ઈતિહાસમાં ૧૮મી ઓગસ્ટનો દિવસ

Yuvirajsinh Jadeja:
🔰🎯🔰🔰🎯🔰🎯🔰🎯🔰🎯
ઈતિહાસમાં ૧૮મી ઓગસ્ટનો દિવસ
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💐🙏💐નેતાજીનું નિધન ?💐🙏💐

વર્ષ ૧૯૪૫માં આજના દિવસે નેતાજી સુભાષચંદ્ર બોઝ હાલના તાઇપેઈ અને તે સમયના ફોર્મોસા તરીકે ઓળખાતા શહેરથી ચીન તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમનું વિમાન ક્રેશ થયાનું મનાય છે . તેમના સંબંધીઓ સહિત વિશાળ વર્ગ આ થિયરી સાથે સંમત નથી અને તેને કાવતરું ગણાવે છે .

💻📲💻IIT ખડગપુરની સ્થાપના📲💻

ભારતની પહેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની સ્થાપના પશ્ચિમ બંગાળના ખડગપુરમાં વર્ષ ૧૯૫૧માં આજના દિવસે થઈ હતી . અંગ્રેજો જે મકાનને ડિટેન્શન કેમ્પ તરીકે ઉપયોગમાં લેતા હતા તે સ્થળે ૪૨ શિક્ષકો , ૨૨૪ વિદ્યાર્થી સાથે આ સંસ્થા શરૂ થઈ હતી .

🎤🎧🎼🎹ગુલઝાર🎤🎧🎼🎹

બોલીવૂડના સમર્થ ગીતકાર અને લેખક ગુલઝારનો જન્મ ૧૯૩૪માં આજના દિવસે થયો હતો . તેમનું મૂળ નામ સંપૂરન સિંહ કાલરા છે . બિમલ રોય અને ઋષિકેશ મુખરજી જેવા દમદાર સર્જકો સાથે કરિયર શરૂ કરનારા ગુલઝારને ફાળકે, સાહિત્ય અકાદમી , પદ્મભૂષણ , ગ્રેમી અને એકેડમી એવોર્ડ મળ્યા છે .

✈️✈️રાઇટ બ્રધર્સ પહેલાનું વિમાન✈️✈️

વર્ષ 1903ની 18 ઓગસ્ટે જર્મન સંશોધક કાર્લો જેથોએ પહેલું વિમાન ઉડાવ્યું હતું . રાઇટ બ્રધર્સની વિમાનની શોધ એક મહિનો મોડી હતી , છતાં કાર્લો તેની શોધને આગળ વધારી શક્યો નહોતો.

🚥🚦🚥હિલિયમની શોધ🚥🚦🚥

ફ્રેન્ચ એસ્ટ્રોનોમર પિયરી જેનસેને 1868માં 18 ઓગસ્ટે આંધ્રપ્રદેશના ગુંટુરમાં સૂર્યગ્રહણ જોતી વખતે હિલિયમની શોધ કરી હતી . ઊર્જાનો વિપુલ સ્ત્રોત ગણાતું હિલિયમ સૂર્યની સપાટી પર ગેસરૂપે હોવાનું તેમણે કહ્યુ હતું .

🎯1700 : બીજા પેશ્વા બનેલા બાજીરાવ પ્રથમનો જન્મ થયો.

🎯1800 : ફોર્ટ વિલિયમ કૉલેજની કલકત્તામાં સ્થાપના થઈ.

🎯🇮🇳🇮🇳1900 :- સંયુક્ત રાષ્ટ્રસંઘ (UNO) ની સામાન્ય સભાના પ્રથમ મહિલા પ્રમુખ વિજયાલક્ષ્મી પંડિતનો જન્મ થયો.
🎯૧૮૭૭– 'અસફ હોલે' (Asaph Hall) મંગળનો ચંદ્ર
ફોબોસ શોધ્યો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

📓📔📒📕📗📘📙📘📗📕
💠💠ભક્ત કવિ દયારામ💠💠💠
♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️

🎯ગુજરાતી ભક્ત કવિ અને જેની ગરબીઓ જાણીતી છે તેવા દયારામનો જન્મ તા. ૧૮/૮/૧૭૭૭ના રોજ એમના મોસાળ ડભોઈમાં થયો હતો. એમનું મૂળ વતન ચાંદોદ હતું. પિતાનું નામ આણંદરામ ભટ્ટ અને માતાનું નામ મહાલક્ષ્મીબેન અથવા રાજ્કોર હતું. દયારામની સ્મરણ શક્તિ ખૂબ જ તેજ હતી. જેટલું સાંભળે તેટલું રાતે યાદ કરીને સૂઈ જવાની તેને આદત હતી. નાની વયે પણ તેમણે ઘણા શ્લોકો કંઠસ્થ હતા. તેમાં શિક્ષક બાપુરામના કહેવાથી તેમના પિતાએ આઠમાં વર્ષે યજ્ઞોપવીત સંસ્કાર કર્યા પછી કાશી ભણવા માટે મોકલવાની ઈચ્છા હતી પણ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ભણવા ન મોકલી શક્ય. માત્ર દસ વર્ષની નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી. ત્યારપછી બે વર્ષ પછી માતા પણ અવસાન પામ્યા. આમ નિરાધાર બનેલા દયારામની સંભાળ એમના કાકાની દીકરી ધનગૌરીએ સંભાળી પરંતુ એ પણ ગુજરી જતાં તેઓ પોતાના મોસાળ ડભોઇ ગયા અને ત્યાજ વસવાટ કર્યો. એક દિવસ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઈચ્છારામ ભટ્ટજીની કથા સાંભળી ને દયાશંકર ખૂબ પ્રભાવિત થયા. ભટ્ટજીને ગુરુ બનાવ્યા અને એમનું જીવન પલટાઈ ગયું. પોતાના ગુરુના ઉપદેશથી તેમણે વલ્લભસંપ્રદાયનો વૈષ્ણવધર્મ તેમણે અપનાવ્યો. પરિણામે દયાશંકરમાંથી દયારામ થયા. શ્રીકૃષ્ણને પ્રિયતમ માનીને ગોપીભાવે તેને ભજતા રહ્યા. દયારામે અનેક તીર્થોની પદયાત્રા કરી. તેઓ શ્રીનાથજીમાં હોય ત્યારે રાત્રે એ ભજન કીર્તન કરતાં તેમના સંગીતના જ્ઞાનને લીધે તે ધાર્મિક બેઠકો સંગીતસભાનું રૂપ ધારણ કરી લેતી. તેમની કવિતાની શરૂઆત માત્ર ૧૩ વર્ષની વયે થઇ હતી. ડાકોર થી દ્વારિકા સુધીના મંદિરોમાં પોતાના સૂરીલા કાંઠે ગઈ એમને કેટલાય ભક્તહદયને ભીજવ્યા હશે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt