1828 :- રાજા રામ મોહન રાય દ્રારા બ્રહ્મોસમાજની કલકત્તામાં સ્થાપના કરવામાં આવી.

Yuvirajsinh Jadeja:
👏⭕️👏⭕️👏⭕️👏⭕️👏⭕️👏
🔰🎯1828 :- રાજા રામ મોહન રાય દ્રારા બ્રહ્મોસમાજની કલકત્તામાં સ્થાપના કરવામાં આવી.
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

એક પ્રાપ્ત થતાં બધું પ્રાપ્ત થઇ જશે !

પ્રાર્થના કોટપાટલુન પહેરીને પણ થાય. સ્નાન કરવાની પણ જરૃર નહિ. આ મત બ્રહ્મોસમાજ કહેવાયો. એમાં એક બ્રહ્મની પ્રાર્થના થતી

સાધકના મનમાં સતત એવા પ્રશ્નો જાગતાં હોય છે કે પ્રાર્થના એટલે શુ ?  ઉપાસના અને પ્રાર્થનામાં શો તફાવત ? તો વળી કોઇ એમ વિચારે છે કે ઉપવાસ કરવા જરૃરી છે ખરા ? આ ઉપવાસથી આપણને કોઇ લાભ થાય ખરો ? આ સંદર્ભમાં જ્ઞાાનયોગી શ્રી ચંદુભાઇના અધ્યાત્મગહન વિચારો પર દ્રષ્ટિપાત કરીએ. તેઓ કહે છે,

પ્રાર્થનાનો સામાન્ય અર્થ યાચના એવો છે. પ્રભુ પાસે કાંઇ યાચવું એ પ્રાર્થના છે. જેમ જેમ માનસિક વિકાસ થતો જાય છે, તેમ તેમ પ્રાર્થનાનો અર્થ ફરતો જાય છે. ઉચ્ચ કોટિનો ભક્ત પરમાત્માને ઓછામાં ઓછું કામ સોંપે છે, એથી આગળ જનારો ભક્ત કશી ઈચ્છા જ નથી કરતો. એની એક એક ક્રિયા પ્રભુમય જ થાય છે, પણ આપણે સામાન્ય પ્રચલિત અર્થની પ્રાર્થનાની વાત કરીએ.

પ્રભુ મહાન છે એની પાસે કંઇ માગવું એ ખોટું નથી. પણ મને લાગે છે કે પરમાત્માનું ધ્યાન, મનન વગેરે કરવું અને એની પ્રાર્થના કરવી એ બંને એક વસ્તુ નથી; અત્યારે પ્રાર્થના જે અર્થમાં વપરાય છે તે તો ખ્રિસ્તી ધર્મની અસરનું પરિણામ છે. ખ્રિસ્તી ધર્મના લોકો દર રવિવારે એકાદ કલાક દેવળમાં જઇ આવે છે. ત્યાં પાપોની માફી માગે છે, પરમેશ્વર પાસે કંઇ ને કંઇ માગે છે.

આને એ લોકો પ્રાર્થના કહે છે.
આપણા ધર્મમાં આનાથી ઊલટું જ છે. આપણે ત્યાં કલાકો સુધી પૂજા-પાઠ ચાલે, જપયજ્ઞાોનો તો પાર જ નથી. મંદિરોના ઉત્સવો, વ્યક્તિગત તેમજ સામુદાયિક યજ્ઞાો અને પૂજનો, વળી પ્રસંગે પ્રસંગે જુદી જુદી પૂજનવિધિ, આ બધાની ખૂબ ખૂબ ભરમાર હોય છે. જે આખો દિવસ પૂજા-પાઠમાંથી નિવૃત્ત નથી થતો તે વધારે ધાર્મિક ગણાય છે.

આ બધી પૂજનવિધિમાં ઊંડે ઊંડે કંઇક યાચના જ રહેલી છે. યાચના વિનાની પૂજનવિધિ ઓછી છે અને તે જ સાચી પૂજા ગણાય. ઓગણીસમી સદીના ત્રીજા ચોથા દાયકામાં બંગાળના જાણીતા સુધારક અને વિચારક રાજા રામમોહનરાયે જોયું કે બંગાળાનો યુવાન વર્ગ ખ્રિસ્તી ધર્મની અસર નીચે આવતો જાય છે. એ વર્ગ હિંદુ ધર્મની પૂજાવિધિથી કંટાળ્યો છે.

એ યુવાન વર્ગને ખ્રિસ્તી ધર્મની અસરથી બચાવવાને એમણે હિંદુ ધર્મનાં ઉપનિષદો વગેરે પ્રાચીન ધર્મ પુસ્તકોમાંથી ભાવવાહી પ્રાર્થના પસંદ કરી અને ખ્રિસ્તીઓ જેમ દેવળમાં જાય છે, તેમ જુદા જુદા સ્થાને યુવાનોને એકઠા કરીને પ્રાર્થના કરવાનું રાખ્યું. અંગ્રેજોની અસર નીચે આવેલાને હિંદુ વિધિનિષધ અને સંધ્યાપૂજા નહોતાં ગમતાં, વળી તે લાંબા પણ હતાં.

આ પ્રાર્થના કોટપાટલુન પહેરીને પણ થાય. સ્નાન કરવાની પણ જરૃર નહિ. આ મત બ્રહ્મોસમાજ કહેવાયો. એમાં એક બ્રહ્મની પ્રાર્થના થતી. ગુજરાત મહારાષ્ટ્રમાં એ બ્રહ્મસમાજ પ્રાર્થનાસમાજ કહેવાયો. એમાં જે પ્રાર્થના ઉપનિષદોના મંત્રો ઉપરથી તૈયાર થઇ તે ઠીક ભાવવાહી લાગે છે, પણ હે ઈશ્વર મને આ આપજે અને પેલું આપજે એ મને ખ્રિસ્તી ધર્મની અસરનું પરિણામ લાગે છે. બ્રહ્મોસમાજની પ્રગતિના અરસામાં પંજાબમાં આર્યસમાજ સ્થપાયો. એના સ્થાપક એક નૈષ્ઠિક બ્રહ્મચારી અને વૈદિક ઋષિની ગણનામાં  આવે એવા મહર્ષિ  દયાનંદ  હતા.

એમણે વેદને પ્રમાણભૂત ગણ્યા. યોગપદ્ધતિ, ધ્યાનપદ્ધતિ, વેદ-ઉપનિષદોનું પઠનપાઠન, સંસ્કારપદ્ધતિ, યજ્ઞા વગેરે કાયમ રાખ્યાં. અલબત્ત એ સૌને નવીન રૃપ આપ્યું અને વિધિ કરતાં ભાવનાની જાગૃતિને વધારે મહત્ત્વ આપ્યું.

આર્યસમાજે આશ્રમવ્યવસ્થાને વ્યવસ્થિત કરી. એના સંન્યાસીઓના ઉત્સાહથી અને વેદ અને ઉપનિષદો ઉપરના એમના પ્રેમથી આર્યસમાજ વધારે લોકપ્રિય થઇ પડયો. મારી ગણત્રી પ્રમાણે આર્યસમાજની મહત્તા આધ્યાત્મિક ધર્મની સાથે વ્યાવહારિક અને સામાજિક ધર્મનો ઉપદેશ કરવા માટે વધારે છે. ઠીક. આર્યસમાજ પણ પ્રાર્થના એટલે માગવું એમ નથી સ્વીકારતો.  માગે છે તો એ ઉચ્ચ ભાવના માગે છે.

વાતાવરણમાં ઉચ્ચ ભાવના જાગૃત કરવા માટે, કે વ્યક્તિઓમાં ઉચ્ચ સંસ્કારનું સિંચન કરવા એની સંસ્કારવિધિ કે હોમ-હવન છે. ભાવનાની જાગૃતિ એ જ ભક્તિ છે. જૂના કાળની ભક્તિરસ જાગૃત કરવાની રીત બદલાઇ ગઇ. બ્રહ્મોસમાજે પોતાની પદ્ધતિ પ્રમાણે ભક્તિરસ જાગૃત કરવા માંડયો, અને આર્યસમાજે પોતાની ઢબે.

પૂજ્ય ગાંધીજી આફ્રિકામાં હતા. ત્યાં તેઓ ખ્રિસ્તીઓની અસર નીચે આવ્યા. ખ્રિસ્તી મિત્રો પણ કર્યા. એ બધાની અસરથી હોય કે બંગાળાના બ્રહ્મોસમાજની અસરથી હોય, એમણે પણ સામુદાયિક પ્રાર્થના કરવાની રાખી. પ્રથમ પ્રાર્થના ડરબનના ટૉલસ્ટૉય ફાર્મમાં થઇ. એમની પ્રાર્થનાના મંત્રો અને ભજનોમાં પણ લૌકિક યાચના નથી, એક પરમ ભાવની જાગૃતિની ભાવના કરવાની છે, સંસ્કારોની શુદ્ધતા માટે એવા ભાવપૂર્ણ મંત્રોનું સ્મરણ કરવાનું છે.

ઐહિક સુખભોગની માગણીનું નામનિશાન નથી. સારાંશ એ કે આપણા ધર્મમાં પ્રાર્થના એટલે કંઇ ને કંઇ ઐહિક સુખ-ભોગની માગણી નહિ, પણ પરમભાવની જાગૃતિ માટે ભાવના કરવી એ પ્રાર્થના છે. ક

ર્મના પરિણામમાંથી છટકી જવાની ઈચ્છા કોઇ સાચો હિંદુ ન કરે. કર્મને માટે આપણે આપણી જાતને જ જવાબદાર ગણી છે. હા, આપણે એટલું માગીએકે 'પ્રભુ, મને  સદ્બુદ્ધિ આપે,' 'તારી ઈચ્છા સમજી શકવાની શક્તિ આપજે.'

પ્રાર્થના શબ્દનો ભાવ ઉપાસના થાય તો મને ગમે. ઉપાસના એટલે મનને પાસે બેસાડવું. મનને પ્રભુની પાસે બેસાડવું તે ઉપાસના. પ્રભુ સર્વત્ર છે, સર્વરૃપે છે, માટે મન જ્યાં જ્યાં એકાગ્ર થઇ જાય છે, ત્યાં ત્યાં તેની ઉપાસના જ ચાલે છે. એકાગ્રતા એક એકનિષ્ઠા સાધવાને માટે ગમે તે એક વસ્તુ ઉપર મનને એકાગ્ર કરવાની ટેવ પાડવામાં આવે છે.

એક વસ્તુ ઉપર મનને એકાગ્ર થતાં આવડયું, તો તે જ્યાં એકાગ્ર કરવું હશે ત્યાં એકાગ્ર થઇ શકશે. એક જ ઈષ્ટદેવ રાખવો, એક જ ઈષ્ટદેવની ઉપાસના કરવી. આ રીતથી જે સાંપ્રદાયિક માન્યતા છે તેનો ઉદ્દેશ એ જ કે એક વસ્તુમાં મનને કેન્દ્રિત કરવું.

જે વસ્તુ સાથે મન એકાગ્ર થાય તેના ગુણદોષ મનમાં આવી જાય છે. તે વસ્તુના વિચાર પણ આવે છે, તેથી આપણે એક અખંડ પૂર્ણ, બ્રહ્મ, સત્ ચિત્ આનંદની કલ્પના કરી. આ કલ્પના એક સુંદરમાં સુંદર કલ્પના છે, એથી વધુ શ્રેષ્ઠ ભાવ હોઇ ન શકે. એ ભાવસાથે એકાગ્ર થતાં આવડયું - એ ભાવ બેસી ગયો, તો બધું જ બેસી જાય છે. ્રદ્વયઝ્ર ાૃ્રૃ।યઝ્ર શ્નિંીઊંશ્રર લૃઊંશ્રર ાૃ્રૃ।ઊંશ્રર ગ્શ્નેં। ળ એ એકને પ્રાપ્ત કરવાથી બધું જ પ્રાપ્ત થાય છે.

તે એક તે એ જ. સત્-ચિત્-આનંદ સ્વરૃપ બ્રહ્મ. ઉપાસકની સફળતા એ કે ઉપાસના કરતાં કરતાં ઉપાસ્યરૃપ બની જવું. જેવી જેની શ્રદ્ધા તેવો તે. તો પછી મહાન તત્ત્વ ઉપર જ શ્રદ્ધા કેમ ન બેસાડવી ? સેવા જ કરવી છે, તો પછી સમર્થની સેવા કેમ ન કરીએ ? મન એકલું તો રહેતું જ નથી; એને પકડવાને કંઇ ને કંઇ તો જોઇશે જ.

બુદ્ધિમાન પુરૃષનું લક્ષણ એ કે મનને સારી વસ્તુ પકડાવી. શ્રી રામતીર્થની એક વાત છે, 'એક જંગલમાં એક માણસ વૃક્ષ નીચે સિસકારા બોલાવ્યા કરતો હતો. એક મુસાફરે તેને પૂછ્યું, 'અલ્યા, અહીં શું કરે છે ?' પેલો માણસ બોલ્યો. 'કઢી પીઉં છું.' મુસાફર બોલ્યો, 'કઢી શા માટે પીએ છે ?' પેલો કહે, 'ભૂખ લાગી છે તેથી.'

મુસાફરને નવાઇ લાગી, કઢી તો છે નહિ અને કહે છે કે હું કઢી પીઉં છું એ કેમ બને ?
તેણે પૂછ્યું, 'અલ્યા, ગાંડો થયો કે શું ? તારી પાસે કઢી તો છે નહિ, અને કઢી પીએ છે એમ શા માટે કહે છે ?'

પેલો માણસ બોલ્યો, 'એતો હું માનસિક કઢી પીઉં છું. ભૂખ લાગી છે. પાસે કંઇ  જ નથી. માટે માનસિક કઢી પી લઉં છું.'

મુસાફર હસ્યો, અને બોલ્યો, 'ખરો મૂર્ખ છે, માનસિક જ ખાવું પીવું હતું, તો કંઇ મિષ્ટાન્ન જ ખાવું હતું ને, કે જેથી સિસકારો બોલાવવો ન પડે ?'

આપણે સૌ એવા જ છીએ. મન કોઇ ને કોઇ વસ્તુ પકડશે જ. તો પછી એને ઉચ્ચ ધ્યેય જ પકડાવી દેવું સારું છે. મનની તદ્દન પાસેમાં પાસે. મનનું પણ મૂળ સ્વરૃપ, મન જેમાંથી પ્રાણ લે છે એવું એક તત્ત્વ છે. એ તત્ત્વનો સાક્ષાત્કાર કરી ગયેલા મહાત્માઓ આપણા દેશમાં થઇ ગયેલા છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે હિંદુસ્તાન કદી નાસ્તિક બની શકશે નહીં, કારણ કે તેના પૂર્વજો પરમાત્મત્ત્વને અનુભવી ગયા છે. આપણે પણ એ તત્ત્વની ઝાંખી  કરી શકીએ છીએ.

ઉપાસના એટલે તે તત્ત્વમાં મનને ડૂબાવ્યા કરવું તે. મારી ઉપર, નીચે, અંદર, બહાર, સર્વત્ર, સર્વરૃપે તે જ ચૈતન્ય સાગર છે, એવા પરમ ભાવમાં મનને ડૂબાવી દો,. વારંવાર ડૂબાવો. ધીરે ધીરે મન કેળવાઇ જશે, પછી તો એક પળમાં તમે તે  સત્-ચિત્-આનંદ સાથે એકરૃપ થઇ શકશો.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt