પતેતી

[8/18, 4:26 PM] Yuvrajsinh Jadeja Gondal Current Affairs: Yuvirajsinh Jadeja:
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
નવરોઝ મુબારક …ગુણવંતી ગુજરાત ……અરદેશર ફ. ખબરદાર ‘અદલ’
🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

પતેતી એટ્લે આપણા પારસી ભાઈ-બહેનોનું નવું વર્ષ.તો સૌ પારસી ભાઈ-બેનોને મારા તરફથી નવરોજ મુબારક.તો ચાલે આજે દુધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી લોકોના આગમનની કથા જે પાઠ્યક્રમમાં આવતી હતી તે મમળાવીએ તથા થોડી માહિતી પણ મેળવીએ.

પારસી કોમમાં પતેતીનો તહેવાર એ વિક્રમ સંવતની દિવાળીની જેમ વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. પતેતી એટલે પશ્ચાતાપ કરવો. અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરીને શુદ્ધ થવાનું હોય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે નવરોઝ કહેવાય છે.

પારસીઓ એમના આ નૂતન વર્ષે નવરોઝ મુબારક કહે છે. જરથોસ્તી ધર્મના છેલ્લા રાજાનું નામ યઝદઝદ હતું. તે માયાળુ, પ્રજાવત્સલ રાજા હતો. પણ આરબોના આક્રમણનો તે સામનો ના કરી શકયો. તેને મારી નાખવામાં આવ્યો. પણ વિક્રમ રાજાની જેમ તેની યાદગીરીમાં યદઝર્દી સંવત શરૂ થઈ. હવે તેનું ૧૩૭૭મું વર્ષ શરૂ થયું. આમેય પારસીઓના ભારત વસવાટને ૧૩૫૦ વર્ષ થાય છે.

નવરોઝ નિમિત્તે પારસીઓ રંગબેરંગી વસ્ત્રોમાં સજજ થાય છે. આનંદ-ઉલ્લાસમાં રહીને નવું વર્ષ ઊજવે છે. ગુજરાતી વાતાવરણમાં ગોઠવાઈ જઈને તેઓ કાર્ડ લખે છે અને એકબીજાને ત્યાં મળવા જાય છે. તેઓ આતશ-બહેરામમાં, અગિયારીમાં જાય છે. ત્યાં સુખડનાં લાકડાં અર્પે છે. નવા વર્ષની મંગલકામનાઓ સાથે પ્રાર્થના કરે છે. આ પ્રસંગે જરથોસ્તી ધર્મ, એના ધર્મસ્થાપક, આ ધર્મના સિદ્ધાંતો વગેરે જાણવું જરૂરી છે.

“ઇરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવું અશકય લાગતાં આશરે ૧૩૫૦ વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા. ભારત સાથેના વેપારને લીધે તેઓ ભારત વિશે જાણતા હતા. તેથી સૌપ્રથમ તેઓ ઇ.સ. ૭૬૬ની આસપાસ દીવ બંદરે ઉતર્યા. જયાં તેમણે ૧૯ વર્ષ ગાળ્યાં. ત્યાં પોર્ટુગીઝોના હુમલાથી કંટાળીને ઇ.સ. ૭૮૫માં દરિયાઈ માર્ગે સંજાણ બંદરે ઉતર્યા.

આ વખતે ગુજરાતમાં જાદી રાણાનું રાજ હતું. પારસીઓના વડાએ રાજયાશ્રય માટે રાણા પાસે પ્રતિનિધિમંડળ મોકલ્યું. રાણાએ પ્રત્યુત્તર રૂપે દૂધથી ભરેલો છલોછલ પ્યાલો મોકલ્યો. આ દ્વારા રાણા એ સૂચવવા માગતા હતા કે અમારી વસતી વધારે છે એટલે અમે તમને વસાવી શકીએ તેમ નથી. પ્યાલો લઈને પ્રતિનિધિમંડળ એમના અગ્રણી પાસે પહોંરયું. તેઓ સમજદાર હતા. તેમણે પ્યાલામાં ધીરે ધીરે સાકર ભેળવી. તે ઓગળી ગઈ.

તે જ પ્યાલો લઈને ફરીથી પ્રતિનિધિમંડળને રાણા પાસે મોકલ્યું. રાણો ચતુર હતો. એણે દૂધ ચાખી જૉયું તો દૂધ મીઠું લાગ્યું. રાણાને પ્રત્યુત્તર મળી ગયો કે અમે અહીં દૂધમાં સાકરની પેઠે ભળી જઈશું.’ રાણાએ એમને વસવાટની છૂટ આપી.”

પારસીઓ ઇરાનથી જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા તેની ઉદવાડામાં સ્થાપના કરી. જેને આતશ બહેરામ કહેવામાં આવે છે. ભારતમાં આઠ આતશ બહેરામ છે. ૧ ઉદવાડામાં, ૨ સુરતમાં, ૧ નવસારીમાં અને ૪ મુંબઈમાં. આતશ બહેરામના દરજજા અલગ અલગ હોય છે. અગ્નિસ્થાનને અગિયારી કહેવાય છે.

અમદાવાદમાં ખમાસા ગેટ પાસે અને કાંકરિયા રોડ ઉપર એમ બે અગિયારી છે. તેઓ ગુજરાતમાં નવસારી, સુરત, વલસાડમાં વસ્યા. ત્યારબાદ ખંભાત, ભરૂચ, અંકલેશ્વર, મુંબઈ અને પુનામાં વસ્યા. પછીથી તો તેઓ ભારતભરમાં વસ્યા. કેનેડામાં ટોરોન્ટોમાં પણ મોટી સંખ્યામાં પારસીઓ છે.

હિન્દુ ધર્મમાં જેમ જનોઈની વિધિ છે તેના જેવી પારસીઓમં કુમાર-કુમારીઓ દરેકને માટે નવજૉતની વિધિ છે. જરથોસ્તી ધર્મ પાળનારે સત્ય બોલવું અનિવાર્ય છે. સાયરસે માનવ અધિકારોની હિમાયત કરી જેની વિગતો યુનોમાં છે. ફિરદોસે શ્નશાહનામા’માં જરથોસ્તી ધર્મની એટલી પ્રશંસા કરી કે તેના મૃત્યુ વખતે લોકો કહેવા લાગ્યા કે તે જરથોસ્તી બની ગયો છે. પારસીઓનો ધર્મ એટલે જરથોસ્તી ધર્મ. જેની સ્થાપના ઇ.સ. પૂર્વે ૫૯૦ની આસપાસ ગુરુ અષો જરથુષ્ટ્રે કરી હતી.

અષો જરથુષ્ટ્રનો જન્મ ઇ.સ. પૂર્વે ૬૦૦ની આસપાસ ઇરાનના આઝર બેઇજાન નામના પ્રાંતમાં થયો હતો. અષો જરથુષ્ટ્ર જન્મ વખતે રડયા નહોતા પણ હસતા હતા તેથી ઇરાનના ધર્મગુરુ મેજાઈ દુરાસરુને બાલ્યાવસ્થામાં જ અષો જરથુષ્ટ્રને મારી નાખવાના અનેક પ્રયાસો કર્યા પણ તેમાં તેઓ સુરક્ષતિ રહ્યા.

તેમણે પ્રભાવશાળી ગુરુના સાંનિઘ્યમાં વિધાભ્યાસનો પ્રારંભ કર્યો. તે વખતે રૂઢિચુસ્ત સમાજ હતો જયારે અષો જરથુષ્ટ્ર ક્રાંતિકારી હતા. તેમણે પત્નીની પસંદગી સ્વયં કરી. એમનાં પત્ની હવોવીથીએ ત્રણ પુત્રો અને પુત્રીઓને જન્મ આપ્યો હતો.ઈશ્વરપ્રાપ્તિ એમના જીવનનું એક માત્ર લક્ષ્ય બની રહ્યું. જેઓ નિર્જન પહાડો ઉપર જતા. ત્યાં બેસીને અનેક કલાકો સુધી ચિંતન કરતા. આમ અનેક મહિનાઓ વીતી ગયા. ધીરજ ખૂટવા લાગી. નિરાશા ધેરી વળે તેવું લાગ્યું. એવામાં સાયંકાળે અસ્તાચળે જતા સૂર્યે એમને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. ઈશ્વર-અહુરમઝદે દર્શન આપ્યાં. અહુરમઝદે અષો જરથુષ્ટ્રને વરદાન માગવા કહ્યું તો અષો જરથુષ્ટ્રે પવિત્રતાની માગણી કરી. આમ અષો એટલે પવિત્ર જરથુષ્ટ્ર બન્યા. જ્ઞાનપ્રાપ્તિ પછી એમણે ધર્મપ્રચારનું કાર્ય આરંભ્યું. પ્રારંભ

માં તેમને એક શિષ્ય મળ્યો. પછી રાજયાશ્રય પણ મળ્યો. ૪૭ વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે એમણે ઈરાનમાં જરથોસ્તી ધર્મની જયોત જલાવી રાખી. ૭૭ વર્ષની વયે જયારે તેઓ બંદગી કરતા હતા ત્યારે તુરાની દુરાસરૂન સૈનિકે એમની પીઠ પાછળ ઘા કર્યોજેથી એમનું મૃત્યુ થયું.

🎯🔰જરથોસ્તી ધર્મને જાણવા જેવો છે. તેમના ધર્મગ્રંથનું નામ અવેસ્તા છે. જરથોસ્તી ધર્મ એકેશ્વરવાદને માને છે. તેના કર્મના સિદ્ધાંતો ખિ્રસ્તી ધર્મને મળતા આવે છે. રાષ્ટ્રપ્રેમ, સાદાઈ, સેવા પરાયણતા, પવિત્રતાના ગુણો ધારણ કરવાનું કહે છે. તેઓ અગ્નિને પૂજે છે તેથી સૂર્યોદય પહેલાં ઊઠે છે એટલે તેઓ સમૃદ્ધ છે. મન, વાણી અને કર્મની એકરૂપતા તેમને પ્રિય છે. દુષ્ટને પણ સદ્ગુણી બનાવવાની શુભ ભાવના રાખે છે. દુશ્મનને મિત્ર બનાવે છે. સમાજસુધારણાને તેઓ માને છે. તેમની વાણીની મીઠાશ, સભ્યતા અને સ્વરછતા પ્રશંસનીય છે. ગુજરાતને તેમણે શ્નસાલમુબારક’ શબ્દ આપ્યો.

🙏પારસીઓ આપણા સમાજના અંગ રૂપ બની ગયા છે. તેઓ સાલસ છે. સંઘર્ષ કરતાં સમાધાન કરવામાં માને છે. તેઓ નિરુપદ્રવી છે. આ કોમમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રે વિરલ વિભૂતિઓ થઈ છે. દાદાભાઈ નવરોજી, ફિરોઝશા મહેતા, મીઠું બહેન પિટીટ, વીર નરિમાન, માદામ ભીખાઈજી કામા જેવા સ્વાતંત્ર્યસંગ્રામના અગ્રણીઓ, જમશેદજી તાતા, જમશેદજી જીજીભાઈ, લવજી નસરવાનજી વાડિયા, રતન તાતા, ગોદરેજ જેવા ઉધોગપતિઓ, ડૉ. હોમી ભાભા, ડૉ. હોમી એન. શેઠના જેવા વૈજ્ઞાનિકો, નાની પાલખીવાલા અને સોલી સોરાબજી, શેઠના જેવા પ્રખર કાયદાશાસ્ત્રી, બૌદ્ધિકો જેવી વિભૂતિઓથી પારસી કોમે વિશ્વમાં નામ રોશન કર્યું છે. આપણે સૌ પતેતી-નવરોઝના પાવનપર્વ નિમિત્તે દેશ-વિદેશમાં વસતા સમગ્ર પારસી સમાજને અંતરમનની શુભકામનાઓ પાઠવીએ છીએ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

તો આજે પ્રસ્તુત છે એક પારસી કવિ અરદેશર ફ. ખબરદાર ‘અદલ’ ની જ એક રચના ગુજરાતની ગૌરવગાથા ગાતી

ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત
નમીએ નમીએ માત અમારી ગુણવંતી ગુજરાત

ગુણવંતી ગુજરાત….

સંત મહંત અનંત વીરોની વ્હાલી અમારી માત
જય જય કરવા તારી જગમાં અર્પણ કરીએ જાત
ગુણવંતી ગુજરાત….
ઉર પ્રભાત સમા અજવાળી ટાળીદો અંધાર
એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર
ગુણવંતી ગુજરાત….
[8/18, 4:27 PM] Yuvrajsinh Jadeja Gondal Current Affairs: Yuvirajsinh Jadeja:
🕎⚛🕎⚛🕎⚛🕎⚛🕎
   🌼🌸🌼પતેતી🌸🌼🌸
🔥☄🔥☄🔥☄🔥☄🔥
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏🙏આજે દૂધમાં સાકરની જેમ ભળેલા પારસીઓનું પર્વ પતેતી છે.
સહુ પારસીબંધુઓને પતેતી મુબારક.🙏

💐પતેતી એટલે પશ્ચાતાપ કરવો.
👉 અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરી શુદ્ધ થવાનું હોય છે.

👁‍🗨👉પારસી કોમમાં પતેતીનો તહેવાર દિવાળીની જેમ વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે.
👁‍🗨👉એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે.
🙏પારસીઓ એમના નૂતન વર્ષને નવરોઝ મુબારક કહે છે.🙏

♻️👁‍🗨👉જરથોસ્તી ધર્મના છેલ્લા રાજા યઝદઝદ, જે આરબોના આક્રમણને ખાળી ન શક્યો, 💐તેની યાદમાં યદઝર્દી સંવત શરુ થઈ.
👁‍🗨👉આજે તેમનું 1378મુ વર્ષ ચાલે છે અને પારસીઓને ભારતમાં વસવાટ કરે 1350 સાલ થયાં.
🇮🇳👉ઈરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવા તેઓ લગભગ 1350 વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા. 🇮🇳👉સૌ પ્રથમ તેઓ દીવ બંદરે ઉતર્યા જ્યાં તેમણે 19 વર્ષ ગાળ્યાં ત્યાં પૉર્તુગીઝોના હુમલાથી કંટાળી તેઓ દરિયાઈ માર્ગે 🔰સંજાણ બંદરે 🔰ઉતર્યા. 🍼અહીં જેમ દૂધમાં સાકર ભળે તેમ તેઓ ગુજરાતી સમાજમાં ભળી ગયાં.

🔥🔥પારસીઓ ઈરાનથી જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા તેની 🔥ઉદવાડામાં🔥 સ્થાપના કરી જે 💥આતશ બહેરામને💥 નામે ઓળખાય છે.
💐🙏હિંદુ ધર્મમાં જનોઈની વિધિ છે તેમ પારસીઓમા કુમાર- કુમારીઓ દરેકને માટે 🔃નવજોત🔃 વિધિ છે.

🔄🔵પારસીઓનો ધર્મ એટલે 💠જરથોસ્તી ધર્મ 💠જેની સ્થાપના ઈ.સ. 590ની આસપાસ અષો જરથુષ્ટ્રે કરી હતી.
➡️ઈશ્વરપ્રાપ્તિ એમનાં જીવનનું એક લક્ષ હતું.
➡️નિર્જન પહાડો પર કલાકો ચિંતન કરતા. જ્યારે નિરાશા તેમને ઘેરી વળી ત્યારે અચાનક સંધ્યા ટાણે 🌞સૂર્યે🌞 એમને જ્ઞાનનો પ્રકાશ આપ્યો.
👉ઈશ્વર-અહુરમઝદે દર્શન આપ્યાં અને પવિત્રતાની માંગણીથી તેઓ 🔰અષો🔰 એટલે પવિત્ર જરથુષ્ટ્ર બન્યા.
👁‍🗨👉જ્ઞાનપ્રાપ્તિ પછી તેમણે 47 વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે ☸ઈરાનમાં☸ જરથોસ્તી ધર્મની જ્યોત જલાવી રાખી.
➡️77 વર્ષની વયે બંદગી કરતાં તુરાની સૈનિકે પીઠ પાછળ ઘા કર્યો અને તેમનું મૃત્યુ થયું.
📕તેમનો ધર્મગ્રંથ 📘અવેસ્તાને📘 નામે ઓળખાય છે.
👁‍🗨👉આ ધર્મ ☝️એકેશ્વરવાદમાં ☝️માને છે.

👉👳👳‍♀👦🏻દાદાભાઈ નવરોજી, ફિરોઝશાહ મેહતા, મીઠુબેન પટીટ, વીર નરિમાન, માદામ ભિખાઈજી કામા, જમશેદજી તાતા, જમશેદજી જીજીભાઈ, લવજી નસરવાનજી વાડિયા, રતન તાતા, ગોદરેજ, ડૉ. હોમી ભાભા, ડૉ હોમી શેઠ, નાની પાલખીવાલા, સોલી સોરાબજી, સોલી કાપડિયા વગેરે જેવા અનેક વીરલાઓ આ કોમમાંથી આવેલા છે અને વિશ્વમાં નામ રોશન કર્યું છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
[8/18, 5:37 PM] Yuvrajsinh Jadeja Gondal Current Affairs: Yuvirajsinh Jadeja:
🔥☄🔥☄🔥☄🔥☄🔥☄🔥
✨✨✨✨*નવરોઝ*✨✨✨✨
*નવ એટલે નવો અને રોજ એટલે દિવસ*
🌺🌻🌺🌻🌺🌻🌺🌻🌺🌻🌺
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨👉આજથી લગભગ 3000 વર્ષ પહેલા શાહ જમશેદજીએ પારસીધર્મમાં નવરોઝ મનાવવાની શરૂઆત કરી હતી.

*નવ એટલે નવો અને રોજ એટલે દિવસ*
👉 પારસી ધર્મમાં માનનારા લોકો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. જમશેદ એ નવરોઝ એ ભારતમાં પારસી સમાજ માટે નવા વર્ષનો દિવસ છે. 21 માર્ચે તેની ઉજવણી થાય છે.તે વસંતઋતુની શરૂઆતમાં આવે છે.

👉તે વખતે સરખા દિવસ રાતનો સમય હોય છે, એટલે કે પ્રકાશ અને અંધકાર બંન્ને સરખા હોય છે.
🌞🌚તે સમયે દિવસ અને રાત બંન્ને સરખા હોય છે.તે ચોક્કસ સમયને જમશેદ નવરોઝ કહે છે અને તે આધુનિક સમયમાં પણ ઉજવવામાં આવે છે.

👉નવરોઝના દિવસે પારસી પરિવારોમાં બાળકોથી માંડી તમામ લોકો જલ્દી તૈયાર થઇ નવા વર્ષને વધાવવાની તૈયારીઓમાં લાગી જાય છે.
👉 આ દિવસે પારસી લોકો પોતાના ઘરના આંગણે રંગોળીની સજાવટ કરે છે. ચંદનથી ઘરને સુગંધિત કરવામાં આવે છે. આ બધું ફક્ત નવા વર્ષના સ્વાગત માટે નહીં,
🎯 પરંતુ હવાને શુધ્ધ કરવાના હેતુથી પણ કરવામાં આવે છે.

🔰👁‍🗨👉આ દિવસે પારસી મંદિર *અગિયારીમાં* વિશેષ પ્રાર્થનાઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રાર્થનાઓમાં વિતેલા વર્ષની તમામ ઉપલબ્ધિઓ માટે ભગવાન પ્રતિ આભાર વ્યક્ત કરવામાં આવે છે. મંદિરમાં પ્રાર્થનાની વિધિ સમાપ્ત થયા બાદ સમુદાયના તમામ લોકો એકબીજાને નવા વર્ષના અભિનંદન પાઠવે છે. નવરોઝના દિવસે ઘરમાં મહેમાનોનો આવવા-જવાનો અને અભિનંદન પાઠવવાનો દોર ચાલુ રહે છે. આ દિવસે પારસી ઘરોમાં સવારે નાસ્તામાં રવો નામની મીઠાઇ બનાવવામાં આવે છે.🍚🍲 જેને સુજી, દૂધ અને ખાંડ મેળવીને તૈયાર કરવામાં આવે છે.

👉👁‍🗨👉નવરોઝના દિવસે પારસી પરિવારોમાં વિભિન્ન શાકાહારી અને માંસાહારી ભોજનની સાથે મગની દાળ અને ભાત અનિવાર્ય રીતે બનાવવામાં આવે છે. જુદા-જુદા સ્વાદિષ્ટ પકવાનો સાથે 🔰મગની દાળ અને ભાત એ સાદગીનું પ્રતિક છે, 👉જેને પારસી સમુદાયના લોકો જીવનપર્યંત અપનાવે છે.
▫️નવરોઝના દિવસે ઘર આવનાર મહેમાનો ઉપર ગુલાબજળ છાંટી તેમનું સ્વાગત કરવામાં આવે છે. બાદમાં તેમને નવા વર્ષની શુભ શરૂઆત માટે ફાલુદા ખવડાવવામાં આવે છે.▪️ ફાલુદા▪️ સેવઇઓથી તૈયાર કરેલી એક મીઠી વાનગી છે.

🔶🔷જો કે પારસી સમુદાયના લોકોની જીવનશૈલીમાં આધુનિકતા અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. 🔳🔲પરંતુ પારસી સમાજમાં આજે પણ તહેવારો એટલા જ પારંપરિક રીતે મનાવવામાં આવે છે, જેટલા વર્ષો પહેલા મનાવવામાં આવતા હતા.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰🔰🔰🔰કસ્તી🔰🔰🔰🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉ભારતમાં આવીને હિંદુઓ સાથે ભળી ગયેલા
પારસીઓનો ધર્મ અનોખો છે. કેટલાક પારસીઓની લગ્ન રીત ઉમરગામ તાલુકામાં સ્થાનિક લોકો તથા હિંદુ સંસ્કૃતિથી મળતી આવતી હોય છે. હિંદુ બ્રાહ્મણો જે રીતે જનોઇ પહેરે છે, તેવી જ રીતે પારસીઓ પણ પોતાના ધાર્મિક રીત રીવાજ મુજબ જનોઇ પહેરતા હોય છે.

🎯🔰*તેઓએ જનોઇને કસ્તી તરીકે ઓળખે છે.*

🎯👁‍🗨👉બાળક ૬થી ૯ વર્ષનું થયા બાદ પારસીઓ પોતાના છોકરા કે છોકરીને પારસી ધર્મ ક્રિયા મુજબ 🎯નવજોતની🎯 ઉજવણી કરતા હોય છે. 🔰નવજોત એટલે પારસીઓ પોતાના બાળકને પારસી કોમમાં સ્વીકારે તેના માટેની ધાર્મિક ક્રિયા. આ પરંપરાગત વિધિ દરમિયાન ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે.

🔰👉અગિયારીમાંના દસ્તુરજી (ધર્મગુરુ) નવજોત દરમિયાન ભણીને પહેલા સદરો પહેરાવ્યા બાદ કસ્તી પહેરાવવામાં આવતી હોય છે. 🎯સદરો 🎯👉એટલે કે મખમલની કફની સફેદ રંગની પારસી કોમમાં કસ્તી અહીં મહત્વ ધરાવતી ચીજ છે. જે નવજોત બાદ મરણ સુધી સાથે રહે છે.

👁‍🗨👉🔰કસ્તી એટલે ધેટાના ઉનમાંથી વિશેષ રીતે કાંતીને તૈયાર કરવામાં આવતી સફેદ રંગની જનોઇ.
🔰♻️કસ્તી બનાવવા માટે ખૂબજ કુશળતા હોવી જરૂરી છે. કસ્તી તૈયાર કરવામાં વિશેષ સાધનોમાં સીસમના લાકડામાંથી બનાવેલ જણતર, ચાત્રી, ચાતરડો, કતેલી વગેરે સાધનો વાપરવામાં આવતાં હોય છે. 👉કસ્તી ૬થી ૭ ગજ (અંદાજે ૨૮થી ૩૦ ઇંચ) બનાવવામાં આવતી હોય છે. તેમજ જાડી-પાતળી બનાવાતી હોય છે.

🙏👁‍🗨👉કસ્તી પારસીઓ માટે ખૂબજ અગત્યની છે. પારસીઓ જાતે અગિયારીમાં જતા હોય છે, ત્યારે અંદર આવેલ ધાર્મિક મકાનમાં પ્રવેશતા પહેલા ભણીને કસ્તી કરી અંદર જવું પડે છે. તો બીજી તરફ પારસીઓની ખૂટતી જતી સંખ્યાના કારણે આવનારા દિવસોમાં કસ્તી કોણ પહેરશે અને કોણ બનાવશે તેની પણ ચિંતા સેવાઇ રહી છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

Yuvirajsinh Jadeja:
🔶🔻🔶🔻તખ્તેબહી🔷🔻🔷🔻
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨♦️તખ્તેબહી  પાકિસ્તાનના ખૈબર-પખ્તુન્ખવાના મર્દન જીલ્લામાં આવેલી પ્રાચીન પુરાતત્વ સ્થળ છે. શરૂઆતમાં આ પારસી સ્થળ હતું 👁‍🗨👉જે પછીથી બૌદ્ધ મઠમાં પરિવર્તિત થઇ ગયેલું.
👁‍🗨તે ઈસ્વીસન પૂર્વે પહેલી સદીમાં બાંધવામાં આવેલું છે.
👁‍🗨આ બાંધકામ પુરાતત્વવિદો દ્વારા તે સમયના બૌદ્ધ મઠોની માહિતી માટે અગત્યનું ગણાય છે.
👁‍🗨👉આ સ્થળને ૧૯૮૦માં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ અર્થાત વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કર્યું છે.

♻️💠તખ્તેબહીના એકથી વધુ અર્થ કરી શકાય છે. સ્થાનિક લોકોના માટે ટેકરી પર આવેલા બે કુવા અથવા ઝરણાં પરથી આ નામ પડેલું હોવું જોઈએ.
👉ફારસી ભાષામાં તખ્ત એટલે ઊંચું સ્થાન અથવા રાજગાદી અને બહી એટલે ઝરણું અથવા પાણી. 💦આ પરથી ઊંચેથી વહેતું ઝરણું એવો અર્થ કાઢી શકાય. આ ઉપરાંત ઉદ્ગમની રાજગાદી એવો અર્થ પણ થાય છે.

♻️🎯આ ખંડેરો પાકિસ્તાનના ખૈબર-પખ્તુન્ખવાના મર્દનથી ૧૫ કિમી દુર છે. નાનકડા કિલ્લેબંધ આ જ નામના ગામની પાસે આવેલું છે.  ગામના બજારથી ૨ કિમી દુર નાનકડી ટેકરી પર ૫૦૦ ફીટની ઊંચાઈએ આ સ્થળ આવેલું છે.

▪️🔵બાંધકામ ચાર ભાગમાં વહેંચાયેલું છે:

🔮સ્તૂપ પરિસર, મધ્યમાં આવેલું ખુલ્લા પરિસરમાં વિવિધ સ્તૂપોના જૂથ છ

મઠની ઓરડીઓ, આ છૂટક ઓરડીઓ મુખ્ય પરિસરની ફરતે આવેલી છે. એમાં વિશાળ ખંડ અને ભોજનકક્ષનો સમાવેશ પણ થાય છ.

દ્વિતીય સ્તૂપ પરિસર જે મુખ્ય સ્તૂપ પરિસર જેવું જ છે પરંતુ પાછળથી બાંધવામાં આવેલું છે.

તાંત્રિક મઠ, આ નાની, અંધારી અને નીચા દ્વારવાળી ઓરડીઓ તાંત્રિક ધ્યાન સાધના માટે ઉપયોગમાં લેવાતી હતી.

અન્ય બાંધકામોમાં ઘરો અને મિલનસ્થળોનો સમાવેશ થાય છે જે બિનધાર્મિક ઉપયોગમાં હશે.
આ સ્થળના તમામ બાંધકામ સ્થાનિક પથ્થરો, માટી અને ચુના વડે કરવામાં આવ્યું છે. ભૂકંપની અસર ના થાય તેવી ગોઠવણ પણ જોવા મળે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
[8/18, 5:39 PM] Yuvrajsinh Jadeja Gondal Current Affairs: Yuvirajsinh Jadeja:
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
પારસી સમાજની વાહ!’ અને આહ!’
🇮🇳👉હિજરતી પ્રજા ઝોરોસ્ટ્રોયિન પરંપરા એવી છે કે દીકરી- દીકરો પારસી સિવાયના સમુદાયોમાં પરણે પછી પારસી’ ગણાતા નથી
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨

👁‍🗨👉ઘુમતીમાં યે લઘુમતી?હા,આ ગંભીર સવાલનો વિચાર કરવા માટે હમણાં મુંબઈમાં દસમી પારસી વિશ્વપરિષદ યોજાઈ ગઈ.તેમનામાંથી કોઈએ સરકારની પાસે અનામતના લાભ લેવાની માગણી નથી કરી કે ધાર્મિક લઘુમતી’ હોવાની ખુશી અને અધિકારો જતાવ્યા નહીં.તેમની ચિંતા ઘટતી જતી પારસી વસતીની મુખ્યત્વે રહી છે.
👁‍🗨👉ઝોરોસ્ટ્રોયિન પરંપરા એવી છે કે પારસી સિવાયના સમુદાયોમાં દીકરી-દીકરો પરણે તો પછી તેને સ્વીકારવામાં આવતાં નથી,તે પારસી’ ગણાતા નથી.લગભગ જાપાની સમાજ જેવી અમારી સ્થિતિ છે’ એમ આ પરિષદના એક પારસી મહિલા શેરનાઝ કામાએ કહ્યું તો એમાં વાસ્તવિકતા ઉભરાતી હતી.

🇮🇳👉👉ભારત સરકારે જિયો પારસી’ યોજના કરીને આ સમાજને ટકાવી રાખવાના કેટલાક પ્રયાસો પણ કર્યા છે.

👁‍🗨👉ઈસવી સનની આઠમીથી દસમી સદી સુધી,ઈરાનથી સ્થળાંતર કરીને ભારતમાં પહોંચેલી પારસી પ્રજોનું ભારતીય ઈતિહાસમાં યશસ્વી સ્થાન રહ્યું છે.
🙏🔰ગુજરાતને લાગેવળગે છે તો આ હિજરતી પ્રજાએ પહેલીવાર ગુજરાતના સમુદ્રકાંઠે-દીવ અને સંજાણ-બંદરે નવા દેશ’ને આત્મસાત્ કરવાનો ઈરાદો સેવ્યો અને તે સફળ પણ થયો.આપણા માટે તો પારસી એ સાંગોપાંગ ગુજરાતી જ છે!
🇮🇳👁‍🗨👉કોઈ ક્ષેત્ર એવું નહીં કે તેમણે સિિદ્ઘ હાંસલ ના કરી હોય.
♻️🎯ગુજરાતી પત્રકારત્વ,ભારતીય ઉદ્યોગ અને નાટક તો તેનાં મોટાં ઋણી છે.

🗣♻️🎯સુરતના ફરદુનજી મર્ઝબાન મુંબઈ જઈને,છેક ૧૮૨૨માં છાપખાનો’ અને શીરી મુમબઈના શમાચાર’ અખબાર કાઢે કે પછી
🗣♻️🎯નવસારીના ઝમેશેદજી તાતા લોખંડઉદ્યોગની શરૂઆત કરે:આ તો જગજાણીતાં ઉદાહરણો છે.
♻️💠પારસી-ગુજરાતી નાટકોની વાત આવે ને અદી મર્ઝબાનનું સ્મરણ ન થાય તો જ નવાઈ!હિલેરિયસ ડ્રામા’ એ પારસીઓનું પ્રદાન છે.👏👏👏
🗣🗣જેવી મીઠડી બોલી એવો જ એનો અવતાર.ગુજરાતમાં((અને હિંદી-અંગ્રેજી ભાષાએ પણ જે શબ્દને અપનાવી લીધો છે તે))ફારસ’ 🗣👉શબ્દ ખડખડાટ હાસ્યની સાથે જોડાયેલો છે.
♻️મેહર મારફતિયા અને સૂની તારાપોરવાલાએ સાથે મળીને આવા ૭૧૬ ફારસનો સંગ્રહ પણ પ્રકાશિત કર્યો છે.
💠〰પારસી સમાજમાં ગુનાખોરી ઘણી ઓછી હોવાનું એક સર્વેક્ષણ આવ્યું હતું.તેઓ જે ક્ષેત્રને પસંદ કરે ત્યાં તેને પૂરેપૂરું અપનાવી લે છે.
💠〰♻️દાદાભાઈ નવરોજીની નવસારીથી લંડન,વાયા મુંબઈની જીવન કહાણી રસપ્રદ છે.🔘💠બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રથમ ભારતીય’ તરીકે ચૂંટાયા ત્યારે ગૌરવરણા દાદાભાઈ માટે લંડન ટાઈમ્સ’માં હળવાશથી લખાયું કે🎯 લો,એક વ્હાઈટ ઈન્ડિયન’ સંસદમાં પ્રવેશ્યો!

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
[8/18, 5:42 PM] Yuvrajsinh Jadeja Gondal Current Affairs: Yuvirajsinh Jadeja:
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
પારસી કહેવતો
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
‘તડ્ડન પોનિયો છે, માય બાપે અમઠો ઉજાગરો કીધો’

પિલૂ નાણાવટી પારસી પ્રજા વિશેના એક પુસ્તકમાં લખે છે. ‘પારસીઓ, એમનું નામ સૂચવે છે એ પ્રમાણે પર્શિયાના, એટલે અત્યારના ઈરાનના. પારસી શબ્દનો અર્થ, પાર્સ અથવા ફાર્સથી ઊતરી આવેલી વ્યક્તિ. દક્ષિણ ઈરાનમાં આવેલો આ પ્રદેશ, પ્રાચીન સમયમાં ‘પાર્સ’ નામે ઓળખાતો હતો. ગ્રીકોએ એને પર્સિપોલીસ નામ આપ્યું. ભારતની કુલ વસતીમાં પારસીઓની સંખ્યા માત્ર ૦.૦૧૬ (પોઈન્ટ ઝીરો સોળ) ટકા છે.’

પિલૂ નાણાવટી આગળ જણાવે છે:

‘(દુનિયાભરમાં) આશરે ૯૦,૦૦૦ (નેવું હજાર)ની સંખ્યા ધરાવતી આ નાનકડી કોમનું મૂળ આર્યોની ઈન્ડો-યુરોપિયન શાખામાં મળે છે. ઈતિહાસવિદોના મત પ્રમાણે પ્રાચીન કાળમાં લગભગ ૧૦,૦૦૦ વર્ષ પૂર્વ અથવા એથી પણ પહેલાં આર્યો મધ્ય તુર્કસ્તાનના ઊંચા પામીર પ્રદેશમાં વસતા હતા. તેમાંની એક શાખા યુરોપ તરફ ગઈ અને બીજી શાખા પશ્ર્ચિમ એશિયા, ખાસ કરીને ઈરાન તરફ ઊપડી. અને ત્યાર પછીના સમય દરમિયાન ધીરે ધીરે અફઘાનિસ્તાન થઈ ભારત આવી...

ઈ.સ. ૬૫૧માં પર્શિયન સામ્રાજ્યની પડતી થઈ. આરબોના આક્રમણ સામે એ ટકી શક્યું નહીં. ત્યાર પછી, હાલના પારસીઓના પૂર્વજોએ ઈરાનથી ગુજરાત તરફ કૂચ કરી...’

લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં ભારત આવીને ભારતીય બની ગયેલી આ ઉમદા કોમની ઉમદા ભાષા હજુય જળવાયેલી છે. પારસી ભાષાની ખાસિયતો, એમાં રહેલું દુનિયાદારીનું ડહાપણ, ખૂબ જ હળવાશભરી રીતે થતી અભિવ્યક્તિ આ બધું જ પારસી કહેવતો અને રૂઢિપ્રયોગોમાં સમાયેલું છે. સૂની તારાપોરવાલા અને મહેર મારફતિયાએ આ પારસી ખજાનાને ‘પારસી બોલ’ નામના પુસ્તકમાં ઠાલવી દીધો છે. હેમન્ત મોરપરિયા અને ફર્ઝાના કૂપરનાં વ્યંગ ચિત્રોને કારણે આ પુસ્તક વાંચવા જેવું જ નહીં, નિરાંતે જોવા જેવું બન્યું છે. પારસી ગુજરાતીના શબ્દો રૂટિ માણેકશાએ અંગ્રેજીમાં ઢાળ્યા છે. ‘ગુડ બુક્સ’ અને ‘ફોર્ટી નાઈન આઉટ ઑફ ફિફ્ટી બુક્સ’ દ્વારા પ્રગટ થયેલું આ પુસ્તક કોઈ પણ ગુજરાતી/પારસી પ્રેમીના હૃદયમાં વસી જાય એવું છે.

કોઈ માણસ સ્ટુપિડ હોય એને પારસીઓ કેવી રીતે ઓળખે? કહે કે: ‘એેને તો બુધવારના વાંધા છે!’ મતલબ કે સોમવાર, મંગળવાર એટલું બોલ્યા પછી આગળ વારના નામ પણ એને નથી આવડતા! કોઈ મદદ માગે અને પોતે સ્થિતિપાત્ર હોવા છતાં તદ્દન મામૂલી મદદ કરે એવા માણસ માટે પારસીમાં કહેવત છે: ‘એણે તો પૂમરે પાની પાયુ.’ એટલે કે રૂના પૂમડાને ભીનું કરીને પાણી આપ્યું!

સાવ નાનો લાભ લેવા માટે મોટું નુકસાન કરનારા માટે શું કહેવાય? ‘મોપ (મોભ) ભાંગીને ગિલ્લી કીધી.’ ઘરને ટેકો આપતો મોટો-લાંબો લાકડાનો બીમ એટલે મોભ. અને કોઈનામાં કશુંક કરવાની તાકાત ન હોય છતાં કરવા જાય એવી વ્યક્તિ માટે કહેવાય: ‘ચરયો (ચઢ્યો) નહીં તેટલામાં ઊતરી ગયો.’ આ રૂઢિપ્રયોગમાં જોકે, સેક્સ્યુઅલ અન્ડરટોન છે!

મોભવાળી જ કહેવતનું એક બીજું રૂપ છે: ‘વહાન ભાંગીને પાટલા બનાવ્યા.’ ગુડ ફૉર નથિંગ જેવી વ્યક્તિને શું કહેવું: ‘તડ્ડન પોનિયો છે, માય બાપે અમઠો ઉજાગરો કીધો.’

આ જુબાન એટલી મિઠ્ઠી છે કે એમાં બોલાતા શબ્દકોશ બહારના શબ્દો પણ પ્યારા લાગે. એટલે જ પારસીઓમાં કહેવાતું હોય છે: ‘મમ્મો ચચ્ચો વગર સીરપા નહીં.’ ‘સીરપા’ એટલે ઊંધેથી વાંચો તો ‘પારસી’! કોઈનાથી ખૂબ ત્રાસી ગયેલો પારસી એને શું કહેશે? ‘અહીં મલ્યો તો મલ્યો, ઉપર ના મલતો.’ અને કોઈને શ્રાપ આપવાનું મન થાય તો શું કહેવાનું? ‘તારે ઘેરે તાર આવે.’

કોઈની પાસે તમે કંઈક ફેવર માગવા જાઓ ને એ પણ તમારી પાસે એવી જ કોઈ ફેવરની માગણી કરે ત્યારે કેવી સિચ્યુએશન ઊભી થાય: ‘વેવાઈ તમે નાતરૂં કરો તો આવો વેવાણ આપરે કરીએ’!

કોઈ બહુ ફાંકા મારતું હોય પણ એની ખરી પરિસ્થિતિ તમને ખબર હોય ત્યારે તમારે કહેવાનું: ‘મોટે ઘેરે મોટી વાત ને અરધી રોટલી પર આખી રાત.’ કોઈએ ધંધો શરૂ કર્યો હોય પણ તમને ખબર હોય કે આ ધંધામાં એ પૈસા કમાવાનો જ નથી ત્યારે કહેવાનું: ‘એણે છોલેલા બોરનો ધંધો સરૂ કરિયો.’ મારા મોઢામાંથી તારે જે બોલાવવું છે તે નહીં બોલાવ, મારા મોઢામાં શબ્દો નહીં મૂક-આવું કહેવું હોય ત્યારે બોલવાનું: ‘મોહનામાં (મોઢામાં) બૂક ના મૂક.’

જ્યાં ને ત્યાં પોતાનો ફાયદો શોધતો આદમી ભટકાઈ જાય એના માટે કહેવાય: ‘જહાં મલી તારી, તહાં છોરી ગારી.’ અર્થાત્ જ્યાં મળી તાડી, ત્યાં છોડી ગાડી.

અને કેટલાક શબ્દપ્રયોગો: ફેન્સી કપડાં પહેરેલી વ્યક્તિ હોય તો એને ‘એસ્કી મેસ્કી’ કહેવાય. જાડા માણસને ‘જારો પોરો’, અસ્તવ્યસ્ત માણસોને ‘જીઠરા પીઠરા’, ખોટાં ટેન્ટ્રમ્સ કરનાર ‘ફેસ્ટા ફજેટા’ કહે, ગુસ્સો કરે ત્યારે ‘ફૂ ફા’ કહે છે, એની એ જૂની વાતનું પિંજણ કરે ત્યારે ‘પીજન પોટલો’ કહે છે. ટાઈટમ્ટાઈટ કપડાં પહેરીને નીકળનાર ‘ટાઈટ ટટર’ છે. અને શેમલેસ વ્યક્તિ ‘નફ્ફટ નગારું’ છે.

લૂઝ કૅરેક્ટરનો માણસ ‘નારાનો ઢીલો’ અને સેક્સી લેડી ‘ફટાકરી’ છે એ તો તમને ખબર છે પણ કોઈ પારસીમિત્ર તમને મળીને કહે કે ‘નાખ સુકાયચ’ ત્યારે સમજવાનું કે હવે એમનું નાક સુકાઈ રહ્યું છે, ડ્રિન્ક લેવાનો ટાઈમ થઈ ગયો છે! અને ‘જીભમા

ં કાનું પરી ગયું.’ એવું કહે ત્યારે સમજવાનું કે તમારી વાત સાંભળીને હવે શું બોલવું એની એમને સમજ નથી પડતી. મિત્ર સ્પીચલેસ થઈ ગયા છે.

કોઈ ખોટેખોટે તમારા દુખમાં સહભાગી છે એવું દેખાડે ત્યારે માનવાનું કે એની ‘આંખમાં આંસૂ નહીં ને નાકમાં નીટ નહીં.’ કોઈના પ્રોબ્લેમ સાથે તમને નિસબત ના હોય ત્યારે કહેવાનું: ‘રરે રૂપાલો, પીંજારાના બાપનું સું?’ એક સરસ કહેવત છે: ‘સુન્નુ જોઈ ઘસી ને માનસ જોઈ વસી.’ સોનાની પરખ ઘસીને થાય એમ માણસને પરખ એની સાથે વસીને, રહીને જ થાય.

લાંબા સાથે ટૂંકો જાયવાળી કહેવત પારસીમાં આ રીતની છે: ‘મગોલની (મોગલની) સુજે વાનિયો ચાલે, મરે નહીં ને માંડો પરે.’ ડૂબતો માણસ તરણું ઝાલેનું પારસી વર્ઝન છે: ‘ડૂબતો માનસ ફીનને વરગે.’ મોજાંનાં ફીણને વળગે. કાગડો દહિંથરું લઈ જાય ત્યારે પારસીઓ કહેશે: ‘ગઢેરો દરાખ ચાવી ગયો.’ સુંદર સ્ત્રી માટે કહેશે: ‘ખોડાયજીએ એને માખન-મલીદાથી બનાવી છ.’ પત્નીથી પતિએ શું શું છુપાવવાનું હોય? ‘લેંઘાનું નારૂં ને પેટીનું ટારૂં બૈરીથી છુપાવવું.’ અને આગળ-પાછળથી ફ્લેટ હોય એવી છોકરીની મજાક કેવી રીતે થાય? ‘નહીં અગાસી, નહીં ઓટલો.’ બિલકુલ સુકલકડી માણસને શું કહેવાય? ‘સૂક્કા બૂમલા જેવો.’ સૂખેલી બોમ્મિલ. બૉમ્બે ડક નામની લાંબી-પાતળી માછલીને સૂકવણી કરીને સાચવવામાં આવતી હોય છે અને પાતળી ક્ધયા પાસે હરેલીભરેલી સમૃદ્ધિ હોય ત્યારે કહેવાય: ‘નાલ્લા આંબા પર મોટ્ટી કેરી.’

પારસી કહેવતો, રૂઢિપ્રયોગો અને શબ્દપ્રયોગો અનેક ઠેકાણે એક ચોક્કસ શારીરિક અંગના ઈનોસન્ટ ઉલ્લેખો આવે છે જે બધા આ સુંદર મઝાના પુસ્તકમાં સંઘર્યા છે. પણ ગુજરાતીઓ માટે એ વાંચવામાં ઑફેન્ડિંગ હોવાના. આ જ ફરક છે, ગુજરાતીઓ અને પારસીઓમાં. એટલે જ પારસીઓ દિલના ખુલ્લા અને બીજી બધી પ્રજાઓ કરતાં વધારે ટ્રાન્સપરેન્ટ છે.

------------------------
[8/18, 5:44 PM] Yuvrajsinh Jadeja Gondal Current Affairs: Yuvirajsinh Jadeja:
ગુજરાતી ભાષાના ગદ્ય સાહિત્ય ઉપરાંત પદ્યના વિકાસમાં પણ પારસીઓનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે.
🥅🥅🥅🥅🥅🥅🥅🥅🥅🥅
શરૂઆતમાં પારસી કવિઓ પારસી બોલીની અસર નીચે ગુજરાતી કવિતા રચતા. તેનું ઉદાહરણ મશહૂર પારસી કવિ દાદી તારાપોરવાળા(1853-1912)ની એક કૃતિમાં જોઈએ: :
……….
રે હશતો ને રંમતો તું આએઓ તે શું?

રે નાહશતો ને ભાગતો તું ગએઓ તે શું?

…. આએ લાલ લોહી બલી ખારું પાંણી થાએચ,

જીગર ગંમથી જલીને ફાટ ફાટ થાએચ.
………………….

બેહરામજી મલબારી (1853-1912) અર્વાચીન પારસી કવિ ગણી શકાય જેમણે દલપતરામના પગલે પિંગળને અનુસરીને ગુજરાતી કવિતા રચવાનો આરંભ કર્યો. મધુર અને શિષ્ટ લોકભોગ્ય ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી નોંધપાત્ર ગુજરાતી કવિતા રચનાર તે પ્રથમ પારસી કવિ..

બેહરામજી મલબારી ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા જેમણે અંગ્રેજી ભાષામાં પણ કાવ્યો રચ્યાં હોય.

અરદેશર ફરામજી ખબરદાર (1881-1953) જાણીતા પારસી ગુજરાતી કવિ હતા તેમણે ઉપનામો રાખી અન્ય પ્રસિદ્ધ ગુજરાતી કવિઓના કાવ્યોના ઉત્તરરૂપે પ્રતિકાવ્યો રચ્યાં. તેનાં કર્તા તરીકે પોતાનાં ઉપનામ રમૂજપ્રેરક રાખ્યાં; જેમકે કવિ ન્હાનાલાલના પ્રતિકાવ્ય રચવા ખબરદારે પોતાનું ઉપનામ “મોટાલાલ” રાખ્યું. કવિ ખબરદારના બીજાં ઉપનામો: લખા ભગત, હુન્નરસિંહ મહેતા, ક્ષેમાનંદ ભટ્ટ વગેરે.

એક ઓછી જાણીતી વાત એ પણ છે કે પારસી ગુજરાતી કવિ ખબરદારે 150 જેટલા અંગ્રેજી કાવ્યો લખ્યાં છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

પારસી ગુજરાતી સાહિત્યકારો:
.

ઈરાનથી હિંદુસ્તાન આવી પારસી કોમ ગુજરાતમાં ઠરીઠામ થઈ. તેમણે ગુજરાતી ભાષા અપનાવી. ઓગણીસમી સદીમાં ગુજરાતી ભાષાના સાહિત્યના વિકાસમાં પારસી કોમનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે.

પારસી લેખક ડોસાભાઈ ફરામજી કરાકા ‘ગ્રેટ બ્રિટન’ (ઈંગ્લેન્ડ) ગયેલા. તેમણે પારસી બોલીની છાંટવાળી ગુજરાતીમાં આપણું પ્રથમ પ્રવાસ પુસ્તક લખ્યું.

1861માં પ્રકાશિત આ પુસ્તકનું નામ હતું: “ગરેટ બરીટનની મુસાફરી”.

તે પછી 1862માં અન્ય એક પારસી લેખકે “અમેરિકાની મુસાફરી” પુસ્તક ‘એક પારસી ઘરહસથ”ના નામથી પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકો ગુજરાતી ભાષામાં હોવા છતાં તેમાં પારસી બોલીનો જ ઉપયોગ છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
[8/18, 5:47 PM] Yuvrajsinh Jadeja Gondal Current Affairs: Yuvirajsinh Jadeja:
💂‍♀💂💂‍♀💂💂‍♀💂💂‍♀💂💂‍♀💂💂‍♀💂
દૂધમાં સાકરની જેમ ભારતમાં ભળી ગયેલો સમુદાય પારસી - નવરોઝ મુબારક
🙏👏🙏💐🙏👏💐🙏👏🙏👏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
🙏માથા પર અર્ધગોળાકાર ટોપી. મહિલાઓના માથે મખમલનો સ્કાર્ફ, પુરુષો પાયજામો અને પરંપરાગત બંડી, તો મહિલાઓ પરંપરાગત સાડી. ચીપીચીપીને બોલતો ગુજરાતી ફિલ્મ-સિનેમા-નાટકોમાં પારસીનું આ જ ચિત્રણ થયેલું જોવા મળે છે, પરંતુ આ સમાજ છેલ્લી દસ સદીઓથી ભારતની પ્રગતિ અને વિકાસમાં યોગદાન આપી રહ્યો છે. ભારત તેમની જન્મભૂમિ ભલે ન હોય, પરંતુ આ સમાજે ભારતને તેની કર્મભૂમિ બનાવી છેલ્લાં ૧૦૦૦ વર્ષોથી તેની સેવા કરી રહ્યો છે. બિલકુલ અહીં વાત ઝોરાસ્ટ્રીયન્સ એટલે કે પારસી સમાજની થઈ રહી છે.

આજે જ્યારે વિશ્ર્વ સ્તરે શરણાર્થી સંકટ ઘેરાયું છે, ત્યારે પોતાનો ધર્મ અને સંસ્કૃતિ બચાવવા ખાતર ઈરાન છોડવા મજબૂર એવા આ રેફ્યુજી સમાજને શરણ આપવાનું બહુમાન ભારતને ફાળે જાય છે. પોતાની મહેનત અને ખંતથી આ સમાજ ભારતમાતાનો લાલ બની ગયો છે. તેઓ શરણાર્થી બની આવ્યા હતા, પરંતુ ભારતમાં ઉદ્યોગ, સૈન્ય, અર્થશાસ્ત્ર, ફાઇન આર્ટ્સથી માંડી ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં આ સમાજે અભૂતપૂર્વ યોગદાન આપી, પોતાની દેશભક્તિ સાબિત કરી છે. આજે પારસી સમાજે જે મુકામ હાસિલ કર્યું છે તે આત્મબળ હાસિલ કર્યું છે માટે જ આજે રસ્તા પર એક પણ પારસી યાચક ભટકતો જોવા નહીં મળે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💠💠💠🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
પારસીઓનો હિન્દુ ધર્મ સાથે સંબંધ
🇮🇳🇮🇳🇮🇳🇮🇳💠💠💠💠
પારસી ધર્મ વિશ્ર્વના અત્યંત પ્રાચીન ધર્મોમાંનો એક છે, જેની સ્થાપના આર્યોની ઈરાની શાખાના સંત જરથુસ્ત્ર દ્વારા કરવામાં આવી હતી. કાલાંતરે તેમના અનુયાયીઓ પારસી કે ઝોરાસ્ટ્રીયન્સ તરીકે ઓળખાયા. પારસી ધર્મ એકેશ્ર્વરવાદી છે, તે તેમના ઈશ્ર્વરને ‘અહુરા મઝદા’ કહે છે. જરથુષ્ટ્ર ઋગ્વેદના અંગિરા બૃહસ્પતિ વગેરે ઋષિઓના સમકાલીન હોવાનો પણ એક મત છે. તેઓ ઈરાની આર્યોના ‘સ્થિતમાં’ કુટુંબના પોઉરસ્યના પુત્ર હતા. તેમની માતાનું નામ દોગ્ધો હતું. કહેવાય છે કે જરથુષ્ટ્ર જ્યારે ૩૦ વર્ષના હતા ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. તેમનું અવસાન ૭૭ વર્ષ ૧૧ દિવસની વયે થયું હતું. આ તમામ માહિતી મહાન દાર્શનિક નીત્સેએ પોતાના પુસ્તક ‘ધસ સ્પેક જરથુસ્ત્ર’માં આપેલી છે.

🔰ઇતિહાસકારો મુજબ જરથુસ્ત્ર🔰🔰 ૧૭૦૦-૧૫૦૦ ઈ.સ. પૂર્વેની વચ્ચે થયા હતા અને આ એ સમયગાળો હતો જ્યારે રાજા સુદાસનું આર્યાવર્તમાં શાસન હતું. અત્યંત પ્રાચીન યુગમાં પારસીઓ અને વૈદિક આર્યોની પ્રાર્થના ઉપાસના અને કર્મકાંડમાં પણ સામ્યતા જોવા મળે છે. આર્યોની માફક પારસીઓ પણ અગ્નિ, સૂર્ય, વાયુ વગેરે પ્રાકૃતિક તત્ત્વોની ઉપાસના અને અગ્નિહોત્ર કર્મ કરતા હતા. મિથ્ર (મિત્રાસૂર્ય) વયુ (વાયુ) હોમ (સોમ) અરમઈતિ (અમતિ) ઉધ્યમન (અર્થમન) નરાસંશ જેવા દેવતાઓની તેઓ ઉપાસના કરતા હતા. તેઓ મોટા મોટા યજ્ઞ કરતા હતા અને આર્યોની માફક સોમપાન પણ કરતા હતા. તેમની મૂળ ભાષા પણ આર્ય ભાષા વૈદિક અને લૌકિક સંસ્કૃત ભાષામાંથી નીકળી હોવાનું મનાય છે. તેમના ધાર્મિક ગ્રંથ અવેસ્તામાં ભારતીય પ્રદેશો અને નદીઓનાં નામ પણ જોવા મળે છે. હપ્તહિન્દુ (સપ્ત સિંધુ) હરહવતી (સરસ્વતી) હરયૂ (સરયૂ) અને મંન્દ્ર (મંત્ર). આ સિવાય પણ એવા અનેક શબ્દો છે જે આપણી સંસ્કૃત ભાષા સાથે સીધે-સીધી કે અડકતરી રીતે જોડાયેલા છે. આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે વૈદિક આર્યો અને પારસી બન્ને આર્યોનાં જ સંતાનો છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💠💠💠💠💠🇮🇳🇮🇳🇮🇳🇮🇳
પારસી પ્રજા અને ગુજરાત
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💠💠💠
સન ૭૧૬માં પારસી ભારતના પશ્ર્ચિમ કિનારા પર આવ્યા અને ગુજરાતના સંજાણ કે સિન્દાન પાસે ઊતર્યા. અરબ મુસ્લિમ જુલમથી બચવા, એમના પવિત્ર અગ્નિને જલતો રાખવા એમણે વતન છોડ્યું અને નવું વતન વસાવી લીધું. ત્યાર પછીનો સાડા બારસો વર્ષનો ઇતિહાસ અત્યંત રોમાંચક છે. એકાદ-બે નાના અપવાદો સિવાય હિંદુ-પારસી કોમી હુલ્લડો થયાં નથી. (મુસ્લિમ-પારસી હુલ્લડ થયાં છે !) અને દૂધમાં સાકરની જેમ એ ભળી ગયા ખરા,

દેશની સ્વાતંત્ર્ય લડત શરૂ થઈ ત્યારે સર્વપ્રથમ પારસી જ આગળ આવ્યા, કારણ કે અંગ્રેજી જાણનારાઓમાં એ પહેલા હતા, પ્રગતિશીલ પશ્ર્ચિમના વિચારોથી એ સૌથી પહેલા રંગાયેલા હતા. જગતભરમાં ફરેલા તો હતા જ ! એ ઈમાનદાર હતા અને શિક્ષિત હતા. આજે પણ પારસીઓમાં શિક્ષણ એકસો ટકા જેટલું છે ! સખાવતોમાં તો એ જાતિ સૂર્યની જેમ ઝળહળી ચૂકી છે. મોટા દિલના મોટા બાવાઓની કથાઓ હવે તો દંતકથાઓ બની ચૂકી છે. ગુજરાતી સંસ્કારજીવનનું ભાગ્યે જ કોઈ પાસું હશે, જેના પર પારસી અસર નહીં હોય.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻
[8/18, 5:50 PM] Yuvrajsinh Jadeja Gondal Current Affairs: Yuvirajsinh Jadeja:
💂‍♀💂💂‍♀💂💂‍♀💂💂‍♀💂💂‍♀💂💂‍♀💂
દૂધમાં સાકરની જેમ ભારતમાં ભળી ગયેલો સમુદાય પારસી - નવરોઝ મુબારક
🙏👏🙏💐🙏👏💐🙏👏🙏👏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 2)

👁‍🗨👉દેશની સ્વાતંત્ર્ય લડત શરૂ થઈ ત્યારે સર્વપ્રથમ પારસી જ આગળ આવ્યા, કારણ કે અંગ્રેજી જાણનારાઓમાં એ પહેલા હતા, પ્રગતિશીલ પશ્ર્ચિમના વિચારોથી એ સૌથી પહેલા રંગાયેલા હતા. જગતભરમાં ફરેલા તો હતા જ ! એ ઈમાનદાર હતા અને શિક્ષિત હતા. આજે પણ પારસીઓમાં શિક્ષણ એકસો ટકા જેટલું છે ! સખાવતોમાં તો એ જાતિ સૂર્યની જેમ ઝળહળી ચૂકી છે. મોટા દિલના મોટા બાવાઓની કથાઓ હવે તો દંતકથાઓ બની ચૂકી છે. ગુજરાતી સંસ્કારજીવનનું ભાગ્યે જ કોઈ પાસું હશે, જેના પર પારસી અસર નહીં હોય.

પારસી જીવનમાં પ્રવેશ કરતાં પહેલાં એમના ધર્મને, એમના રિવાજોને અને ફિલસૂફીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમનું વતન ફારસ અથવા ઈરાન, પયગમ્બર સાહેબનું પૂરું નામ સ્પીતમાન જરથ્રુષ્ટ્ર અથવા ઝોરોએસ્ટર, જે શબ્દ ગ્રીક ઉચ્ચાર છે. એક અર્થ એવો થાય છે કે ઝર્દ એટલે સોનેરી અથવા પીળું અને ઉષ્ટ્ર એટલે ઊંટ ! બીજો અર્થ એવો પણ છે એક એસ્ટર એટલે તારો - મતલબ

કે સોનેરી તારક ! એ પયગમ્બર અથવા ઈશ્ર્વરી સંદેશ લાવનારા છે. એક કિંવદન્તી એવી છે કે જરથ્રુષ્ટ્ર આઠ હજાર વર્ષ પહેલાં થઈ ગયા. ઇતિહાસ એમ માને છે ઈસા પૂર્વે ૭૦૦ના સમયમાં (એટલે કે આજથી લગભગ ૨૭૦૦ વર્ષ પહેલા) એ બલ્ખમાં જન્મ્યા હતા અને ૭૭ વર્ષની વયે એક અગ્નિ મંદિરમાં પૂજા કરતી વખતે એમની હત્યા કરવામાં આવી હતી. પારસીઓ માટે જરથુષ્ટ્ર અથવા ઝોરોસ્ટ્રિયન શબ્દ પણ વપરાય છે.
🔰🔰
આગળ જણાવ્યું તેમ ભારતીયોની જેમ ઈરાનના પારસીઓ આર્ય પ્રજા છે. એમની પ્રાચીન અવસ્તાની ભાષા અને સંસ્કૃત વચ્ચે ઘણું સામ્ય છે. પારસી ચારિત્ર્યની ત્રણ આધારશિલાઓ છે, હુમત (સદવિચાર), હુખત (સદવાક્ય) અને હુવરશ્ત (સદકાર્ય) ! પારસીઓના પ્રાચીન અવેશ્તા ધર્મગ્રંથમાં હિન્દુઓના વેદમાં વપરાયેલા કેટલાક શબ્દોની નિકટના શબ્દો મળે છે : ગાથા, મિથરા (મિત્રા), હોમા (સોમ), યસ્ન (યજ્ઞ), અહુરા (અસુર), ખેત્વાદત્થ (સ્વત્વ+દત્ત અથવા ત્યાગ), ઉષા (ઉષા) વગેરે !
🔰🔰🔰
પારસી જીવનની કેટલીક લાક્ષણિકતાઓ ધ્યાન ખેચેં એવી છે. ગુજરાતી જીવનના સંપર્કને લીધે દુલ્હા-દુલ્હનને કપાળ પર કુમકુમનો ચાંલ્લો કરીને ચોખા ચોંટાડવામાં આવે છે. મૃત્યુની વિધિમાં ઉઠમણું છે. શ્રીફળ અથવા નાળિયેર શુભ ગણાય છે. વરના પગ ધોવાની વિધિ છે. ઉંબરો ઓળંગવા માટે પહેલાં જમણો પગ ઉપાડાય છે. ચાંલ્લામાં પુરુષના કપાળ પર લાંબો ચાંલ્લો થાય છે, જે સૂર્ય માટે છે અને સ્ત્રીના કપાળ પર ગોળ થાય છે, જે ચંદ્રનું ચિન્હ છે.

🔥હવે નવજોત શબ્દ ગુજરાતી સમજતો થઈ ગયો છે. સાતથી પંદર વર્ષના છોકરા કે છોકરી માટેનો એ નવો ધાર્મિક જન્મ છે. હિન્દુ ઉપનયન સંસ્કારની સફેદ સુદરેહ અથવા સદરો પહેરાવવામાં આવે છે, જે પવિત્રતા માટે છે. એમાં એક ગિરોબાન અથવા ખિસ્સું હોય છે, જે આસ્તા ભરવા માટે છે, એવું મનાય છે. કમર પર એક પવિત્ર કમરબંધ અથવા કુશ્તી (પ્રચલિત શબ્દ કસ્તી) બાંધવામાં આવે છે, જેને ચાર ગાંઠો હોય છે - બે આગળ અને બે પાછળ ! (જે દિવસમાં કરવાનાં ચાર કામો દર્શાવે છે.) સૈનિક તલવાર બાંધવા માટે જે કમરબંધ પહેરતો એના પરથી આ કુશ્તી આવે છે ! બાળકના કપાળ પર કુમકુમનું તિલક કર્યા બાદ, વિધિ સમાપ્ત થયા પછી, ધર્મગુરુઓ દુઆ-તંદુરસ્તી માટે પ્રાર્થના કરે છે ! હિન્દુઓના દ્વિજ સંસ્કાર (જનોઈ) જેવા આ સંસ્કાર છે. તફાવત એટલો કે છોકરીને પણ આ સંસ્કાર થાય છે.

પારસી અગ્નિપૂજક છે અને અગ્નિને આતશ કહે છે. એને માટે ‘આતશ-બેહરામ’ પ્રયોગ થાય છે. ઈરાનમાં ધર્મઝનૂની આરબો આવ્યા પછી પારસીઓનો પહેલો કાફલો દીવમાં આવ્યો હતો અને ત્યાં ૧૯ વર્ષ રહ્યો. એ પછી સંજાણમાં ઉતરાણ થયું. આ પવિત્ર અગ્નિનું નામ ઈરાનશાહ છે. બારોટ ટેકરીમાં બાર વર્ષ અને વાંસદામાં ચૌદ વર્ષ રહ્યા પછી આ પવિત્ર આતશ નવસારી આવ્યો અને ત્યાં ૩૧૮ વર્ષ રહ્યો ! બે વર્ષ વલસાડમાં રહ્યા બાદ અંતે એની સ્થાપના ઉદવાડામાં થઈ. આજે પણ ઉદવાડા પારસીઓનું યાત્રાસ્થળ છે.

🔥💥અગ્નિ પવિત્ર છે માટે ધર્મનિષ્ઠ પારસી સિગારેટ પીતા નથી. મૃતદેહોનો અગ્નિસંસ્કાર થતો નથી. એનું પણ આ જ કારણ છે. પારસીઓ માત્ર અગ્નિને જ નહીં, જળ, પવન, વૃક્ષો વગેરેને પણ પ્રકૃતિના તત્ત્વો ગણે છે અને ઈશ્ર્વરના પ્રતીક તરીકે પૂજા કરે છે. અગ્નિમાં મૃતદેહ નાખવો એ પારસી માટે પાપ છે, એ ક્રિયા અપવિત્ર છે ! મૃતદેહને ટાવર ઑફ સાયલન્સ અથવા ડુંગરવાડી કે દોખ્મામાં અંતિમ વિધિ માટે મૂકવામાં આવે છે. આને માટે શબ્દ છે દોખ્મેનશીન નશીન એટલે બેસવું ! ક્યારેક ‘પાયદસ્ત કાઢવાની છે’ એવું પણ વાંચવા મળે છે - માટે પાય એટલે પગ અને દસ્ત એટલે હાથ. જ્યાં દોખ્માની વ્યવસ્થા નથી ત્યાં મૃતકને દફનાવવામાં આવે છે, જેને આરામગાહ કહેવાય છે.

દોખ્માની આખી વિધિ સમજવા જેવી છે. પારસી દૃષ્ટિએ એ અંતિમ દાનકર્મ છે. જેમાં મધ્યમાં એક કૂવો હોય છે અને ફરતી સપાટ પથ્થરો કે આરસની તકતીઓવાળી ત્રણ કતારો વર્તુળાકારમાં હોય છે. સૌથી નાની બાળકો માટે, મધ્યમ સ્ત્રીઓ માટે અને બહારની મોટી પુરુષો માટે, અર્થીના મૃતદેહને સુદરેહમાં લપેટીને ખાંધિયા અથવા ‘મસેસાલાર’ નામના ડાઘુઓ લઈ જાય છે અને દોખ્મામાં મૂકે છે. અહીં ગીધો મૃતદેહની અંત્યેષ્ટિ ક્રિયા સમાપ્ત કરે છે. અસ્થિ મધ્યના કૂવામાં સરી પડે છે, જ્યાં ચૂના અને ફોસ્ફરસ સાથે મળીને ખાક બની જાય છે. પછી વરસાદનું પાણી અંદરની ચાર ભૂગર્ભ નહેરોમાં આ બધું વહાવી જાય છે. ત્યાં ચાર ભૂગર્ભ કૂવા છે, જેના તળિયે રેતી પાથરેલી હોય છે. રસાયણિક દ્રવ્યો દ્વારા વરસાદનું પાણી પણ વખતોવખત વખત સાફ થતું રહે છે.

મૃત્યુ થયા બાદ ચાર દિવસ શોક પળાય છે અને શાકાહારી ભોજન કરવામાં આવે છે. ચોથો દિવસ ‘ચહારૂમ’ કહેવાય છે, ત્રીજા દિવસે ઉઠમણું હોય છે. ત્રણ દિવસ પૂજાપાઠ થાય છે. ચાર દિવસની ક્રિયાઓ પછી અંત્યેષ્ટિ ક્રિયા સમાપ્ત થાય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
[8/18, 5:53 PM] Yuvrajsinh Jadeja Gondal Current Affairs: Yuvirajsinh Jadeja:
💂‍♀💂💂‍♀💂💂‍♀💂💂‍♀💂💂‍♀💂💂‍♀
દૂધમાં સાકરની જેમ ભારતમાં ભળી ગયેલો સમુદાય પારસી - નવરોઝ મુબારક
🙏👏🙏💐🙏👏💐🙏👏🙏👏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 3)
🙏🙏🙏🙏🙏🙏
પારસીઓનું નવું વર્ષ નવરોઝ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
આજથી લગભગ ૩૦૦૦ વર્ષ પહેલા શાહ જમશેદજીએ પારસી ધર્મમાં નવરોઝ મનાવવાની શ‚આત કરી હતી. ‘નવ’ એટલે નવો અને ‘રોઝ’ એટલે દિવસ. પારસી ધર્મમાં માનનારા લોકો માટે આ દિવસનું વિશેષ મહત્તવ છે. નવરોઝના દિવસે પારસી પરિવારોમાં બાળકોથી માંડી તમામ લોકો જલ્દી તૈયાર થઈ નવા વર્ષને વધાવવાની તૈયારીઓમાં લાગી જાય છે. આ દિવસે પારસી લોકો પોતાના ઘરના આંગણે રંગોળીની સજાવટ કરે છે. ચંદનથી ઘરને સુગંધિત કરવામાં આવે છે. આ બધું ફક્ત નવા વર્ષના સ્વાગત માટે નહીં, પરંતુ હવાને શુધ્ધ કરવાના હેતુથી પણ કરવામાં આવે છે.

આ દિવસે પારસી મંદિર અગિયારીમાં વિશેષ પ્રાર્થનાઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રાર્થનાઓમાં વિતેલા વર્ષની તમામ ઉપલબ્ધિઓ માટે ભગવાન પ્રતિ આભાર વ્યક્ત કરવામાં આવે છે. મંદિરમાં પ્રાર્થનાની વિધિ સમાપ્ત થયા બાદ સમુદાયના તમામ લોકો એકબીજાને નવા વર્ષના અભિનંદન પાઠવે છે.

નવરોઝના દિવસે ઘરમાં મહેમાનોનો આવવા-જવાનો અને અભિનંદન પાઠવવાનો દોર ચાલુ રહે છે. આ દિવસે પારસી ઘરોમાં સવારે નાસ્તામાં રવો નામની મીઠાઈ બનાવવામાં આવે છે. જેને સુજી, દૂધ અને ખાંડ મેળવીને તૈયાર કરવામાં આવે છે. નવરોઝના દિવસે પારસી પરિવારોમાં વિભિન્ન શાકાહારી અને માંસાહારી ભોજનની સાથે મગની દાળ અને ભાત અનિવાર્ય રીતે બનાવવામાં આવે છે. જુદા-જુદા સ્વાદિષ્ટ પકવાનો સાથે મગની દાળ અને ભાત એ સાદગીનું પ્રતિક છે, જેને પારસી સમુદાયના લોકો જીવનપર્યંત અપનાવે છે.

નવરોઝના દિવસે ઘરે આવનાર મહેમાનો ઉપર ગુલાબજળ છાંટી તેમનું સ્વાગત કરવામાં આવે છે. બાદમાં તેમને નવા વર્ષની શુભ શ‚આત માટે ફાલૂદો ખવડાવવામાં આવે છે. ફાલૂદો સેવઈઓથી તૈયાર કરેલી એક મીઠી વાનગી છે. જો કે પારસી સમુદાયના લોકોની જીવનશૈલીમાં આધુનિકતા અને પાશ્ર્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. પરંતુ પારસી સમાજમાં આજે પણ તહેવારો એટલા જ પારંપરિક રીતે મનાવવામાં આવે છે, જેટલા વર્ષો પહેલા મનાવવામાં આવતા હતા.

આમ તો ભારતના દરેક તહેવારોમાં ઘર સજાવટને લઈને મંદિરોમાં પૂજા પાઠ કરવા તથા એકબીજાને અભિનંદન પાઠવવા સહિતની બાબતનો સમાવેશ થાય છે. જે વાત આ પારસી લોકોના નવા વર્ષને ખાસ બનાવે છે તે એ છે કે નવરોઝ સમાનતાનો ઉદેશ આપે છે. માનવતાની રીતે જોવામાં આવે તો નવરોઝની તમામ પરંપરાઓ મહિલાઓ અને પુરુષો સાથે મળીને નિભાવે છે. તહેવારની તૈયારીઓથી લઈને તહેવારનો આનંદ ઉઠાવવામાં બન્ને એકબીજાને પૂરક બની રહે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
📚📚📚📚📚📚📚
ગુજરાતી સાહિત્યમાં પારસીઓનું યોગદાન
🔰🔰🔰
ગુજરાતી સાહિત્યમાં પણ પારસી સમુદાયનું નોંધપાત્ર યોગદાન રહ્યુ છે. પારસી લેખક ડોસાભાઈ ફરામજી કરાકા ‘ગ્રેટ બ્રિટન’ (ઇંગ્લેન્ડ) જઈ આવેલા. તેઓએ પારસી બોલીની છાંટવાળી ગુજરાતીમાં આપણું પ્રવાસ પુસ્તક લખ્યું હતું. ૧૮૬૧માં પ્રકાશિત આ પુસ્તકનું નામ હતું. "ગરેટ બરીટનની મુસાફરી ગુજરાતી ભાષાના પદ્ય વિકાસમાં પણ પારસીઓનું વિશિષ્ટ યોગદાન રહેલું છે. બહેરામજી મલબારી (૧૮૫૩-૧૯૧૨) અર્વાચીન પારસી કવિ ગણી શકાય તેઓએ દલપતરામને પગલે ચાલી ગુજરાતી કવિતા રચવાનો પ્રારંભ કર્યો, મધુર અને લોકભોગ્ય ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી નોંધપાત્ર ગુજરાતી કવિતા રચનાર તેઓ પ્રથમ પારસી કવિ હતા. બહેરામજી મલબારી ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. જેમણે અંગ્રેજી ભાષામાં પણ કાવ્યો રહ્યા હોય.

♻️♻️અરદેશર ફરામજી ખબરદાર (૧૮૮૧-૧૯૫૩) તેઓ જાણીતા પારસી ગુજરાતી કવિ હતા. તેઓએ ઉપનામો રાખી અન્ય પ્રસિદ્ધ કવિઓના કાવ્યોના ઉત્તરરૂપે પ્રતિ કાવ્યો રચ્યા અને એ નામ પણ રમૂજ પમાડે એવા હતા. જેમ કે ન્હાનાલાલના પ્રતિકાવ્યો રચવા ખબરદારે પોતાનું ઉપનામ મોટાલાલ રાખ્યું હતું. આ સિવાય લખાભગત, હુન્નરસિંહ મહેતા, ક્ષેમાનંદ ભટ્ટ વગેરે ઉપનામોએ પણ તેઓએ કાવ્યો રચ્યા હતા. તેમના વિશે ઓછી જાણીતી વાત એ પણ છે કે, તેઓએ ૧૫૦ જેટલા અંગ્રેજી કાવ્યો પણ લખ્યા છે.

🙏🙏🙏🙏🙏🙏માનવતાનો મહાસાગર : તાતા સમૂહ

હાલ તાતા ગ્રુપ લગભગ ૨ લાખ ૪૬ હજાર લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે. તાતા સમૂહમાં કુલ ૯૬ જેટલી કંપનીઓ ૭ અલગ અલગ વ્યાવસાયિક ક્ષેત્રોમાં સક્રિય છે. ભારતીય ઉદ્યોગજગતના પ્રમુખ સ્તંભ જેઆરડી તાતા બહુમુખી પ્રતિભાના ઘણી હતા. ભારતીય કંપની જગતમાં કોર્પોરેટ ગવર્નન્સ અને સામાજિક દાયિત્વની પરિકલ્પનાઓનો શ‚આત કરવાનું શ્રેય પણ જમસેદજી તાતાને જ જાય છે. તેઓએ કર્મચારીઓના કલ્યાણના ઉદ્દેશ્યથી એવી અનેક યોજનાઓ બનાવી, જેને ભારત સરકાર દ્વારા કાનૂની માન્યતા આપી સ્વીકારી લેવામાં આવી.
💠💠💠💠💠💠
તાતા ગ્રુપમાં કામ કરતા પ્રત્યેક કર્મચારી ઘરેથી કામ માટે નીકળતાની સાથે જ ઓન ડ્યુટી માની લેવામાં આવે છે. જો કાર્યસ્થળ પર જતી વખતે તેને કોઈ દુર્ઘટના નડી જાય તો કંપની તેના માટે આર્થિક જવાબદારી પણ સ્વીકારે છે. ૧૮૭૭માં કર્મચારી પેન્શન યોજના, ૧૯૧૨માં દિવસના ૮ કલાક જ કામનો સમય, ૧૯૨૧થી માતૃત્વ સહાયની સુવિધા શ‚ કરવામાં આવી. તાતા સમૂહ દર વર્ષે સામાજિક કાર્યો પાછળ સરેરાશ ૨૦ કરોડ ખર્ચ કરે છે. તાતા સ્ટીલ ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રામીણ વિકાસની યોજના અને જમશેદપુરના આંતરિયાળ વિસ્તારોમાં રહેતા વનવાસીઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. આ ટ્રસ્ટ અહીં મહિલાઓ માટે સાક્ષરતા અને માઈક્રો ફાઈનાન્સના કાર્યક્રમો ચલાવે છે. વનવાસીઓની પરંપરાગત કળા અને સંગીત બચાવી રાખવા માટે પ્રોજેક્ટ પણ ચલાવે છે.
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
૨૬/૧૧ના મુંબઈના તાજ હોટેલ પરના આતંકી હુમલા બાદ તાતા ગ્રુપે પોતાના કર્મચારીઓ પ્રત્યે જે માનવતા દાખવી હતી તે વિશ્ર્વભરમાં અજોડ છે. હુમલા વખતે હોટેલના જેટલા પણ કર્મચારીઓ હતા, પછી ભલે તેમને કામ પર આવ્યાને એક દિવસ જ થયો હોય, તમામને આ ગ્રુપ ઓન ડ્યુટી માની તે જ સ્કેલ અનુસાર વેતન આપ્યું હતું. હોટેલના જેટલા કર્મચારી માર્યા ગયા કે ઘાયલ થયા તે તમામનો સંપૂર્ણ ઇલાજ તાતાએ  ઉઠાવ્યો હતો.
હોટેલની આજુબાજુ પાંઉ-ભાજી, શાકભાજી વગેરેના નાના નાના દુકાનદારો જે સુરક્ષા દળો કે આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બન્યા, ઘાયલ થયા હતા કે તેમની દુકાનો નષ્ટ થઈ ગઈ હતી, તે તમામને ૬૦,૦૦૦ ‚પિયા તાતા તરફથી આપવામાં આવ્યા હતા. આવા જ એક દુકાનદારની નાની બાળકીને ચાર ગોળીઓ વાગી હતી, તેમાંથી એક ગોળી સરકારી હૉસ્પિટલમાં કાઢી નાખવામાં આવી હતી. જ્યારે બાકીની ગોળીઓ ન કાઢી શકવાની સ્થિતિમાં તાતા ગ્રુપે હૉસ્પિટલમાં તજ્જ્ઞ ડૉક્ટર્સ દ્વારા ઓપરેશન કરાવી બાકીની ત્રણ ગોળીઓ પણ કાઢી નખાઈ હતી, જેનો કુલ ખર્ચ ૪ લાખ થયો હતો.
હુમલા દરમિયાન જેટલા દિવસ હોટેલ બંધ રહી ત્યાં સુધી તમામ કર્મચારીઓને વેતન મની ઓર્ડરથી ઘેર બેઠાં પહોંચાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ તરફથી એક મનોચિકિત્સકે તમામ ઘાયલ પરિવારો સાથે સતત સંપર્ક રાખ્યો હતો અને તેમનું મનોબળ વધાર્યું હતું. પ્રત્યેક ઘાયલ કર્મચારીની દેખરેખ માટે તમામને એક-એક ઉચ્ચ અધિકારીનો ફોન નંબર આપવામાં આવ્યો હતો, જે ૨૪ કલાક ઘાયલ કર્મચારીની મદદ માટે તૈયાર રહેતો હતો.
૮૦થી વધુ ગંભીર ‚પથી ઘાયલ કર્મચારીઓ પાસે ખુદ રતન તાતાએ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. આ જોઈ પરિવારવાળા પર આશ્ર્ચર્યમાં પડી ગયા હતા.

ઘાયલ કર્મચારીઓના તમામ સગાસંબંધીઓને બહારથી લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામને હોટેલ પ્રેસિડન્ટમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં સુધી તેમનો સંબંધી ખતરામાંથી બહાર ન આવી જાય.
હુમલાના માત્ર ૨૦ દિવસમાં જ તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી તમામ ઘાયલો માટે ટ્રસ્ટ બનાવી દીધું હતું, જે આજે પણ પીડિતોની સંભાળી રાખી રહ્યું છે.
સૌથી મહત્ત્વની વાત એ હતી કે તાતા ગ્રુપે તેની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હતો એવા રેલવે કર્મચારીઓ, પોલીસ સ્ટાફ તથા અન્ય ઘાયલોને પણ ૬ મહિના સુધી ૧૦,૦૦૦ ‚પિયાની સહાયતા આપી હતી.
હુમલામાં માર્યા ગયેલા તમામ ૪૬ કર્મચારીઓનાં બાળકોના આજીવન શિક્ષણની જવાબદારી તાતાએ ઉપાડી લીધી હતી.

મૃત કર્મચારીના તેના હોદ્દા મુજબ નોકરી-કાળના અનુમાન મુજબ ૩૬થી ૮૫ લાખ સુધીની સહાય તત્કાળ આપવામાં આવી હતી. એમાં પણ જેઓને આ સહાય એકસાથે નહોતી જોઈતી તે પરિવારોને આજીવન પેન્શન આપવાની શ‚આત કરી દેવામાં આવી હતી. આ જ પ્રકારે મૃતકના સમગ્ર પરિવારનો મેડિકલ વીમા અને ખર્ચ તાતા તરફથી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
જો મૃતકે તાતા પાસેથી જેટલી લોન લીધી હોય તે તમામ માફ કરી દેવામાં આવી હતી.
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

ઇરાકમાં ૧૦,૦૦૦થી વધુ મુસ્લિમ યુવાનોએ પારસી ધર્મ અપનાવી લીધો
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
એક તરફ વિશ્ર્વભરમાં પારસીઓની જનસંખ્યા માંડ ૨ લાખથી ઉપર બચી છે. ભારતમાં સૌથી વધુ ૬૯ હજાર પારસીઓ બચ્યા છે, એમાં પણ હાલના પારસી વેલફેર સ્ટેટના આંકડા મુજબ ભારતમાં પારસીઓની સંખ્યા ૬૦ હજાર જ બચી છે. ત્યારે આશ્ર્ચર્યજનક રીતે ઇરાકમાં પારસીઓની જનસંખ્યા વધી રહી છે. તેનું મુખ્ય કારણ ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) છે. ઇરાકના કુર્દિસ્તાન પ્રાંતના સીમાંત ક્ષેત્રોમાં આઇએસના હિંસાચારથી સ્થાનિકોમાં પારસી ધર્મ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. અહીંના લોકો, ખાસ કરીને કુર્દ લોકો માની રહ્યા છે કે, પારસી ધર્મ મૂળ ‚પથી તેમના સમુદાયથી સંબંધિત છે તેથી તેઓ પોતાના મૂળ ધર્મ પ્રત્યે આકર્ષિત થઈ રહ્યા છે. આ ગત વર્ષે ઑગસ્ટમાં અહીંની ક્ષેત્રીય સરકારે પારસી મતને સ્વતંત્ર ધર્મની માન્યતા પણ આપી દીધી છે અને સ્થાનિક માધ્યમોના અહેવાલોનું માનીએ તો ગત વર્ષે અહીં ૧૦,૦૦૦થી વધુ યુવાનોએ પારસી ધર્મ અપનાવી લીધો છે. આવા જ એક પારસી બનેલા યુવાન શ્વાન રહેમાન જણાવે છે કે, પારસી ધર્મની શાંતિપ્રિયતા અને આધુનિકવાદી વિચારોએ મને પારસી ધર્મ પ્રત્યે આકર્ષિત કર્યો પરિણામે મેં પારસી બનવાનું નક્કી કર્યું છે. ૩૦ વર્ષનો રહેમાન કિશોરવય સુધી એક ધાર્મિક મુસલમાન હતો. અહીંના અવાલ બકારાઝો મસ્જિદનાં ઇમામ મુલ્લા અબ્બાસ ખિદિર ફરાજ પણ આ વાતનું સમર્થન કરે છે. તે કહે છે કે આઇએસની હિંસાત્મક પ્રવૃત્તિઓને કારણે ઉદારવાદી યુવામાં ઇસ્લામની નકારાત્મક છબી બની છે, પરિણામે તેઓ પારસી ધર્મ પ્રત્યે આકર્ષાઈ રહ્યા છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt