ઈતિહાસમાં ૨૧ ઓગસ્ટનો દિવસ

Yuvirajsinh Jadeja:
💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠
🎯ઈતિહાસમાં ૨૧ ઓગસ્ટનો દિવસ
💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔘📚કાકાસાહેબ કાલેલકર📚📖

ગુજરાતીમાં નિબંધ અને પ્રવાસ લેખનમાં અનેરું યોગદાન આપનારા કાકાસાહેબે વર્ષ ૧૯૮૧માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને વર્ષ ૧૯૬૫માં સાહિત્ય અકાદમી એવોર્ડ અને ૧૯૬૪માં પદ્મવિભૂષણ એનાયત થયા હતા.

🔭🔬🕳એસ. ચંદ્રશેખર🔭🔬🕳

ભારતીય મૂળના અમેરિકન એસ્ટ્રોફિઝિસિસ્ટ સુબ્રમણિયમ ચંદ્રશેખરે વર્ષ ૧૯૯૫માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા. તારાની રચના વિશે ગણિતિક થિયરી બદલ વર્ષ ૧૯૮૩માં તેમને નોબેલ પારિતોષિક અપાયુ હતું.

🏃🏃🏃યુસેન બોલ્ટ🏃🏃🏃

વિશ્વના સૌથી ઝડપી દોડવીર યુસેન બોલ્ટનો જન્મ વર્ષ ૧૯૮૬માં આજના દિવસે થયો હતો. ગ્રોસરી સ્ટોર ચલાવતા માતા-પિતાને ત્યાં જન્મેલા બોલ્ટે છ ઓલિમ્પક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠ ગોલ્ડ મેડલ જીત્યા છે.

🖼🖼🖼મોનાલિસાની ચોરી🖼🖼🖼

વર્ષ 1911ની 21 ઓગસ્ટે લિયોનાર્ડો દા'વિન્ચીનું ફેમસ પેઇન્ટિંગ મોનાલિસા ચોરી થઈ ગયું હતું. પેરિસના ફેમસ મ્યુઝિયમ લુવ્રમાંથી આ પેઇન્ટિંગની ચોરી મ્યુઝિયમના કર્મચારી વિન્સેન્ઝો પેરુગિયાએ કરી હતી. જોકે તે બે વર્ષે પોલીસને હાથ લાગ્યો હતો.

🔫🛡પહેલી લોંગ રેન્જ મિસાઇલ🛡🔫

એક ખંડમાંથી બીજા ખંડમાં જઈ ત્રાટકતી વિશ્વની પહેલી ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ R-7 Semyorka વર્ષ 1957ની 21 ઓગસ્ટે રશિયાએ વિકસાવી હતી. ICBMના નામે ઓળખાતી આ મિસાઇલની રેન્જ ઓછામાં ઓછી 5500 કિલોમીટર હોવી જરૂરી છે.

🕳🕳રેડિયેશનથી વિશ્વનું પહેલું મોત

વર્ષ 1945ની 21 ઓગસ્ટે અમેરિકન ભૌતિકશાસ્ત્રી હેરી ડેઘલિયન પરમાણુ રેડિયેશનથી મોતને ભેટનાર વિશ્વનો પહેલો વિજ્ઞાની નોંધાયો હતો. પ્લુટોનિયમ-ગેલિયમના કોરમાં તેમનાથી ટંગસ્ટન કાર્બાઇડનો ઇંટ જેવો ટૂકડો પડી જતાં રેડિયેશન ફેલાયું હતું.

💠🔰ગૌરીશંકર ઉદયશંકર ઓઝા

ગગા ઓઝા આઝાદી પહેલાંના સમયમાં ભાવનગર રાજ્યના મુખ્ય કારભારી હતાં. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમણે સન્યાસ લીધો હતો અને સચ્ચિદાનંદ સરસ્વતિના નામે ભાવનગર શહેરની બહાર આશ્રમ બનાવીને રહેતા હતાં તથા સંન્યાસી જીવન ગાળતા હતાં.

🎯1955 : ગુજરાતી ભાષાનાં કવી અને લેખક આર. વી. પાઠકનું અવસાન થયુ.

🔰1959 : હવાઈ અમેરિકાનું ૫૦મું રાજ્ય બન્યુ.

🔰1968 : રશિયાએ ૫ વર્ષ બાદ ફરી વખત દેશમાં 'વોઇસ ઓફ અમેરિકા' નું રેડીઓ પ્રસારણ બંધ કર્યું.

🔰1972 : ભારતમાં વન્યજીવ સંરક્ષણ કાયદો અસ્તિત્વમાં અવ્યો.

🔰1978 : ક્રિકેટર વિનુ માંકડનું અવસાન થયુ.

♻️1988 : ભારત-નેપાળ સરહદે આવેલા ભૂકંપમાં લગભગ ૧૦૦૦નાં મોત થયા.

🎯2006 : પ્રસિધ્ધ શહેનાઈ વાદક ઉસ્તાદ બિસ્મીલ્લાહ ખાનું નિધન થયુ.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt