વડાપ્રધાન મોદીના ઈઝરાયેલ પ્રવાસ (બીજો દિવસ)


🍂🍁🍂🍁🍂🍁🍂🍁🍂🍁🍂🍁
વડાપ્રધાન મોદીના ઈઝરાયેલ પ્રવાસ (બીજો દિવસ)
🎋🍃🎋🍃🎋🍃🎋🍃🎋🍃🎋🍃
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨👉ભારત સાથેના ઇઝરાયેલના સંબંધો તાજેતરના વર્ષોમાં ખુબ નજીકના સંબંધો થઇ ગયા છે.

♦️⭕️વડાપ્રધાન મોદીના ઈઝરાયેલ પ્રવાસનો આજે બીજો દિવસ છે.

⭕️👉રાષ્ટ્રપતિ રૂવેન રૂવી સાથે મુલાકાત કરશે.

✅🇮🇳✅🎋ઇઝરાયેલના પીએમ ભારત અને ઇઝરાયેલને નેચરલ ફ્રેન્ડ ગણાવતા 'આઇ સ્ક્વેયર અને ટી સ્ક્વેયર'નું સૂત્ર આપ્યું.

💠🎯મોદીએ નેતન્યાહુના મોટાભાઈનું બલિદાન યાદ કર્યું
💠મોદીએ નેતાન્યાહુને કહ્યું- તમારા હીરો યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે

♦️⭕️આજે તેઓ ઈઝરાયલના વડાપ્રધાન સાથે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરશે અને પ્રેસિડેન્ટ રેઉવેન રિવલિન સાથે મુલાકાત કરશે. આજે બન્ને દેશો વચ્ચે કેટલાક મહત્વના કરાર થવાના છે
👏👉જેમાં ઈઝરાયલ ભારતને અતિઆધુનિક હથિયારો અને ડ્રોન આપે તેવી સંભાવના છે.
👉મોદી વિરોધ પક્ષના નેતા એમકે ઈસાક સાથે પણ મુલાકાત કરશે.
👉જે બાદ તેલ અવીવમાં ઈન્ડિયન કમ્યુનિટીની ઈવેન્ટમાં સામેલ થશે.
👉ઈઝરાયેલ મ્યુઝિયમ જોવા જશે.

👉પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસ ગુરુવારે મોદી, નેતન્યાહૂ સાથએ હાઈફા કબ્રસ્તાન જશે. અહીંયા પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ ભારતીય સૈનિકોને દફનાવવામાં આવ્યા હતા.
💧💧👉જે બાજ બંને નેતા ગેલ મોબાઈલ-ઈન્ટીગ્રેટેડ વોટર પ્યોરિફિકેશન જોવા જશે.
🌊💦👉જેને હાઈક્લોવિટી પીવાનું પાણી તૈયાર કરવા બનાવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ સંકટ સમયે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા થાય છે.

☄🗣🗣એરપોર્ટ પર સ્વાગત પછી મોદી એ હિબ્રૂ ભાષામાં નેતન્યાહૂ તથા ત્યાં હાજર ઇઝરાયેલી લોકોનું અભિવાદન કર્યું. તેમણે કહ્યું કે, આ મારા માટે સમ્માનની વાત છે કે, હું ઇઝરાયેલ આવનારો પહેલો ભારતીય પીએમ છું. 👏હું મારા દોસ્ત પ્રધાનમંત્રી નેતન્યાહૂનો આભાર વ્યક્ત કરવા ઇચ્છીશ કે તેમણે મને આમંત્રણ આપ્યું તથા આટલું ઉમળકાભેર સ્વાગત કર્યું.

🎋♦️🎋આ પ્રવાસ દશર્વિે છે કે, આપણા બંને દેશો વચ્ચેના સંબંધો કેટલા જૂના છે. મોદી એ કહ્યું કે, 70 વર્ષમાં આ કોઇ ભારતીય પીએમનો પહેલો ઇઝરાયેલ પ્રવાસ છે. ઇઝરાયેલ આવવું સમ્માનની વાત છે. ઇઝરાયેલ ભારતનું અગત્યનું પાર્ટનર છે. આ સંબંધોનો નવો પડાવ સાબિત થશે. મોદીએ કહ્યું કે, અમે સંયુક્ત ઇકોનોમિક પ્રોસપરિટીની સાથે સાથે પોતાની સોસાયટીને આતંકવાદના ખતરાથી સિક્યોર રાખવામાં પણ સહયોગ કરી રહ્યા છે. તેમણે આ પ્રવાસ થકી દ્વિ-પક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની વાત કરી.

🌷🌼🌸💐ઇઝરાયેલે ઝડપથી ઉગતી ફૂલની નવી પ્રજાતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આપ્યું હતું. 🌸🌼🌷ઇઝરાયલી ક્રિસેન્ટહ્યુમન નામનું આ ફૂલ હવે મોદી નામે ઓળખાશે.
🌻બંને દેશના દ્વિપક્ષીય સબંધની દૃષ્ટિએ આ પ્રવાસ મહત્વપૂર્ણ મનાય છે. મોદી છ જુલાઇ સુધી ઇઝરાયલમાં રોકાશે. તેઓ અહીં રાષ્ટ્રપતિ રૂવેન રૂવી સાથે મુલાકાત કરશે.
🎋બંને દેશના સીઈઓ અને ભારતીય સમુદાયને સંબોધિત કરશે.
🎋મોદી 1918માં હાઇફાની આઝાદી માટે જીવનનું બલિદાન આપ્નારા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલી પણ આપશે.
🎋🌹મુલાકાતના પહેલા દિવસે મોદી જેરુસલેમના યાદ વાશેમ(Yad Vashem)મેમોરિયલ સેન્ટર(નેશનલ હોલોકાસ્ટ મેમોરિયલ)પણ ગયા.અહીં મોદી,નેતન્યાહૂ તથા અન્ય ઇઝરાયેલી લીડર્સે મેમોરિયલ સેરેમનીમાં ભાગ લીધો.
⭕️👉હિન્દી અને હિબ્રૂ વિશ્વમાં બોલાતી સૌથી મોટી ભાષાઓ પૈકીની એત છે. બંને દેશોનું યૂથ ટેલેન્ટેડ છે. આપણા સારા ભવિષ્ય માટે આ પાર્ટનરશિપ શ્રેષ્ઠ સાબિત થશે.

✅♻️👁‍🗨👁‍🗨નેતન્યાહુએ કહ્યું કે બન્ને દેશો વચ્ચે ભાગીદારીનો વિસ્તાર જળ , સુરક્ષા , ઉર્જા તથા અન્ય ઘણાં ક્ષેત્રોમાં કરવામાં આવશે. તેમણે કહ્યું , ‘સફળતાનો ફોર્મ્યુલા સરળ છે . આ કોઈ સ્ક્વેર ટી સ્ક્વેર, જે આવનારા કાલ માટે ઈઝરાઈલ તથા ભારતના સંબંધો પ્રમાણે છે . મને વિશ્વાસ છે . . આ ગણિતનો ફોર્મ્યુલા છે , જે મને મારા વિદ્યાર્થી સમયથી યાદ છે . ’

🗣👁‍🗨નેતન્યાહૂ એ કહ્યું કે, અમે મેક ઇન ઇન્ડિયા ને માય મેક ઇન ઇન્ડિયામાં બદલવા ઇચ્છીએ છીએ.

🗣📌મોદીએ હિબ્રૂ ભાષામાં કહ્યું, “શાલોમ લે કુલામ અન સિમ્યા મેયોદ લેહિયત પો (હું અહીં આવીને ખુશ છું)” અને કહ્યું “ઇઝરાયલના લોકોએ લોકશાહી સિદ્ધાંતો પર રાષ્ટ્રનું નિર્માણ કર્યું છે. તે સખત મહેનત, ધગશ અને નવીનીકરણની ભાવનાથી વિકાસ પામ્યા છે. તમે અનુલક્ષીને પ્રતિકૂળતા અને પરિવર્તિત પડકારોને તકમાં લઈ ગયા છો, ભારત તમારી સિદ્ધિઓની પ્રશંસા કરે છે,”

♻️✅ વડાપ્રધાન મોદીનો આ ઈઝરાયેલ પ્રવાસ ગુજરાત માટે લાભદાયી સાબિત થશે. ગુજરાતમાં પહેલેથી જ કેટલીક ઈઝરાયેલી કંપનીઓએ પોતાનો સહયોગ આપ્યો છે અને વર્તમાન સમયમાં કેટલીય ઈઝરાયેલી કંપનીઓના પ્રોજેક્ટ ગુજરાતમાં ચાલી રહ્યાં છે. ગુજરાત અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધો પહેલેથી જ ઉષ્માપૂર્ણ રહ્યાં છે.

♻️✅ભારતે અગાઉ ઈઝરાયેલ સાથે કૃષિ ક્ષેત્રમાં સહયોગ અંગે સમજૂતી કરી છે. આ સમજૂતી અંતર્ગત ઈઝરાયેલ ભારતમાં ફળ અને શાકભાજીની ખેતીની ટેકનિકમાં સુધાર કરવા

માટે પોતાનો સહયોગ આપશે
ઇઝરાયેલે કૃષિ ક્ષેત્રની સાથે વોટર રીસાઈકલિંગ ટેકનોલોજી આપવા માટે 2015ની વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પોતાની ઉત્સુકતા દર્શાવી હતી.

⭕️👉ગુરુવાર 6 જુલાઈના રોજ બપોરે 2 વાગે લગભગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે હાઇફા જશે. અને સાંજે 7.30 વાગે પીએમ મોદી જર્મની માટે રવાના થશે, જ્યાં તે જર્મનીના હેમ્બર્ગમાં જી-20 શિખરસંમેલનમાં ભાગ લેશે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt