મહારાષ્ટ્રઃ બોમ્બે હાઇકોર્ટે પ્રમોશનમાં અનામત રદ કરવાનો આપ્યો આદેશ

બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્રમાં સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામત રદ કરવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદા બાદ અનામતનો લાભ થઇ પ્રમોશન મેળવી ચૂકેલા લોકો પર પ્રમોશન છીનવી લેવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. રાજ્યમાં આ મોટો રાજકીય મુદ્દો બની શકે છે.
મહારાષ્ટ્ર સરકારે વર્ષ 2004માં એક જીઆર કાઢીને સરકારી નોકરીમાં પ્રમોશન માટે અનામત લાગૂ કરવામાં આવી હતી. આ હેઠળ અનુસુચિત જાતિને 13 ટકા, અનુસુચિત જનજાતિને 7 ટકા, વણઝારા જાતિ અને વિશેષ જાતિ તરીકે બેંકવર્ડ ક્લાસ માટે 13 ટકા અનામત લાગુ કરવામાં આવ્યું હતું. જોકે, આ અનામતને તે સમયે મહારાષ્ટ્ર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે (મેટ) ફગાવી દીધું હતું પરંતુ મેટના આદેશને બોમ્બે હાઇકોર્ટને પડકારવામાં આવ્યો હતો.
મામલામાં ડિવિઝન બેન્ચમાં પ્રથમ સુનાવણી પરંતુ બંન્ને જજોમાં સહમતિ બની શકી નહી અને ફરી એકવાર કેસ સિંગલ બેન્ચ પાસે જતો રહ્યો. જજે પણ મેટના આદેશને માન્ય ઠેરવ્યો હતો. આ પ્રકારે 2-1થી સરકારની નોકરીમાં પ્રમોશનમાં અનામત રદ કરવાનો નિર્ણય સંભળાવવામાં આવ્યો. અદાલતે પોતાના આદેશમાં 12 સપ્તાહની અંદર સરકારને જરૂરી ફેરફાર કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ સાથે આદેશના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો.
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt