ઈતિહાસમાં 22 ઓગસ્ટનો દિવસ

Yuvirajsinh Jadeja:
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
🎯ઈતિહાસમાં 22 ઓગસ્ટનો દિવસ
👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🚥🚦બીબીસી ટેલિવિઝન પ્રસારણ💻

બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)ની ટેલિવિઝન ચેનલનું પહેલું પ્રસારણ વર્ષ ૧૯૩૨માં આજના દિવસે શરૂ કરવામાં આવ્યું હતું. કર્મચારીની દૃષ્ટિએ વિશ્વની બીજી સૌથી મોટી બ્રોડકાસ્ટિંગ કંપની બીબીસી છે.

💠💠💠મુંબઈ ગેંગરેપ💠💠💠

મુંબઈની બંધ પડેલી મીલ કમ્પાઉન્ડમાં એક મહિલા પત્રકાર પર એક કિશોર સહિત પાંચ જણાએ બળાત્કાર કર્યાની ઘટના વર્ષ 2013ની 22 ઓગસ્ટે બની હતી. દોષિતોને ફાંસીથી લઈને જન્મટીપ જેવી સજા થઈ હતી.

🛩✈️🛩પહેલો હવાઈ હુમલો✈️🛩✈️

વર્ષ 1849ની 22 ઓગસ્ટે ઓસ્ટ્રિયાએ વેનિસ પર બલૂન દ્વારા વિશ્વનો પહેલો હવાઈ હુમલો કર્યો હતો. જ્યારે વિમાન દ્વારા પહેલો હવાઈ હુમલો નવેમ્બર 1911માં ઇટાલીની એરફોર્સ દ્વારા તુર્કી પર કરવામાં આવ્યો હતો.

🚦🚥🚦જિનિવા કન્વેન્શન🚦🚥🚦

યુદ્ધ દરમિયાન દુશ્મન દેશના કેદીઓ સાથે માનવતાભર્યું વર્તન કરવાની માર્ગદર્શિકા આપતું જિનિવા કન્વેન્શન પહેલીવાર વિશ્વના 12 દેશોએ વર્ષ 1864ની 22 ઓગસ્ટે સહી કરીને સ્વીકાર્યું હતું.

🎯1818 : ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોરેન હેસ્ટિન્ગનું અવસાન થયુ.

👉1915 : બંગાળી એક્ટર શંભુ મિશ્રાનો જન્મ થયો.

👉1919 : આધુનિક હિન્દી ભાષાનાં કવિ ગિરિજા કુમાર માથુરનો જન્મ થયો.

👉1942 : જમ્મુ અને કશ્મીરનાં પુર્વ વડાપ્રધાન હરિક્રિષ્ના કૌલ (રાજા પંડિત) નું અવસાન થયુ.

👉1984 : આર વેંકટ રમન ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદ થયાં.

🔰૧૬૩૯ – 'બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની' દ્વારા, સ્થાનિક નાયક રાજા પાસેથી લેવાયેલી ભુમિ પર, મદ્રાસ (હવે ચેન્નઈ), ભારત, નો પાયો નંખાયો.

🔰૧૮૪૯ – ઇતિહાસનો પ્રથમ હવાઇ હુમલો: ઓસ્ટ્રિયાએ ઈટાલિનાં વેનિસ શહેર પર ચાલકરહીત બલૂનો દ્વારા હુમલો કર્યો.
🔰૧૮૬૪ – બાર દેશોએ જિનેવા ઘોષણા પર હસ્તાક્ષર કર્યા. રેડક્રોસની સ્થાપના થઇ.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
📽🎥📽🎥📽🎥📽🎥📽🎥
📽🎥📽દામુભાઈ ઝવેરી🎥📽
📽🎥📽🎥📽🎥📽🎥📽🎥

🔰👉                     રંગભૂમિના મુઠ્ઠી ઉચેરા આરાધક  તથા ઇન્ડિયન નેશનલ થિયેટરના સ્થાપક દામુભાઈ ઝવેરીનો જન્મ તા. ૨૨/૮/૧૯૨૧ના રોજ મુંબઈમાં થયો હતો. મુંબઈમાં છેલ્લા છ દાયકાથી તેઓ સાંસ્કૃતિક જીવનમાં ઓતપ્રોત હતા અને આઈ.એમ.ટી. સંસ્થાને માત્ર મુંબઈની જ નહી પણ દેશની અગ્રગણ્ય સંસ્થા બનાવવામાં તેમનો સિંહફાળો હતો. આઈ.એન.ટી નું પોતાનું સંકુલ ઉભું થાય તેવી તેમની અભિલાષા હતી.તેનું કાર્ય દોઢ મહીંના બાદ શરુ થવાનું હતું. કાયદાકીય વિધિ તેમણે સતત પ્રવૃતિશીલ રહી પાર પાડી હતી પણ આ કામ શરુ થાય તે પહેલા તેમણે જીવનના અંતિમ શ્વાસ લીધા હતા.
👉                         દામુભાઈ ઝવેરી ખરા અર્થમાં રંગકર્મી હતા, આધુનિક રંગભૂમિને નવું સ્વરૂપ આપવાનું તેમનું સ્વપ્ન હતું. જેને સાકાર કરવા તેમણે આજીવન ભેખ ધર્યો હતો. તેઓ જીવનની છેલ્લી પળસુધી પોતાનું સ્વપ્ન સાકાર પ્રતિબદ્ધ રહ્યા હતા.રંગભૂમિ માટે ખરા અર્થમાં ‘ હીરા પારખું’ હતા. રંગભૂમિ વ્યવસાયના કેન્દ્રમાં રહેવા છતાં સમજણપૂર્વક નેપથ્યમાં રહી પ્રસિદ્ધ મેળવી હતી. તેમણે ઇન્ડિયન નેશનલ થિયેટરના સ્થાપના થી જ્ માનદ મંત્રી તરીકે કામગીરી કરી હતી.રંગભૂમિના વિકાસ કરવા માટે તેમણે અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો. ‘ મોતી વેરાણા ચોકમાં’ નાટકમાં તેમનું પહેલું સર્જન હતું. તેમણે ‘ કુમારની અગાશી’ ભજવ્યું હતું. ‘ સપ્તપદી’, ‘સંતુ રન્ગુલી’, ‘ ખેલંદો’, વૈશાખી કોયલ’ અને સગપણના ફૂલ’ જેવા શ્રેષ્ઠ નાટકો માટે તારક મહેતા, જયંત પારેખ અને મધુરાય જેવા સર્જકોની સહાયથી ભજવ્યા હતા. ગુજરાતી રંગભૂમિના વિકાસમાં તેમનું પ્રદાન અનન્ય છે. તેઓ માત્ર સ્વપ્નદ્રષ્ટા જ્ નહી પણ સ્વપ્નને વાસ્તવિકતાની ધરાતલ પર સાકાર કરનાર કર્મયોગી હતા. અનેક નાટ્ય સંસ્થાઓ સાથે સંકળાયેલ દામુભાઈ ઝવેરીનું ૧૫ માર્ચ ૨૦૦૨ના રોજ અવસાન થયું.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt