વિજયાલક્ષ્મી પંડિત


👩🏻🗣👩🏻🗣👩🏻🗣👩🏻🗣👩🏻🗣
👵👵વિજયાલક્ષ્મી પંડિત👵👵
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰યુનોની મહાસમિતિનાં પ્રથમ મહિલાપ્રમુખ
🔰પંડિત મોતીલાલ નહેરુનાં પુત્રી અને જવાહરલાલ નેહરુનાં બહેન 👏વિજ્યાલક્ષ્મીનો જન્મ ૧૭મી ઑગસ્ટે ઈ. ૧૯૦૦માં થયો હતો.
👉 અભ્યાસ પૂરો કર્યા પછી ઉત્તર પ્રદેશનાં જનસેવાનાં કાર્યોમાં તેમણે ભાગ લેવાનું શરૂ કર્યું.
✅⭕️✅🇮🇳હિન્દના પ્રાંતીય સ્વરાજના જમાનામાં ઉત્તર પ્રદેશનાં પ્રથમ મહિલા પ્રધાન તરીકે તેમણે સેવા આપી હતી.

💠♻️🇮🇳 સ્વાતંત્ર્યચળવળના અનુસંધાનમાં ઈ. ૧૯૩૨, ઈ. ૧૯૪૧ તથા ઈ. ૧૯૪૨માં તેમને કારાવાસ ભોગવવો પડ્યો હતો.
💠♻️🎯 ઈ. ૧૯૪૭થી ઈ. ૧૯૪૯ સુધી રશિયાના રાજદૂત તરીકેની કામગીરી બજાવી

🎯♻️💠ઈ. ૧૯૪૯માં તથા ઈ. ૧૯૫૧માં અમેરિકા તથા મેક્સિકોમાં રાજદૂત બન્યાં.
💠♻️🎯ઈ. ૧૯૫૩-૫૪ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા (યુનો) ની મહાસભાનાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટાયાં.
💠♻️🎯ઈ. ૧૯૫૮થી ઈ. ૧૯૬૧ સુધી સ્પેનમાં રાજદુત તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.
👆👉ત્યાર પછી મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે તેમને નિયુક્તિ મળી હતી.

🙌🙌🇮🇳🇮🇳👉તેમની ઊછરતી વયરમાં અલ્લાહાબાદ મ્યુનિસિપલ બોર્ડનાં સભ્ય અને એજ્યુકેશન કમિટીનાં ચેરમેન, સંયુ્કત પ્રાંતની વિધાનસભાનાં સભ્ય, ઉત્તર પ્રદેશની કૉંગ્રેસ કેબિનેટમાં સ્થાનિક સ્વરાજ્ય અને આરોગ્ય ખાતાના મંત્રી ઇત્યાદી વિવિધ કામગીરી બજાવી.

👉🔰ઈ. ૧૯૨૧માં રણજિત એસ. પંડિત સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.

🎯♻️💠બ્રિટન ખાતેના ભારતના હાઈકીમશનરના સ્થાનેથી તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયાં હતાં.
🔰🎯‘ધી ઇર્વાલ્યુશન ઑફ ઇન્ડિયા‘ નામક એમનાં વ્યાખ્યાનો પુસ્તકાકારે પ્રગટ થયાં છે.
💠♻️🎯દેશની અસાધારણ અને વિશિષ્ટ સેવા બજાવવા બદલ ભારત સરકારે એમને 🎖‘પદ્મવિભૂષણ‘🎖ના પદકથી વિભૂષિત કર્યાં હતાં.

💐ડિસેમ્બર, ૧૯૯૦ના એમનો સ્વર્ગવાસ થયો.
🐾🐾ફૂટનોટ🐾🐾🐾

‘ધ સ્કોપ ઑફ હેપીનેસ’ એ વિજયાલક્ષ્મી પંડિતની આત્મકથા છે. એમણે એ પુસ્તક એમના જીવનના અત્યંત મહત્ત્વના બે પુરુષો, એમનાં પ્રિય પાત્રો - પંડિત જવાહરલાલ નેહરુ અને રણજિત સીતારામ પંડિતને અર્પણ કર્યું છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯ભારતના સ્ત્રી રાજદૂત : શ્રી વિજયા લક્ષ્મી પંડિત

🎯1953: વિજયાલક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ(અને પ્રથમ ભારતીય) બન્યા.

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt