સ્ટોડોલાનો જન્મ ઓસ્ટ્રિયાના લિપ્ટોવસ્કી ગામે ઈ.સ.૧૮૫૯ના મે માસની ૧૦ તારીખે થયો હતો. તેના પિતા ચામડાના વેપારી હતા.
લિવોસ અને કોવાક ખાતે માધ્યમિક શિક્ષણ લીધા બાદ સ્ટોડોલાએ ૧૮૭૬ થી ૧૮૮૦ સુધીમાં બુડાપેસ્ટ ટેકનિકલ યુનિવર્સિટી, ઝુરિય યુનિવર્સિટી અને સ્વીસ ઈન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કર્યો હતો. તે મિકેનીકલ એન્જિનિયર બન્યો. હંગેરિયન સ્ટેટ રેલવેમાં એન્જિનિયર તરીકે કારકિર્દી શરૂ કર્યા બાદ તે ફરી ઉચ્ચ અભ્યાસ કરવા પેરિસની ચર્લોટબર્ગ યુનિવર્સિટીમાં જોડાયો હતો. ૧૮૯૨માં તેને મિકેનીકલ એન્જિનિયરિંગમાં પ્રોફેસર તરીકે નિમણૂક મળી હતી. ૧૯૧૫માં તેણે યુદ્ધમાં હાથ-પગ ગુમાવેલા સૈનિકો માટે કૃત્રિમ હાથ અને પગ બનાવવાનું શરૂ કર્યું.
તેમાં હવાને ગરમ કરી તેમાં ઈંધણ ઉમેરવામાં આવે છે. આ જેટ વિમાન પણ આ પ્રકારના એન્જિનથી ચાલે છે. ગેસ ટર્બાઈનની શોધમાં ઘણા વિજ્ઞાાનીઓનો ફાળો છે. તેમાં ઓરેલ સ્ટોડોલાનો મહત્ત્વનો ફાળો છે.
તેણે ૧૯૦૩માં ગેસ ટર્બાઈનની રૂપરેખા અને સિદ્ધાંત રજૂ કરેલા. તેણે સ્ટીમ હિટરની શોધ પણ કરેલી સ્ટોડોલાને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ઘણા સન્માનો મળેલા. આલ્બર્ટ આઈન્સ્ટાઈન તેના સારા મિત્ર હતા. સ્ટોડોલાએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઘણા દાન અને સેવા સંસ્થાઓ ઊભી કરેલી.
ઈ.સ. ૧૯૪૨ના ડિસેમ્બરની ૨૫ તારીખે તેનું અવસાન થયું હતું.