ઈતિહાસમાં 23 ઓગસ્ટનો દિવસ

Yuvirajsinh Jadeja:
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
♻️ઈતિહાસમાં 23 ઓગસ્ટનો દિવસ
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💠જર્મન યુનિફિકેશનની જાહેરાત💠

સોવિયેત આધિપત્ય ધરાવતા પૂર્વ જર્મની અને લોકશાહીની તરફેણ કરતા પ. જર્મનીએ વર્ષ 1990ની 23 ઓગસ્ટે એક થઈ જવાની જાહેરાત કરી હતી. 3 ઓક્ટોબરે બંને તરફના લોકોએ રિયુનિફિકેશનની ઉજવણી કરી હતી.

📲📱ભારતમાં મોબાઇલની શરૂઆત📲📱📲

વર્ષ ૧૯૯૫માં આજના દિવસે કોલકતાથી ભારતમાં મોબાઇલ સર્વિસ એટલે કે સેલ્યૂલર સર્વિસની શરૂઆત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ૧૬ વર્ષ પછી ફોર જી સર્વિસની પહેલી શરૂઆત પણ કોલકતામાં થઈ હતી.

📲WWW વર્લ્ડ વાઇડ વેબની શરૂઆત

૧૯૯૧માં આજના દિવસે કમ્પ્યૂટર સાઇન્ટિસ્ટ ટીમ બનર્સ-લી દ્વારા સ્થપાયેલા WWW ફાઉન્ડેશને સત્તાવાર રીતે ઇન્ટરનેટના ઉપયોગની શરૂઆત કરી હતી. WWW પ્રોજેક્ટની જાહેરાત છઠ્ઠી ઓગસ્ટે થઈ હતી.

🔰🎯આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ

આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ, દર વર્ષે ૨૩ ઓગસ્ટનાં રોજ, યુનેસ્કો દ્વારા, એટલાન્ટિક પારનાં ગુલામ વ્યાપારની યાદગીરી રૂપે મનાવવામાં આવે છે.

🎯1573 : અકબરને વ્યાપક બાળવાનો રિપોર્ટ મળ્યો ત્યારે આગ્રા છોડ્યું. અને અમદાવાદ આવી પહોંચ્યા.

🎯1872 : વકીલ, સામાજિક કાર્યકર અને આંધ્રપ્રદેશનાં પુર્વ મુખ્યમંત્રી તૂન્ગુતુરી પ્રકાશમનો જન્મ થયો.

🎯1947 : ભારતના નાયબ વડાપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે શપથ લીધા હતા.

🎯1958 : મરાઠાવાડા યુનિવર્સિટીની શરૂઆત થઈ.

🎯1995 : સૌપ્રથમ વખત સેલ્યુલર ફોન સેવા કલકત્તા માં શરૂ થઈ.

🎯૧૮૭૩ - રણછોડદાસ ઝવેરી, નૂતન શિક્ષણનાં પ્રણેતા અને કેળવણીકારનુ અવસાન.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🗄🗄🗄🗄🗄🗄🗄🗄🗄🗄
📖📖પ્રવીણ દરજી📖📖
📚📚📚📚📚📚📚📚📚
                          ગુજરાતી નિબંધકાર, વાર્તાકાર અને કવિ પ્રવીણ શનિલાલ દરજીનો જન્મ તા. ૨૩/૮/૧૯૪૪ના રોજ પંચમહાલ જીલ્લાના મહેલોલ ગામમાં થયો હતો માતાનું નામ ચંચળબેન હતું.પ્રાથમિક શિક્ષણ મહેલોલ અને માધ્યમિક શિક્ષણ વેજલપુરમાં પ્રાપ્ત કર્યું હતું. ઉચ્ચ શિક્ષણ ગોધરા તેમ જ્ મોડાસાની કોલેજમાં મેળવ્યું હતું. ઈ.સ. ૧૯૬૫માં યુનિવર્સિટીમાં સ્નાતકની પદવી પ્રથમ વર્ગ સાથે પાસ કરી મોડાસા કોલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા ત્યારપછી લુણાવાડા કોલેજમાં અધ્યાપક તરીકે જોડાઈ લુણાવાડાને પોતાની કર્મભૂમિ બનાવી. ઈ.સ. ૧૯૭૩માં પી.એચ.ડી.ની ઉપાધી પ્રાપ્ત કરી. એમની અભ્યાસની કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. અનુસ્નાતકની પરીક્ષાઓમાં યુનિવર્સિટીમાં પ્રથમ આવીને તેમને ધૂમકેતુ એવોર્ડ, સરયુબાળા રાયાચંદ ગોલ્ડ મેડલ એનાયત થયા. તેમણે
🎯👉ઈ.સ. ૧૯૭૩માં તો ‘ચીસ’ નામક પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો.ત્યારબાદ એમણે ચાર કાવ્યસંગ્રહ પ્રાહત કર્યા.’ લીલા પર્ણ’, ઘાસના ફૂલ’, ‘ વેણુરવ’, ‘ પંચમ’ અને શાખાઓના સંવાદ’ એમના નિબંધસંગ્રહ છે. તો ‘ હિમાલયના ખોળે’ અને ‘ નવા દેશ, નવા વેશ’ એમના નોંધપાત્ર પ્રવાસગ્રંથો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ‘ લીલા પર્ણ’ કૃતિને કાકાસાહેબ કાલેલકર પારિતોષિક એનાયત થયેલ છે. ‘ ઘાસના ફૂલ’ કૃતિ માટે ઉપેન્દ્ર પંડ્યા એવોર્ડ તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘ પંચમ’, ‘ગાતાં ઝરણા’, ‘ કાવ્યસંગ’ અને ‘હિમાલયને ખોળેને પારિતોષિક એનાયત થયેલ છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt