ગણિતના પ્રમેયને જેનું નામ આપ્યંુ છે તેવા પાયથાગોરસનો જન્મ ૫૭૦ ઇ.પૂ. સામોસ ગામમાં થયો હતો. તેઓ પ્રાચીન ગ્રીક તત્ત્વચિંતક અને ગણિતજ્ઞા હતા. એક વાયકા પ્રમાણે તે સમયે પાયથાગોરસે એવું નિવેદન આપ્યું હતંુ કે સંખ્યા જ વિચારોની શાસક છે, અને દેવો અને દૈત્યોના શાસનનું કારણ છે. ટૂંકમાં તેઓ સંખ્યાને સર્વેસર્વા માનતા હતા. તેમના સમયમાં તેમણે ક્રોટન શહેરના લોકોના સાંસ્કૃતિક જીવનમાં સુધાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે તે સમયે લોકોને પાયથાગોરસના આવા વિચારો અજીબ લાગતા હતા, છતાં પાયથાગોરસે પોતાની મહેનત ક્યારેય છોડી નહોતી. કહેવાય છે કે પાયથાગોરસ પોતાની ભણવાની તીવ્ર ઇચ્છાના કારણે ઘણીવાર સ્કૂલમાં જ રહેતા હતા.
પાયથાગોરસે તેમના જીવનમાં ધાર્મિક શિક્ષણ, સામાન્ય ભોજન, વ્યાયામ, પઠન અને દાર્શનિક અધ્યયન યુક્ત જીવન જીવવાનો આગ્રહ રાખ્યો હતો, તેઓ તેમની આસપાસના લોકોને પણ આ જ રીતે જીવવાની પ્રેરણા આપતા રહેતા.
પાયથાગોરસને ગણિત સાથે અપાર પ્રેમ હતો, તે સમયે ગણિત શું છે તે વિશે પણ અમુક લોકો નહોતા જાણતા, ત્યારે પાયથાગોરસ પોતાની શાળામાં ગણિત, ભૂમિતિ અને સંખ્યાના અનેક પ્રયોગો કરતા, આ પ્રયોગ કરીને તેમાંથી અલગ-અલગ ઉત્તર મેળવવા પ્રયત્ન કરતાં રહેતાં તે સમયે તેમની શોધના કારણે આજે આપણને પ્રમેયને શીખી શક્યા છીએ. પાયથાગોરસ બાદ તેમના નિયમની પ્લેટો ઉપર ખાસ્સી અસર પડી હતી. અને તેમણે પાયથાગોરસની પદ્ધતિને અપનાવી આગળ શોધ ચલાવી હતી.