી પર બોમ્બ ફેંક્યો. આમ કરતાં ભૂલ થઇ અને એક પ્રવાસી મહિલા મૃત્યુ પામી. પકડાઇ જતાં ચાકી એ આત્મઘાત કર્યો અને બોઝને ફાંસીની સજા અપાઇ.

👁‍🗨ટિળકે તેમના છાપાંમાં ક્રાંતીકારીઓનો બચાવ કર્યો અને તત્કાલિક સ્વરાજ્યની માંગણી કરી. સરકારે તેમની ધરપકડ કરી. તેમણે યુવક મોહંમદ અલી જીન્હાને તેમનો પક્ષ લડવાની વિનંતી કરી. પણ બ્રિટિશ જજે તેમને ગુનેગાર ઠરાવ્યા અને તેમને ૧૯૦૮થી ૧૯૧૪ સુધી બર્માની માંડલેની જેલમાં કેદ ની સજા આપી.

👁‍🗨 કેદમાં હતાં ત્યારે ઓપણ તેમણે પોતાનું વાંચન અને લેખન ચાલુ રાખ્યું અને ભારતીય રાષ્ટ્રીય આંદોલનના ભવિષ્યની યોજનાઓ કરતાં રહ્યાં.

🐾૧૯૦૮માં તેમના પર ચલાવેલા મુકદમા વિષે ઘણું લખાયું છે, તે એઅક ઐતિહાસિક મુકદમો બની ગયો છે. નિર્ણાયકોએ આપેલા અંતિમ ચુકાદા પરની તેમની ટિપ્પણે આ પ્રમાણે હતી: " નિર્ણાયકોના ન્યાય ચતાં પણ હું માનુ છું હું નિર્દોષ છું. માણસના કે દેશના ભાગ્ય કરતાં પણ મોટી શક્તિ વિહરમાન છે અને આ તેની જ ઇચ્છા હોય કે હું જે ધ્યેય માટે લડું છે તેને મારી મુક્તિ કરતાં મારી કેદ વધુ વેગ આપે." . મુંબઇ ઉચ્ચ ન્યાયાલયના રૂમ નં ૪૬ માં આ શબ્દો આજે પણ કોતરેલા જોઇ શકાય છે.

🎋જૂન ૧૯૧૪માં તેમની મુક્તિ પછી ટિળક નરમ પડ્યાં. જ્યારે પ્રથમ વિશ્વવિગ્રહ ફાટી નીકળ્યું ત્યારે તેઓએ બ્રિટેનના રાજાને પોતાનો ટેકાનો સંદેશ પાઠવ્યો અને તેમના લેખન દ્વારા થોડાં વધુ લોકોને સૈન્યમાં જોડાવવા પ્રયત્ન કર્યો. બ્રિટિશ સંસદ દ્વારા પારિત ઈંડિયન કાઉંસીલ્સ એક્ટ, જેને મિંટો-મોર્લીના સુધારા તરીકે ઓળખાય છેમ તેનું તેમણે સ્વાગત કર્યું. તે સંદર્ભે તેમણે લખ્યું કે ‘રાજ કરનાર અને રૈયત વચ્ચે વધેલા આત્મ વિશ્વાસની આ નિશાની છે’. તેઓ માનતા હતા કે હિંસાવાદ રાજનૈતિક ફેરફાર અને સુધારાની ગતિને તીવ્ર બનાવવાને બદલે ધીમો પાડતી હતી. તેઓ મહાસભા સાથે મન મેળાત કરવા આતુર હતાં અને તેમણે પોતાની સીધાં પગલાની નીતિને છોડીને ગોપાલ કૃષ્ણ ગોખલે પ્રેરિત ‘બંધારણની હદમાં રહીને જ’ - વિરોધ દર્શાવવાની નીતિને અપનાવી હતી.

🔘અખિલ ભારત હોમ રુલ લીગ

બાદમાં તેઓ પોતાના અન્ય રાષ્ટ્રવાદી મિત્રો સાથે જોડાયાં અને ૧૯૧૬માં મહાસભામાં (કોંગ્રેસ) ફરીથી જોડાયાં. તેમણે ૧૯૧૬-૧૮માં
જોસેફ બાપ્ટીસ્ટા, એની બેસંટ , જી. એસ. ખાપર્ડે અને મોહમ્મદ અલી જીણા સાથે મળી ઓલ ઈંડિયા હોમ રુલ લીગની સ્થાપનામાં મદદ કરી. મહાસભાના જહાલ અને મવાળ તત્વોની વચ્ચે સુમેળ કરાવી આપવાના વર્ષોના પ્રયત્નો પછે હવે તેમણે હોમ રુલ પ્ર ધ્યાન કેંદ્રીત કર્યું, જેનો ઉદ્દેશ્ય સ્વરાજ્ય હતો. ટિળકે ગામડે ગામડે ફરીને ખેડૂત આદિ સ્થાનીય લોકોમાં સ્વરાજ્ય મેળવવાની ચળવળને ટેકો મેળવવા પ્રયત્નો કર્યાં. ♻️🎯 ટિળક રશિયન ક્રાંતિ (૧૯૧૭)થી અત્યંત પ્રભાવિત હતાં, અને લેનિન ની તેમણે ઘણી પ્રસંશા.

ટિળકે પોતાની રાજનૈતિક કારકીર્દી એક મરાઠી પ્રણેતા નેતા તરીકે ચાલુ કરી, પણ તેમના જીવનના પાછલા ભાગમાં ખાસ કરીને બંગાળના ભાગલા બાદ તેમના મહાસભાના અન્ય નેતાઓ સાથે ના સંપર્કમાં આવ્યાં બાદ તેઓ એક રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરાઇ આવ્યાં. જ્યારે કલકત્તામાં તેમને પૂછવામાં આવ્યું કે તેઓ સ્વતંત્ર ભારતમાં મરાઠી પ્રભુત્વ ધરાવતું શાસન જુઓ છો ત્યારે તેમણે જવાબ આપ્યો કે, ૧૭મી અને અઢારમી સદેમાં શાશકોમાં મરાઠી પ્રભુત્વ હતું તે ૨૦મી સદીમાં કાળગ્રસ્ત થઇ ગયું છે. સ્વતંત્ર ભારતમાં તેઓ એવું સમવાય તંત્ર જુએ છે કે જેમાં દરેક ધર્મ જાતિ સરખે સરખા ભાગીદાર હોય. જો આવી ગોઠવણી હશે તે જ ભારતની સ્વતંત્રતા ટકાવી રાખશે. 🇮🇳🇮🇳દેવનાગરી લીપીમાં લખાયેલ હિંદી ને ભારતની રાષ્ટ્રભાષા તરીકે અપનાવી જોઈએ એમ કહેનારા તેઓ પ્રથમ કોંગ્રેસ નેતા હતાં.

🎯ટિળકનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના સંગમેશ્વર તાલુકાના ચિખલી ગામે ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાજી જાણીતા શાલેય શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન હતાં. ટિળક જ્યારે ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા. તેમના પિતાની વિદ્વતાનો ગુણ તેમનામાં પણ આવ્યો, તેમણે પુણેની ડેક્કન કોલેજમાંથી સન ૧૮૭૭માં સ્નાતકની પદવી મેળવી. કોલેજનો અભ્યાઅસ પામનારી પ્રથમ પેઢીમાં ટિળક શામેલ હતાં.

♦️સામાજિક યોગદાન

🙏🙏ઈ.સ. ૧૮૯૪માં ઘરે ઘરે થતી ગણેશ પુજાને ટિળકે સાર્વજનીક ગણેશોત્સવમાં ફેરવ્યો અને 🕉શિવ જયંતિને પણ તેમણે એક સામાજિક તહેવાર તરીકે ઉજવ્યો.
♎️સરઘસ આ તહેવારોનો એક પ્રમુખ અંગ હતો.
📝ગોપાલ ગણેશ આગરકર ટિળક દ્વારા શરૂ કરાયેલ છાપા "કેસરી"ના ૧૯૮૦-૮૧ પ્રથમ તંત્રી હતાં. ટિળક સાથે રાજનૈતિક સુધારા અને સામાજિક સુધારા સંબંધે મતભેદ થતાં ગોપાલ ગણેશ આગરકરે કેસરી વર્તમાન પત્ર છોડ્યું અને "સુધારક" નામે પોતાનું સામાયિક શરૂ કર્યું.

🎌પાછલા વર્ષો અને વારસો

ગાંધીજીની અસહકારની ચળવળના પ્રથમ દિવસે ૧ ઓગસ્ટ,૧૯૨૦ ના દિવસે ટિળકનું અવસાન થયું. ગાંધીજી અન્ય ૨૦ લોકો સાથે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત હતાં.
. ગાંધીજીએ એમને "આધુનિક ભારતના નિર્માતા" કહ્યાં. જે કોર્ટમાં ટિળકને સજા થઇ તેમાં એક તખ્તા પર લખાયેલ છે, 🖋"કોઇપણ દેશના નાગરિક તરીકે પોતાના દેશમાટે લડવાના ટિળકના કૃત્યો સર્વથા યોગ્ય છે. તે બંને આરોપો વિસ્મૃતિત થયા છે -- દરેક બીન જરૂરી ગણાતા કાર્યો માટેની ઇતિહાસ દ્વારા સંરક્ષીત વિસ્મૃતિમાં". એમ મનાય છે કે ભારતીય જનતા પાર્ટી બીજેપીને તેમની પ્રેરણા લોકમાન્ય ટિળક પાસેથી મળી અને તે જ તેમના પ્રેરણા સ્ત્રોત છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

🔰🔘📝📚પુસ્તકો

૧૯૦૩માં તેમણે પુસ્તક લખ્યું ધ આર્કટીક હોમ ઇન વેદાસ (વેદોનું આર્કટીક મૂળ). તેમાં તેમણે દલીલ કરી કે વેદો નું ઉદગમ આર્કટીક જ હોવું જોઇએ, અને
આર્ય કવિઓ (ચારણો) દ્વારા હિમ યુગ પશ્ચાત તેને દક્ષિણ તરફ લાવવામાં આવ્યાં. તેમણે વેદોની રચનાના સમય શોધવાની નવો મૂળ માર્ગ બતાવ્યો. તે સમય સુધી, વેદોનો પુરાતન કાળ તેમાં વપરાયેલી ભાષાને આધારે બતાવાતો હતો.

🔗🎌તેમણે વેદોનો કાળ વિભિન્ન નક્ષત્રોની સ્થાન ને આધારે શોધવાનો પ્રયત્ન કર્યો. જુદા જુદા વેદોમાં નક્ષત્રોની સ્થિતિઓ વર્ણવેલી છે. નક્ષત્રોની હલચલનની ગતિ અને તેમના સ્થાન વર્તમાન અને તે સમયના સ્થાન ને આધારે આપણે વેદોનો કાળ જાણી શકીએ તેમ તેમણે જણાવ્યું. તેમણે એવું તારણ કાઢ્યું કે વેદો ઈ.પૂ. ૪૫૦૦ ની આસ પાસ લખાયા હોવા જોઇએ, કેમકે વિદિક સૂત્રો અનુસાર તે સમયે વસંતનો વિષુવદિન (દિવસ અને રાત સરખા સમયના) મૃગ (કે ઓરિઓન) નક્ષત્રમાં હતો, અને ત્યાર બાદ તે કૃતિકા નક્ષત્રમાં વિલિન થયો હતો (લગભગ ઇ.પૂ. ૨૫૦૦) બ્રાહ્મણોના કાળમાં. આ તેમના તારણનો મૂળભૂતઆધાર હતો. અમુક વિદ્વાનોએ આ અનુમાનની આલોચના કરી, જ્યારે અમુકે તેમના વખાણ કર્યાં. પણ મોટે ભાગે એક અનુત્તર પ્રશ્નનો ઉત્તર શોધવાનો આ નવતર પ્રયોગને સૌએ આવકાર્યો.

📚ટિળકે એક અન્ય્સ પુસ્તક પણ લખ્યું' શ્રીમદ ભાગવદ ગીતા રહસ્ય' - the analysis of in the
ભાગવદગીતામાંના 'કર્મયોગ' પર વિવેચન , જે વેદો અને ઉપનિષદોનો સાર છે.
તેમના લેખનના અન્ય સંગ્રહો છે:
જીવન, નીતિ અને ધર્મની હિંદુ તત્વજ્ઞાન (મુદ્રણ-૧૮૮૭).

વેદિક કાળાનુક્રમ અને વેદાંગ જ્યોતિષ.
લોકમાન્ય ટિળકના પત્રો, એમ. ડી. વિદ્વંસ. દ્વારા સંકલિત.

લોકમાન્ય બાળ ગંગાધર ટિળકના ચૂંટેલા દસ્તાવેજો, ૧૮૮૦-૧૯૨૦, રવિંદ્ર કુમાર દ્વારા સંકલિત.

જેધે શકાવલી (સંપાદક)
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉તે સમયની પરંપરા અનુસાર સમાજીક કાર્યોમાં સક્રીય રહેવાની ટિળક પાસે આશા રખાતી હતી. ટિળક માનતા હતાં કે ધર્મ અને ગૃહસ્થ જીવન જુદા નથી. સંન્યાસ લેવાનો અર્થ જીવનનો ત્યાગ એવો નથી. ખરી ચેતના તો એ છે કે જેમાં તમારા દેશને તમારું કુટુંબ માનવામાં આવે અને તેના ઉત્થાન માટે કાર્ય કરવામાં આવે. તેનાથી આગલ એક પગલું તે કે સર્વ માનવ સમાજ માટેની સેવા કરવામાં આવે અને તેનાથી આગળનું પગલું તે પ્રભુની સેવા કરવામાં આવે.
સ્નાતક કર્યા બાદ ટિળકે પુણેની એક ખાનગી શાળામાં ગણિત શીખવવાની શરુઆત કરી. ત્યાં નવી શાળાના અમુક શિક્ષકો સાથે આધ્યાત્મીક મતભેદો થવાથી તેમણે આ વ્યવસાય છોડવાનો નિર્ણય કર્યો. તે સમયગાળામાં તેઓ પત્રકાર બન્યાં. તેઓ પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિના પ્રખર વિરોધી હતા કેમકે તે ભારતીય છાત્રોને સ્વાર્થી બનાવતી હતી અને ભારતીય પરંપરાનું અપમાન કરતી હતી. તેમણે પોતાના કોલેજ મિત્રો જેવાકે ગોપાલ ગણેશ અગરકર, માધવ બલ્લાલ નામજોશી અને વિષ્ણુ કૃષ્ણ ચિપલુણકર સાથે મળી ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી જેનો ઉદ્દેશ્ય ભારતીય યુવા પેઢી માટે શિક્ષણની ગુણવત્તા વધારવાનો હતો. ડેક્કન એજ્યુકેશન સોસાયટીનો ઉદ્દેશ્ય ભારતીય યુવા પેઢીમાં ભારતીય પરંપરાને આધારે રાષ્ટ્રવાદી વિચારસરણીનો વિકાસ કરવાનો હતો. તેમણે આગળ જતાં સાંસ્કૃતિક અને ધાર્મિક સુધારાના ઓછાયા હેઠળ સ્વાતંત્ર્ય આંદોલનની શરૂઆત કરી. તેઓ ફરગ્યુસન કોલેજમાં ગણિત શીખવાડતા હતાં.

🔰💠🔰💠🔰💠🔰👁‍🗨🔰💠🔰
નરકેસરી બાળગંગાધર એ ખરા અર્થમાં ' લોકમાન્ય '
♦️👇♦️👇♦️👇♦️👇♦️👇♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

જે મનુષ્ય સાહસની સાથે કષ્ટ અને વિપત્તિ સહન કરે છે
તે જ પોતાના જીવનમાં વિજયી થાય છે.
-લોકમાન્ય ટિળક

સફળતાની કોઈ પણ ચાવી તમે પોતે એ કાર્ય ન કરો ત્યાં સુધી
હાથમાં આવતી નથી.
-લોકમાન્ય ટિળક

👉'' સ્વરાજ્ય એ મારો જન્મસિદ્ધ હક્ક છે અને હું તે લઇને જ જંપીશ '' - એ સૂત્ર કોઇ વિધાન કરવા ખાતર વહેતું મૂકાયેલું ન હતું . આ સૂત્ર એ અવિરત સંઘર્ષ તથા સમર્પણના બળે કરવામાં આવેલો સિંહની ગર્જના સમાન પ્રભાવી નાદ હતો . સૂત્ર જગતના ચોકમાં નિર્ભયતાથી તથા છલોછલ આત્મવિશ્વાસથી રજૂ કરનાર નરકેસરી બાળગંગાધર એ ખરા અર્થમાં ' લોકમાન્ય ' હતા . મહારાષ્ટ્રના રત્નાગિરી પ્રદેશનું આ રત્ન ગાંધીયુગ પહેલાં ભારતીયોની શ્રદ્ધાના કેન્દ્ર સમાન હતું . ' કેસરી' અખબારના સર્જક અને સંચાલક લોકમાન્ય ટિળક હિન્દુસ્તાનની પ્રજામાં જોમ પેદા કરનાર મોભી હતા . ઇ. સ . ૧૮૫૬ના જુલાઇ માસની ૨૩મી તારીખે ટિળકનો જન્મ થયો હતો . આથી લોકમાન્ય ટિળકની સવિશેષ સ્મૃતિ જુલાઇ માસમાં થાય તે સ્વાભાવિક છે .

👉લાલ - બાલ અને પાલની ત્રિપુટીએ આઝાદી પ્રાપ્ત કરવા ગોરા શાસકોની ભીખ માગવા માટે નહીં પરંતુ અવિરત સંઘર્ષ કરવા વ્યાપક લોકમત ઊભો કર્યો હતો . ૧૮૦૯ માં ટિળકની ધરપકડ કરીને બ્રિટિશ સરકારે મુકદ્દમો ચલાવ્યો . આપણા દેશના કેટલાક કાનૂની મુકદ્દમાઓ યાદગાર રહેલા છે . ટિળક સામેનો કેસ અને તેનો બચાવ એ પણ આપણા ઐતિહાસિક તથા અનોખા દસ્તાવેજ સમાન છે . કેસ ચલાવનાર ન્યાયમૂર્તિઓની જૂરી સામે તેમણે પોતાનું ૨૧ કલાકનું જાનદાર તથા તર્કબદ્ધ સંબોધન રજૂ કર્યું . ટિળકની બુદ્ધિપ્રતિભા તથા કાનૂની સમજ તેમાં સ્પષ્ટ રીતે તરી આવે તેવા હતા . આઝાદ થવા મથામણ કરતાં દેશના લોકોની અંતરની અકળામણને ટિળક મહારાજે જાણે અદાલતના આંગણે શબ્દદેહ આપેલો હતો . તેમની સામે મૂકવામાં આવેલા તેમનાં અખબારી લખાણો અંગેના આરોપ સામે તેઓએ એક નીડર પત્રકારને છાજે તેવી દલીલ કરી . તેમણે અદાલતને જણાવ્યું કે પરિસ્થિતિ જ્યારે ઉગ્ર અને અશાંત હોય ત્યારે અશાંતિના કારણો સરકારના મનમાં ઠસાવવાની પત્રકાર તરીકે તેમની ફરજ હતી , જે તેમણે નિષ્ઠાથી બજાવી હતી . આ બાબત લોકમાન્યના મતે પ્રજાના વ્યાપક હિત માટે કરવી જરૂરી હતી અને તેમનો અખબારી ધર્મ પણ હતો . તેમણે કેટલાક સરકારના ટેકામાં રહીને પ્રજાહિત વિરુદ્ધ લખાણ કરતા અખબારોની નિષ્ઠા બાબતમાં સણસણતો પ્રશ્ન પણ રજૂ કર્યો . જુરીને ટિળકનાં લખાણો રાજદ્રોહથી ભરપૂર જણાયાં .

👉ટિળકની સત્ય હકીકતો પર આધારિત તર્કબદ્ધ દલીલો સામે એડવોકેટ જનરલની શાસન તરફી દલીલોને માનવા તરફ જૂરીનો ઝૂકાવ રહ્યો . ટિળકને દેશમાંથી બહાર મોકલવા માટે દેશનિકાલની સજા કરવામાં આવી . આ સજા પણ છ વર્ષની લાંબી અવધિ માટે ફરમાવવામાં આવી . ટિળકના યાદગાર શબ્દોનો તે ક્ષણે દેશ શાક્ષી બન્યો . તેમણે ગર્જના કરી . '' જૂરી ગમે તે કહે પરંતુ હું નિર્દોષ છું . વ્યક્તિ તથા રાષ્ટ્રનું ભાગ્ય ઘડનાર આ અદાલત કરતાં વધુ ઉચ્ચ શક્તિ અસ્તિત્વ ધરાવે છે . જે ધ્યેયના કારણે હું લડી રહ્યો છું તેનો ઉત્કર્ષ મારી મુક્તિ કરતાં મારી યાતનાથી થશે . '' કાળની તે ક્ષણોને ટિળક મહારાજની વાણીએ પાવક બનાવી. રામપ્રસાદ '' બિસ્મિલ'' ના શબ્દો યાદ આવે. વક્ત આને દે બતા દેંગે તુજે ઐ આસમાં હમ અભીસે ક્યા બતાયે ક્યા હમારે દિલ મેં હૈ સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ.

👉લોકમાન્યને ક્રાન્તિકારીઓ તરફ એક વિશેષ લગાવ હતો . શિર ઉપર કફન બાંધીને પૂર્ણ બલિદાનની ભાવના સાથે નીકળી પડેલા આ મરજીવાઓના દબાણની અસર ગોરી સરકારે વખતો વખત અનુભવી છે . ટિળક યુવાન હતા ત્યારે પુનામાં વાસુદેવ બળવંત ફડકેને તેમણે ક્રાન્તિની મશાલ ઉપાડતા નીરખ્યા હતા . ટિળકના મન પર આવી ઘટનાઓની ઊંડી અસર હતી . રાસબિહારી બોઝ, નાના સાહેબ પેશ્વા તેમજ વિખ્યાત ક્રાન્તિકારી ચાફેકર બંધુઓ તરફ તેમની અંતરની શ્રદ્ધા હતી . આમ છતાં અવિરત અને દીર્ઘ બંધારણીય લડત દેશને મુક્ત કરવા માટે અનિવાર્ય છે તેની પણ પ્રતીતિ તેમને હતી . ' કેસરી' સમાચાર પત્રના માધ્યમથી તેઓ દેશના મુક્તિસંગ્રામમાં પૂરકબળ બને તેવી ઘટનાઓ - વિગતો સીફતપૂર્વક પ્રકાશિત કરતા હતા . અખબારના માધ્યમથી વ્યાપક જનસમૂહને જાગૃત કરવાની આ અસરકારક પ્રથા તરફ બ્રિટીશ અમલદારોની હમેશા કરડી નજર રહી હતી . ક્રાન્તિવીરોનાં કાર્યોનો ટિળકનો બચાવ તર્કબધ્ધ અને પ્રભાવી રહેલો હતો . ૧૮૫૬ માં ટિળકનો જન્મ થયેલો . ૧૮૫૭ માં બ્રિટીશ સત્તાને ઉથલાવી નાખવાનો પ્રયાસ થયેલો . આ ઐતિહાસિક પ્રયાસને મળેલી નિષ્ફળતાના કારણોના ટિળક ઊંડા અભ્યાસુ હતા . ભવિષ્યની લડતમાં આવી ક્ષતિઓ ન રહે તેવા સ્વસ્થ વિચારો તેમણે અનેક યુવાનોમાં મનમાં ઊંડે સુધી રોપ્યા હતા . દાદાભાઇ નવરોજી અને લોકમાન્ય તરફથી મુક્તિ માટેની ચળવળના મજબૂત પાયા નાખવામાં આવ્યા હતા . તેણે ગાંધીજીના કાર્યને થોડું સુગમ બનાવ્યું હતું .

🎯👉જાણીતા વિદ્વાન શ્રી એન . સી . કેલકરના મતે ટિળકે નૂતન રાષ્ટ્રીય ઉત્સવોની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી . લોકમાન્યને સાંપડેલી અનેક યશ કલગીઓમાં આ એક મહત્વની યશ કલગી છે . લોકમાન્યની આ કામગીરી વ્યૂહાત્મક રીતે પણ ખૂબજ અસરકારક પુરવાર થઇ હતી . ' ગણપતિ બાપા મોરીયા ' અને સ્વાભિમાની વીર શિવાજી મહારાજની સ્મૃતિમાં ઉત્સવોના માધ્યમથી ઉજવણી થાય અને તેમાં દેશની મુક્તિના કાર્યને વેગ મળે તેવું આયોજન થાય તેવી ચોક્કસ ગણતરી ટિળકની હતી . ઇતિહાસકારોના મતે ટિળકનું ચાતુર્ય ઉત્સવો શરૂ કરવામાં તો છેજ પરંતુ તેને એક સામુદાયિક સ્વરૂપ આપીને પ્રજામાં રાષ્ટ્રીય ઉત્સાહનું સર્જન કરવામાં સવિશેષ છે . ઉત્સવો થકી સામાન્ય લોકો પણ એક અલગ ખુમારી સાથે મુકિત સંગ્રામમાં જોડાયા

♻️🎯ટિળક પહેલી ઓગસ્ટ ૧૯૨૦ ના દિવસે અનંતની યાત્રાએ ઉપડી ગયા . ગાંધીજીએ નોંધ કરી : '' અભિનવ ભારતના જનક તરીકે તેમનું નામ અજરામર થશે . ટિળક જેવું ભવ્ય મૃત્યુ આજ લગી કોઇ લોકનાયકના ભાગે નથી આવ્યું . '' ટિળક મહારાજ ગીતા રહસ્ય લખીને પણ આવનારી અનેક પેઢીઓ પર ઋણ ચડાવીને ગયા છે . હિન્દુસ્તાન કદી આ લોકમાન્ય ' બાલ ' ને વિસરી શકશે નહીં .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt