Yuvirajsinh Jadeja:
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
👁🗨ઈતિહાસમાં 5 ઓગસ્ટનો દિવસ
♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💣🔫1965ના યુદ્ધની શરૂઆત🔫💣
ભારત - પાકિસ્તાન વચ્ચે વર્ષ 1965ની પાંચમી ઓગસ્ટે કાશ્મીર સરહદે યુદ્ધની શરૂઆત થઈ હતી . 33 હજારથી વધુ પાકિસ્તાની સૈનિકો કાશ્મીરી નાગરિકોના વેશમાં ઘૂસી જતાં ભારતે વળતો હુમલો કરવો પડ્યો હતો .
⚡️⚡️પહેલી વીજળીથી ટ્રાફિક લાઇ⚡️
વિશ્વની પહેલી વીજળીથી ચાલતી ટ્રાફિક લાઇટ અમેરિકાના ઓહિયો રાજ્યમાં વર્ષ 1914ની પાંચમી ઓગસ્ટે લાગી હતી . આ થાંભલા પર લાલ અને લીલી એમ બે રંગની લાઇટ અને એક બઝર લગાવાયુ હતું .
✨☄યાકુબ મેમણની ધરપકડ👤👤
૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ બાદ પાકિસ્તાન ભાગી ગયેલા મેમણ બંધુઓમાંના યાકુબ મેમણની ઓન પેપર સીબીઆઇએ વર્ષ ૧૯૯૪માં આજના દિવસે દિલ્હીથી ધરપકડ કરી હતી .
🔷1391 :- સ્પેનનાં બારસિઁલોના અને ટોલેન્ડોમાં યહૂદીઓનો નરસંહાર કરવામાં આવયો.
🔶1962 :- અમેરિકન અભિનેત્રી મેરેલિન મનરોનું 36 વર્ષની વયે અવસાન થયુ.
🔶1963 :- પરમાણું પરીક્ષણ પર પ્રતિબંધ મુકવા રશિયા-અમેરિકા-બ્રિટને સર્વસંમતિ બાદ એક કરાર કાર્યો.
🔷1964 :- અમેરિકાએ ઉત્તર વિયેતનામ પર ભારે બૉમ્બવર્ષા ચાલુ કરી.
🔶1991 :- લીલી શેઠ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધિસ બન્યાં.
🔷2016 :- બ્રાઝીલના રિયો-ડી-જાનેરો શહેરમાં ઓલમ્પીક રામોત્સવની શરૂઆત થઈ. જે 21 ઓગષ્ટ 2016 સુધી ચાલેલ.
💣૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ: અમેરિકન બી-૨૯ બોમ્બર વિમાન "એનોલા ગે" એ "લિટલ બોય" નામનો અણુબોંબ ફેંકતા, જાપાનનું હિરોશિમા શહેર છિન્નભિન્ન થઇ ગયું. આશરે ૭૦,૦૦૦ લોકોતો તુરંતજ મોત પામ્યા, અને લાખો લોકો ત્યાર પછી વર્ષો સુધી અણુબોંબને કારણે ઉદભવેલ તાપ અને વિકિરણોની ઝેરી અસરને કારણે રિબાઇ રિબાઇને મર્યા.
🔶💻📲૧૯૯૧ – 'ટિમ બર્નર્સ-લી'એ " વર્લ્ડ વાઇડ વેબનો વિચાર વર્ણવતી ફાઇલ જાહેર કરી. 'WWW'એ ઇન્ટરનેટ સેવાઓમાં, જાહેર જનતાનાં લાભાર્થે, પ્રવેશ કર્યો.
🔷૧૮૮૧ – સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ , જીવવિજ્ઞાની, એન્ઝાઇમ લાઇસોઝાઇમની શોધ અને પેનિસિલિનની શોધ માટે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર વિજેતા.
🔶૧૯૨૫ – સુરેન્દ્રનાથ બેનરજી ,
ભા.રા.કોંગ્રેસનાં નેતાનું અવસાન(જ. ૧૮૪૮)
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
ઈતિહાસમાં 5 ઓગસ્ટનો દિવસ
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt